________________
૪૫
મારી અને આપની વચ્ચેનું અંદરનું આંતરું ગુણકરણે કરીને ભાંગી જશે, ત્યારે મંગળ વાજા વાગી રહેશે. કેમકે—આપણે બન્નેય સપૂર્ણપણે સરખા થશું–એકાકાર થઇશું-એક બીજાને મળશું. એ સમયે આનદ્રથી ઉછળતા રસના--પાણીના-પૂર આવવાથી જીવરૂપી સરાવર ખૂબ ખૂબ વૃદ્ધિ પામો-હેલે ચડશે. ૬
ભાવાર્થ:—અહિરાભસાવ અને પરમાત્મભાવ વચ્ચે આંતરું પાડનારા કર્મનું સ્વરૂપ આ સ્તવનમાં ખતવેલ છે. કોઇપણુ આધ્યાત્મિક તત્ત્વજ્ઞાનમાં કમનું જ્ઞાન અનિવાય રીતે કરવું જ પડે છે. આત્મા અને કર્મના સબધના જ્ઞાન વિના કોઈપણ તત્ત્વજ્ઞાન અપૂણુ જ રહે છે. ક-વિપાક=પૂર્વ આંધેલાં કમ'નાં કળાને ભોગવવાં પડે છે, તે ક-વિપાક કહેવાય છે. કાં પેાતાના વિપાક ચાર રીતે બતાવે છે.
પ્રકૃતિરૂપે: સ્થિતિરૂપે: રસરૂપે: અને પ્રદેશરૂપે પ્રકૃતિ=જુદા જુદા ફળો બતાવવારૂપ કના સ્વભાવાનુ નિયમન.
સ્થિતિ=આત્મા સાથે કર્મને અંધાઇ રહેવાના કાળનુ નિયમન.
અનુભાગ=પ્રકૃતિ અનુસાર કમનું તીવ્ર, મંદ, તીવ્ર-મંદ તીવ્રતર, મંદતર અનુભવ કરાવવાનું નિયમન, તેના રસ વિગેરે ીજા નામેા પણ છે.
પ્રદેશ-મૂળ અને ઉત્તર પ્રકૃતિવાર કની વણા [જત્થા] ના પ્રદેશેાના ભાગે નુ' આત્માની સાથેના મિશ્રણનું નિયમન,