________________
૫૫
દા. ત. મીઠાઈ એટલે મીઠાં પકવાન્ન, એ વિષય પ્રતિભાસ જ્ઞાન. જુદી જુદી મિઠાઈ જાતે જેવી અને ઓળખવી તથા તે દરેકની વિગતવાર હકીકત જાણવી, તે સ્વરૂપજ્ઞાન. અને મીઠાઈ ખાઈને તેના સ્વાદને અનુભવ કરે, તે તરવસંવેદન જ્ઞાન.
આ પ્રમાણે આત્માની સામાન્ય ઓળખ કરવી, તે વિષયપ્રતિભાસ જ્ઞાન. તેનું સ્વરૂપ શાસ્ત્રથી જાણવું, તે સવરૂપજ્ઞાન. અને વિગતવાર આત્માના જ્ઞાનાદિગુણેના સાક્ષાતકાર કરીને જાતે અનુભવ કર. તે તરવસંવેદન જ્ઞાન. સાધકને આ નામ મારફત પરમાત્માનું સ્વરૂપ જાણી તેની સેવા કરીને છેવટે તત્વસંવેદન જ્ઞાન પ્રાપ્ત કરવાને ઉદ્દેશ હોય છે.
પરમાત્મ સ્વરૂપની પ્રાપ્તિ તે હજુ દુર છે પરંતુ, “તે પહેલાં દયેય તરીકે–આદર્શ તરીકે–પરમાત્માને કાયમ પિતાની સામે રાખવા. તેની ભક્તિ કરવાથી, તેની સેવા કરવાથી, નિરંતર તેના સાન્નિધ્યથી પિતે પણ ભવિષ્યમાં તે-પરમાત્મા સ્વરૂપ થઈ શકશે. એમ સમજીને સાધક પરમાત્માને પોતાની સામે રાખે છે.
તત્વ સંવેદનરૂપ પરમાત્મ સ્વરૂપ આત્મ સ્વરૂપની શરૂઆત કેવી રીતે થાય તે ૧૮માં શ્રી અરનાથ પ્રભુના સ્તવનમાં બતાવેલ છે.