________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અધ્યાત્મ વૈભવ અશુભરાગ તે અશુભ ભાવ છે. આ બન્ને ભાવ જડ અને મલિન છે. અહીં કહે છે કે નિર્મળાનંદ ચૈતન્ય પ્રભુ આત્મા કદીય શુભ-અશુભભાવપણે જડરૂપ કે મલિનતારૂપ થયો નથી, તેથી પ્રમત્ત પણ નથી કે અપ્રમત્ત પણ નથી.
(૧-૯૪).
અહો ! આ છઠ્ઠી ગાથા અલૌકિક છે. આ તો છઠ્ઠીના અફર લેખ. લૌકિકમાં છઠ્ઠીના લેખ કહેવાય છે. કહે છે બાળક જન્મ્યા પછી છકે દિવસે વિધાતા ભાગ્ય-લેખ લખવા આવે છે. ત્યાં કાગળ વગેરે મૂકે છે. પરંતુ ત્યાં તો કાગળ એવો ને એવો કોરો રહે છે, કેમકે ત્યાં કોઈ વિધાતા નથી. પણ આ ભગવાન ચિદાનંદનો નાથ પોતે જે પર્યાયમાં જણાયો તે નિશ્ચય વિધાતા છે. તેણે આ લેખ લખ્યો કે હવે આ આત્માને અલ્પકાળમાં મુક્તિ છે. જ્ઞાયકની સન્મુખ થતાં જ્યાં જ્ઞાયક શુદ્ધ જણાયો ત્યાં મુક્તિ-લેખ નિશ્ચિત લખાઈ જાય છે.
(૧-૯૨) (૧૦) -આત્મા જ્ઞાયક જ છે; તેમાં ભેદ નથી તેથી પ્રમત્ત-અપ્રમત્ત નથી. જુઓ સ્પષ્ટ કરે છે કે ચૈતન્યરસનો કંદ પ્રભુ આત્મા એક જ્ઞાયક, જ્ઞાયક, જ્ઞાયક જ છે, તેમાં પર્યાય નથી, પ્રમત્તઅપ્રમત્ત અવસ્થાઓ નથી. અહાહા...! સમ્યગ્દર્શનની પર્યાય જ્ઞાયકને વિષય કરે, પણ એ પર્યાય જ્ઞાયકમાં નથી. જ્ઞાયક પર્યાયના ભેદરૂપ થતો નથી. જાણનાર, જાણનાર, જાણનાર, ધ્રુવ, ધ્રુવ, ધ્રુવ એવા જ્ઞાયકમાં કોઈ ભેદ નથી. કોઈ કહે કે અનેકાન્ત કરો ને? કે આત્મા જ્ઞાયક પણ છે અને વિકારી પણ છે. તો અહીં કહે છે કે આત્મા વસ્તુ એકાંત જ્ઞાયક જ છે, અભેદ છે તેથી પ્રમત્ત-અપ્રત્તમ નથી. અહો ! કુંદકુંદાચાર્યદવે જગત સમક્ષ પરમ સત્ય જાહેર કર્યું છે.
(૧-૧૦૨) (૧૧) જેમ હરણની નાભિમાં કસ્તૂરી છે એની એને કિંમત નથી. એમ ભગવાન આત્મા આનંદનું દળ છે. પોતાના અનંત સામર્થ્યની અજ્ઞાનીને કિંમત નથી. એની શક્તિઓ એટલે ગુણો-જ્ઞાન, દર્શન, આનંદ શાન્તિ, સ્વચ્છતા વગેરે છે. આ શક્તિઓનું માપ નથી. જે સ્વભાવ હોય એનું માપ શું? અમાપ જ્ઞાન, અમાપ દર્શન, અમાપ સ્વચ્છતા એમ અનંત શક્તિઓ ભરેલી છે. પોતે પૂર્ણ ઈશ્વર છે. આવો ભગવાન પૂર્ણ આનંદસ્વરૂપ છે. (૧-૧૬૬ )
(૧૨) એક ભાઈએ પ્રશ્ન કર્યો હતો કે તમે ત્રિકાળી આત્માને કારણ-પરમાત્મા કેમ કહો છો? કારણ હોય તો કાર્ય આવવું જોઈએ ને?
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com