Book Title: Agam 29 Mool 02 Dasvaikalik Sutra Sthanakvasi
Author(s): Gulabbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
તે ઉપરાંત મારા ગુબંધુ વર્તમાને ગોંડલ ગચ્છ શિરોમણી ગુરુ સ્થાનીય શિર છત્ર સમ પૂ. જયંતમુનિ મ.
આગમપ્રેમી પૂ. ત્રિલોકમુની શ્રી જેઓ આગમ પ્રતિ આફ્લાદકભાવ રાખે છે. તેઓશ્રી સમયને સમજી અવસરને ઓળખી; સર્વ પાઠને, તેની સંસ્કૃત છાયાને, અધુરા રહેલા વિષયોને મધુરા બનાવી જબરજસ્ત યોગદાન આપી રહ્યા છે. તેમની સતત મહેનત શ્રુતસેવાનો અભ્યદય કરી ગુરુપ્રાણ આગમ બત્રીસીના એક એક આગમની આભા વધારી રહ્યા છે. તેઓશ્રીના અનન્ય ઉપકારને હું અનન્યભાવે નમસ્કાર
કરું છું.
આ આગમના સંપાદન કાર્યમાં પૂ. ગુરુદેવ પ્રાણલાલજી મહારાજ સા. ના કૃપા પાત્રી ભાવયોગિની મારી ગુરુભગિની સાધ્વી લીલમની સતત મહેનત છે અને તેમને સંપાદનમાં સાથ આપી રહ્યા છે એવા ડો. સાધ્વી આરતી અને સાધ્વી સુબોધિકા. તેઓએ ભગીરથ કાર્ય ઉપાડ્યું છે તે નિર્વિદને પૂર્ણ થાય તેવી પરમાત્માને પ્રાર્થના તથા ગુરુવર્યો પ્રતિ અંતરની ભાવના પ્રદર્શિત કરું છું.
દશવૈકાલિક સૂત્રના અનુવાદ કાર્યમાં પૂર્વ પ્રકાશિત અનેક દશવૈકાલિક સૂત્રોનો ઉપયોગ કર્યો છે તે સંપાદકો તથા પ્રકાશકોનો આભાર માનું છું.
શ્રી દશવૈકાલિક સૂત્રના અનુવાદ માટે સાધ્વી લીલમે સંવત ૨૦૫માં મને કહેલું પણ તે વખતે મારી શિષ્યા સાધ્વી પધાની અનુવાદ કરવાની ઘણી જ ઈચ્છા હતી છતાં પણ તેની નાદુરસ્ત તબિયતના કારણે લખી શકાય તેવી સ્થિતિ હતી નહીં. ત્યારબાદ સંવત ૨૦૫૭માં સાધ્વી લીલમે અનુવાદ માટે પુનઃ કહ્યું અને ગુરુકૃપાથી અનુવાદ કરવાની ભાવના સાકાર થઈ. આ સૂત્રના શબ્દાર્થ અને ભાવાર્થમાં ગુરુભગિની સાધ્વી લીલમનું મને અથાગ યોગદાન મળ્યું છે તેમજ મારી શિષ્યા સાધ્વી વિજયાબાઈ, સાધ્વી સાધનાબાઈ, સાધ્વી તારાબાઈ તથા સાધ્વી કુંદનબાઈ, સાધ્વી સંગીતાબાઈ મ.નો મને સારો સહયોગ મળ્યો છે. સૌના સહકાર વિના આ કાર્ય અશક્ય છે.
ગુરુપ્રાણ ફાઉન્ડેશન દ્વારા આગમના સુંદર પ્રકાશનનું કાર્ય કરી રહેલા રોયલ પાર્ક સ્થા. જૈન મોટા સંઘના પ્રમુખ શ્રી ચંદ્રકાંતભાઈ શેઠને પણ ધન્યવાદ છે. તેમની દેખરેખ નીચે આગમ પુસ્તકોનું સુંદર મુદ્રણ, સારી શૈલી અને વ્યવસ્થિત બાઈન્ડિંગ
50