________________
સૂયવંગ સૂત્ર मूलम्- एवमेगे उ पासत्था, ते भुज्जो विप्पगब्भिया ।
एवं उवट्ठिया संता, ण ते दुक्खविमोक्खगा ॥५॥ અર્થ : આ પ્રકારે કેઈક એક નિયતવાદી પાર્શ્વસ્થ એટલે કર્મબંધથી બધાયેલ છે તે વારંવાર
ધૃષ્ટતા કરે છે તેની ધૃષ્ટતા એ છે કે નિયતવાદને માનતાં હોવા છતાં દાન-પુણ્ય આદિ ક્રિયામાં તો માનતા હોય છે. (પ્રવૃત રહે છે) તેથી તેઓ દુઃખમાંથી મુક્ત થઈ શકતાં
નથી. કારણકે અજ્ઞાની છે (નિયતિવાદ પૂર્ણ થયે.) मलम- जविणो मिगा जहा संता, परिताणण वज्जिया ।
असंकियाई संकंति, संकियाई असंकिणो ॥६॥ परियाणिआणि संकेता, पासियाणि असकिणो । अन्नाणभयसंविग्गा, संलिति तहि तहि ॥७॥
અજ્ઞાનવાદી મતનું ખંડન:અર્થઃ જેવી રીતે ત્રાણુ રહિત મૃગ (હરણ) જે વેગવાળું છે તે શક ન કરવા જેવા સ્થળોમાં
શંકારહિત રહે છે. રક્ષા થવાનાં સ્થાનમાં શંકાશીલ રહે છે ને પાશલાના સ્થાનમાં શંકા રાખે છે. અજ્ઞાનને ભય વડે ઉગવાળા તે મૃગે બંધનનાં સ્થાનમાં જ
ફસાઈ જાય છે. मूलम्- अह तं पवेज्ज वज्झं, अहे वज्झस्स वा वए ।
मुच्चेज्ज पयपासाओ, तं तु मंदे न देहए ॥८॥ અથ : તે મૃગલે જાળમાં ફસાયા પહેલા એ બંધનને ઓળગે અથવા બંધનની નીચેથી નીકળી
જાય તે પગના બંધનથી છૂટી શકે છે પરંતુ મંદબુદ્ધિવાળે એ મૃગ, તેને એ સમજણ હોતી નથી તેમ અજ્ઞાનવાદી રક્ષાસ્થાનરૂપ અનેકાંતવાદને ત્યાગ કરી બંધનના સ્થાનરૂપ
એકાંતવાદનું શરણ લે છે અને તેથી તે દુઃખી થાય છે તે હવે બતાવે છે. मूलम्- अहिअप्पाहियपण्णाणे, विसमंतणुवागए।
स वद्धे पयपासेणं, तत्थ घायं नियच्छइ ॥९॥ અર્થ : પિતાનાં હિતને નહિ જાણનાર, પોતાનું અહિત કરનારી બુદ્ધિવાળા, સમ્યક જ્ઞાન રહિત
જેમ મૃગલો વિષયપાશમાં આવી પડે છે ને તેમાંથી નીકળી શકતું નથી ને નૃત્યને
વિનાશને પ્રાપ્ત થાય છે. मूलम्- एवं तु समणा एगे, मिच्छदिट्ठी अणारिया ।
असंकियाइं संकति, संकियाइं असंकिणो ॥१०॥ અર્થ : એ પ્રમાણે કે એક મિથ્યાષ્ટિવાળા અનાર્યશ્રમણે શંકા વિનાનાં સ્થાનમાં શંકા કરે છે
ને શંકા કરવા જેવા સ્થાનમાં શંકા કરતાં નથી. ટિપ્પણી - સમ્યક્ જ્ઞાનને અભાવ હોવાથી મિથ્યાષ્ટિ કહ્યા છે. શાસ્ત્રમાં નિષેધ કરવામાં આવ્યો છે તેવા કાર્ય કરનારને અનાર્ય કહેવામાં આવે છે.