Book Title: Ugyo Muktino Arunoday Samyag Darshan
Author(s): Rashmi Bheda
Publisher: Mumbai Jain Yuvak Sangh
Catalog link: https://jainqq.org/explore/034345/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ ઊગ્યો મુક્તિનો અરુણોદય સમ્યગ્દર્શન ડૉ. રશ્મિ ભેદા પ્રકાશક ... શ્રી મુંબઈ જૈન યુવક સંઘ Page #2 -------------------------------------------------------------------------- ________________ Ugyo Muktino Arunodaya - Samyagdarshan by Dr. Rasmhi Bheda © Dr. Rasmhi Bheda પ્રથમ આવૃત્તિ સપ્ટેમ્બર ૨૦૧૬ કિંમત ૨ ૨૦૦/ : પ્રકાશક અને પ્રાપ્તિસ્થાન : શ્રી મુંબઈ જેન યુવક સંઘ ૩૩, મહમદી મિનાર, ૧૪ ખેતવાડી, એબીસી ટ્રાન્સપોર્ટની બાજુમાં, મુંબઈ - ૪૦૦૦૦૪. ફોન : ૦૨૨-૨૩૮૨૦૨૯૬. : અન્ય પ્રાપ્તિસ્થાન : શ્રી જીતુભાઈ ભેદા C/o ભેદા બ્રધર્સ, ૨૦૨, કાપડિયા એપાર્ટમેન્ટ, ૩૯, એસ. વી. રોડ, વિલે-પાર્લે (વેસ્ટ) મુંબઈ - ૪૦૦૦૫૬. ફોન : ૨૬૧૯ ૨૩૨૬-૨૭ - મોબાઈલ : ૦૯૮૬૭૧૮૬૪૪૦. : મુદ્રક : એન. એમ. ઠક્કરની કંપની, ૧૪૦ પ્રિન્સેસ સ્ટ્રીટ, મુંબઈ - ૪૦૦૦૦૨. ફોન : ૨૨૦૧ ૦૬૩૩, ૨૨૦૩ ૩૧૨૮. Email : nm.thakkar@yahoo.com : ટાઇપસેટિંગ અને લે-આઉટ: દીપ્તિ આઈ. ભટ્ટ Page #3 -------------------------------------------------------------------------- ________________ અર્પણ) મુમુક્ષુઓના કલ્યાણ સાધનારા જેમના પાવન સત્સંગ-શ્રવણ અને અધ્યાત્મલક્ષી ગ્રંથવાચનથી સમ્યગદર્શન પ્રાપ્તિ માટેનું સતુ પથદર્શન મળ્યું; તત્ત્વ પામવા માટેની સાધનાપદ્ધતિ અને એના રવરૂપની જેમની પાસેથી સમજણ પ્રાપ્ત થઈ એવા પૂજય બાપાજીના ચરણકમળમાં મારા આ નાનકડા ગ્રંથપુખનું અત્યંત ભક્તિભાવપૂર્વક અર્પણ - રશ્મિ ભેદા Page #4 -------------------------------------------------------------------------- ________________ अतुलगुणनिधानं, सर्वकल्याणबीजं ___ जननजलधिपोतं, भव्य सत्त्वैकचिन्हम्। दुरिततरुकुठारं, पुज्यतीर्थं प्रधानम् पिबत जितविपक्षं दर्शनारव्यं सुधाम्बु।।६.५९।। જ્ઞાનાર્ણવ અર્થ : હે લોકો, તમે સમ્યગદર્શનરૂપી સુધાજલનું પાન કરો, કારણ કે તે અતુલ ગુણોનું નિધાન છે, સર્વ કલ્યાણનું બીજ છે, જન્મમરણાદિમય સંસારસાગરને તરી જવા માટેનું વહાણ છે, ભવ્ય જીવો તેને પામી શકે છે, તે પાપરૂપી વૃક્ષને કાપવાને કુહાડી સમાન છે, પવિત્ર તીર્થોમાં એ જ પ્રધાન છે અને મિથ્યાત્વનો એ જ્યવંત શત્રુ છે. Page #5 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના હું, મારી અધ્યાત્મયાત્રાના પ્રથમ સોપાનરૂપે ‘ઊગ્યો મુક્તિનો અરુણોદય : સમ્યગ્દર્શન’ આ ગ્રંથ પ્રકાશિત કરી રહી છું. સમ્યગ્દર્શન, જેને મુક્તિનું દ્વાર કીધું છે એ સૂર્યોદય થતા પહેલા જેમ અરુણોદય થાય છે અને રાતનો અંધકાર વિલિન થઈ જાય છે તેજ પ્રકારે કેવળજ્ઞાનનો સૂર્ય પ્રકાશિત થતા પહેલા મોહરૂપી અંધકાર વિલિન થઈ સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થાય છે. જેમ પ્રાતઃકાળમાં પ્રકાશનું આગમન થતા જ આપણી ગાઢ નિદ્રા અથવા સ્વપ્નમાલાનો અંત આવે છે તેજ પ્રમાણે સમ્યગ્દર્શનનું આગમન દેહ અને કર્મકૃત વ્યક્તિત્વ સાથેના આપણા અનાદિકાળના તાદાત્મ્યનો અંત લાવે છે. સામાન્યતઃ દેહ અને ‘હું’ આ બંને એકરૂપ જણાય છે પણ વાસ્તવમાં બંને સંપૂર્ણપણે ભિન્ન ભિન્ન તત્ત્વ છે. સમ્યગ્દર્શનની પ્રાપ્તિ સાથે આ તથ્ય માત્ર બૌદ્ધિક સ્ત૨ના સમજણ ૫૨ ન ૨હેતા અનુભવના સ્તર પર આવે છે. આ સ્વાનુભૂતિ એ સમ્યગ્દર્શનની નીવ છે. આમ આ પૂર્વે ‘જૈન યોગ’ આ વિષયને આલેખતો, ‘અમૃત યોગનું પ્રાપ્તિ મોક્ષની’ ગ્રંથ પ્રકાશિક કર્યો છે. આત્માના શુદ્ધ સ્વભાવમય મોક્ષ સાથે યોજન, જોડાણ કરાવે તે યોગ છે. આથી જ ‘મોક્ષળ યોગનાવ્ યોઃ’ એવી એની વ્યાખ્યા મળે છે. જે પ્રક્રિયા વડે આત્મા શુદ્ધ આત્મસિદ્ધિરૂપ મોક્ષપદને પ્રાપ્ત કરે એનું નામ યોગ છે. જૈનદર્શનમાં આ મોક્ષમાર્ગ, યોગમાર્ગ એ આ શુદ્ધ રત્નત્રયરૂપ અર્થાત્ સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સભ્યચારિત્રરૂપ છે. અનાદિકાળથી આ સંસારચક્રમાં ફરતા જીવોને ભવભ્રમણમાંથી બચાવનાર અને મોક્ષપ્રાપ્તિ કરાવનાર આ યોગમાર્ગ છે. પ્રત્યેક જીવાત્મા પોતાના પુરુષાર્થથી અર્થાત્ સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યચારિત્રરૂપ રત્નત્રયની સાધના કરીને પરમાત્મપદ પ્રાપ્ત કરી શકે છે. એટલે આ ‘જૈન યોગ’ વિશેના પુસ્તકના અનુસંધાનમાં રત્નત્રયનું પહેલું અને સૌથી મહત્ત્વનું સોપાન જે ‘સમ્યગ્દર્શન’ છે, એ વિષય પર લખવાનો નમ્ર પ્રયાસ મેં અહીં કર્યો છે. સમ્યગ્દર્શન જે મોક્ષપ્રાપ્તિ માટે અત્યંત મહત્ત્વનું છે અને સાથે સાથે ગહન વિષય છે જેના વિશે મારા જેવા અલ્પમતિવાળા માટે Page #6 -------------------------------------------------------------------------- ________________ લખવું એ લોખંડના ચણા ચાવવા જેવું વિકટ છે તે છતા દેવ, ગુરુના આશીર્વાદથી અને આદરણીય ડૉ. શ્રી કુમારપાળભાઈ દેસાઈના પ્રોત્સાહનથી મેં આ વિષય પર લખવાનો પ્રયાસ કર્યો છે જેનાથી હું આ વિષય પર સ્વાધ્યાય કરી શકું અને મારી અધ્યાત્મયાત્રામાં આગળ વધી શકું. સમ્યગ્દર્શન એ આત્માનો નિજ સ્વભાવનો ગુણ છે. જ્યારે જીવાત્માને પોતાના જ સ્વરૂપ વિશેનું અજ્ઞાન અને ભમ ટળે છે ત્યારે સમ્યગ્દર્શન પ્રકટ થાય છે અને આત્મા પોતાના શુદ્ધ સ્વરૂપનો જ્ઞાયક બને છે. અર્થાત્ આત્મામાં વિભાવ દશાનું અજ્ઞાન ટળી જઈને પોતાના જ સ્વભાવનું સમ્યજ્ઞાન પ્રગટે છે. સમ્યકત્વના પ્રગટવાથી રત્નત્રય પ્રગટે છે. જ્ઞાન સમ્યગુજ્ઞાન થાય છે અને સ્વરૂપાચરણ ચારિત્ર અનંતાનુબંધી કષાયના ઉપશમથી પ્રગટ થાય છે. સમ્યકત્વયુક્ત ચારિત્ર જ મુલ્યવાન અને કાર્યસાધક હોય છે. જેવી રીતે મોહનીયકર્મનો ક્ષય થયા પછી બાકીના ત્રણ કર્મનો ક્ષય થવો અત્યંત સરળ થઈ જાય છે એવી રીતે સમ્યગદર્શન પ્રાપ્ત થતા સમ્યગદર્શન, સમ્યજ્ઞાન અને સમ્યગુચારિત્ર આ રત્નત્રય વડે જ મોક્ષપ્રાપ્તિ થાય છે. આવા સમ્યગ્દર્શનની પ્રાપ્તિ, રક્ષણ અને સંવર્ધનમાં જ હંમેશા પ્રયત્નશીલ રહેવું જોઈએ. આ દુર્લભ દુર્લભ મનુષ્યજીવનનો માત્ર અને માત્ર હેતુ સમ્યગ્દર્શનના પ્રાપ્તિનો જ હોવો જોઈએ. - રશ્મિ ભેદા Page #7 -------------------------------------------------------------------------- ________________ આશીર્વચન કદમ્બગિરિ ૨૩-૨-૧૬ શ્રી રશ્મિબેન, ધર્મલાભ. કુશળ હશો. તમે મોકલેલ “સમ્યગ્દર્શન' વિશેનું તમારું લખાણ મળ્યું છે. જોઈ ગયો છું. તમે બહુ જ મુદ્દાસર અને જૈન શાસ્ત્રોને પૂર્ણપણે અનુસરીને વિષય ચર્યો છે. સરળ તેમજ સુઘડ રીતે તમે સમ્યકત્વ વિષે રજુઆત કરી છે. ભાષા પ્રાંજલ તથા શૈલી રોચક છે. અભિનંદન. - આચાર્ય શીલચંદ્રસૂરીશ્વરજી Page #8 -------------------------------------------------------------------------- ________________ મંગળ કામના પ્રસ્તુત પુસ્તક પ્રત્યે પ્રતિભાવ ‘ઊગ્યો મુક્તિનો અરુણોદય સમ્યગ્દર્શન' ઉપરોક્ત પુસ્તકનું લેખન મેં જોયું. વિષયને શક્ય તેટલા કથનોથી ન્યાય આપ્યો છે. જૈન દર્શનમાં સર્વોચ્ચ સ્થાને, શુધ્ધ ધર્મના પ્રારંભરૂપ સમ્યગ્દર્શન છે. જૈન દર્શનનો ધોરી માર્ગ છે. ઉપદેશકોની તે માર્ગને વિષે ક્યારેક ગૌણતા જણાય છે. તે આવા ગ્રંથો દ્વારા પ્રકાશમાં આવે તેવો આ પ્રયાસ છે. જે દ્વારા સાધકવર્ગનો ઘણો લાભ છે. બાર અંગો કે પૂર્વી જેવા શાસ્ત્રો હાલ ઉપલબ્ધ નથી. પરંતુ પરંપરાએ સચવાયું તેવા શાસ્ત્રોના આધારે વિગતવાર લેખન થયું છે. બે હજાર વર્ષ ઉપરાંત થયેલા દિગંબર આચાર્ય શ્રી કુંદકુંદચાર્યાજીએ પરમાગમો લખ્યા. તેમાં સવિશેષ નિશ્ચયથી સમ્યગ્દર્શનને – ભેદજ્ઞાન રૂપે દર્શાવીને શુધ્ધ ધર્મને માહાત્મ્ય આપ્યું છે. તે પછી બીજા આચાર્યો અને પંડિતોએ દિગંબર આમ્નાયમાં સમ્યગ્દર્શનને શુધ્ધ ધર્મનો પ્રાણ ગણી મિથ્યાત્વનો અત્યંત છેદ ક૨વાનો ઉપદેશ આપ્યો છે. સમ્યગ્દર્શનની પ્રાપ્તિ પછી જ જીવ માર્ગ પામ્યો મનાય છે. સમ્યગ્દર્શન મુક્તિનું એક માત્ર અંગ હોવાથી તેની વિશદતા ઘણી છે. બાર અંગ ઉપાંગો જેવા ગૂઢ રહસ્યવાળા શાસ્ત્રો હાલ ઉપલબ્ધ નથી, છતાં બે હજા૨ વર્ષ પહેલા થયેલા શ્રી ઉમાસ્વાતિ આચાર્ય કે જેમણે તત્ત્વાર્થસૂત્રમાં પ્રથમ અધ્યાયમાં માંગલિકરૂપ જ સૂત્રથી પ્રકાશ્યું કે ‘‘સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્રાણિ મોક્ષમાર્ગ:'' આવું માંગલિક સૂત્ર જ સમ્યગ્દર્શનનું માહાત્મ્ય સૂચવે છે. યદ્યપિ સમ્યગ્દર્શન - જ્ઞાન - અને ચારિત્ર ત્રણે મળી મુક્તિ છે. એક અંગ અધુરૂં રહેતું નથી. ત્યાર પછી અન્ય આચાર્યોએ સ્વત્રંથોમાં સામાન્ય ઉલ્લેખ તો કર્યો જ પણ મહોપાધ્યાય શ્રી યશોવિજયજી સૂરિ ભગવંતે તો તેને ૬૭ બોલથી ખૂબ પ્રકાશમાં લાવી દીધો. જેનું સુંદર વિવેચન લેખિકાએ કર્યું છે. Page #9 -------------------------------------------------------------------------- ________________ વળી સમ્યગદર્શનના શમ, સંવેગ, નિર્વેદ, આસ્થા અને અનુકંપાના ગુણોને વાગોળીને આત્મસાત્ કરીને હૈયું નાચી ઊઠે તેવા આ ગુણોની વિશદતા જણાવી છે. જેનાથી સમ્યગ્દર્શનનું મૂલ્યાંકન સમજાય છે. સવિશેષય નિસંકિય જેવા આઠ ગુણો તો સમ્યગ્દર્શનના પ્રાણ છે. આ ગુણો દ્વારા દર્શનને કમળની પાંખડીઓ ખૂલે તેમ શાસ્ત્રકારોએ ખોલ્યો છે. લેખિકાએ તેને પણ પૂરો ન્યાય આપ્યો છે. જૈન દર્શનમાં જેનાથી શુધ્ધ ધર્મનો પ્રારંભ થાય છે તેવા આ આત્મિક ગુણ કલમમાં સમાય તેવો નથી. જેનું બીજ મોક્ષરૂપ ફળનું પ્રદાન કરે છે તે દરેક આત્મામાં અપ્રગટ તો રહ્યો છે તે પ્રગટ થઈ પૂર્ણતા પામે. કેવળ દર્શન-જ્ઞાનરૂપે પરિણમે એવા સામર્થ્યને ગ્રંથોના આધારે લેખિકાએ લેખમાં સમાવ્યો છે. તે સાધકોનેવાચકોને ખૂબ ઉપયોગી થશે. તત્ત્વાર્થ શ્રદ્ધાનામ સમ્યગદર્શનમ્ આ સૂત્ર વર્તમાનના જૈન દર્શનને પામેલાના પ્રમાદને દૂર કરવા પર્યાપ્ત છે. જેના ભાગ્ય નહિ હોય તે કાંઠે આવીને તરસ્યા જશે! સમુદ્રમાં પડેલું રત્ન કદાચ દેવી સહાયથી મળે પણ આ રત્નત્રય પૂરા વિશ્વના ચક્રવ્યુહમાં પ્રાપ્ત થવું દુર્લભ છે. મહા પુણ્યોદયે પ્રાપ્ત થાય તેવું રત્ન, હે! ભવ્યાત્માઓ તમને સરળતાથી મળે તેવું છે. તે માટે આ મહાનિબંધનો અભ્યાસ કરજો. ગુરુગમે શિક્ષા લેજો, તો આત્મ પ્રદેશમાં અપ્રગટ રહેલું આ રત્ન પ્રકાશ આપશે. જેનું પરિણામ જીવનનો અરુણોદય છે. વળી શ્રીમદ્ રાજચંદ્ર જેવા જ્ઞાનીએ મૂળ માર્ગ સાંભળો' જેવા પદમાં તો ત્રણેની અભેદ એકતા દર્શાવી અદ્ભુત ભાવની પ્રરૂપણા કરી છે. તે પૂરી બોધદાયક છે. આત્મસિદ્ધિશાસ્ત્ર જેવા મહા બોધ દાયક પદમાં પૂરતું નિવેદન રચ્યું છે જે કંઈ પણ ગુંચ વગરનું સીધું બોધદાયક કાવ્ય છે. અને કોઈ પણ શંકાનું નિરાકરણ કરી સ્વદોષ દર્શન કરાવી ઉપાય દર્શાવ્યો છે. સ્વચ્છેદ મત આગ્રહ ત્યજી વર્તે સગુણ પક્ષ, સમક્તિ તેણે ભાખિયું કારણ ગણી પ્રત્યક્ષ'' Page #10 -------------------------------------------------------------------------- ________________ આવા શુધ્ધ વ્યવહારને પામી જીવ સમક્તિ પામે છે. તેવા અનેક ઉપાયો આ શાસ્ત્રમાં નિરૂપ્યા છે. કષાયની ઉપશાંતતા માત્ર મોક્ષ અભિલાષ, ભવે ખેદ અંતર દયા તે કહીએ જિજ્ઞાસ” શ્રીમદ્ રાજચંદ્રજી (સમ્યકત્ત્વ) સામાન્યતઃ ચારે ગતિના પંચેન્દ્રિય સંજ્ઞીજીવો આ ગુણના અધિકારી છે છતાં શ્રદ્ધારૂપ સમ્યગુદર્શન દુર્લભ મનાયું છે. કારણ કે અનાદિના મિથ્યાત્વાદિ અવરોધો છે. તે ગુરુગમે પૂર્ણ શ્રદ્ધા વડે દૂર થાય છે. તેવા યોગોની પ્રાપ્તિ દુર્લભ છે. છતાં ‘દર્શન દુર્લભ સુલભ કૃપા થકી આનંદઘન મહારાજ.” શક્ય છે. આ લેખમાં મિથ્યાત્વરૂપ અવરોધનું પણ આલેખન ઉપદેશાત્મક છે તેને દૂર કરવાનું સામર્થ્ય સાધકો દેવ ગુરુ કૃપાએ પ્રાપ્ત કરી આ ગુણ પ્રાપ્ત કરે તેવી અભિલાષા સાથે વિરમું છું. રશ્મિબહેન તમને આવા સુંદર ગ્રંથની રચના માટે અભિનંદન અને શુભાશિષ પાઠવું છું. પુનઃ આવુ સુંદર સર્જન કરતા રહો તેવી મંગળ કામના. વિષય ઘણો ગહન છે વિસ્તાર વધુ ન કરતાં વિરમું છું. - સુનંદાબહેન વહોરા Page #11 -------------------------------------------------------------------------- ________________ ઋણ સ્વીકાર આ ગ્રંથપુષ્પની પ્રકાશનયાત્રા દરમ્યાન જેમનો મને સાથ, સહકાર મળ્યો તેમના પ્રત્યે હું કૃતજ્ઞતાનો ભાવ વ્યક્ત કરું છું. ડૉ. શ્રી કુમા૨પાળભાઈ દેસાઈએ શરૂઆતથી અંત સુધી મને માર્ગદર્શન આપ્યું છે એમની હું અત્યંત ઋણી છું. પૂજ્ય આચાર્ય શ્રી શીલચંદ્રસૂરીશ્વરજી અને આદરણીય સુનંદાબેન વોહોરાનું હું ઋણ સ્વીકાર કરું છું જેઓએ મને આશીર્વચન મોકલ્યા છે. શ્રી મુંબઈ જૈન યુવક સંઘ જેવી પ્રતિષ્ઠિત સંસ્થાના નેજા હેઠળ આ પુસ્તકનું પ્રકાશન થયું છે એ માટે સંસ્થાની અને મંત્રી શ્રી નિતિનભાઈ સોનાવાલાની આભારી છું. અને છેલ્લે મારા કુટુંબીજનોને કેમ ભુલાય ? મારા પતિ શ્રી જીતુભાઈ અને દિકરા કુન્તલે હંમેશા મને સંપૂર્ણ સાથ અને સહકાર આપ્યો છે અને મારી દિકરી ચૈતાલીએ આ પુસ્તકના કવરપેજની ડિઝાઈન બનાવી છે. એ બધાની હું આભારી છું. આ પુસ્તક સંપૂર્ણપણે જૈન શાસ્ત્રોના આધારે જ લખ્યું છે. છતાં પણ જિનાજ્ઞા વિરુદ્ધ કાંઈ લખાયું હોય તો મિચ્છામિ દુક્કડં. - - રશ્મિ ભેદા Page #12 -------------------------------------------------------------------------- ________________ ૧. પ્રાસ્તાવિક ૨. સમ્યગ્દર્શન ૩. મિથ્યાત્વ ૪. સમ્યગ્દર્શનની વ્યાખ્યા ૫. નવ તત્ત્વ ૬. સમ્યગ્દર્શન પ્રાપ્તિ માટેની આવશ્યક અનુકુળતાઓ ૭. સમ્યગ્દર્શનના પ્રકારો ૮. સમ્યગ્દર્શનના ૬૭ (ભેદો) બોલો • ચાર પ્રકારની શ્રદ્ધા • ત્રણ લિંગ • દસ પ્રકારના વિનય • ત્રણ પ્રકારની શુદ્ધિ પાંચ દૂષણ અનુક્રમણિકા આઠ પ્રકારના પ્રભાવક • પાંચ ભૂષણો • પાંચ લક્ષણો • છ પ્રકારની જયણા • છ પ્રકારના સમ્યક્ત્વના આગા૨/અભિયોગ ♦ છ પ્રકારની ભાવના • છ પ્રકારના સ્થાનો ૯. સમ્યગ્દર્શનની દસ રૂચિ ૧૦. સમ્યગ્દર્શનના આઠ અંગ ૧૧. પાંચ લબ્ધિ ૧૨. નારકી, તિર્યંચ ને દેવગતિના જીવોને સમ્યક્ત્વની પ્રાપ્તિ કેવી રીતે થાય ? ૧૩. સમ્યક્ત્વનું મહાત્મ્ય ૧૪. શ્રદ્ધાની દુર્લભતા ૧૫. ઉપસંહાર ૧ ८ ૧૨ ૧૭ ૨૨ ૨૭ ૨૯ ૪૦ ૪૧ ૪૮ ૫૩ ૫૯ ૬૫ ૭૨ ८८ ૯૭ ૧૦૭ ૧૧૫ ૧૧૭ ૧૧૯ ૧૨૨ ૧૩૦ ૧૩૫ ૧૩૯ ૧૪૨ ૧૫૪ ૧૫૬ Page #13 -------------------------------------------------------------------------- ________________ * પ્રાસ્તાવિક મોક્ષ એટલે આધ્યાત્મિક જીવનવિકાસનું અંતિમ પરિણામ જે માનવજીવનનું અંતિમ સાધ્ય છે. સંસારી આત્મા શુભાશુભ સર્વ કર્મોનો ક્ષય કરીને મુક્ત બને છે, શુદ્ધ આત્મસ્વરૂપ પ્રાપ્ત કરે છે અને સિદ્ધાત્મા બને છે તે જ મોક્ષ છે. આ મોક્ષ પ્રાપ્ત ક૨વા માટે મોક્ષમાર્ગ છે. પરભાવવિભાવમાંથી નિકળી આત્મભાવમાં સ્થિર થવું તે શમનિષ્ઠ માર્ગ મોક્ષમાર્ગ છે. શમ એટલે નિષ્કષાય આત્મપરિણતિ, રાગદ્વેષરહિતપણું. સમભાવમાં અર્થાત આત્મસ્વરૂપમાં સ્થિતિ થવી, સ્વ સ્વરૂપને સમજી સ્વરૂપમાં રમણતા ક૨વી એ જ શમ છે. મોક્ષનો માર્ગ એટલે આત્માની શુદ્ધિ. એનો પાયો છે સમ્યક્ત્વ. સમ્યક્ત્વ એટલે સાચી દૃષ્ટિ, વસ્તુસ્વરૂપને યથાર્થપણે સહવું. જૈનદર્શનમાં આ મોક્ષમાર્ગ એ સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યચારિત્ર આ શુદ્ધ રત્નત્રયરૂપ છે. સહજ सम्यग्दर्शन ज्ञान चारित्राणि मोक्षमार्गः ।। १.१॥ તત્વાર્થ સૂત્ર અર્થઃ સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યચારિત્ર એ ત્રણે સાથે મોક્ષમાર્ગ છે. Page #14 -------------------------------------------------------------------------- ________________ જૈન દર્શન પ્રમાણે મોક્ષપ્રાપ્તિ માટે આ રત્નત્રયની પ્રાપ્તિ અનિવાર્ય છે. જ્ઞાન, દર્શન અને ચારિત્ર એ આત્માના મૂળ ગુણો છે. આ ગુણોનો સંપૂર્ણ વિકાસ થવાથી મોક્ષપ્રાપ્તિ થાય છે. અનંત સમયથી સંસારમાં દિશાશૂન્ય પરિભ્રમણ કરનાર જીવાત્માને આ રત્નત્રયની પ્રાપ્તિ થતા મોક્ષમાર્ગની દિશા પ્રાપ્ત થાય છે. સમ્યગ્ એટલે સાચું, સમ્યગ્ એટલે પ્રશસ્ત અથવા સંગત. સમ્યગ્દર્શન એટલે તત્ત્વભૂ જીવાદિ પદાર્થો વિષે શ્રદ્ધા. સમ્યગુજ્ઞાન એટલે જીવાદિ પદાર્થોનો યથાર્થ બોધ. સમ્યગુચારિત્ર એટલે યથાર્થ જ્ઞાનપૂર્વક અસક્રિયાથી નિવૃત્તિ અને સક્રિયામાં પ્રવૃત્તિ. ઉત્તરાધ્યયન સૂત્ર અઠ્યાવીસમાં અધ્યયનમાં આ જ્ઞાન, દર્શન અને ચારિત્રને મોક્ષનો માર્ગ બતાવ્યો છે - नाणं च दंसणंचेव, चरित्तं च तवो तहा । एस मग्गुत्ति पन्नत्तो, जिणोहिं वरदंसिहिं ।। અર્થ: જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ એ મોક્ષનો માર્ગ છે એમ શ્રેષ્ઠ દર્શનવાળા જિનેશ્વરોએ કહ્યું છે. આગળ એ જ અધ્યયનમાં કહ્યું છે કે - नादंसणिस्स नाणं, नाणेण विणा न हुं ति चरणगुणा । अगुणिस्स नत्यि मोक्खो, नत्थि अमोक्खस्स निव्वाणं ।।३०।। અર્થ: જેને દર્શન નથી, તેને જ્ઞાન નથી; જેને જ્ઞાન નથી તેને ચારિત્રના ગુણો નથી, અર્થાત્ તેનો કર્મમાંથી છૂટકારો નથી; અને જેનો કર્મમાંથી છૂટકારો નથી, તેનું નિર્વાણ નથી. આ ઉપરથી એ સ્પષ્ટ થાય છે કે મોક્ષપ્રાપ્તિ માટે દર્શન, જ્ઞાન અને ચારિત્ર આ રત્નત્રય અનિવાર્ય છે. આ ત્રણમાંથી એકનો પણ અભાવ હોય તો મોક્ષપ્રાપ્તિ ન થાય. અર્થાત્ ઊગ્યો મુક્તિનો અરુણોદય. સમ્યગ્દર્શન છે Page #15 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાન અને ચારિત્ર વિના એકલું સમ્યગ્ગદર્શન મોક્ષમાર્ગ ન બને. જ્ઞાન અને દર્શન વિના એકલું સમ્યગુ ચારિત્ર મોક્ષમાર્ગ ન બને. દર્શન અને ચારિત્ર વિના એકલું સમ્યગૂ જ્ઞાન મોક્ષમાર્ગ ન બને. દર્શન અને જ્ઞાન હોય પરંતુ ચારિત્ર ન હોય તો મોક્ષમાર્ગ નથી. જ્ઞાન અને ચારિત્ર હોય પરંતુ દર્શન ન હોય તો મોક્ષમાર્ગ નથી. દર્શન અને ચારિત્ર હોય પરંતુ જ્ઞાન ન હોય તો મોક્ષમાર્ગ નથી. અર્થાત્ સમ્યગુદર્શન-જ્ઞાન-ચરિત્ર સમૂહપણે મોક્ષમાર્ગ બને છે. જેમ આરોગ્ય મેળવવા ઓષધનું જ્ઞાન, ઔષધ વિષે શ્રદ્ધા અને ઔષધનું વિધિપૂર્વકનું સેવન એ ત્રણે જરૂરી છે, આ ત્રણમાંથી એકના પણ અભાવે આરોગ્યની પ્રાપ્તિ થતી નથી, તેમ આત્માનું આરોગ્ય અર્થાતુ મોક્ષમાર્ગ મેળવવા સમ્યગુદર્શન, સમ્યગુ જ્ઞાન અને સમ્યગૂ ચારિત્રમાં આ ત્રણેની જરૂર પડે છે. આ જ વાત આપણે ગુણસ્થાન'ના માધ્યમથી સમજીએ. જૈન શાસ્ત્રોમાં આત્માનો વિકાસ કેવી રીતે થાય છે, તેની શરૂઆત ક્યારથી થાય છે અને તે ચરમ સીમાએ ક્યારે પહોંચે છે એનું વર્ણન અર્થાત્ આત્માનો આધ્યાત્મિક વિકાસ ૧૪ ગુણસ્થાનના માધ્યમથી ક્રમવાર બતાવવામાં આવ્યો છે. ગુણસ્થાન એટલે ગુણોનું સ્થાન, અર્થાત્ આત્મામાં ગુણો પ્રગટવાથી થતા આધ્યાત્મિક વિકાસની ભૂમિકા. આત્મા જ્ઞાનાદિ અનંત ગુણોનો પિંડ છે. પણ અત્યારના પર્યાયમાં એ ગુણો પર કર્મોનું આવરણ છે. (જેમ સૂરજ ઉપર વાદળો આવી જાય) જેમ જેમ કર્મોનું આવરણ ખસતું જાય છે તેમ તેમ આત્માનાં જ્ઞાનાદિ ગુણો પોતાના સંપૂર્ણ સ્વરૂપમાં પ્રગટતા જાય છે અને આત્મા વિકાસના પંથે આગળ વધતો જાય છે. કર્મોથી આવરિત આત્માના ગુણોનું પ્રગટીકરણ એ જ આધ્યાત્મિક વિકાસ છે જે ક્રમિક થાય છે. આ ક્રમિક ભૂમિકાઓનું ચૌદ વિભાગમાં વિભાજન કરવામાં આવ્યું છે. જેને જૈન દર્શનમાં ચૌદ ગુણસ્થાન કહેવામાં આવ્યા છે. આધ્યાત્મિક વિકાસનો પ્રારંભ ચોથા ગુણસ્થાનથી થાય છે. (જ્યાં સમ્યગદર્શનની પ્રાપ્તિ થાય છે.) આ ભૂમિકાએ જિનેશ્વર ભગવંતે જે કહ્યું છે તે જ સાચું છે. આવી શુદ્ધ માન્યતા હોય K ઊગ્યો મુક્તિનો અરુણોદય... સમ્યગદર્શન Page #16 -------------------------------------------------------------------------- ________________ છે- ‘તમેવ સર્વાનિર્સર્વ નંબંવિહિંપવેફર્થ સમ્યગુદર્શનના પાંચ લક્ષણોમાંથી પ્રથમ આસ્તિષ્પ ગુણ પ્રગટે પછી ક્રમશ: અનુકંપા, નિર્વેદ, સંવેગ અને શમ પ્રગટે, આસ્તિક્ય એટલે જિનેશ્વર ભગવંતે જે કહ્યું તે જ સત્ય છે એવી દઢ શ્રદ્ધા. ચતુર્થ ગુણસ્થાને (અવિરત સમ્યગુદૃષ્ટિ) જગતનું યથાર્થ દર્શન થાય છે, આત્મતત્ત્વની અનુભૂતિ થાય છે. આ બધું બાહ્ય આચારરૂપે નહીં પરંતુ ઉપર કહ્યા મુજબ શ્રદ્ધારૂપે હોય છે, સમજણરૂપે હોય છે. અહીં શ્રદ્ધા એટલે સમ્યગદર્શન અને સમજણ એટલે સમ્યગૂજ્ઞાન જે અંતરના પરિણામ છે, નહિ કે બાહ્યક્રિયા. એટલે આધ્યાત્મિક વિકાસનો પ્રારંભ આંતરિક ભૂમિકાઓથી શરૂ થાય છે. જ્યારે આ વિકાસયાત્રા આગળ વધીને પાંચમા ગુણસ્થાને પહોંચે છે અર્થાત્ દેશવિરતિ ગુણસ્થાને પહોંચે છે ત્યારે એ શ્રદ્ધા અને સમજણને અનુરૂપ આંતરિક વ્રતપાલન એના જીવનમાં આવે છે. દેશથી એટલે કે થોડા પ્રમાણમાં હિંસાદિ પાપોથી નિવૃત્તિ તે દેશવિરતિ. દેશવિરતિ ગુણસ્થાને રહેલા જીવોને હિંસાદિ પાપોથી આંશિક નિવૃત્તિ હોય છે. અર્થાત્ પાંચમા ગુણસ્થાનકે આંશિક ચારિત્ર આવે છે. આ ગુણસ્થાને રહેલા જીવો સંસારત્યાગી ન હોય. જ્યારે આ જીવો સંસારત્યાગ કરીને સર્વવિરતિ ધારણ કરે છે, સાધુ બને છે ત્યારે એ છઠ્ઠા ગુણસ્થાને આવે છે. સર્વવિરતિ એટલે સર્વથા હિંસાદિ પાપોથી નિવૃત્તિ. એટલે આ ગુણસ્થાને સમ્યગુદર્શન, સમ્યગુજ્ઞાન અને સમ્યગુચારિત્રનો સુમેળ થાય છે અને જેમ જેમ જીવનો મોક્ષમાર્ગ પર આધ્યાત્મિક વિકાસ આગળ વધે છે અર્થાત્ જીવ અહીંથી આગળના ગુણસ્થાને જાય છે ત્યારે પણ આ ત્રણ એટલે કે રત્નત્રય સાથે જ રહે છે. આ જ વાત શ્રી ઉમાસ્વાતિજીએ તત્વાર્થસૂત્રમાં પ્રથમ શ્લોકમાં જ કહી છે. અને આચાર્ય શ્રી કુંદકુંદદેવે એમના પરમાગમોમાં કહી છે. આગમોત્તર સાહિત્યમાં તત્વાર્થસૂત્ર જૈન મતના – દાર્શનિક સાહિત્ય તરીકે પ્રથમ કોટિનું આગવું સ્થાન ધરાવે છે. પૂર્વના મહાપુરુષોએ આ ગ્રંથને “અહ...વચન સંગ્રહ' તરીકે પણ ઓળખાવ્યો છે. તત્ત્વાર્થ સૂત્રકાર વાચકવર ઉમાસ્વાતિજી જૈન સંપ્રદાયના બધા ફિરકાઓમાં આદરણીય છે અને દિગંબર તેમજ શ્વેતામ્બર બંને સંપ્રદાયોમાં આ ઊગ્યો મુક્તિનો અરુણોદય... સમ્યગદર્શન ) Page #17 -------------------------------------------------------------------------- ________________ સૂત્રનું પઠન-પાઠન ચાલુ છે. જૈનદર્શનના મૌલિક બધા જ પદાર્થોનો તેમાં સંગ્રહ કરવામાં આવેલ છે. વાચકવર ઉમાસ્વાતિજીનો ચોક્કસ સમય ઉપલબ્ધ નથી. તેઓ શ્રી વિક્રમના પહેલાથી ચોથા શતાબ્દીના ગાળામાં થયા હશે એવી માન્યતા છે. દિગંબર સંપ્રદાય શ્રી ઉમાસ્વાતિજીને આચાર્ય શ્રી કુંદકુંદદેવના શિષ્ય માને છે. આચાર્ય શ્રી કુંદકુંદદેવ વિક્રમના પ્રારંભમાં થઈ ગયા, એ દિગંબર જૈન પરંપરામાં અગ્રપદે છે. એમણે લખેલ પરમાગમોમાં (સમયસાર, નિયમસાર, અષ્ટપાહુડ, પ્રવચનસાર, પંચાસ્તિકાય) તીર્થંકર દેવોએ પ્રરૂપેલા સિદ્ધાંત જાળવી રખાયેલા છે. ભગવાન મહાવી૨થી ચાલ્યા આવતા મોક્ષમાર્ગના બીજભૂત જ્ઞાનને તેમણે આ પાંચ અધ્યાત્મ અને તત્ત્વપૂરક શાસ્ત્રોમાં સંગ્રહિત કરેલું છે, મોક્ષમાર્ગ વર્ણવેલો છે. ‘સમયસાર’ આચાર્ય કુંદકુંદદેવની સર્વોત્કૃષ્ટ કૃતિ છે જેમાં મોક્ષમાર્ગનું યથાર્થ સ્વરૂપ જેમ છે તેમ કહેવામાં આવ્યું છે. નિશ્ચય અને વ્યવહા૨ની સંધિપૂર્વક યથાર્થ મોક્ષમાર્ગની સંકલનબદ્ધ પ્રરૂપણા ‘સમયસાર’ અને ‘નિયમસાર’ આ ગ્રંથોમાં વર્ણવી છે. આચાર્ય કુંદકુંદદેવ કહે છે, ‘ત્રણે લોકમાં, ત્રણે કાળમાં એક જ મોક્ષમાર્ગ છે. સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની એકતાથી જ મોક્ષમાર્ગ બને છે.’ મોક્ષ તે સર્વ કર્મના અભાવરૂપ આત્મપરિણામ છે. માટે તેનું કારણ પણ આત્મપરિણામ જ હોવું જોઈએ. દર્શન-જ્ઞાન-ચારિત્ર આત્માના પરિણામ છે, માટે નિશ્ચયથી તે જ મોક્ષનો માર્ગ છે. તેથી જે મોક્ષના ઇચ્છુક જીવો આ દર્શન-જ્ઞાનચારિત્ર સ્વરૂપ નિશ્ચય મોક્ષમાર્ગને સેવે છે તે થોડા જ કાળમાં શુદ્ધ પ૨માત્મસ્વરૂપને અર્થાત્ મોક્ષને અવશ્ય પ્રાપ્ત કરે છે. મોક્ષનું કારણ બતાવતા તે કહે છે जीवादीसद्दहणं सम्मत्तं तेसिमधिगमो णाणं । રાયાવિહિરાં ચરાં સો તુ મોવ્રુપો ।। ।। સમયસાર અર્થ: જીવાદિ પદાર્થોનું શ્રદ્ધાન સમ્યક્ત્વ છે. તે જીવાદિ પદાર્થોનો અભિગમ જ્ઞાન છે અને રાગાદિનો ત્યાગ ચારિત્ર છે. આ જ મોક્ષમાર્ગ છે. સર્વ અરિહંત ઊગ્યો મુક્તિનો અરુણોદય... સમ્યગ્દર્શન ૫ Page #18 -------------------------------------------------------------------------- ________________ ભગવંતોએ સેવેલો શુદ્ધ રત્નત્રયરૂપ આ એક જ મોક્ષમાર્ગ છે જે જિનેશ્વર ભગવંતોએ ઉપદેશેલો છે અને જિનાગમોમાં આપેલો છે. આચાર્ય કુંદકુંદદેવે નિયમસાર'માં પણ મોક્ષમાર્ગનું નિરૂપણ આવી જ રીતે કરેલું છે. નિયમ' એટલે જે અવશ્ય કરવા યોગ્ય હોય તે અર્થાત્ રત્નત્રય, નિયમસાર એટલે શુદ્ધ રત્નત્રય. હું ધ્રુવ, શુદ્ધ આત્મદ્રવ્ય છું એવી શ્રદ્ધા, અનુભવની પરિણતિ એ જ પરમાત્મતત્ત્વનો આશ્રય છે અને એ જ સમ્યગ્દર્શન છે, તે જ સમ્યગૂજ્ઞાન છે, તે જ સમ્યગુચારિત્ર છે. એટલે નિયમસારમાં આચાર્ય કુંદકુંદદેવ કહે છે કે સમ્યગદર્શન, સમ્યગુજ્ઞાન અને સમ્યગુચારિત્ર અર્થાત્ શુદ્ધ રત્નત્રય એની ભક્તિ કરવી અર્થાત્ આરાધના કરવી તે મોક્ષનો માર્ગ છે. આ જ વાત શ્રીમદ્ રાજચંદ્ર એમની પદ્ય રચનાઓ મૂળમાર્ગ-રહસ્યઅને ‘પંથ પરમપદ બોધ્યો'માં સમજાવી છે. અર્વાચીન કાળમાં શ્રીમદ્ રાજચંદ્રને અધ્યાત્મ યુગપ્રવર્તક કહી શકાય. આત્મજ્ઞાન અને આત્મસમાધિ પ્રાપ્ત થયેલા તેઓ ભાવનિગ્રંથ હતા. અત્યંત ઉચ્ચ આત્મદશાને તેઓ પામેલા હતા. મુમુક્ષુઓ અર્થાત્ જેઓ મોક્ષ અને મોક્ષમાર્ગના ઇચ્છુક છે એમના માટે તેમનું ગદ્ય અને પદ્ય સાહિત્ય ઘણું જ ઉપયોગી અને રાહ ચીંધનારું છે. શ્રીમદ્ આત્મજ્ઞાન થયા પછી મોક્ષમાર્ગ વિષે એમને નિઃશંકતા થઈ હતી. પોતાને સ્પષ્ટ જણાયેલો માર્ગ બીજા પણ જાણે એવા કરૂણાભાવથી મોક્ષમાર્ગનું નિરૂપણ કરતી રચનાઓ તેમણે કરી છે. મૂળમારગ-રહસ્યમાં શ્રીમદ્ રાજચંદ્ર કહે છે, “શ્રી જિનેશ્વર ભગવંતે કહેલો મોક્ષમાર્ગ એ આત્મામાં રહેલો છે. જ્ઞાન, દર્શન અને ચારિત્રની શુદ્ધતા એ જ મોક્ષમાર્ગ છે, ત્રણે કાળમાં તે માર્ગ એક સરખો છે, તેમાં કોઈ કાળે ભિન્નતા આવી નથી અને આવશે નહિ એવું સર્વ જ્ઞાનીઓનું વચન છે. જ્ઞાન દર્શન ચારિત્રની શુદ્ધતા રે, એકપણે અને અવિરૂદ્ધ જિનમારગ તે પરમાર્થથી રે, એમ કહ્યું સિદ્ધાંતે બુધ ૩મૂળમારગ ઊગ્યો મુક્તિનો અરુણોદય.. સમ્યગદર્શન Page #19 -------------------------------------------------------------------------- ________________ તે ત્રણે અભેદ પરિણામથી રે જ્યારે વર્તે તે આત્મરૂપ તેહ મારગ જિનનો પામીઓ રે, કિંવા પામ્યો તે નિજસ્વરૂપ T૯) મૂળમારગ આત્માના જ્ઞાન, દર્શન અને ચારિત્ર એ ત્રણે ગુણ આત્માથી જૂદા નથી. નિશ્ચયનયથી તે આત્મરૂપ છે. આ ત્રણે અભેદપણે – એકરૂપ થઈને વર્તે ત્યારે આત્મસ્વરૂપ પ્રગટે છે, એ જ જિનેશ્વર ભગવંતે પ્રરૂપેલો મોક્ષમાર્ગ છે. મૂળમારગ''ની જેમ પંથ પરમપદ બોળો' આ કાવ્યમાં પણ મોક્ષમાર્ગનું સ્વરૂપ નિરૂપેલું છે. અહીં સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યગુચારિત્રના લક્ષણો બતાવી તે ત્રણે અભેદ પરિણામથી વર્તે ત્યારે મોક્ષ પમાય. સમ્યગુદર્શન, જ્ઞાન અને ચારિત્રની એકતાથી જ મોક્ષમાર્ગ પ્રાપ્ત થાય છે. ત્રણે અભિન્ન સ્વભાવે, પરિણમી આત્મસ્વરૂપ જ્યાં થાય; પૂર્ણ પરમપદ પ્રાપ્તિ, નિશ્ચયથી ત્યાં અનન્ય સુખદાય.'' જિનેશ્વર ભગવંતે કહ્યું તે જ સત્ય છે, તે જ અર્થયુક્ત છે, તેથી ભિન્ન તે અનર્થરૂપ છે, આવી દઢ શ્રદ્ધા, એવો મક્કમ નિર્ધાર જીવમાં જો પ્રગટ થાય તો જ તે મોક્ષનો અધિકારી બની શકે છે. આ સમ્યગદર્શન અર્થાત્ સમ્યકત્વનું સૌથી મહત્ત્વનું લક્ષણ છે. સમ્યગદર્શન અને સમ્યગુજ્ઞાન બંને યુગલિક મનુષ્યની જેમ સદા સાથે જ ઉત્પન્ન થાય છે, સાથે રહે છે અને નાશ પામે તો સાથે જ નાશ પામે છે. અર્થાત્ જ્યારે સમ્યગદર્શન હોય ત્યારે સમ્યગુજ્ઞાન હોય જ અને સમ્યગુજ્ઞાન હોય ત્યારે સમ્યગ્ગદર્શન હોય જ. પણ સમ્યગદર્શન અને સમ્યગુજ્ઞાન હોય ત્યારે સમ્યગુચારિત્ર હોય જ એવું નથી. હોય અથવા ન પણ હોય, પણ સમ્યગુચારિત્ર હોય ત્યારે સમ્યજ્ઞાન અને સમ્યગ્દર્શન અવશ્ય હોય. ઊગ્યો મુક્તિનો અરુણોદય... સમ્યગદર્શન Page #20 -------------------------------------------------------------------------- ________________ સગદર્શન આ રત્નત્રય એટલે સમ્યગદર્શન, સમ્યજ્ઞાન અને સમ્યગુચારિત્રની વિસ્તારથી વિચારણા કરીએ. ૧. સમ્યગદર્શન અર્થાત્ સમ્યકત્વ એ સર્વ ગુણોમાં પ્રધાનતમ ગુણ છે. આપણે સંસારથી છૂટવું છે અને મોક્ષ પ્રાપ્ત કરવો છે એ આપણું લક્ષ્ય છે એના માટે આપણે જે પુરુષાર્થ આચરવો પડે તેમ છે તેમાં સમ્યકત્વ ગુણની પ્રથમ આવશ્યકતા છે. સમ્યકત્વ ગુણ પ્રગટ્યા વિના કોઈ પણ આત્માની કોઈ પણ કાળે મુક્તિ નહિ થાય. આત્મજ્ઞાનનો મુખ્ય હેતુ સમ્યગ્દર્શન જ છે. તેની પ્રાપ્તિ વિના જ્ઞાન અને ક્રિયા અનંતરપણે મોક્ષનો હેતુ બનતા નથી. જ્ઞાન અને ચારિત્ર તો જ સમ્યગુ થાય જો સમ્યગ્દર્શન હોય. તે આવે તો બધી જ ક્રિયા સંવર, નિર્જરા અને મોક્ષનો હેતુ બને છે. મોક્ષમાર્ગમાં સમ્યગદર્શન એ પ્રથમ પગથિયું છે. આત્માના આધ્યાત્મિક વિકાસનો પ્રારંભ ચોથા ગુણસ્થાનથી થાય છે જ્યાં સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થાય છે. જીવ બાહ્યાભિમુખતાના બદલે મોક્ષાભિમુખતા તરફ વળે છે. દેવ, ગુરુ અને ધર્મના પ્રતીકરૂપે જે નવપદ (અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ, દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપ)ની આરાધના કરાય છે તેમાં ધર્મમાં પ્રવેશ સમ્યગ્દર્શનથી થાય છે. તીર્થકર ભગવંતોના ભવોની ગણતરી સમ્યગ્દર્શન પ્રાપ્ત થાય ત્યારથી થાય છે. Page #21 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્ગદર્શન એટલે સાચી દૃષ્ટિ, વસ્તુનો યથાર્થ બોધ થવાથી તેના પ્રત્યેની પરમ રૂચિ, જે પદાર્થ જેવો છે, જ્ઞાનીઓએ જેવો કહ્યો છે તે પદાર્થ તેવો જ છે એવી અચલ શ્રદ્ધા તે સમત્વ છે. “અધ્યાત્મસાર' આ ગ્રંથમાં ઉપાધ્યાય યશોવિજયનું સમ્યકત્વનું મહત્ત્વ બતાવતા લખે છે – कनीनिकेव नेत्रस्य कुसमस्येव सौरभम् । सम्यक्त्वमुच्यते सारः सर्वेषां धर्मकर्माणां ।।१२.५।। અર્થ એમ નેત્રનો સાર કીકી છે અને પુષ્પનો સાર સૌરભ છે તેમ સર્વ ધર્મકાર્યનો સાર સમ્યકત્વ કહેવાય છે. અહીં ઉપાધ્યાય યશોવિજયજી સમ્યકત્વની મહત્તા બે ઉપમા આપીને બતાવે છે. સર્વ ધર્મક્રિયામાં સમ્યકત્વ જ સારરૂપે છે. નેત્રમાં કીકી અને પુષ્પમાં સુગંધ જેમ સારરૂપ છે તેમ સર્વ ધાર્મિક ક્રિયાઓમાં સમ્યકત્વ અર્થાત્ સમ્યગ્દર્શન સારરૂપ છે. સમ્યગુદર્શન સહિતની ધર્મક્રિયાઓ એ મોક્ષમાર્ગ છે. શ્રીમદ્ રાજચંદ્ર સમ્યગ્દર્શનનું મહત્ત્વ બતાવતા લખે છે – સમ્યગુદર્શન, સમ્યગુ જ્ઞાન અને સમ્યગુ ચારિત્રમાં સમ્યગુદર્શનની મુખ્યતા ઘણે સ્થળે તે વીતરાગોએ કહી છે. જો કે સમ્યગૂ જ્ઞાનથી જ સમ્યગદર્શનની પણ ઓળખાણ થાય છે, તો પણ સમ્યગ્દર્શનની પ્રાપ્તિ વગરનું જ્ઞાન, સંસાર એટલે દુઃખના હેતુરૂપ હોવાથી સમ્યગદર્શનનું મુખ્યપણું ગ્રહણ કર્યું છે. જેમ જેમ સમ્યગ્દર્શન શુદ્ધ થતું જાય છે, તેમ તેમ સમ્યગુ ચારિત્ર પ્રત્યે વીર્ય ઉલ્લસતું જાય છે અને ક્રમે કરીને સમ્યગુ ચારિત્રની પ્રાપ્તિ થવાનો વખત આવે છે; જેથી આત્મામાં સ્થિર સ્વભાવ સિદ્ધ થતો જાય છે; અને ક્રમ કરીને પૂર્ણ સ્થિર સ્વભાવ પ્રગટે છે; આત્મ નિજપદમાં લીન થઈ સર્વ કર્મકલંકથી રહિત થવાથી એક શુદ્ધ આત્મસ્વભાવરૂપ મોક્ષમાં પરમ અવ્યાબાધ સુખના અનુભવસમુદ્રમાં સ્થિત થાય છે.' પૃ. ૫૭૭, વચનામૃત. ઊગ્યો મુક્તિનો અરુણોદય... સમ્યગદર્શન Page #22 -------------------------------------------------------------------------- ________________ સૂર્યોદય થાય એ પહેલા જેમ અરૂણોદય થઈને રાત્રિના અંધકારને હટાવે છે તેમ કેવળજ્ઞાનરૂપી સૂર્ય પ્રકાશે એની પૂર્વે સમ્યગ્દર્શનરૂપી અરુણોદય મોહનો અંધકાર ઉલેચી નાખે છે. સમ્યગદર્શન એટલે આત્મદર્શન, સ્વ અને પરના અર્થાત્ આત્મા અને કાયાના ભેદનો સાક્ષાત્કાર. સમ્યગ્દર્શન એટલે દેહ અને આત્માની જુદાઈની પ્રતીતિ, અર્થાત્ આત્મા છે એવી માત્ર શ્રદ્ધા કે દેહ અને કર્માદિથી તદ્દન ભિન્ન એક સ્વતંત્ર આત્મદ્રવ્યનું અસ્તિત્વ છે, એવી માત્ર બૌદ્ધિક સમજણ નહિ પણ એ બેની ભિન્નતાની સ્વાનુભૂતિમય પ્રતીતિ આજ વાત ઉપાધ્યાય શ્રી યશોવિજયજી કહે છે. ‘ઠરે જિહાં સમક્તિ તે થાનક, તેહના ષવિધ કહીયે રે ! તિહાં પહેલું થાનક છે ચેતન લક્ષણ આતમ લહીએ રે ! ખીરનીર પરે પુદ્ગલ મિશ્રિત પણ એહથી છે અલગો રે ! અનુભવ હંસ ચંચુ જો લાગે, તો નવિ દીસે વલગો રે II૬૨૮૫ સમકિત સડસઠ બોલની સઝૂઝાય એકબીજા સાથે એકમેક થયેલા દૂધ અને પાણીને હંસ પોતાની ચાંચથી અલગ કરે છે એવીજ રીતે અનાદિ અનંત કાળથી આપણે જે દેહ અને આત્મા એકરૂપ પ્રતીત થાય છે અને આ સ્વાનુભૂતિથી દેહ અને આત્મા સંપૂર્ણપણે અલગ જણાય છે. દેહાદિથી ભિન્ન હું જ્ઞાન-આનંદનો પિંડ છું એવો અભૂતપૂર્વ જ્ઞાનપ્રકાશ પથરાય છે. જીવન અને જગત પ્રત્યેની દૃષ્ટિમાં અકથ્ય પરિવર્તન આવે છે. દેહાત્મબુદ્ધિ રૂપ અજ્ઞાનગ્રંથિ દૂર થતાં રાગદ્વેષની આધારશીલા ઉથલી પડે છે અર્થાત્ નિબિડ રાગ-દ્વેષની ગ્રંથિ ભેદાઈ જાય છે. તેની સાથે મોહનું વિષવૃક્ષ તૂટી પડે છે અને ક્રમશઃ તે કરમાઈ સુકાઈને નષ્ટ થઈ જાય છે. આથી સમ્યગૂ દૃષ્ટિની પ્રાપ્તિ પછી જન્મમરણની પરંપરા અનિયત કાળ સુધી ટકી શકતી નથી અર્થાત્ ભવભ્રમણની સીમા નક્કી થઈ જાય છે. અહીં સુદેવ, સુગુરુ અને શ્રી જિનેશ્વર પરમાત્માએ પ્રરૂપેલ સદ્ધર્મ પરની શ્રદ્ધાને પણ સમ્યગદર્શન કહ્યું છે કારણ તેના દ્વારા સમ્યગદર્શન માટેની ભૂમિકા ૧ સમ્યગુદર્શન Page #23 -------------------------------------------------------------------------- ________________ ક્રમશઃ સર્જાય છે અને અંતે સ્વાનુભૂતિરૂપ સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થાય છે. આગમ, યુક્તિ અને અનુભૂતિ એ ત્રિવિધ માર્ગે તત્ત્વપ્રાપ્તિ થાય છે. સર્વજ્ઞ વીતરાગ - પરમાત્માને આપ્ત તરીકે સ્વીકારી તેના વચનમાં સંપૂર્ણ વિશ્વાસ મૂકી તેની આજ્ઞાનું પાલન કરે છે સાથે આત્મજ્ઞાની ગુરુનું માર્ગદર્શન લે છે. શ્રુતની સાથે ચિંતન, મનન દ્વારા શ્રુતનું પરિશીલન કરે છે અને તત્ત્વચિંતન દ્વારા આત્મતત્ત્વની પ્રતીતિ પ્રાપ્ત થાય છે એટલે જ ઉમાસ્વાતિજીએ તત્ત્વાર્થસૂત્રમાં કહ્યું છે, ‘‘તત્ત્વાર્થ શ્રદ્ધાનાં સમ્યઃ વર્શનમ્ ।'' ઊગ્યો મુક્તિનો અરુણોદય... સમ્યગ્દર્શન ૧૧ Page #24 -------------------------------------------------------------------------- ________________ મિથ્યાત્વ સમ્યગુદર્શન જ ભવ્ય જીવોને નિશ્ચયથી મોક્ષનું કારણ છે. અનંતકાળથી આ સંસારચક્રમાં ફરતા જીવોને એમાંથી બહાર કાઢનાર કોઈ છે તો એ છે સમ્યગદર્શન. આપણે એને મોક્ષની ટિકિટ કહી શકીએ, કે એક વખત સમ્યકત્વરૂપી ટિકિટ મળી જાય પછી મોક્ષના સ્ટેશને પહોંચવાનું નક્કી થઈ જાય. આવું અનંત ઉપકારી હોવા છતાં જીવો એને પ્રાપ્ત કરી શકતા નથી. સમ્યગ્દર્શનને પ્રાપ્ત થતા રોકનારું કારણ ક્યું છે? જ્ઞાની બતાવે છે – અનાદિકાળનું મિથ્યાત્વ' એ કારણ છે. તો આ મિથ્યાત્વને દૂર કરવા માટે મિથ્યાત્વના લક્ષણને, એના સ્વરૂપને જાણવું પડશે. કારણ અઢાર પાપસ્થાનકોમાં છેલ્લું પાપસ્થાનક આ મિથ્યાત્વ છે જેને આગળના ૧૭ પાપસ્થાનકનો જનક કહ્યો છે. મિથ્યાત્વનું લક્ષણ નીચે પ્રમાણે કહ્યું છે - मिच्छत्तं वेदंतो जीवो, विवरीयो दंसणो होई। ण य धम्मं रोचेदि हु महुरं पि रसं जहा जरिदो ।। અર્થ : જે જીવ મિથ્યાત્વથી ઘેરાઈ જાય છે, તેની દૃષ્ટિ (વિપરીત થઈ જાય છે. જેવી રીતે તાવ આવેલા દર્દીને મીઠો રસ પણ ગમતો નથી, તેવી રીતે મિથ્યાષ્ટિને પણ ધર્મ કરવો ગમતો નથી. Page #25 -------------------------------------------------------------------------- ________________ અહીં વિપરીત' દ્રષ્ટિ એટલે જિનેશ્વર પરમાત્માએ કહેલા ધર્મથી જેની દૃષ્ટિ અવળી છે. મિથ્યાત્વના મુખ્ય બે પ્રકાર છે – ૧. વિપર્યાસાત્મક મિથ્યાત્વ અર્થાત્ જિનવચનથી વિપરીત માન્યતારૂપ મિથ્યાત્વ. ૨. અનધિગમાત્મક મિથ્યાત્વ અર્થાત્ જીવાદિ નવ તત્ત્વોનો બોધ વગરનું “અજ્ઞાનરૂપ મિથ્યાત્વ.' ૧. વિપર્યાસ મિથ્યાત્વનું લક્ષણ - जो जेण पगारेण, भावो णियओ तमन्नहा जो तु। मन्नति करेति वदति व, विप्परियासो भवे असो ।। અર્થ : જે ભાવ જે પ્રકારે નિયત હોય છે, એટલે કે પદાર્થનું જે યથાર્થ સ્વરૂપ હોય છે એનાથી બીજા રૂપે એને માનવો, આચરવો કે વર્ણવવો એ વિપર્યાસ મિથ્યાત્વ' છે. સર્વજ્ઞ જિનેશ્વર પરમાત્માએ તેમના જ્ઞાનમાં પદાર્થનું સ્વરૂપ જોઈને તે જ પ્રમાણે યથાતથ્ય કહેલા છે, તેથી વિપરીત માનવું, આવા મિથ્યાદષ્ટિને જિનવચનમાં શ્રદ્ધા હોતી નથી. જીવાદિ નવતત્ત્વનું જ્ઞાન હોવા છતાં તેની શ્રદ્ધા હોતી નથી. ૨. અનધિગમાત્મક મિથ્યાત્વનું લક્ષણ - मिच्छत्तपरिणदप्पा, तिव्व कसाअण सुठ्ठ आविटठो। जीवं देहं एक्कं, मण्णंतो होई बहिरप्पा ।। અર્થ: ક્રોધ માનાદિ તીવ્ર કષાયરૂપ બની મિથ્યાદૃષ્ટિ દેહ અને આત્માને એક માને છે. તે બહિરાત્મા છે. તે માન્યતા અજ્ઞાનરૂપ મિથ્યાત્વ છે. બહિરાત્મ દશામાં રહેલા અજ્ઞાની જીવમાં ક્રોધાદિ કષાય ભાવો (ક્રોધ, માન, માયા, લોભ) તીવ્ર હોય છે, અનંતાનુબંધી કષાય હોય છે; આવો અજ્ઞાની જીવ શરીરને જ આત્મા માને છે, જડ (શરીર) અને ચૈતન્ય (આત્મા)નું ભેદવિજ્ઞાન તેને હોતું નથી. શરીર તો નાશ પામવાના સ્વભાવવાળું જડ પુદ્ગલ છે. ને આત્મા ઊગ્યો મુક્તિનો અરુણોદય... સમ્યગદર્શન ૧૩ Page #26 -------------------------------------------------------------------------- ________________ અજર અવિનાશી. ચૈતન્યમય ધ્રુવ તત્ત્વ છે આ શ્રદ્ધા તેને હોતી નથી, સમજણ હોતી નથી. આ “અજ્ઞાન મિથ્યાત્વ'ના લીધે સંસારચક્રના ભવભામણમાંથી તેની મુક્તિ કદાપિ થતી નથી. ૧) આભિગ્રાહિક ૨) અનાભિગ્રહિક ૩) અભિનિવેશિક ૪) સાંશયિક ૫) અનાભોગ એમ મિથ્યાત્વના પાંચ પ્રકારો શાસ્ત્રમાં વર્ણવેલા છે. મિથ્યાત્વના બે ભેદ - વિપર્યાસાત્મક મિથ્યાત્વ અને અનધિગમાત્મક મિથ્યાત્વ. આ બે ભેદમાં આ પાંચેય પ્રકારોનો સમાવેશ થાય છે અને આ પાંચેય પ્રકારોમાં મિથ્યાષ્ટિ એવા બધા જીવોનાં મિથ્યાત્વનો સમાવેશ થાય છે. જીવ ભવ્ય હોય, દુર્ભવ્ય હોય, એકેંદ્રિય હોય, વિકલેન્દ્રિય હોય કે પંચેન્દ્રિય હોય. પંચેન્દ્રિયમાં પણ નારક હોય, દેવ હોય, મનુષ્ય હોય કે તિર્યંચ હોય, સર્વ જીવોના મિથ્યાત્વનો સમાવેશ આ પાંચ પ્રકારમાં થઈ જાય છે. ૧) આભિગ્રહિક મિથ્યાત્વ - તત્ત્વની પરીક્ષા કર્યા વગર જ પોતે પકડેલા રૂઢ મતને દઢતાપૂર્વક વળગી રહેવું અને સત્યનો વિરોધ કરવો એ “આભિગ્રહિક મિથ્યાત્વ છે. અજ્ઞાનની સાથે આગ્રહનો યોગ હોય. તે તત્ત્વ જાણતો નથી અને ખોટી માન્યતા ધરાવે છે છતાં પણ તેની માન્યતા ખોટી છે એવું સમજવા તૈયાર નથી, પોતે જે કાંઈ માને છે તે સાચું જ છે એવા દુરાગ્રહો હોય છે. ધર્મપરીક્ષા ગ્રંથમાં તેના છ વિકલ્પો કહ્યા છે - (૧) આત્માનું અસ્તિત્વ નથી (૨) નિત્યત્વ નથી (૩) આત્મા પોતાના કર્મનો કર્તા નથી (૪) આત્મા પોતાના કર્મનો ભોક્તા પણ નથી (૫) આત્માનો મોક્ષ થતો નથી (૬) મોક્ષનો કોઈ ઉપાય નથી. ૨) અનાભિગ્રહિક મિથ્યાત્વ - બધા ધર્મો અને બધા દર્શનો સરખા માનવા, ગુણ-દોષની પરીક્ષા કર્યા વગર બધા દેવને, બધા ગુરુને પગે લાગવું. સાચા-ખોટાને પરખવાની વિવેકબુદ્ધિ હોતી નથી. અહીં આભિગ્રહિક મિથ્યાત્વ જેવું અજ્ઞાન હોય છે પણ દુરાગ્રહ નથી તેથી સર્વ ધર્મને સરખા માને છે. ૧૪ મિથ્યાત્વ છે Page #27 -------------------------------------------------------------------------- ________________ ૩) અભિનિવેશિક મિથ્યાત્વ - વીતરાગ પરમાત્માનો ધર્મ પામી સત્ય જાણવા છતાં પોતાના પક્ષની અસત્યતા સમજીને પણ જે તેને દઢતાપૂર્વક પકડી રાખે તે અસત્ય માર્ગ તેનું પોષણ કરે, તેની પ્રરૂપણા કરે તે અભિનિવેશિક મિથ્યાત્વ કહેવાય. આ મિથ્યાત્વના બે પ્રભેદ છે - અ) લૌકિક બ) શાસ્ત્રીય. અ) લૌકિક - સત્ય-અસત્યના વિવેક વગર દુરાગ્રહથી લોકસંજ્ઞા કે લોકભયથી પ્રવૃત્તિ કરે તે. બ) શાસ્ત્રીય - શાસ્ત્રોનું રહસ્ય સમજ્યા વગર શાબ્દિક વાતને અસદ્ આગ્રહથી પકડી રાખે તે. ઉદા. જમાલિ આદિ સાતે નિન્તવને આભિનિવેશિક મિથ્યાત્વ હતું. ૪) સાંશયિક મિથ્યાત્વ - શ્રી જિનાગમોમાં વર્ણવેલા તત્ત્વોના સ્વરૂપ સંબંધી સંશય ક૨વો. તેમની સર્વજ્ઞતા, વીતરાગતા આદિમાં સંદેહ ક૨વો તે. દેવ-ગુરુધર્મમાં સંદેહ લાવવો તે. આ મિથ્યાત્વથી બચવા માટે જિનવચનમાં દેઢ શ્રદ્ધા – ‘તમેવ સર્ષ્યા નિશ્ચંદ્ર, નંખ઼િોહિં પંવૈશ્ય' રાખવી. ‘તે જ સાચું અને શંકા વિનાનું છે, જે જિનેશ્વર પરમાત્માએ પ્રરૂપેલું છે.’ ૫) અનાભોગ મિથ્યાત્વ - અજ્ઞાનના ગાઢ અંધકા૨માં પડેલા જીવોને આ મિથ્યાત્વ હોય છે. એકેંદ્રિયથી માંડીને અસંશી પંચેંદ્રિય સુધીના જીવોને મન ન હોવાથી આ મિથ્યાત્વ સહેજે હોય છે. ક્યારેક કોઈ ભવ્ય જીવ સમક્તિથી પતિત થઈ બે ઈદ્રિયથી અસંશી પંચેંદ્રિયમાં ઉત્પન્ન થાય તે વખતે તેને ‘સાસ્વાદન સમ્યકત્વ' હોય છે. જેની સ્થિતિ માત્ર છ આવલિકા અપર્યાપ્ત અવસ્થામાં હોય છે. પછી તે નિયમથી મિથ્યાત્વી બને છે. કેટલાક સંશી પંચેંદ્રિય જીવો ‘તત્ત્વ શું અને અતત્ત્વ શું' એવા પ્રકારના અધ્યવસાયોથી રહિત હોય છે. તેવા જીવોને અનાભોગ મિથ્યાત્વ હોય છે. ‘અભવ્યને’ આભિગ્રાહિક અને અનાભોગિક મિથ્યાત્વ જ સંભવે જ્યારે ‘ભવ્ય’ને પાંચે મિથ્યાત્વ હોઈ શકે. પણ એક સમયે એક જ મિથ્યાત્વનો ઉદય હોય, એકી સાથે બે કે પાંચ ન હોય. ઊગ્યો મુક્તિનો અરુણોદય... સમ્યગ્દર્શન ૧૫ Page #28 -------------------------------------------------------------------------- ________________ આવા મિથ્યાત્વની નિવૃત્તિ તે જ સમ્યકત્વ છે. શ્રી સકલકીર્તિ - શ્રાવકાચારમાં સમક્તિનો મહિમા બતાવ્યો છે – આ સમક્તિ તે સાર છે, તે સમયનું સર્વસ્વ છે; સિદ્ધાંતનું તે જીવન છે ને મોક્ષનું તે બીજ છે.” ૧૬ મિથ્યાત્વ Page #29 -------------------------------------------------------------------------- ________________ સમ્યગુદર્શનની વ્યાખ્યા સમ્યગુદર્શન એટલે સુદેવ, સુગુરુ અને સુધર્મ પર અવિચલ શ્રદ્ધા. - પરમ તારક, વીતરાગ, સર્વદોષ રહિત એવા સર્વજ્ઞ તે મારા સુદેવ. તેમની આજ્ઞા અનુસાર વર્તનારા, પંચ મહાવ્રતના ધારક, જ્ઞાન, દર્શન અને ચારિત્રથી અલંકૃત નિગ્રંથ મુનિ તે સુગુરુ. વીતરાગ પરમાત્માએ પ્રરૂપેલો ક્ષમાદિ દસ પ્રકારનો તેમજ અહિંસા - સંયમ અને તપમય જે ધર્મ એ જ સુધર્મ. આ દેવ, ગુરુ અને ધર્મ પરની શ્રદ્ધા એટલે સમજ્યા વિના કેવળ સાંભળીને માની લીધેલી નહીં, પરંતુ ઊંડાણમાંથી પ્રતિત થયેલી, આદરપૂર્વક સદેવ, સદ્ગુરુ અને સદ્ધર્મને સેવતા સેવતા સુદઢ થયેલા સંસ્કારમાંથી પ્રમાણભૂત થયેલી અવિચલ શ્રદ્ધા તે જ સમ્યગ્દર્શન. જૈન દર્શન પ્રમાણે દરેક સંસારી જીવ જ્ઞાનાવરણાદિ આઠ કર્મોથી બંધાયેલો છે તેમાં સૌથી મહત્ત્વનું કર્મ મોહનીય કર્મ છે. એના દર્શન મોહનીય અને ચારિત્ર મોહનીય એમ બે ભેદ છે. શ્રદ્ધા ગુણનો ઘાત કરનાર દર્શન મોહનીય કર્મ Page #30 -------------------------------------------------------------------------- ________________ છે. આ દર્શન મોહનીય કર્મના નાશથી (અથવા ઉપશમ કે ક્ષયોપશમથી) આત્મામાં જે ગુણ પ્રગટે છે, જે આત્મપરિણામ હોય છે એ સમ્યગુદર્શન છે. દર્શન મોહનીયના ત્રણ ભેદ છે - મિથ્યાત્વ મોહનીય, મિશ્ર મોહનીય અને સમ્યકત્વ મોહનીય કર્મ. અ) મિથ્યાત્વ મોહનીય કર્મ - જે કર્મના ઉદયથી સમ્યગદર્શન ગુણનું વિપરીત પરિણામ થાય, મિથ્યાદર્શનરૂપ થાય, જે વડે આત્મા કે અનાત્માનું (જીવ કે અજીવ)નું ભેદ વિજ્ઞાન ઉત્પન્ન થઈ શકે નહિ તે. બ) મિશ્ર મોહનીય કર્મ - જેના ઉદયથી સમ્યગ્ગદર્શન અને મિથ્યા દર્શનના મિશ્ર પરિણામ થાય તે. ક) સમ્યકત્વ મોહનીય કર્મ - જે કર્મના ઉદયથી સમ્યગુદર્શન રહે, કોઈ દોષ કે અતિચાર લાગે છે. ચારિત્ર મોહનીય કર્મ - જે કર્મના ઉદયથી સમ્યગ્દર્શન રહે, કોઈ દોષ કે અતિચાર લાગે છે. ચારિત્ર મોહનીય કર્મમાં ચાર અનંતાનુબંધી કષાય કર્મ છે. જેમ પત્થરમાં કોતરેલી લીટી કઠિનતાથી મટે છે, તેવા અનંતાનુબંધી કષાય (ક્રોધ, માન, માયા, લોભ) છે. અનંતાનુબંધો એટલે અનંતકાળથી આત્માને અનંત કર્મોનો બંધ કરાવીને જીવાત્માને સંસારચક્રમાં ભ્રમણ કરાવે છે. આવી રીતે અનંતાનુબંધી કષાયની ચાર તેમજ મિથ્યાત્વ મોહનીયની ત્રણ એમ દર્શન મોહનીયની સાતે પ્રકૃતિના નાશથી (અથવા ઉપશમ કે ક્ષયોપશમથી) સમ્યગ્દર્શન પ્રાપ્ત થાય છે. (અહીં સમ્યગ્દર્શનની પ્રાપ્તિ જો કે દર્શન મોહનીયના નાશથી કહી છે તો પણ અનંતાનુબંધી ચાર કષાયો તે દર્શન મોહનીયના પોષક અને વર્ધક હોવાથી તે ચાર કષાયને દર્શનમોહ સપ્તક રૂપે સાથે ગણવામાં આવે છે.) આ સમ્યગદર્શનને વ્યવહાર સમ્યગદર્શન કહી શકાય. વ્યવહાર સમ્યગુ દર્શનના સેવનથી નિશ્ચય સમ્યગદર્શન પ્રાપ્ત થઈ શકે છે. આત્માના શુદ્ધ સ્વભાવનું યથાર્થ શ્રદ્ધાનું અર્થાત્ આત્મસ્વરૂપનું વેદન એ નિશ્ચય સમ્યગદર્શન છે. ૧૮ સમ્યગદર્શનની વ્યાખ્યા Page #31 -------------------------------------------------------------------------- ________________ આ સમ્યગ્ગદર્શન વાસ્તવિક સ્વરૂપે આત્માનો એક ગુણ છે તેનું યથાર્થ સ્વરૂપ શ્રી મહાવીર સ્વામીએ ઉત્તરાધ્યયન સૂત્ર અધ્યયન ૨૮ - મોક્ષમાર્ગ ગતિની ૧૪ અને ૧૫મી ગાથામાં કહેલ છે – जीवाजीवाय बंधो च, पुण्ण पावासवो तहा। संवरो निज्जरा मोक्खो, संतेए तहिया नव ।।१४।। અર્થ : જીવ, અજીવ, બંધ, પુષ્ય, પાપ, આસવ, સંવર, નિર્જરા અને મોક્ષ આ નવ તત્ત્વો છે. तहियाणं तु भावाणं, सब्भावे उवएसणं । भावेण सद्दहंतस्स, सम्मत्तं तं वियाहियं ।।१५।। અર્થ : આ તત્ત્વોના ભાવોની પોતાના સહજ સ્વભાવથી કે તીર્થકર અથવા ગુર્નાદિના ઉપદેશથી ભાવપૂર્વક શ્રદ્ધા કરવી તેને “સમકિત' અર્થાત્ સમ્યગ્ગદર્શન કહ્યું છે. તત્ત્વાર્થ સૂત્રમાં શ્રી ઉમાસ્વાતિજી સમ્યગદર્શનનું લક્ષણ બતાવતા કહે છે - તત્ત્વાર્થ શ્રદ્ધાનાં સર્શિનમ્ ૨.૨ા. અર્થ : તત્ત્વરૂપ જીવાદિ પદાર્થોની શ્રદ્ધા તે સમ્યગદર્શન છે. તત્ત્વાર્થ શ્રદ્ધા એટલે તત્ત્વ અને અર્થ બંનેની શ્રદ્ધા જરૂરી છે. તત્ત્વની કે તત્ત્વાર્થની શ્રદ્ધા કરવી એટલે તે જીવાદિ પદાર્થોને તત્ત્વ તરીકે માનવા અને તે નવે તત્ત્વોનું જ સ્વરૂપ સર્વજ્ઞ તીર્થંકર પરમાત્માએ પોતાના અપ્રતિપાતી પરિપૂર્ણ કેવળજ્ઞાનમાં જોયું, જાણું અને અનુભવ્યું, અને પછી ગણધર ભગવંતોને ‘જીવ તત્ત્વનું યથાતથ્ય સ્વરૂપ બતાવી ત્રિપદી - ‘ઉપનેઈ વા, વિગઈવા, ધુવેઈ વા' જગતના જીવોના કલ્યાણ અર્થે આપી, તેને શાસ્ત્રમાં અર્થ કહ્યો છે. સર્વજ્ઞ પરમાત્મા પાસેથી આ ત્રિપદી પ્રાપ્ત થતા જ ગણધર ભગવંતોના અંતરમાં આ જીવ, અજીવ - આદિ નવ તત્ત્વોના સ્વરૂપનો પરમ ઉઘાડ થાય છે, અને દરેક ગણધર ભગવંત આ ઊગ્યો મુક્તિનો અરુણોદય... સમ્યગુદર્શન ૧૯ Page #32 -------------------------------------------------------------------------- ________________ દ્વાદશાંગીની (બાર અંગ સૂત્રોની) રચના કરે છે જેને જિનવાણી કહેવામાં આવે છે. અહીં તત્ત્વની શ્રદ્ધા કરવી એટલે પરમાર્થથી - ૧) તત્ત્વાર્થના પ્રરૂપક એવા સર્વજ્ઞ તીર્થકર ભગવંતની શ્રદ્ધા કરવી જેને આપણે “અરિહંત દેવ' કે ટૂંકમાં માત્ર સુદેવ' કહીએ છીએ એટલે ‘સુદેવ'ની શ્રદ્ધા કરવી. ૨)તત્ત્વની શ્રદ્ધા કરવી એટલે તીર્થકર ભગવંતના પ્રરૂપેલા તત્ત્વ સાંભળીને દ્વાદશાંગીની રચના કરનાર ગણધર ભગવંતોની અને સર્વજ્ઞ પરમાત્માએ કહેલા પંચ મહાવ્રતને ધારણ કરનાર સાધુ-સાધ્વીજીઓની શ્રદ્ધા. તીર્થંકર પરમાત્માના નિર્વાણ પછી આ પંચ મહાવ્રતધારી સાધુ સાધ્વીઓને ‘ગુરુ' કહ્યા છે. આ ગુરુ તત્ત્વને વ્યવહારમાં સુગુરુ' કહ્યાં છે તેથી તત્ત્વાર્થ શ્રદ્ધા એટલે ‘સુગુરુની શ્રદ્ધા કરવી. ૩) જીવાદિ તત્ત્વોનું યથાર્થ નિરૂપણ તે જ સદ્ધર્મનું નિરૂપણ છે. તેમાં પણ મુખ્યત્વે જીવની અજ્ઞાનમય બહિદશાનું સ્વરૂપ કહીને મોહદશાથી પરાભૂત થયેલો અજ્ઞાની જીવ કેવી રીતે કર્મબંધથી બંધાય છે અને તે કર્મબંધથી છૂટવાના શું ઉપાયો છે જેથી જીવ અંતરાત્મદશા પ્રગટાવીને અર્થાત્ સમ્યગદર્શન પ્રાપ્ત કરીને પરમાત્મદશા સુધી કેવી રીતે પહોંચી શકે અને આત્માનું પરમ વિશુદ્ધ સ્વરૂપ પ્રાપ્ત કરે તેનું યથાતથ્ય નિરૂપણ તે સુધર્મ છે. એટલે જીવાદિની શ્રદ્ધા તે ‘સુધર્મ'ની પણ શ્રદ્ધા થઈ. એટલે નવ તત્ત્વની શ્રદ્ધા કે તત્ત્વાર્થનું શ્રદ્ધાનું એ “સુદેવ' કહેતા અરિહંત દેવ, સુગુરુ' કહેતા અરિહંત પરમાત્માની આજ્ઞા પ્રમાણે વિચરતા પંચમહાવ્રતધારી સાધુ-સાધ્વી અને સુધર્મ કહેતા સર્વજ્ઞ અરિહંત પરમાત્માએ પ્રરૂપેલો ધર્મ એની શ્રદ્ધા તે સમ્યગુદર્શન છે. જેને આપણે વ્યવહાર સમ્યગ્દર્શન' કહીએ છીએ. અને જીવ અર્થાત્ આત્મા પોતાના સ્વરૂપની પોતાના જ જ્ઞાન વડે અર્થાત્ આત્મજ્ઞાન વડે આત્મામાં શ્રદ્ધા કરે તેને નિશ્ચય સમ્યગ્દર્શન કહ્યું છે. આ નિશ્ચય સમ્યગદર્શન પણ તીર્થંકર પરમાત્માએ કહેલા નવ તત્ત્વની શ્રદ્ધામાંજ સમાયેલું છે. કારણ ૨ સમ્યગદર્શનની વ્યાખ્યા Page #33 -------------------------------------------------------------------------- ________________ આત્માના સ્વરૂપની ઓળખાણ કરાવનાર પણ સર્વજ્ઞ અરિહંત પરમાત્મા જ છે. એટલે પરમાર્થથી તો વ્યવહાર અને નિશ્ચય સમ્યકત્વ એ બને સર્વજ્ઞ શ્રી અરિહંત પરમાત્માની શ્રદ્ધામાં જ સમાયેલું છે. એટલે જ આચારાંગ સૂત્રમાં કહેલું છે – “તમેવ સā vીશંવં, ગંવિહિંપથ' અર્થાત્ જિનેશ્વર પરમાત્માએ જે ફરમાવ્યું છે તે જ સત્ય છે. નિર્ગથ પ્રવચન અર્થાતુ જિનવાણીમાં સંપૂર્ણ શ્રદ્ધા તે જ સમ્યગદર્શન. શ્રી જિનેશ્વર ભગવંતની આજ્ઞા પ્રમાણે વર્તન કરવું, આજ્ઞા એ જ ધર્મ છે એવું જ્યાં શ્રદ્ધાન છે એ પણ સમ્યકત્વ કહેવાય છે. એટલે ઉપાધ્યાય યશોવિજયજી અધ્યાત્મસારમાં કહે છે, तत्त्वश्रद्धानमेतच्च गदितं जिनशासने।। સર્વે નવા ઇંન્તવ્ય સૂત્રે તત્ત્વમતી પા૨૨.દ્દા અર્થ : એને જિનશાસનમાં ‘તત્ત્વશ્રદ્ધાને કહ્યું છે. “સર્વ જીવોને હણવા નહીં એ તત્ત્વને સૂત્રમાં પ્રતિપાદિત કર્યું છે. આમ કોઈ જીવને હણવા નહિ' અર્થાત્ ‘જીવહિંસા કરવી નહિ એ ધર્મનું સૂત્ર બને છે એ તત્ત્વરૂપે છે. જીવોને તત્ત્વ તરફ વાળવા માટે અહિંસા એ પ્રથમ પગથિયું છે. અહિંસા એ આત્માનો ધર્મ છે એટલે અહિંસાનો સરળ બોધ હૃદયમાં પરિણમે એ સમ્યકત્વ માટે આવશ્યક છે, અનિવાર્ય છે. કોઈપણ જીવને હણવો નહિ' એમાં ફક્ત જીવ તત્ત્વની વાત આવે છે. પરંતુ જિનેશ્વર ભગવાને તો જીવ, અજીવ, પુષ્ય, પાપ, આશ્રવ, સંવર, નિર્જરા, બંધ, મોક્ષ એમ નવ તત્ત્વની વાત કરી છે. અને એ પણ આજ્ઞારૂપ છે. એટલે માત્ર જીવ તત્ત્વમાં નહિ પણ નવે તત્ત્વમાં શ્રદ્ધાન હોવું એ સમકિતનું લક્ષણ છે. ઊગ્યો મુક્તિનો અરુણોદય... સમ્યગદર્શન ૨૧ Page #34 -------------------------------------------------------------------------- ________________ નવ તત્વ નવ તત્ત્વો શું છે? (૧) જીવ (૨) અજીવ (૩) પુણ્ય (૪) પાપ (૫) આશ્રવ (૬) સંવર (૭) નિર્જરા (૮) બંધ (૯) મોક્ષ. નવ તત્ત્વમાં મુખ્યપણે બે તત્ત્વો છે - ૧) જીવ ૨) અજીવ. ૧) જીવ જેનામાં ચૈતન્ય હોય અર્થાત્ જ્ઞાન ઉપયોગ અને દર્શન ઉપયોગ હોય, એ જીવ કહેવાય છે. એ અનાદિ શાશ્વત પદાર્થ છે. જે જીવે અર્થાતુ પ્રાણોને ધારણ કરે તે જીવ. પ્રાણના દ્રવ્ય અને ભાવ એમ બે ભેદ થાય છે. પાંચ ઈદ્રિયો, ત્રણ યોગ (મન-વચન-કાયા), શ્વાસોચ્છવાસ અને આયુષ્ય એ દસ દ્રવ્ય પ્રાણ છે. આત્માના જ્ઞાન-દર્શન આદિ સ્વાભાવિક ગુણો ભાવ પ્રાણ છે. સંસારી જીવોને બંને પ્રકારના પ્રાણ હોય છે. મુક્ત અર્થાત્ સિદ્ધ જીવોને કેવળ ભાવ પ્રાણ હોય છે. આ શરીરમાં જ્ઞાનવાન એવો આત્મા રહેલો છે, જે સુખદુઃખનો વેદક છે, અસંખ્યાત પ્રદેશ છે. તે પ્રદેશો હાથી અગર કીડીમાં એક સરખા જ હોય છે કારણ તે દીવાની જેમ સંકોચ અને વિસ્તાર સ્વભાવવાળો છે અર્થાત્ દેહવ્યાપી છે, જેટલો દેહ મળે તેટલામાં વ્યાપીને રહે છે. આ જીવોના પાંચ ભેદ છે - Page #35 -------------------------------------------------------------------------- ________________ (૧)એકેન્દ્રિય (૨) બેઈન્દ્રિય (૩) તેઈન્દ્રિય (૪) ચઉરિન્દ્રિય (૫) પંચેન્દ્રિય. ૧. એકેન્દ્રિય - જે જીવોને ફક્ત એક ચામડી જ ઈન્દ્રિય છે, અર્થાત્ સ્પર્શેન્દ્રિય છે, તેઓ એકેન્દ્રિય કહેવાય છે. તેઓને સ્થાવર કહેવાય છે. કારણ આ જીવો સ્થિર રહે છે, પોતાની ઈચ્છાથી હલન ચલન કરી શકતા નથી. સ્થાવર જીવોના ૫ ભેદો છે – અ) પૃથ્વીકાય : માટી, પથ્થર, રેતી, કાંકરા, સોનું, રૂપું આદિ બ) અપકાય : પાણીના જીવો ક) તેઉકાય : અગ્નિના જીવો ડ) વાઉકાય : પવનના જીવો ય) વનસ્પતિકાય : વનસ્પતિના જીવો ૨. બેઈન્દ્રિય - જે જીવોને ચામડી અને જીભ એમ બેઈન્દ્રિય હોય છે. જેમ કે શંખ, ગંડોલા, અળસિયા ઈત્યાદિ. ૩. તેઈન્દ્રિય - જે જીવોને ચામડી, જીભ અને નાક એમ ત્રણ ઈન્દ્રિય હોય છે. જેમ કે કીડી, જુ, લીખ, મંકોડા, મચ્છર, માંકડ, કાનખજૂરિયા ઈ. ૪. ચઉરિન્દ્રિય - જે જીવોને ચામડી, જીભ, નાક અને આંખ એમ ચાર ઈન્દ્રિય હોય છે જેમ કે વીંછી, ભમરા, તીડ વગેરે ૫. પંચેન્દ્રિય - જેમને ચામડી, જીભ, નાક, આંખ અને કાન એમ પૂરી પાંચ ઈન્દ્રિયો હોય છે. જેમ કે દેવતા, નારકી, તિર્યંચ અને મનુષ્ય. સંસારી જીવોને ઓછામાં ઓછા ચાર અને વધારેમાં વધારે દસ પ્રાણ હોય છે. સિદ્ધને ચાર ભાવ પ્રાણ હોય છે - કેવળજ્ઞાન, કેવળદર્શન, અનંત સુખ, અનંત વીર્ય. ૨) અજીવ જે પ્રાણરહિત હોય, જેમાં ચેતના ન હોય, અર્થાત્ જે જડ હોય તે અજીવ. અજીવ તત્ત્વના ધર્માસ્તિકાય, અધર્મસ્તિકાય, આકાશાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય અને કાલ એમ પાંચ ભેદ છે. તેમાં કેવળ પુદ્ગલ દ્રવ્ય રૂપી છે. ( ઊગ્યો મુક્તિનો અરુણોદય... સમ્યગદર્શન ૨૩ Page #36 -------------------------------------------------------------------------- ________________ અર્થાત્ વર્ણ, ગંધ, રસ અને સ્પર્શથી યુક્ત છે. બાકીના ધર્માસ્તિકાય આદિ ચાર અરૂપી છે અર્થાત્ વર્ણ, ગંધસ રસ અને સ્પર્શથી રહિત છે. રૂપી દ્રવ્ય જો સ્થૂળ પરિણામી હોય તો ચક્ષુ આદિ ઈદ્રિયોથી જાણી શકાય છે. સૂક્ષ્મ પરિણામી હોય તો ઈદ્રિયથી જાણી શકાય નહિ. અરૂપી પદાર્થો ઈદ્રિયોથી જાણી શકાય નહિ. ધર્માસ્તિકાય જીવ અને પુદ્ગલને ગતિ કરવામાં સહાયક દ્રવ્ય છે, જેમ માછલાને તરવામાં જળ સહાય કરે છે. જ્યારે અધર્માસ્તિકાય જીવ અને પુદ્ગલને સ્થિતિમાં સહાય કરે છે. આકાશાસ્તિકાય એ જીવ, પુદ્ગલ, ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય એ ચાર દ્રવ્યોને અવગાહ આપે છે અર્થાત્ જગ્યા આપે છે. પુદ્ગલ - પુ એટલે પુરણ અને ગલ એટલે ગલન છે જેમાં તે પુદ્ગલ કહેવાય છે. અર્થાત જેમાં અણુઓ આવે છે અને વિખેરાય છે તે પુદ્ગલ દ્રવ્ય છે. વર્ણ, ગંધ, રસ, સ્પર્શ આ ચાર એના લક્ષણ છે તેથી રૂપી છે. ૩) પુણ્ય : જીવ જેના વડે સુખી થાય, જે કર્મના ઉદય વડે જીવને સાનુકૂળતા મળે તે પુણ્ય કહેવાય છે. ૪) પાપ ? જીવ જેનાથી દુઃખી થાય, પ્રતિકુળતા મળે તે પાપ કહેવાય છે. ૫) આસ્રવ એટલે કર્મોનું આવવું. આત્મામાં જેનાથી કર્મ આવે તે કર્મ આવવામાં હેતુભૂત જે કારણો તે આસવ છે. તેના ૪૨ ભેદો છે – ૫ ઈદ્રિયો, ૫ અવત, ૪ કષાય, ૩ યોગ અને ૨૫ ક્રિયાઓ એમ કુલ ૪૨ ભેદ. ૬) સંવર : આસવનો નિરોધ અર્થાત્ આત્મામાં આવતા કર્મો જેનાથી રોકાય એ સંવર છે. ગુપ્તિ, સમિતિ, ધર્મ, અનુપ્રેક્ષા, પરીષહજય અને ચારિત્રથી સંવર થાય છે. ૭) નિર્જરા : કર્મોનું આત્મપ્રદેશોથી છૂટા પડવું અર્થાત્ જૂના બાંધેલા કર્મોનો ક્ષય કરવો એ નિર્જરા છે. જેના માટે તપ એ પ્રધાન કારણ છે. તપ બે પ્રકારના છે - બાહ્ય તપ અને અત્યંતર તપ. આ બંને તપના છ છ પ્રકારો છે. ૮) બંધ : કાશ્મણ વર્ગણા જે આત્મા સાથે ચોંટે અર્થાત્ કાર્મણ વર્ગણાના પુદ્ગલોનો ૨૪ નવ તત્ત્વ Page #37 -------------------------------------------------------------------------- ________________ આત્મપ્રદેશો સાથે ક્ષીરનીરની જેમ ગાઢ સંબંધ થવો. મિથ્યાદર્શન, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ એ પાંચ કર્મબંધનના કારણો, હેતુ છે. ૯) મોક્ષ : સંસારી આત્મા સર્વ કર્મોનો ક્ષય કરે છે. શુદ્ધ, નિરંજન, નિરાકાર સ્વરૂપ પ્રાપ્ત કરે છે તે મોક્ષ છે. મોક્ષ થતા જન્મ-મરણ આદિ દુઃખોનો વિચ્છેદ થાય છે. જેમ બીજ બળી જવાથી તેમાંથી અંકુરની ઉત્પત્તિ થતી નથી તેમ કર્મરૂપ બીજ બળી જવાથી જન્માદિરૂપ અંકુરની ઉત્પત્તિ થતી નથી. - ઉપરોક્ત નવ પદાર્થમાં જીવ અને અજીવ એ બે મૌલિક તત્ત્વો છે. બંનેનો સ્વભાવ ભિન્ન છે. જીવ (આત્મા) ચેતન, અજર, અમર, અવિનાશી અને ધ્રુવ તત્ત્વ છે. જ્યારે અજીવ (પુદ્ગલ) અચેતન છે. આ રીતે જીવ અને અજીવ પ્રતિપક્ષી છે. (જીવનું તત્ત્વ સમજવા માટે તેના પ્રતિપક્ષી અજીવ (પુદ્ગલ)નું તત્ત્વ સમજવાનું છે. શ્રીમદ્ રાજચંદ્ર એમના પદમાં અજીવ અને જીવ અર્થાત્ જડ અને ચેતનનું સ્વરૂપ સમજાવતા કહે છે - “જડ ને ચૈતન્ય બંને દ્રવ્યનો સ્વભાવ ભિન્ન, સુપ્રતિતપણે બંને જેને સમજાય છે, સ્વરૂપ ચેતન નિજ, જડ છે સંબંધ માત્ર, અથવા તે શેય પણ પરદ્રવ્યમાંય છે. એવી જ રીતે આત્મસિદ્ધિશાસ્ત્રમાં કહે છે - જડ ચેતનનો ભિન્ન છે, કેવળ પ્રગટ સ્વભાવ એકપણું પામે નહીં, જાણે કાળ દ્રયભાવ.'' દેહ અને આત્માનો ભેદ પાડવો તે ભેદજ્ઞાન. તત્ત્વચિંતનમાં આ ભેદવિજ્ઞાન અત્યંત મહત્ત્વનું છે. અનાદિકાળથી આજ સુધી જીવે ભેદવિજ્ઞાન કર્યું નથી એટલે તે કર્મથી બંધાયેલો રહ્યો છે અને બંધાયા કરે છે અને ચોર્યાસીના ચક્કરમાં ફર્યા કરે છે. જે આત્માઓ કર્મોથી મુક્ત થઈ સિદ્ધ ગતિ પ્રાપ્ત કરી છે તે ભેદ વિજ્ઞાનથી થઈ છે. પ્રથમ તો કુદેવની માન્યતા છોડી અરિહંત દેવ આદિની શ્રદ્ધા કરવી જે ઊગ્યો મુક્તિનો અરુણોદય... સમ્યગદર્શન ૨૫ Page #38 -------------------------------------------------------------------------- ________________ સમ્યગુદર્શનનું પ્રથમ સોપાન છે. પછી જૈન દર્શનમાં બતાવેલ જીવાદિ તત્ત્વોનો અભ્યાસ કરવો તે અભ્યાસથી તત્ત્વશ્રદ્ધાની પ્રાપ્તિ થાય છે પછી સ્વ-પરનું ભિન્નપણું જેથી ભાસે એવું ચિંતન કરવું કારણ એના જ અભ્યાસથી ભેદવિજ્ઞાન થાય છે. અને સ્વના, પોતાના સ્વરૂપનાં ચિંતવનથી, એના અભ્યાસથી આત્માનુભવની ઝાંખી થાય છે. અને દર્શનમોહ મંદ મંદતર થતો જાય છે. આ સમ્યગદર્શનનું બીજું સોપાન છે. આત્મા જ્ઞાતા - દષ્ટા સ્વભાવી છે. કોઈ પણ શેય પદાર્થને જોઈને એના પ્રત્યે ગમો કે અણગમો થાય છે તેનું કારણ રાગ-દ્વેષ છે. ગમો-અણગમો નવા રાગદ્વેષનું નિર્માણ કરે છે. જ્ઞાયકભાવ અને રાગાદિભાવ બંને એક પર્યાયમાં વર્તતા હોવાથી એકમેક લાગે છે. પરંતુ જ્ઞાયકભાવ એ આત્માનો સ્વભાવ છે અને રાગાદિ ભાવ તે વિકાર છે. બંનેના લક્ષણ જૂદા છે. જેને સમ્યગુ જ્ઞાન વડે જૂદા જાણી શકાય છે. હું જ્ઞાન સ્વભાવી છું, રાગ એ મારો સ્વભાવ નથી પણ રાગને હું કેવળ જાણનાર છું. એમ જ્ઞાન અને રાગને ભિન્ન જાણીને, અર્થાત્ મોહનો અભાવ કરીને સમ્યગૂ જ્ઞાનરૂપી પ્રજ્ઞાછીણીથી ભેદવિજ્ઞાન થાય છે. તત્ત્વાર્થ શ્રદ્ધાનનું પ્રયોજન એ છે કે સાધક તત્ત્વોને ઓળખે તો વસ્તુના યથાર્થ સ્વરૂપનું શ્રદ્ધાન કરી મોક્ષમાર્ગમાં પ્રવર્તે. એના માટે સ્વ-પરનું ભિન્નતાનું શ્રદ્ધાન થતા, પરદ્રવ્યોમાં રાગાદિ ન કરવાનું અને સ્વરૂપનું શ્રદ્ધાન કરવાનું બને છે. એટલે સ્વપરના ભિન્ન શ્રદ્ધાનનું પ્રયોજન તો તત્ત્વાર્થ શ્રદ્ધાનનું પ્રયોજન સિદ્ધ કરવાનું છે. આ ભેદવિજ્ઞાન છે. ૨૬ નવ તત્ત્વ Page #39 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દર્શન પ્રાપ્તિ માટેની આવશ્યક અનુકુળતાઓ જીવ અને કર્મનો સંયોગ અનાદિકાળનો છે. જીવની દરેક પ્રવૃત્તિ કર્મપ્રેરિત હોય છે. જેનાથી અનાદિકાળથી તેનું સંસાર પરિભ્રમણ ચાલુ છે. આ સંસાર પરિભ્રમણનો કાળ જ્યારે મર્યાદિત થાય છે ત્યારે આ કર્મોનો નાશ કરવા તેને આંતરબાહ્ય સાનુકૂળ સંયોગો પ્રાપ્ત થાય છે. જેથી એ કર્મોનો નાશ કરવાનો પુરુષાર્થ કરી સમ્યગદર્શનરૂપ વિશુદ્ધિ પ્રાપ્ત કરી શકે. આ અંતરબાહ્ય સાનુકૂળતાઓ નીચે મુજબ છે – - જીવાત્મા પર્યાપ્ત જોઈએ, અર્થાત્ છ એ પર્યાપ્તિથી મુક્ત જોઈએ. આ પર્યાપ્તિ શું છે? એકેન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીના બધા જ જીવો પોતપોતાની યોગ્યતા મુજબ પોતાના શરીર, ઈદ્રિય, શ્વાસોચ્છવાસ, ભાષા અને મનનું નિર્માણ કરે છે. આ પાંચેનું નિર્માણ પુદ્ગલોથી થાય છે. અનુક્રમે તે તે પુદ્ગલ ગ્રહણ કરે છે. આ કાર્ય કરવાની આત્માની શક્તિ તે પર્યાપ્ત છે. આ પર્યાપ્તિ છ પ્રકારની છે – આહાર પર્યાપ્તિ, શરીર પર્યાપ્તિ, ઈદ્રિય પર્યાપ્તિ, શ્વાસોચ્છવાસ પર્યાપ્તિ, ભાષા પર્યાપ્તિ અને મન પર્યાપ્તિ. - પાંચે ઈદ્રિયોની પરિપૂર્ણતા જોઈએ. - પંચેન્દ્રિયમાં સંક્ષીપણું અર્થાત્ મન જોઈએ. Page #40 -------------------------------------------------------------------------- ________________ - શુભ લેશ્યા જોઈએ. અર્થાત્ તેજો-પધ-શુકલ લેગ્યામાંથી કોઈપણ એક લેશ્યા જોઈએ. લેગ્યા એટલે જે વડે કર્મ આત્માને ચોંટે તે, અર્થાત્ આત્માના એક પ્રકારના શુભ કે અશુભ પરિણામ. કષાયોના ઉદયથી અને મન, વચન, કાયયોગના પ્રવૃત્તિથી જે શુભ કે અશુભ ભાવ થાય તેને બતાવાવાળી છ લેગ્યા જૈન શાસ્ત્રોમાં કહી છે. એ છ લેશ્યા છે - કુષ્ણ, નીલ, કાપોત, પીત, પદ્મ અને શુકલ. આ છે માંથી પહેલી ત્રણ અશુભ લેશ્યા છે અને પછીની ત્રણ શુભ લેશ્યા છે. પરાવર્તમાન શુભ પ્રકૃતિને બાંધનારો જીવ જોઈએ. – પરાવર્તમાન પ્રકૃતિ - કર્મોના ફળની અપેક્ષાએ, બંધની અપેક્ષાએ, ઉદયની અપેક્ષાએ કર્મોના જૂદા જૂદા ભેદ બતાવવામાં આવેલા છે જેમ કે શુભ-અશુભ, ઘાતી-અઘાતી, ધુવબંધી-અધુવબંધી, ધુવોદયી-અધુવોદયી. આવી જ રીતે બંધ અને ઉદયની અપેક્ષાએ કર્મ પ્રકૃતિના બે ભેદ બતાવવામાં આવ્યા છે. ૧) પરાવર્તમાન ૨) અપરાવર્તમાન જે કર્મ પ્રકૃતિ બીજી કર્મપ્રકૃતિના બંધ અને ઉદયને રોકીને પોતે બંધાય કે ઉદય પામે તે કર્મપ્રકૃતિને પરાવર્તન કર્યપ્રકૃતિ કહેવાય છે. – ચઢતા વિશુદ્ધ અધ્યવસાયો જોઈએ. - અશુભ કર્મપ્રકૃતિના રસને અનંતગુણહીન અને શુભ પ્રકૃતિના રસને અનંત ગુણ વૃદ્ધિએ બાંધતો જોઈએ. (રસબંધ) – આયુષ્ય કર્મને બાંધતો ન હોવો જોઈએ. – સાકારોપયોગમાં વર્તતો ભવ્ય જીવ જોઈએ. ચાર ગતિ (દેવ-નારક-મનુષ્ય-તિર્યંચ)માં રહેલો આવી યોગ્યતાવાળો કોઈ પણ જીવ મિથ્યાત્વ મોહનીય કર્મનો સર્વોપશમ કરવા સમર્થ બની શકે છે. મિથ્યાત્વ મોહનીય કર્મના ક્ષય, ઉપશમ કે ક્ષયોપશમથી પ્રગટ થયેલ શુદ્ધ આત્મપરિણામ, આત્મવિશુદ્ધિ એ જ સમ્યગદર્શન છે. ૨૮ સમ્યગુદર્શન પ્રાપ્તિ માટેની આવશ્યક અનુકુળતાઓ Page #41 -------------------------------------------------------------------------- ________________ સમ્યગુદર્શનના પ્રકારો જીવને પોતાની મિથ્યા માન્યતાને લીધે આ શરીર એ જ હું છું) અનાદિથી પોતાના સ્વરૂપ વિશેની ભ્રમણા છે. આ ભ્રમણા જ્યારે ટળે ત્યારે સમ્યગદર્શન ઉત્પન્ન થાય છે. જીવને જ્યારે પોતાનું સાચું સ્વરૂપ સમજવાની જીજ્ઞાસા થાય છે ત્યારે આત્મજ્ઞાની પુરુષના ઉપદેશનો યોગ મળે છે. તે ઉપદેશ સાંભળી જીવ પોતાના સ્વરૂપનો યથાર્થ નિર્ણય કરે તો સમ્યગુદર્શન પ્રાપ્ત થાય છે. સમ્યગુદર્શન બે પ્રકારે પ્રગટ થાય છે – નિસર્ગથી અથવા અધિગમથી. નિસર્ગ સમ્યકત્વ- બાહ્ય નિમિત્ત વિના સ્વાભાવિક રીતે (પૂર્વના સંસ્કારથી) ઉત્પન્ન થાય તેને નિસર્ગ સમ્યકત્વ કહેવાય છે. અધિગમ સમ્યકત્વ – ગુરુ ઉપદેશ આદિ બાહ્ય નિમિત્તથી જ સમ્યગુદર્શન પ્રાપ્ત થાય તેને અધિગમ સમ્યકત્વ કહેવાય છે. સમ્યગુદર્શન અંતર અને બાહ્ય એમ બે નિમિત્તથી થાય છે. વિશિષ્ટ શુભ આત્મ પરિણામ એ અંતરંગ નિમિત્ત છે. ગુરુ ઉપદેશ આદિ બાહ્ય નિમિત્ત છે. આ બે નિમિત્તોથી કેટલાક જીવોને બાહ્ય નિમિત્ત વિના પૂર્વ સંસ્કારથી આત્મપરિણામોમાં વિશુદ્ધિ આવતા રાગ દ્વેષની તીવ્રતા મટી જાય, Page #42 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વ નિશ્ચય થઈ જાય અને સ્વરૂપનો યથાર્થ નિર્ણય થાય, આવી રીતે અંતરંગ નિમિત્તથી પ્રગટ થતું સમ્યગ્દર્શન તે નિસર્ગ સમ્યગદર્શન કહેવાય છે. બાહ્ય નિમિત્તો અનેક પ્રકારના હોઈ શકે છે. કોઈને સદ્ગુરુનો ઉપદેશ સાંભળતા સમ્યગ્દર્શન પ્રગટ થાય છે તો કોઈને વીતરાગ પરમાત્માની પ્રતિમાના દર્શન કરતા આત્મવિશુદ્ધિ થાય છે. તો કોઈને શાસ્ત્ર અધ્યયન કરતા પ્રાપ્ત થાય છે. આવી રીતે બાહ્ય નિમિત્ત દ્વારા અંતરંગ નિમિત્તથી સમ્યગુદર્શન પ્રગટે છે જેને અધિગમ સમ્યગદર્શન કહે છે. આમ સમ્યગ્દર્શન બાહ્ય નિમિત્ત વિના પ્રગટે, પણ અંતરંગ નિમિત્ત વિના તો કોઈને પણ ન પ્રગટે. આમ થવામાં તે જીવનું તથાભવ્યત્વ કારણ છે. તથાભવ્યત્વ એટલે દરેક જીવની મોક્ષ પામવાની વ્યક્તિગત યોગ્યતા. દરેક જીવમાં તથાભવ્યત્વ એટલે કે મોક્ષ પામવાની વ્યક્તિગત યોગ્યતા ભિન્ન ભિન્ન હોય છે. એટલે સમ્યગ્ગદર્શન આદિ ગુણો ભિન્ન ભિન્ન રીતે ભિન્ન ભિન્ન હેતુઓથી પ્રાપ્ત થાય છે. આથી કોઈ જીવને નિસર્ગથી તો કોઈ જીવને અધિગમથી સમ્યગ્દર્શન ગુણની પ્રાપ્તિ થાય છે. સમ્યગદર્શનના જૂદી જૂદી અપેક્ષાએ અનેક પ્રકારો બતાવવામાં આવ્યા છે. જે નીચે પ્રકારે છે – ઔપથમિક, ક્ષાયોપથમિક, ક્ષાયિક, સાસ્વાદન અને વેદક. દ્રવ્ય સમ્યક્ત અને ભાવ સમ્યકત્વ નિશ્ચય સમ્યકત્વ અને વ્યવહાર સમ્યકત્વ રોચક, કારક અને દીપક સમ્યકત્વ. શ્રી તત્ત્વાર્થસૂત્રના વિવેચનમાં સમ્યક્ત્વના પથમિક, ક્ષાયિક, લાયોપથમિક, વેદક અને સાસ્વાદન એમ પાંચ ભેદો કહેલા છે. શ્રી વિશેષાવશ્યક ભાષ્યમાં જિનભદ્રગણી ક્ષમાશ્રમણે સમકિતના પાંચ ભેદ દર્શાવ્યા છે – सम्मत्तपरिग्गहिय सम्मसयंतंच पंचहा सम्म । उवसमियं सासाणं रवयसमजं वेययं रवइयं ।। ૩) સમ્યગદર્શનના પ્રકારો છે Page #43 -------------------------------------------------------------------------- ________________ અર્થ : સમકિતપૂર્વક ગ્રહણ કરેલ શ્રુત તે સમ્યક્ શ્રુત છે. તે સમકિત ઔપશમિક, સાસ્વાદન, ક્ષયોપશમક, વેદક અને ક્ષાયિક એમ પાંચ પ્રકારે છે. એવી જ રીતે કવિ ઋષભદાસે સમ્યક્ત્વની ચોપાઈ - ૮ માં સમકિતના પાંચે પ્રકા૨ને વર્ણવતા કહ્યું છે - ઉપશમિક પહિલું તે કહીઈ, પાંચ વરા સંસારિ; આવ્યું અંતરમુરત રહિ, અસ્ય વચન(ન)રા શ્રી જિનવર કહિ... ૨૮૫ અર્થ : પ્રથમ ઉપશમ સમકિત છે. તે ભવચક્રમાં પાંચ વખત પ્રાપ્ત થઈ શકે છે. ઉપશમ સમકિત અંતર્મુહૂર્ત (૪૮ મિનિટમાં થોડો ઓછો સમય) રહે છે. હે માનવો ! એવા શ્રી જિનેશ્વર દેવના વચનો છે. સાસ્વાદન તે બીજું જોય, પાંચ વાર સંસારિ હોય; કાલ તેહનો ષટ્ આવલી, અસ્યુ વચન ભાષઈ કેવલી... ૨૮૬ અર્થ : બીજું સાસ્વાદન સમકિત છે. તે સંસાર ચક્રમાં પાંચ વખત પ્રાપ્ત થઈ શકે છે. ધ્યાયો ઉપશમિક તે સાર, પામઈ જીવ અસંખ્યા વાર; છાઠિ સાગર કાલ તસ હોય, ઝાઝેરા જિન ભાખિ સોય... ૨૮૭ અર્થ : ક્ષયોપશમ સમકિત જીવ અસંખ્યાત વખત પ્રાપ્ત કરી શકે છે. તેની સ્થિતિ છાસઠ સાગરોપમ ઝાઝેરી છે. એવું જિનેશ્વર ભગવંતોએ કહ્યું છે. વેદક ચોથું સમક્તિ સાર, સંસારિ જીવ લેહિ એકવાર; સમિ એક કહ્યો તસ કાલ, ભાખિ જીવદયા પ્રતિપાલ... ૨૮૮ અર્થ : ચોથું વેદક સમકિત છે. ભવચક્રમાં જીવ ફક્ત એકવાર પ્રાપ્ત કરે છે. તેની સ્થિતિ એક સમયની છે એવું જીવદયા પાલક જિનેશ્વર દેવ કહે છે. ધ્યાયક પાંચમું સમક્તિ દવિ, એકવાર પામિ સહું જીવ; તેત્રીસ સાગરોપમ તે રહિ, ઝાઝેરા જિન સ્વામી કહિ... ૨૮૯ ઊગ્યો મુક્તિનો અરુણોદય... સમ્યગ્દર્શન ૩૧ Page #44 -------------------------------------------------------------------------- ________________ અર્થ : પાંચમું ક્ષાયિક સમક્તિ છે. તે સંસારમાં ફક્ત એકજ વાર પ્રાપ્ત થાય છે. તેની સ્થિતિ તેત્રીસ સાગરોપમ ઝાઝેરી છે. એવું જિનદેવ કહે છે. વળી ભેદ જિન મુખ્યથી લછું, પાંચ પ્રકારે સમક્તિ કહું; પ્રથમ ભેદ સમક્તિ મનિ ધરું, જિને કહ્યું તે મુઝ મનિ ખરૂં... ૨૯૦ અર્થ : જિનદેવના મુખેથી કહેવાયેલા સમકિતના પાંચ પ્રકાર કહું છું. સૌ પ્રથમ સમકિતના ભેદ અને જિનેશ્વરના વચનો સત્ય છે, એવી શ્રદ્ધા મનમાં ધારણ કરું છું. સમકિતના આ પાંચ પ્રકારો ધર્મસંગ્રહણી, સંબોધપ્રકરણ, સમકિત સપ્તતિ આદિ ગ્રંથોમાં દર્શાવેલ છે. ૧) ઔપથમિક સમ્યકત્વ - જીવ જ્યારે પહેલી વાર સમ્યકત્વને પ્રાપ્ત કરે છે ત્યારે પથમિક સમ્યગ્દર્શન પ્રાપ્ત કરે છે. અનંતાનુબંધી ક્રોધ, માન, માયા અને લોભ, સમકિત મોહનીય, મિથ્યાત્વ મોહનીય, મિશ્રમોહનીય આ દર્શન સપ્તકનને ઉપશમાવે કે ઢાંકે તેને ઓપશમિક સમ્યકત્વ કહેવાય છે. અર્થાત્ રજથી ભરેલા અગ્નિની જેમ દર્શન મોહનીયને (મિથ્યાત્વ મોહનીયને) દબાવવાથી (ઉપશમવાથી) આત્મામાં જે શ્રદ્ધા ગુણ પ્રગટ થાય છે તે ઔપથમિક સમ્યકત્વ કહેવાય છે. આત્માને વળગેલા મિથ્યાત્વના દલિકોનું ઉપશમન થવાથી અર્થાત્ ઉદયમાં આવતા અટકાવવાથી પથમિક સમ્યગ્દર્શન પ્રાપ્ત થાય છે. તે કચરો નીચે બેસી ગયેલા જળ જેવું નિર્મળ હોય છે. તેનો કાળ જઘન્યથી અને ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત માત્ર જ હોય છે. ૨) ક્ષાયોપથમિક સમ્યકત્વ - આત્માને વળગેલા મિથ્યાત્વના દલિકો અમુક અંશે ઉપશમવાથી અને અમુક અંશે ક્ષય પામવાથી આત્મામાં પ્રગટેલો જે શ્રદ્ધા ગુણ તે ક્ષાયોપથમિક સમ્યગ્દર્શન કહેવાય છે. એટલે દર્શન સપ્તકના સાત પ્રકૃતિનો કંઈક ઉદય આવે તેનો ક્ષય કરે અને સત્તામાં દલિકો છે તેને ઉપશમાવે એમ ક્ષય અને ઉપશમ બંનેથી થયેલ તત્ત્વશ્રદ્ધાનરૂપ આત્માના પરિણામ તે ક્ષયોપશમ ૩૨ સમ્યગદર્શનના પ્રકારો છે Page #45 -------------------------------------------------------------------------- ________________ સમકિત છે : તે કચરાથી કંઈક ડહોળાયેલા જળ જેવું કલુષિત હોય છે. તે અસંખ્યાતવાર આવે છે અને જાય છે. તેનો કાળ જઘન્યથી અંતર્મુહૂર્ત છે અને ઉત્કૃષ્ટથી અધિક છાસઠ સાગરોપમ છે. ૩) ક્ષાયિક સમ્યકત્વ - પાણીથી બુઝાયેલા અગ્નિની જેમ આત્માને વળગેલા મિથ્યાત્વના તમામ દલિકોનો અર્થાત્ મિથ્યાત્વ મોહનીયાદિ દર્શન સપ્તકનો સંપૂર્ણપણે નાશ કરવાથી જે નિર્મળ શ્રદ્ધાળુણ પ્રગટ થાય છે તે સાયિક સમ્યગ્દર્શન છે. જે શુદ્ધ પાણીના પૂર જેવું હોય છે. એક ભવમાં અને સંસારચક્રમાં એક જ વાર પ્રાપ્ત થાય છે. પ્રાપ્ત થયા પછી ક્યારેય જતું નથી. તેનો કાળ આદિઅનંત છે. મિથ્યાત્વ મોહનીયનો ઉપશમ થાય તો જ સમ્યગ્દર્શનરૂપ આત્મવિશુદ્ધિ પ્રાપ્ત થાય છે. તે ઉપશમ કરવાની પ્રક્રિયાના મુખ્ય ત્રણ ચરણ છે - ૧. યથાપ્રવૃત્તિકરણ ૨. અપૂર્વકરણ ૩. અનિવૃત્તિકરણ ‘કરણ' એટલે પ્રતિ સમયે ઉત્તરોત્તર અનંત અનંત ગુણ વધતા આત્મપરિણામ. વિશુદ્ધિનો ક્રમ અને વિશુદ્ધિના પ્રમાણની અપેક્ષાએ ત્રણ પ્રકાર બતાવ્યા છે. ૧. યથાપ્રવૃત્તિકરણ - સમ્યગદર્શન પ્રાપ્ત કરવા પહેલું શુદ્ધ યથાપ્રવૃત્તિકરણ જોઈએ. શુદ્ધ યથાપ્રવૃત્તિકરણ એ અપૂર્વકરણને લાવનારો પરિણામ છે. અને અપૂર્વકરણ આવતા ગ્રંથી (રાગ-દ્વેષનો તીવ્ર પરિણામ) ભેદાય છે. એ પછી આત્મામાં અનિવૃત્તિકરણ નામનો પરિણામ પેદા થાય છે જે પરિણામ સમ્યકત્વને પ્રગટ કર્યા વિના રહેતો નથી. પ્રથમ આ શુદ્ધ યથાપ્રવૃત્તિકરણ કેવી રીતે આવે? તો આ સંસારચક્રમાં અનંત પુદ્ગલપરાવર્તી સુધી અનંત દુઃખ સહન કર્યા બાદ જીવના તથાભવ્યત્વનો પરિપાક ' ઊગ્યો મુક્તિનો અરુણોદય... સમ્યગુદર્શન ૩૩ Page #46 -------------------------------------------------------------------------- ________________ થવાથી નદીઘોષપાષાણ ન્યાયે, એટલે કે ઘડવાના કોઈ પણ જાતના પ્રયત્ન વિના માત્ર વારંવાર અથડાવાથી નદીના પથ્થર સુંદર આકારવાળા અને લીસા બની જાય છે, તેમ જીવ પણ અથડાતો-કુટાતો, પોતપોતાને પ્રાપ્ત થતી અવસ્થાદિને અનુસાર થયા કરતા પરિણામને લીધે કર્મસ્થિતિની લઘુતાવાળો થાય છે. આવી રીતે કર્મસ્થિતિની લઘુતા થતા જીવ આત્માના વિશિષ્ટ શુભ અધ્યવસાયરૂપ યથાપ્રવૃત્તિકરણ સુધી પહોંચે છે. ત્યારે આયુષ્ય વિના સાત કર્મોની સ્થિતિ ઘટીને માત્ર અંત:કોડાકોડી સાગરોપમ પ્રમાણે થાય છે. આ સ્થિતિએ જીવ ગ્રંથિદેશે આવ્યો કહેવાય, અત્યાર સુધી કોઈ ખાસ પુરુષાર્થ વિના જીવ યથાપ્રવૃત્તિકરણ સુધી પહોંચે છે. અહીંથી બીજો ચરણ – અપૂર્વકરણમાં પહોંચવા માટે રાગદ્વેષની દુર્લભ ગ્રંથિને ભેદીને આગળ વધવા માટે ઘણા વર્ષોલ્લાસની જરૂર પડે છે. યથાપ્રવૃત્તિકરણ દ્વારા ગ્રંથિદેશને પામ્યા પછી જીવ અપૂર્વકરણને પામે જ એવો નિયમ નથી. ઘણા જીવો ગ્રંથિદેશે આવીને પાછા ફરે છે. અર્થાત્ સાત કર્મોની દીર્ઘ સ્થિતિ બાંધે છે, અને સંસારમાં પરિભ્રમણ કરે છે. અભવ્ય અને દુર્ભવ્ય જીવો આ રાગદ્વેષની દુર્ભેદ્ય ગ્રંથિ સુધી આવીને ગ્રંથિનો ભેદ ન કરી શકવાથી પાછા ફરે છે પણ જે જીવોમાં આધ્યાત્મિક વિકાસ સાધવાની યોગ્યતા પ્રગટી છે તે જીવો ગ્રંથિભેદ માટે જરૂરી અપૂર્વ વર્ષોલ્લાસરૂપ અપૂર્વકરણ વડે રાગદ્વેષની આ ગ્રંથિને ભેદે છે. ૨. અપૂર્વકરણ એટલે શું? કરણ એટલે અધ્યાવસાય અથવા પરિણામ અને અપૂર્વ એટલે પૂર્વે પ્રાપ્ત નહીં થયેલો. આત્માને પોતાને એવા પ્રકારનો શુભ અને તીવ્ર પરિણામ, જે અનાદિકાળથી પરિભ્રમણ કરી રહેલ મિથ્યાદષ્ટિ જીવને પૂર્વે કદી પણ પ્રગટ્યો ન હોય. રાગ-દ્વેષ એ કેવળ નુકસાનકારક જ છે, હેય જ છે, તેથી મારે એ રાગ-દ્વેષ જોઈએ જ નહિ' આવા પ્રકારનો જે તીવ્ર પરિણામ એને અપૂર્વકરણ કહી શકાય. સમ્યગ્દર્શન ગુણની પ્રાપ્તિ માટે અપૂર્વકરણની પ્રાપ્તિ અનિવાર્ય છે. જેનામાં અપૂર્વકરણના પરિણામ પ્રગટે, તે જીવ અવશ્ય અપૂર્વ વર્ષોલ્લાસથી ગ્રંથિને ભેદે, ત્યાર બાદ ઉત્તરોત્તર વિશુદ્ધ આત્મ અધ્યાવસાય સમ્યગદર્શનના પ્રકારો છે Page #47 -------------------------------------------------------------------------- ________________ રૂપ અનિવૃત્તિકરણને પ્રાપ્ત કરે. અનિવૃત્તિકરણને પામી અવશ્ય સમ્યગુદર્શન પ્રાપ્ત કરે. સમ્યગ્ગદર્શન ગુણને પ્રગટાવનારો જીવ યથાપ્રવૃત્તિકરણ દ્વારા ઉત્તરોત્તર વધતી આત્મવિશુદ્ધિ દ્વારા અને લઘુ કર્મસ્થિતિવાળો બનતા ગ્રંથિદેશે આવે છે. અને પોતાના પુરુષાર્થ દ્વારા અપૂર્વકરણને પેદા કરી તીવ્ર રાગદ્વેષના પરિણામ સ્વરૂપ કર્મગ્રંથિને ભેદે છે. પણ હજુ સુધી મિથ્યાત્વ મોહનીયનો વિપાકોદય તો ચાલુ જ છે ત્યાં સુધી જીવમાં સમ્યકત્વનો પરિણામ પ્રગટી શકતો નથી. એટલે અપૂર્વકરણ દ્વારા તીવ્ર એવા રાગદ્વેષના પરિણામ સ્વરૂપ કર્મગ્રંથિને ભેદનારો જીવ પોતાની એવી અવસ્થાને પેદા કરે છે કે જે અવસ્થામાં એ જીવને કાં તો મિથ્યાત્વ મોહનીયનો સર્વથા ઉદય જ ન હોય, કાં તો મિથ્યાત્વ મોહનીયનો જે વિપાકોદય તે ન હોય. આવી અવસ્થા જીવમાં જે શુભ પરિણામ પ્રગટે તેનાથી જ પ્રાપ્ત થઈ શકે છે. એથી એ પરિણામને જ ‘અનિવૃત્તિકરણ' તરીકે ઓળખવામાં આવે છે. કારણ એ પરિણામને પામેલો જીવ, સમ્યકત્વના પરિણામને પામ્યા વિના પાછો હઠતો જ નથી. એવા પરિણામનો કાળ જ્ઞાનીઓએ અંતર્મુહૂર્તનો કહ્યો છે. ૩. અનિવૃત્તિકરણના કાળ દરમ્યાન નીચે પ્રકારે પ્રક્રિયા થાય છે - અ) એ અંતર્મુહૂર્તમાં મિથ્યાત્વ મોહનીયના જેટલા દલિયા ઉદયમાં આવે તે બધા દલિયોને ખપાવે છે. બ) અનિવૃત્તિકરણના અંતર્મુહૂર્ત પછીના અન્તર્મુહૂર્તમાં ઉદયમાં આવનારા મિથ્યાત્વ મોહનીયના જે દલિતોની સ્થિતિને ઘટાડી શકાય તેમ હોય તે દલિકોની સ્થિતિને ઘટાડીને અનિવૃત્તિકરણના કાળમાં જ ઉદયમાં આણી તે દલિકોને ખપાવે છે. ક) પછીના અન્તર્મુહૂર્તમાં ઉદયમાં આવનારા મિથ્યાત્વ મોહનીયના જે દલિકો તેની સ્થિતિને ઘટાડી શકે એવું ન હોય તો એ દલિકોની સ્થિતિને વધારી દે છે જેથી આ અનિવૃત્તિકરણના અંતર્મુહૂર્ત પછીના અન્તર્મુહૂર્તમાં મિથ્યાત્વના એક પણ દલિકનો ઉદય સંભવિત ન બને. આ મિથ્યાત્વ મોહનીયના દલિકોથી રહિત અંતર્મુહૂર્ત પ્રમાણ ( ઊગ્યો મુક્તિનો અરુણોદય... સમ્યગુદર્શન ૩૫ Page #48 -------------------------------------------------------------------------- ________________ સ્થિતિને અંતરકરણ કહેવાય છે. અંતરકરણ એટલે મિથ્યાત્વના કર્મદલિક વિનાની સ્થિતિ. આ મિથ્યાત્વમોહનીયના દલિકોના ઉદયથી રહિત એવા અંતર્મુહૂર્તની પ્રાપ્તિ એ જ ઔપથમિક સમ્યકત્વ છે. ઓપશમિક સમ્યકત્વના પરિણામવાળા એ અંતર્મુહૂર્તને અંતરકરણ કહેવાય છે. આ રીતે અનાદિ મિથ્યાદૃષ્ટિ એવો જીવ પહેલી વાર જે સમ્યકત્વને પ્રાપ્ત કરે છે તે ઔપશમિક સમ્યગુદર્શનને પ્રાપ્ત કરે છે. એ પછી જ ક્ષાયોપથમિક સમ્યગુદર્શન પ્રાપ્ત કરી શકે છે. આ સંબંધમાં એક શાસ્ત્રીય મત એવો પણ છે કે અનાદિ મિથ્યાદૃષ્ટિ જીવ પથમિક સમ્યકત્વને પામ્યા વિના પણ સીધો જ ક્ષાયોપથમિક સમ્યગદર્શન પામી શકે છે. આ અંતરકરણના અંતર્મુહૂર્તમાં જીવને મિથ્યાત્વ મોહનીયના દલિકોનો પ્રદેશથી કે વિપાકથી ઉદય ન હોય. માત્ર સત્તામાં જ મિથ્યાત્વ મોહનીયના દલિકો હોય. સત્તામાં રહેલા મિથ્યાત્વ મોહનીયના દલિકોના સફાઈનું કામ જીવ એ રીતે શુદ્ધિકરણ કરતા એ દલિકોના ત્રણ પુંજ બને છે. કેટલાક દલિકો શુદ્ધ થાય છે, કેટલાક અર્વશુદ્ધ થાય છે અને કેટલાક અશુદ્ધ જ રહે છે. - જે દલિકો શુદ્ધ થાય છે તે દલિકોના સમૂહને શુદ્ધ પુંજ અર્થાત્ સમ્યક્ત્વ મોહનીયનો પુંજ કહેવાય છે. - જે દલિકો અશુદ્ધ અથવા શુદ્ધા શુદ્ધ બને છે તે દલિકોના પુંજને મિશ્ર મોહનીયનો પુંજ કહેવાય છે. - બાકી રહેલા અશુદ્ધ દલિકોના સમૂહને મિથ્યાત્વ મોહનીયનો પુંજ કહેવાય છે. આ ત્રણે પુંજોમાંથી શુદ્ધ પુંજ રૂપ સમ્યકત્વ મોહનીયનો જે ઉદય, તેની અસરવાળો જે પરિણામ, એ જ ક્ષાયોપથમિક સભ્યત્વરૂપ આત્મપરિણામ છે. સાયિક સમ્યકત્વ - જે જીવ ઔપથમિક સમ્યકત્વ પામીને અગર તો ઔપથમિક સમ્યકત્વ પ્રાપ્ત કર્યા વિના પણ ક્ષાયોપથમિક સમ્યગદર્શન પ્રાપ્ત કરે છે, તે જીવ જો ક્ષાયોપથમિક સમ્યકત્વના પરિણામમાં બરાબર સુદઢ રહી શકે, તેને પ્રથમ સંહનન આદિ સામગ્રી મળી હોય અને જો ક્ષપક શ્રેણિ માંડવા જોગ ૩૬ સમ્યગદર્શનના પ્રકારો » Page #49 -------------------------------------------------------------------------- ________________ પરિણામ પ્રાપ્ત થાય તો તે જીવ ક્ષપક શ્રેણિ માંડીને શ્રાયિક સમ્યગુદર્શન મેળવી શકે છે. તેના માટે ક્ષપક શ્રેણિ અવશ્ય માંડવી પડે છે. ક્ષાયિક સમ્યગુદર્શન પ્રાપ્ત કરેલો જીવ અવશ્ય મોક્ષ પ્રાપ્તિ કરે છે. આવી રીતે સમ્યગદર્શનના પથમિક, ક્ષાયોપથમિક અને ક્ષાયિક એમ ત્રણ પ્રકાર થયા. ૪) સાસ્વાદન સમ્યકત્વ ચોથો પ્રકાર છે. ઓપશમિક સમ્યકત્વ અને લાયોપથમિક સભ્યત્વ ઘણી વાર આવે અને ઘણી વાર જાય એવું બને છે. સમ્યગદર્શનથી પતિત થયેલા પણ મિથ્યાત્વને નહિ પામેલા જીવનું જે સમ્યકત્વ તે સાસ્વાદન સમ્યકત્વ. જેમ કોઈ ક્ષીરનું ભોજન કર્યા પછી વમન કરતી વખતે તેનો કિંચિત સ્વાદ અનુભવે તેના જેવી આ સ્થિતિ છે. ૫) વેદક સમ્યકત્વ - સૂાયિક સમ્યકત્વ પ્રગટ થયા પહેલા સમ્યકત્વ મોહનીયના જે ચરમ દલો વેદાય છે તેને વેદક સમ્યકત્વ કહેવાય છે. એવી જ રીતે સમ્યકત્વના રોચક, કારક અને દીપક સમ્યકત્વ એમ પણ ત્રણ પ્રકારના ભેદ છે. રોચક સમ્યક્ત્વ - શ્રી વીતરાગ પરમાત્માના વચન ઉપર રૂચિ રાખે, ધર્મ કરવાના મનોરથ કરે પરંતુ અંતરાય કર્મના લીધે તે મનોરથ પૂરા પાડી શકે નહિ, અનુષ્ઠાનો કરી શકે નહિ, તો પણ ધર્મની શુદ્ધ સહણા, પ્રરૂપણા કરે. આ સમ્યગદર્શન અવિરત સમકિતી જીવને હોય છે. ઉદા. શ્રેણિક રાજા. કારક સમ્યકત્વ - યથાર્થ તત્ત્વશ્રદ્ધાન પ્રમાણે શાસ્ત્રવિહિત યોગ્ય આચરણ કરે. આ ક્રિયા સમ્યગ્દર્શનનું કારણ બનવાથી વ્યવહારનયથી કાર્ય-કારણનો અભેદ છે એટલે સમ્યગૃત્વરૂપ કહેવાય છે. દીપક સમ્યકત્વ - દીપક બીજા ઉપર પ્રકાશ નાખે પણ પોતાની નીચે તો અંધારું જ રહે તેમ પોતે મિથ્યાદૃષ્ટિ હોવા છતાં અન્ય ભવ્ય જીવોને ઉપદેશાદિ દ્વારા યથાર્થ માર્ગ તરફ રૂચિવંત કરે, અન્ય જીવો ઉપર તત્ત્વનો યથાર્થ પ્રકાશ પાડે તે દીપક ઊગ્યો મુક્તિનો અરુણોદય... સમ્યગદર્શન ૩૭ Page #50 -------------------------------------------------------------------------- ________________ સમ્યગુદર્શન છે. કારણમાં ઉપચાર સિદ્ધાંત મુજબ આને ઉપચારથી સમ્યગુદર્શન કહેવાય છે. ઉદા. અંગારમદકાચાર્ય. સમ્યકત્વના બીજા બે પ્રકારના ભેદ - દ્રવ્ય સમ્યકત્વ અને ભાવ સમ્યકત્વ. નવતત્ત્વ પ્રકરણમાં દ્રવ્ય સમ્યકત્વ અને ભાવ સમ્યકત્વ સમજાવતા કહ્યું છે - जीवाइ नव पयत्थे, जो जाणइ तस्स होइ सम्मत्तं। भावेण सद्दहंतो, अयाणमाणे वि सम्मत्तं ।।५१।। અર્થ : જે જીવ-અજીવ વગેરે નવતત્ત્વોને જાણીને તેમાં શ્રદ્ધા વ્યક્ત કરે છે કે શ્રદ્ધા ધરાવે છે તેને ભાવ સમ્યકત્વ કહેવાય છે. જે જીવ જીવાદિ નવતત્ત્વોને જાણતો નથી, પણ ભાવથી શ્રદ્ધા કરે છે તેને દ્રવ્ય સમ્યકત્વ તરીકે ઓળખવામાં આવે છે. કવિ ઋષભદાસ એમના સમ્યકત્વના ચોપાઈમાં આજ વાત રજૂ કરતા કહે છે – વળી સમક્તિના દોય પ્રકાર, દ્રવ્ય સમક્તિનો અર્થ સૂસાર; અરિહંત વચન ઉપર રૂચિ ઘણી, એક વાત દ્રવ્ય સમક્તિ તણી.. ૨૯૧ બીજો ભેદ કહું નર એહ, સડસઠિ બોલ નર જાણિ જેહ; ભાવિ સાંભલિનિ આદરિ, દોય પ્રકારિ સમક્તિના શરિ. ૨૯૨ અર્થ : સમ્યકત્વના બે પ્રકાર છે. અરિહંત ભગવંતના વચનો પર સંપૂર્ણ રૂચિ હોય તે દ્રવ્ય સમ્યકત્વ કહેવાય છે. અને જે મનુષ્ય સમ્યકત્વના સડસઠ બોલ જાણે છે તેનું ભાવપૂર્વક શ્રવણ કરી તેનું આચરણ કરે છે તે ભાવ સમ્યકત્વ છે. સમ્યકત્વના બંને પ્રકાર શ્રેષ્ઠ છે. દ્રવ્ય સમ્યકત્વ - શ્રી જિનેશ્વર પરમાત્મા કથિત તત્ત્વોમાં જીવની રૂચિ, સંપૂર્ણ શ્રદ્ધા તે દ્રવ્ય સમ્યકત્વ છે. ભગવતી સૂત્રમાં કહ્યું છે - તમેવ સંāvસંબં ૩૮ સમ્યગ્દર્શનના પ્રકારો છે Page #51 -------------------------------------------------------------------------- ________________ નિહિંવેદ્યા અર્થત્ જે જિનેશ્વર પરમાત્મા દ્વારા પ્રરૂપિત છે તે જ સત્ય છે, તે જ નિઃશંક છે. આ પ્રકારના સમ્યગદર્શન એ દ્રવ્ય સમ્યગદર્શન છે. ભાવ સમ્યકત્વ - વસ્તુતત્ત્વને જાણવાના ઉપાયરૂપ નય-નિક્ષેપ-પ્રમાણ વગેરેથી જીવ-અજીવ આદિ તત્ત્વોને વિશુદ્ધરૂપે જાણવા એ ભાવ સમ્યકત્વ અર્થાત્ ભાવ સમ્યગ્દર્શન છે. એવી જ રીતે સમ્યત્વના નિશ્ચય સમ્યકત્વ અને વ્યવહાર સમ્યકત્વ એમ બે ભેદ છે. નિશ્ચય સમ્યકત્વ - જ્ઞાન-દર્શન-ચારિત્રમય આત્માનો જે શુદ્ધ પરિણામ એ નિશ્ચય સમ્યકત્વ છે. દેવ, ગુરુ, આત્મા, ધર્મ - તેમાં નિઃશંક શ્રદ્ધા અર્થાત્ શુદ્ધાત્મ તત્ત્વશ્રદ્ધાને નિશ્ચય સમ્યકત્વ કહેવાય છે. निच्छयओ सम्मत्तं नाणाइमयप्पसुद्ध परिणामो। इअर पुण तुह समए, भणिसम्मत्त हेऊहिं ।। અર્થ : જ્ઞાન-દર્શન-ચારિત્રમય આત્માનો જે શુભ પરિણામ છે, તેને જ નિશ્ચય સમ્યકત્વ કહેવાય છે. અર્થાત્ રત્નત્રયના શુભ ઉપયોગમાં વર્તતા જીવને નિશ્ચય સમ્યકત્વ હોય છે. વ્યવહાર સમ્યકત્વ - નવ તત્ત્વની શ્રદ્ધા કે તત્વાર્થ શ્રદ્ધાનું એ સુદેવ' કહેતા અરિહંત દેવ, સુગુરુ' કહેતા અરિહંત પરમાત્માની આજ્ઞા પ્રમાણે વિચરતા પંચમહાવ્રતધારી સાધુ-સાધ્વી અને સુધર્મ' કહેતા સર્વજ્ઞ અરિહંત પરમાત્માએ પ્રરૂપેલો ધર્મ એની શ્રદ્ધા તે વ્યવહાર સમ્યગદર્શન છે. ઊગ્યો મુક્તિનો અરુણોદય... સમ્યગદર્શન ૩૯ Page #52 -------------------------------------------------------------------------- ________________ ८ સમ્યગ્દર્શનના ૬૭ (ભેદો) બોલો જો આત્મામાં સમ્યક્ત્વગુણ નિશ્ચયથી પ્રગટ થયો હોય તો તેનામાં નીચેના ૬૭ સ્થાનો પ્રગટ થાય છે, પ્રાપ્ત થાય છે. જ્યારે કોઈ વખત સમ્યગ્દર્શન ન થયું હોય તો આ ૬૭ સ્થાનો આચરવાથી સમ્યગ્દર્શન પ્રગટ થાય છે. એટલે આ ૬૭ સ્થાનો એ સમ્યક્ત્વનું કાર્ય પણ છે અને સમ્યક્ત્વ પ્રાપ્તિનું કારણ પણ છે. આચાર્ય હરિભદ્રસૂરિએ સમ્યક્ત્વ ગુણના આ ૬૭ ગુણને સમજાવતો પ્રાકૃત ભાષામાં પદ્યરૂપે ‘શ્રી સમ્યક્ત્વ સપ્તતિકા’’ નામનો ગ્રંથ લખેલ છે તેના ઉપરથી શ્રી ઉપાધ્યાય યશોવિજયજીએ ‘સમક્તિના સડસઠ બોલની સજ્ઝાય' લખી છે. તેમાં પ્રથમ ઢાળમાં તેઓ કહે છે, " ચઉં સહૃણા તિ લિંગ છે, દવિધ વિનય વિચારો રે, ત્રણ શુદ્ધિ, પણ દૂષણ, આઠ પ્રભાવક ધારો રે ।। ૫।। છંદ પ્રભાવક અડ, પંચ ભૂષણ, પંચ લક્ષણ જાણીએ, ષટ્ જયણા, ષટ્ આગાર, ભાવના છવિહા મન આણીએ; ષટ્ છાણ, સમક્તિ તણા, સડસઠ ભેદ એહ ઉદાર એ, એહનો તત્ત્વ વિચાર કરતા, લહીજે ભવપાર એ ।।૬।। અર્થ : ચાર પ્રકારની શ્રદ્ધા, ત્રણ પ્રકારનું લિંગ અને દસ Page #53 -------------------------------------------------------------------------- ________________ પ્રકારના વિનયનો તમે વિચાર કરો તથા ત્રણ પ્રકારની શુદ્ધિ, પાંચ પ્રકારના દૂષણો અને આઠ પ્રકારના પ્રભાવક પુરુષો જાણવા. આઠ પ્રકારના પ્રભાવક, પાંચ પ્રકારના ભૂષણ, પાંચ પ્રકારના લક્ષણો જાણવા જેવા છે. છ પ્રકારની જયણા, છ પ્રકારના આગાર અને છ પ્રકારની ભાવના મનમાં ભાવો તથા સમ્યક્ત્વના છ સ્થાનો છે એમ સમ્યકત્વગુણના કુલ ૬૭ બોલો મહત્ત્વના છે, તેમનો તાત્ત્વિક રીતે વિચાર કરતા આ આત્મા ભવસમુદ્રનો પાર પામે છે. સમ્યકત્વ સપ્તતિકા'માં કહ્યું છે, चउसद्दहणतिलिङ्गं दसविणयतिसुद्धिपञ्चगयदोसं । __ अट्ठपभावणभूसण - लक्खणपञ्चविहसंजुत्तं ।।५।। छव्विहजयणागारं, छ भावणाभावियञ्च छट्ठाणं । इय सत्तसट्ठिलक्खण - भेयविसुद्धं च सम्मत्तं ।।६।। વિશુદ્ધ તત્ત્વશ્રદ્ધાનરૂપ સમ્યગ્દર્શનના આ ૬૭ બોલો બતાવ્યા છે. જે ઘણા જ મહત્ત્વના છે. આ ૬૭ બોલોનું તાત્ત્વિક રીતે ચિંતન કરતા કરતા આત્મા આ ભવસાગરથી પાર ઉતરી શકે છે. આ બોલો વિસ્તારથી સમજીએ - ચાર પ્રકારની શ્રદ્ધા - વીતરાગ પરમાત્મા ઉપર, તેમના આજ્ઞા અનુસાર ચાલનારા ધર્મગુરુઓ ઉપર અને વીતરાગે પ્રરૂપેલા ધર્મ ઉપર પરમ રૂચિ અને શ્રદ્ધા, તેના જ ભેદ છે – અ) પરમાર્થ સંસ્તવ - જીવ, અજીવ, પુણ્ય, પાપ, આસવ, સંવર, નિર્જરા, બંધ, મોક્ષ આદિ પદાર્થોને જાણી તેમનો અભ્યાસ કરવો. વારંવાર શ્રવણ, ચિંતન, પયાલોચન કરવું અને યથાર્થ જ્ઞાનપૂર્વક તેના પર અચલ શ્રદ્ધા કરવી. કં નિહિં પન્નત્ત, તમેવ સä નિસં - જિનેશ્વર પરમાત્માએ જે કહ્યું છે તે જ સત્ય છે એવી દઢ શ્રદ્ધા. આના ઉપર જિનદાસ શ્રાવકનું દૃષ્ટાંત આપેલું છે તે નીચે પ્રમાણે છે – આ જંબુદ્વીપમાં ભરતક્ષેત્રમાં મથુરા નગરીમાં જિનશાસન ઉપર પરમ શ્રદ્ધાવાળો ( ઊગ્યો મુક્તિનો અરુણોદય... સમ્યગદર્શન ૪૧ Page #54 -------------------------------------------------------------------------- ________________ જિનદાસ નામે શ્રાવક રહેતો હતો. તેની સાથુદાસી નામે પત્ની હતી. એક વખત સદ્ગુરુ પાસે સમ્યકત્વ મૂલ બાર વતો ધારણ કર્યા અને સર્વથા ચતુષ્પદ પરિહાર પરિગ્રહરૂપ અભિગ્રહ ધારણ કર્યો અર્થાત્ પશુઓ ન રાખવાનો નિયમ લીધો. એક ભરવાડણ રોજ સાધુદાસીને દહીં લાવીને આપતી. સાધુદાસી પણ એને ઇચ્છિત દ્રવ્ય આપતી. આમ બંને વચ્ચે મિત્રતા બંધાઈ. એક વખત ભરવાડણી પોતાની પુત્રીના વિવાહ પ્રસંગમાં જિનદાસ અને સાધુદાસીને આમંત્રણ આપ્યું. પણ અમને આ પ્રસંગે આવવાનો અવસર નથી' એમ કહી લગ્ન પ્રસંગમાં જવાનું ટાળ્યું અને એને વિવાહને યોગ્ય કેટલીક વસ્તુઓ આપી. એ વસ્તુઓ વડે વિવાહ પ્રસંગ સંપન્ન થયો. એ વસ્તુઓના ઋણમાંથી મુક્ત થવા માટે ભરવાડણીએ લગ્ન મહોત્સવ બાદ સુંદર બાંધાવાળા ત્રણ વર્ષની નાની ઉંમરવાળા કંબલ-શંબલ નામના બે બળદ શ્રેષ્ઠીને ભેટ આપ્યા. “અમારે પશુઓ ન રાખવાનો નિયમ છે એમ સમજાવવા છતાં તે જિનદાસના ઘરે બંને બળદોને બાંધી ગઈ. જિનદાસે બળદોને જોયા ત્યારે તે વિષાદ પામ્યો અને વિચારવા લાગ્યો કે જો આ બળદોને હું છોડી દઈશ તો લોકો એને ગાડે જોતરશે અને ચાબુકના પ્રહાર કરશે જેથી બળદો દુઃખી થશે અને જો ઘરમાં રાખું તો મારા નિયમનો ભંગ થશે. એમ મન આકુળવ્યાકુલ થવા છતાં અનુકંપાથી બંને બળદોનું નિર્દોષ ઘાસ અને પાણી આપીને પાલન કરે છે. પર્વતિથિમાં જિનદાસ ઉપવાસ કરી પૌષધ ગ્રહણ કરીને ધર્મશાસ્ત્રોનો સ્વાધ્યાય કરે છે. તે સાંભળીને બળદો પણ ધર્મમય મતિવાળા થયા. આપેલા ઘાસને ખાતા નથી. બળદોનું આ સ્વરૂપ જોઈને જિનદાસ શ્રેષ્ઠીને બળદો પ્રત્યે સવિશેષ ભાવ થયો અને એમને સાધર્મિક માની મનોહર આહાર વડે એ બળદોનું પોષણ કર્યું. હવે એક વખત જિનદાસનો કોઈ પરમ મિત્ર જિનદાસને પૂછયા વિના બંને બળદોને દોડાવવાની વાહન ક્રીડામાં લઈ ગયો. બંનેને ગાડા સાથે જોડી બળદોની સુકુમારતાને જાણ્યા વિના જિત મેળવવા માટે પરોણા મારીને ઘણા વેગથી દોડાવ્યા. અગ્રિમતા પ્રાપ્ત કરી અને પાછા જિનદાસના ઘેર મૂકી દીધા. જિનદાસ જ્યારે ઘરે આવ્યા ત્યારે બળદોની આ નિ:સહાય, લોહીની ધારાથી ખરડાયેલી શરીરની પરિસ્થિતિ ૪૨. સમ્યગદર્શનના ૬૭ (ભેદો) બોલો ) Page #55 -------------------------------------------------------------------------- ________________ જોઈ અત્યંત દુઃખી થયા. બળદોના સંતાપને દૂર કરવા રસદાયક ભોજન બળદોને આપ્યું. પરંતુ અત્યંત વ્યથાથી પીડિત એવા બળદો તેની ઉપર દષ્ટિપાત પણ કરતા નથી. ત્યારે જિનદાસે અનુમાનથી જાણ્યું કે બળદો હવે અંતિમ સ્થિતિમાં છે અને અનશન કરવાની બુદ્ધિવાળા છે. તેથી જિનદાસે આરાધના પૂર્વક પંચ પરમેષ્ઠિ નમસ્કાર મંત્ર અને ધર્મશ્રવણ કરાવ્યું જેથી બેઉ બળદ સમાધિથી આયુષ્ય પૂર્ણ કરી નાગકુમાર નિકાયમાં દેવપણે ઉત્પન્ન થયા. આ પ્રમાણે જિનદાસ શ્રેષ્ઠીએ જેમ પરમાર્થ સંસ્તવ કર્યું તેમ સમ્યકત્વપ્રાપ્તિનું આ પરમાર્થસંસ્તવ કરવું તે પ્રથમ શ્રદ્ધા છે. બ) સુદષ્ટ પરમાર્થ સંસ્તવ - અર્થાત્ પરમાર્થભૂત જીવાજીવાદિ જે પદાર્થો છે તેમને યથાર્થ રીતે જાણવાવાળા સદ્ગુરુની સેવા કરવી. જે જ્ઞાની ગુરુ છે, જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપ રત્નત્રય જેમના જીવનમાં પ્રકાશે છે, અધ્યાત્મના માર્ગે જે ચાલે છે, જેઓ સૂત્ર અને અર્થના જાણકાર હોવાથી ગીતાર્થ છે, સત્તર પ્રકારના સંયમના આરાધક છે એવા સદ્ગુરુનો વિનય, સેવા કરવી અર્થાત્ તેમના વચન ઉપર પૂર્ણ શ્રદ્ધા રાખવી, એમની આજ્ઞાનુસાર વર્તવું એ સુદષ્ટ પરમાર્થ સંસ્તવ નામની બીજી સદ્ધહણા (શ્રદ્ધા) છે. તે ઉપર પુષ્પચુલા સાધ્વીનું દૃષ્ટાંત છે જે નીચે પ્રમાણે છે - ગંગા નદીના તટ પર પુષ્પભદ્રિકા નામે નગરી હતી જ્યાં પુષ્પકેતુ નામે રાજા હતો જેની પુષ્પવતી નામની રાણી હતી. એમને એક પુત્ર અને એક પુત્રી રૂપે યુગલનો જન્મ થયો જેના નામ અનુક્રમે પુષ્પચૂલ’ અને પુષ્પચૂલા’ એમ રાખ્યા. આ બંનેનો પરસ્પર અત્યંત સ્નેહ જાણીને તે પુત્ર પુત્રીના પરસ્પર લગ્ન કર્યા. શ્રાવક ધર્મથી રંગાયેલી પુષ્પવતી રાણી રાજાના આ કાર્યથી નિર્વેદ પામી, વૈરાગ્ય પામી ચારિત્ર સ્વીકાર્યું. શુભ સ્થાનમાં મૃત્યુ પામીને સ્વર્ગલોકમાં દેવપણે ઉત્પન્ન થઈ. અવધિજ્ઞાનથી પુત્ર પુત્રીને વિષય ભોગ ભોગવતા જોઈ એમને પ્રતિબોધ કરવાનું વિચાર્યું. અને તે દેવે પુષ્પચૂલાને સ્વપ્નમાં નરકની દારૂણ, અત્યંત કષ્ટમય એવી વેદનાઓ દેખાડી. નારકીના આ સ્વરૂપને જોતા ભયભીત થઈ એણે સર્વસ્વપ્નોનું વર્ણન એના પતિ પુષ્પચૂલ પાસે કર્યું. પુષ્પચૂલ રાજાએ નરકનું સ્વરૂપ જાણવા દર્શનશાસ્ત્રીઓને બોલાવ્યા. પરંતુ પુષ્પચૂલાને તેમના ઉત્તરથી સંતોષ ન થતા K ઊગ્યો મુક્તિનો અરુણોદય... સમ્યગદર્શન ૪૩ Page #56 -------------------------------------------------------------------------- ________________ અર્ણિકાપુત્ર આચાર્યને બોલાવી તેમને નરકનું સ્વરૂપ પૂછ્યું. તેઓએ સર્વજ્ઞ કથિત નારકીનું યથાર્થ સ્વરૂપ વર્ણવ્યું. એ સાંભળી સંતોષ પામેલી રાણી પુષ્પચૂલાએ પૂછ્યું, “હે ભગવાન ક્યા કર્મથી પ્રાણી નરકના તીવ્ર દુ:ખોને પામે છે?” અર્ણિકાપુત્ર આચાર્યે કહ્યું કે, “માંસનું ભોજન કરવામાં આસક્ત, મહારંભ-મહાપરિગ્રહમાં આસક્ત, પંચંદ્રિયનો ઘાત કરનાર, રૌદ્ર ધ્યાનથી જીવ નરકગતિ પામે છે.” ત્યાર પછી દેવલોકમાં ગયેલ માતાએ પુષ્પચૂલાને સ્વપ્નમાં દેવલોકના સુખ અને દેવોનું સ્વરૂપ બતાવ્યું. પુષ્પચૂલે સર્વ દર્શનશાસ્ત્રીઓને બોલાવી દેવલોકનું સ્વરૂપ પૂછ્યું. એમના સ્વર્ગના વર્ણનથી પુષ્પચૂલાને સંતોષ ન થતા અર્ણિકાપુત્ર આચાર્યને પૂછ્યું. એમના દેવલોકના વર્ણનથી પુષ્પચૂલાને સંતોષ થતા આચાર્યને પૂછ્યું, “હે ભગવંત સ્વર્ગના સુખો કેવી રીતે પ્રાપ્ત થાય?” આચાર્યે કહ્યું, “જિનેશ્વર પરમાત્માએ બતાવેલ ચારિત્ર ધર્મનું સારી રીતે પાલન કરવાથી સ્વર્ગ તેમજ સર્વ સુખના સ્થાનભૂત મોક્ષ પણ મળે છે. આ ઉત્તર સાંભળી પુષ્પચૂલાને ઘણો સંતોષ થયો. પોતાના અકાર્યનો પસ્તાવો થયો. વૈરાગ્ય પામી એણે આચાર્ય પાસે પંચમહાવ્રતધારી પ્રવજ્યા ગ્રહણ કરી અને સારી રીતે આત્મકલ્યાણ કરવા લાગી. કેટલાક કાળ પછી અર્ણિકાપુત્ર આચાર્ય શ્રુતજ્ઞાનના ઉપયોગથી ભાવિમાં આવનારા બાર વર્ષીય દુષ્કાળને જાણીને પોતાના શિષ્યોને સુકાળવાળા દેશમાં મોકલાવ્યા. પરંતુ પોતાનું જંઘાબળ ક્ષીણ થવાથી તે વિહાર કરવામાં અક્ષમ હતા એટલે ત્યાંજ રહ્યા. પુષ્પચૂલા સાધ્વીજી પણ તેમની સેવા-વૈયાવચ્ચ કરવાની પવિત્ર ભાવનાથી ત્યાં જ રહ્યા. અને પોતાના સંસાર પર્યાયથી પરિચિત એવા પુષ્પચૂલ રાજાના અંતઃપુરમાંથી શુદ્ધ નિર્દોષ આહાર લાવી આચાર્યની પરમ ભક્તિથી વૈયાવચ્ચ કરે છે. આવી ઉત્તમ ભાવનાથી કરાતી વૈયાવચ્ચથી તેમને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. કેવલી થવા છતાં ગુરુની સેવા ભક્તિ પૂર્વની જેમ જ ચાલુ રાખી. જ્ઞાન વડે ગુરુની ઈચ્છા જાણી એ અનુસાર એમનો મનોવાંછિત આહાર લાવે છે ત્યારે ગુરુએ પૂછ્યું, ‘તું મારા મનની ઇચ્છાને હંમેશા કેવી રીતે જાણે છે?' પુષ્પચૂલાએ કહ્યું, “હે ભગવંત, હું આપની પ્રકૃતિને જાણું છું. પણ પોતાને કેવળજ્ઞાન થયું છે એમ જણાવ્યું નહીં. ४४ સમ્યગદર્શનના ૬૭ (ભેદો) બોલો Page #57 -------------------------------------------------------------------------- ________________ એક વખત વરસતા વરસાદમાં કેવળજ્ઞાનથી અચિત્તભાગને જાણી ત્યાંથી ચાલીને આચાર્ય માટે આહાર લઈ આવ્યા. આચાર્યશ્રીએ આવું અઘટિત કામ કેમ કર્યું એમ પૂછતાં એમણે જ્ઞાનની વાત કરી અને આ આહાર નિર્દોષ છે એમ કહ્યું. આ સાંભળી આચાર્ય “મેં કેવળીની આશાતના કરી’ એમ વિચારી ખેદ કરવા લાગ્યા ત્યારે સાધ્વીજીએ કહ્યું કે ખેદ ન કરો, તમને પણ નદી ઉતરતા કેવળજ્ઞાન પ્રાપ્ત થશે. કેટલાક વખત પછી આચાર્ય ઘણા લોકો સાથે ગંગા નદી પાર કરવા નાવમાં બેઠા. પરંતુ જે બાજુ આચાર્ય બેસે તે બાજુ નાવ પાણીમાં નમવા લાગી. તે જોતા નાવમાં બેઠેલા લોકોએ તેમને નદીમાં નાખ્યા. આચાર્ય પૂર્વભવમાં અપમાન કરેલી સ્ત્રી વ્યંતરદેવી થઈ હતી તે નાવ ડુબાડતી હતી. નદીમાં પડતા આચાર્યના શરીરને એ શુદ્ર વ્યન્તરીદેવીએ ત્રિશૂલથી વિંધ્યું. શરીરમાં ત્રિશૂલની અસહ્ય પીડા હોવા છતાં આચાર્ય પોતાના લોહી થકી થતા અપકાય જીવોની થતી વિરાધનના વિચારથી ભાવદયામાં ચડ્યા. પરિણામની ધારા વધતા ક્ષપક શ્રેણિ પર આરૂઢ થઈ કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું, અને મોક્ષે ગયા. પુષ્પચૂલા સાધ્વી પણ આયુષ્ય પૂર્ણ કરી મોક્ષે ગયા. આ પ્રમાણે પુષ્પચૂલા સાધ્વીજીએ ગુરુની પરમ સેવા ભક્તિ, વિનય કર્યો તે સુદષ્ટ પરમાર્થ સંસ્તવ નામની બીજી સદ્દણા છે. ક) વ્યાપન્ન દર્શન વર્જન - જેમણે પ્રબળ મોહના ઉદયના લીધે પ્રાપ્ત થયેલ સમ્યગદર્શનને વમી દીધું હોય અર્થાત્ ત્યજી દીધું હોય અને સંસારની મોહજાળમાં ફ્લાયા હોય તેવા પતિત જીવોનો તથા શિથિલ ચારિત્રવાળા તેમજ અજ્ઞાની જીવોનો પરિચય ત્યજી દેવો કારણ જેઓ પોતે પતિત થયા છે તેઓની સોબતમાં રહેવાથી બીજા પણ સન્માર્ગથી ભષ્ટ થવાની શક્યતા રહે છે એટલે તેવાઓની સોબતથી દૂર રહેવું તે વ્યાપન્ન દર્શન વર્જન આ ત્રીજા પ્રકારની શ્રદ્ધા છે. અહીં રોહગુપ્ત નામના નિદ્ભવની કથા છે જે નીચે પ્રમાણે છે – આ ભરતક્ષેત્રમાં અંતરંજિકા નગરીમાં બલશ્રી નામે રાજા હતો. તે કાળે એ નગરીમાં શ્રીગુપ્ત નામના જ્ઞાની ગીતાર્થ આચાર્ય હતા. એક વખત એમના સંસારપર્યાયથી ભાઈ અને સાધુપણામાં શિષ્ય એવા રોહગુપ્ત મુનિ એમને વંદન ( ઊગ્યો મુક્તિનો અરુણોદય... સમ્યગદર્શન ૪ ૫ Page #58 -------------------------------------------------------------------------- ________________ ક૨વા બીજા દેશથી આવ્યા. એ કાળે એ નગરીમાં પોતાની ઘણી વિદ્યાના બળથી અહંકારવાળો એક પરિવ્રાજક આવ્યો. એણે અહંકારના મદમાં ઢંઢેરો પીટાવ્યો કે મારા જેવો અન્ય કોઈ વાદી નથી, જો કોઈ સમર્થજ્ઞાની હોય તો મારી સાથે વાદ કરે. રોહગુપ્તે આ પડહ સાંભળતા એ વાદીનો પડકાર સ્વીકાર્યો અને શ્રીગુપ્ત આચાર્ય પાસે આવીને વાત કરી. ગીતાર્થ આચાર્યએ કહ્યું કે આ ઉચિત કર્યું નથી કારણ એ પરિવ્રાજક વિદ્યાના બળવાળો છે એટલે વાદમાં હારી જતા પ્રતિવાદીને ઉપદ્રવ કરે છે. આ સાંભળી રોહગુપ્તે કહ્યું કે વાદનો સ્વીકાર કર્યો હોવાથી હવે પાછું કેમ હઠાય ? તેથી કરૂણામય આચાર્યએ તે વાદીની વિદ્યાની પ્રતિપક્ષ વિદ્યાઓ રોહગુપ્તને શીખવાડી અને મંત્રેલો રજોહરણ આપ્યો જેથી પરિવ્રાજક કોઈ ભયંકર ઉપસર્ગ કરે તો રજોહરણથી તે ઉપસર્ગ પલાયન થઈ જાય. રાજ્યસભામાં પરિવ્રાજક અને રોહગુપ્તનો વાદ થયો. પરિવ્રાજક રોહગુપ્તને હરાવવા માટે જૈન સિદ્ધાંતને જ ગ્રહણ કરીને જીવ અને અજીવ એમ બેજ રાશિ સંસારમાં છે એમ કહ્યું. રોહગુપ્તે જીતવા માટે જીવ, અજીવ અને નોજીવ એમ ત્રણ રાશિ છે એમ કહી તેની સિદ્ધિ કરી. પરિવ્રાજકે એની પાસેની મેલી વિદ્યાઓનો પ્રયોગ કર્યો. રોહગુપ્તે ગુરુએ આપેલી વિદ્યાઓ દ્વારા તે સર્વેનો પ્રતિકાર કરી જીત મેળવી, જૈન શાસનની પ્રભાવના કરી. પરંતુ સંસારમાં વાસ્તવિક બે જ રાશિ છે. એટલે જ્યારે રોહગુપ્ત ગુરુ પાસે વિજય થઈને ગયા ત્યારે ગુરુએ રોહગુપ્તને ત્રિરાશિની સ્થાપના કરવા બદ્દલ ઠપકો આપ્યો અને રાજ્યસભામાં જઈ ઉત્સુત્ર પ્રરૂપણા કરવા બદલ ક્ષમા માંગવાનું કહ્યું. પરંતુ રોહગુપ્ત ‘રાજસભામાં સૌની સમક્ષ મેં જે અર્થ સ્થાપ્યો છે તેને બદલે હવે બીજો અર્થ કેમ સ્થાપિત થાય ? તેનાથી તો મારી અપભ્રાજના થાય' એમ કહી રોહગુપ્ત ક્ષમા માગવા તૈયાર ન થયો. ગુરુએ ઘણું સમજાવ્યો પણ રોહગુપ્ત માન્યો નહિ. એટલે ગુરુએ જૈન દર્શન પ્રમાણે બે જ રાશિ યથાર્થ છે એ સ્થાપવા રોહગુપ્તની સામે તે જ રાજસભામાં વાદ કર્યો. છ માસ સુધી વાદ ચાલ્યો પણ રોહગુપ્ત પોતાનો મિથ્યામત ત્યજતો નથી. ત્યારે ગુરુએ કૃત્રિકાપણ દ્વારા બે જ રાશિ છે તેની સિદ્ધિ કરી અને શાસનદેવીને પ્રગટ ૪૬ સમ્યગ્દર્શનના ૬૭ (ભેદો) બોલો Page #59 -------------------------------------------------------------------------- ________________ કરી તેમના દ્વારા પણ બે જ રાશિ છે એમ સિદ્ધ કર્યું. અપમાનિત થયેલા રોહગુપ્તને ગુરુએ ગચ્છમાંથી કાઢી મૂક્યો તેથી આવા ભ્રષ્ટસમ્યક્ત્વવાળાનો પરિચય અથવા એની કુદેશનાનું શ્રવણ પણ જીવના સમ્યક્ત્વને મલિન અથવા અસ્થિર કરે છે; સન્માર્ગથી ભ્રષ્ટ થવાની શક્યતા હોય છે તેથી તેવાઓનો પરિચય ત્યજી દેવો એ ત્રીજી સહણા (શ્રદ્ધા) છે. ડ) કુદર્શન વર્જન - જેને સમ્યગ્દર્શન પ્રાપ્ત થયું નથી અર્થાત્ જે મિથ્યાદૅષ્ટિ છે, તેમ જ જે ૫રદર્શની છે, અન્યધર્મી છે તેવા જીવોનો પરિચય છોડી દેવો, તેવા આત્માઓ પાસે ધર્મશ્રવણ કરવું નહિ તે કુદર્શન પરિહાર આ ચોથા પ્રકારની શ્રદ્ધા છે. કા૨ણ જ્યાં સુધી આત્માને ઓળખી, આત્માને લક્ષ્યમાં રાખી વિશુદ્ધ થવા માટે ક્રિયા કરાતી નથી, આત્મદૃષ્ટિ ખીલવ્યા સિવાય કેવળ ક્રિયાકાંડનો જ આગ્રહ રખાય છે એ મિથ્યાત્વ છે. આવા મિથ્યાત્વીની સોબત ક૨તા જે કાંઈ અંશે આત્મદૃષ્ટિ સન્મુખ થયા હોઈએ એ પણ નાશ થવાની શક્યતા હોય છે. જેમ કે ગંગા નદીનું પાણી મધુર હોવા છતાં સમુદ્રના ખારા પાણીમાં પ્રવેશતા ખારાપણાને જ પામે છે તેમ મિથ્યાત્વીઓની સોબતથી જીવ એનામાં પ્રગટ થયેલા પવિત્ર ગુણો ખોઈ શકે છે. શાસ્ત્રમાં ૧૮૦ ક્રિયાવાદી, ૮૪ અક્રિયાવાદી, ૬૭ અજ્ઞાનવાદી અને ૩૨ વિનયવાદી એમ કુલ ૩૬૩ મિથ્યાદર્શનીના મતો બતાવેલ છે. આ ચાર શ્રદ્ધામાં પહેલી બે શ્રદ્ધા તત્ત્વનું જ્ઞાન કરવાનો અભ્યાસ ક૨વો અને તત્ત્વના જાણકા૨ ગુરુની સેવા કરવી, તે જો જીવને સમ્યગ્દર્શન ન થયું હોય તો તે થવાના નિમિત્તો છે, જો સમ્યગ્દૅષ્ટિ પ્રાપ્ત થઈ હોય તો તેને પોષણ આપનાર ઉત્તમ સહાયક છે. પછી જે બે શ્રદ્ધા છે - સમ્યક્ત્વથી પતિત થયેલાની સોબત ન ક૨વી અને મિથ્યાત્વી, અન્ય પરદર્શની આત્માઓનો પરિચય ત્યજવો તે. આ પ્રાપ્ત થયેલ સમ્યગ્દર્શનનો બચાવ ક૨ના૨ છે. ઉત્પન્ન થયેલા ગુણોનું રક્ષણ ક૨ના૨ છે. એટલે આ ચારે પ્રકારની શ્રદ્ધા વિશેષ ઉપયોગી છે. એનાથી પ્રાપ્ત થયેલ સમ્યક્ત્વ ટકી રહે છે. તેમાં અતિચારાદિ દોષો લાગતા નથી. ઊગ્યો મુક્તિનો અરુણોદય... સમ્યગ્દર્શન ૪૭ Page #60 -------------------------------------------------------------------------- ________________ ત્રણ લિંગ રાગદ્વેષનું તીવ્ર પરિણામ જેને ગ્રંથિ કહેવાય છે. આ ગ્રંથિના ભેદ દ્વારા ઉત્પન્ન થનારો આત્માનો વિશિષ્ટ પરિણામ સમ્યગદર્શન કહેવાય છે. આત્મ-પરિણામ અદશ્ય, પરોક્ષ હોવાથી સમ્યગૃષ્ટિ તરીકે જીવનો સાક્ષાત્કાર છદ્મસ્થ જીવો કરી શકતા નથી. જે બાબતોમાં પ્રત્યક્ષ પ્રમાણ અસમર્થ હોય તે બાબતોનો અભાન્ત નિર્ણય કરવા માટે અનુમાન વગેરે પ્રમાણનો આશરો લેવો પડે છે તેથી લિંગ દ્વારા સમકિતી જીવનું અનુમાન કરી શકાય છે. લિંગ એટલે ચિન્હ, નિશાની, આત્માને સમ્યગ્દર્શન પ્રાપ્ત થયું છે કે નહિ તેની જે બાહ્ય નિશાનીઓ તેને લિંગ કહેવાય અને આંતરિક નિશાનીઓ તે લક્ષણ કહેવાય) જેને ધુમાડો હોય તો અગ્નિનો નિર્ણય કરી શકાય, ધ્વજદંડ હોય તો મંદિર હોવાનો નિર્ણય કરાય તેમ આ ત્રણ જાતના લિંગ અર્થાત્ ચિન્હ પરથી સમ્યગ્દર્શન પ્રાપ્ત થયું છે કે નહિ તેનો નિર્ણય કરી શકાય છે. તે ત્રણ લિંગ છે ૧) શુશ્રુષા ૨) ધર્મરાગ ૩) દેવગુરુની વૈયાવચ્ચ. ૧) શુશ્રુષા - શ્રુતની અભિલાષા, જિનાગમ સાંભળવાની ઈચ્છા, જેથી શ્રોતાને શાસ્ત્રોના અર્થ સાંભળવામાં સાકર અને દ્રાક્ષના જેવી મીઠાશ આવે. ધર્મ સાંભળવામાં એવી પ્રબળ ઈચ્છા હોય કે જેમ કોઈ યુવાન પુરુષ હોય, નિરોગી અને ધનાદિથી સુખી હોય, પોતાની નવપરિણિત પત્ની સાથે પાંચે ઈદ્રિયોના વિષયસુખ ભોગવતો હોય ત્યાં દિવ્ય ગાયન સાથે નૃત્ય થતું હોય તે સાંભળવામાં યુવાન પુરુષની જેટલી જિજ્ઞાસા હોય, પ્રબળ ઈચ્છા હોય તેના કરતા પણ વધારે ઈચ્છા જેને ધર્મ, આત્મધર્મ સાંભળવાની થાય તે શુશ્રુષા નામનું સમ્યત્વનું પ્રથમ લિંગ છે. અહીં સુદર્શન શ્રેષ્ઠી'નું દૃષ્ટાંત આપેલું છે – મગધ દેશમાં રાજગૃહી નગરીમાં શ્રેણિક રાજા હતા. ત્યાં અર્જુન નામે એક માળી રહેતો હતો અને તેને બંધુમતી નામની સ્વરૂપવાન પત્ની હતી. અર્જુનમાળી રોજ પોતાની પત્ની સાથે બાગની નજીકના એક દેવળમાં મુદ્ગરપાણિ નામના ४८ સમ્યગદર્શનના ૬૭ (ભેદો) બોલો ) Page #61 -------------------------------------------------------------------------- ________________ યક્ષની સુગંધી પુષ્પો વડે પૂજા કરતો. એક વખત પૂજા કરવા જતાં તે દંપતીને કામાન્ય એવા છે મિત્રોએ જોયા. પૂજામાં એકાગ્ર બનેલા અર્જુન માળીને દોરડાથી બાંધીને તેની પ્રિયા બંધુમતી સાથે ઈચ્છા મુજબ વિલાસ કરવા લાગ્યા. આ જોઈ અર્જુનમાળીને અત્યંત ખેદ થયો. અતિશય ક્રોધાયમાન થયેલા અર્જુનમાળીએ યક્ષને ઠપકો આપ્યો, “હે યક્ષ, હું દરરોજ તારી પૂજા કરું છું, અને તારા દેખતા જ આ પાપી કામાંધોએ મારી સમક્ષ મારા પત્નીની આવી વિડંબના કરી. તું ખરેખર પથ્થરમય જ છો, સાચો દેવ નથી. તેના આવા વચન સાંભળીને અત્યંત કોપાયમાન થયેલા યક્ષે અર્જુન માળીના શરીરમાં પ્રવેશ કર્યો. એના સર્વ બંધનોને કાચા સૂતરના તાંતણાની જેમ તોડીને એ મિત્રો અને બન્યુમતિને લોઢાના મુડ્ઝરથી મારી નાંખ્યા. ત્યારથી દરરોજ એક સ્ત્રી સહિત છ પુરુષોને જ્યાં સુધી મારે નહિ ત્યાં સુધી તેનો ક્રોધ શાંત થતો નથી. એ સમયે રાજગૃહી નગરીમાં મહાવીર પ્રભુ ઉદ્યાનમાં સમવસર્યા. ત્યારે અર્જુનમાળીના ભયથી ભગવાનને વંદન કરવા કોઈ સ્ત્રી પુરુષ નગર બહાર નીકળતા નથી. રાજગૃહીમાં વિશુદ્ધ સમ્યગ્દર્શન ગુણના ધારક સુદર્શન શ્રેષ્ઠી રહેતા હતા; જે જિનેશ્વર પરમાત્માના ચરણકમલની સેવામાં અત્યંત તત્પર રહેતા અને શ્રુતવચન સાંભળવાની રૂચિવાળા હતા. એટલે એમણે ભગવાનની વાણી સાંભળવા જવા માટે માતાપિતાની આજ્ઞા માંગી. માતા-પિતાએ કહ્યું, “અત્યારે અર્જુન માળીનો મોટો ઉપસર્ગ છે, એટલે અત્યારે તું ત્યાં જતા અટકી જા, અહીંથી જ ભાવથી પ્રભુને વંદન કર.' પરંતુ ધર્માનુરાગવાળો સુદર્શન બોલ્યો, ‘ત્રણ જગતના નાથ એવા પરમાત્મા અહીં પધારે, ત્યારે એમનો ઉપદેશ શ્રવણ કર્યા વિના મને ભોજન પણ ન કલ્પ.' અને અર્જુન માળીના ઉપસર્ગને ગણકાર્યા વગર સુદર્શન પરમાત્માના દર્શન કરવા ચાલ્યા. રસ્તામાં સુદર્શનને જોતા અર્જુન માળી એને મુદગરથી મારવા ધસી આવ્યો. સુદર્શને પણ ઉપસર્ગ આવ્યો છે તે જાણી જિનેશ્વર પરમાત્માને નમસ્કાર કરી, ચાર શરણ સ્વીકારી, પોતાના વ્રતોને સંભારી, સર્વ જીવોને ખમાવી, દુષ્કૃત ગૃહા અને સુકૃત અનુમોદના કરીને સાગારી અનશન સ્વીકાર્યું અને જ્યાં ઊગ્યો મુક્તિનો અરુણોદય... સમ્યગદર્શન ४८ Page #62 -------------------------------------------------------------------------- ________________ સુધી ઉપસર્ગ શાંત ન થાય ત્યાં સુધી કાયોત્સર્ગ કર્યો. સુદર્શનના ત્યાગ-તપ અને એની શ્રદ્ધા જોઈ અર્જુનમાળીના શરીરમાંનો યક્ષ એને હણવા અસમર્થ થયો અને પોતાનું મુલ્ગર લઈ અર્જુનમાળીના શરીરમાંથી ભાગી ગયો અને યક્ષથી મુક્ત થયેલો અર્જુનમાળી ભૂમિ પર પડ્યો. થોડી વારે ચૈતન્ય પ્રાપ્ત થતા તેણે સુદર્શનને જોયા. સુદર્શને પણ ઉપસર્ગ નષ્ટ થયો છે જાણી કાયોત્સર્ગ પાળ્યો અને દેશના સાંભળવા જવા તૈયાર થતા અર્જુન માળી પણ એમની સાથે આવ્યો. બંનેએ અત્યંત ભાવપૂર્વક દેશના સાંભળી, વૈરાગી બનેલા અર્જુન માળીએ ભગવાન પાસે જઘન્યથી પણ છ8 તપના અભિગ્રહપૂર્વક દીક્ષાને ગ્રહણ કરી. ક્રોધિત લોકોના પરિષહને સહન કરતા છ માસ પસાર કર્યા. અંતે બે માસની સંલેખના કરી સિદ્ધ પદને પ્રાપ્ત કર્યું. સુદર્શન શ્રેષ્ઠીએ પરમાત્મા પાસેથી તત્ત્વ સાંભળવાની શુશ્રુષામાં યક્ષઅધિષ્ઠિત એવા અર્જુન માળીના ઉપસર્ગને પણ ન ગણકાર્યો અને લાંબા કાળ સુધી ધર્મારાધન કરીને જિનશાસનની પ્રભાવના કરી, આવી તીવ્ર શુશ્રુષા એ સમ્યક્ત્વનું પ્રથમ લિંગ છે. ૨) ધર્મરાગ - આત્મધર્મ સાંભળ્યા પછી તે જ પ્રમાણે ઈચ્છા થાય, અહીં ઉદાહરણ આપતા કહ્યું છે કે જેને કકડીને ભૂખ લાગી છે અર્થાત્ પૂરેપૂરો ક્ષુધાતુર થયો હોય એવો બ્રાહ્મણ વિકટ વન પાર કરીને આવે અને એને મનોહર ઘેબર ખાવા મળે તો જે તીવ્ર ઈચ્છાથી એ ઘેબર આરોગે તેવી તીવ્ર ઈચ્છાથી જે ધર્મને ઈચ્છે તે ધર્મરાગ નામનું સમ્યકત્વનું બીજું લિંગ છે. આના માટે એક બ્રાહ્મણપુત્રનું દૃષ્ટાંત આપેલું છે. ઉજ્જૈની નગરીમાં ધર્મપરાયણ એવો દેવગુપ્ત નામે બ્રાહ્મણ અને એની પત્ની નંદા રહેતા હતા. તેઓને એક પુત્ર થયો. પરંતુ પૂર્વે કરેલા પાપના ઉદયથી તેની કાયા હંમેશા રોગથી ઘેરાયેલી રહેતી. ઘણા ઔષધો કરાવવા છતાં તેના રોગ મટ્યા નહિ. બાલ્યાવસ્થાથી જ રોગી રહેવાથી તેને સૌ “રોગદ્વિજ' કહીને બોલાવતા. એક વખત કોઈ મુનિ તેમને ઘેર ગોચરી માટે પધાર્યા. પુત્ર સહિત માતપિતાએ મુનિને પ્રણામ કરીને રોગને શમાવવાનો ઉપાય બતાવવાની વિનંતિ કરી. મુનિ ગોચરી પ0 સમ્યગદર્શનના ૬૭ (ભેદો) બોલો ) Page #63 -------------------------------------------------------------------------- ________________ માટે આવેલ હોવાથી એમણે ત્યારે કાંઈ જવાબ ન આપ્યો. એટલે દેવગુપ્ત બ્રાહ્મણ પુત્ર સહિત મુનિ પાસે જઈ પાછો રોગ ઉપશમાવવા માટે ઉપાય પૂછ્યો. મહાત્માએ રોગ દૂર કરવા માટે અહિંસા, સંયમ, તપમય ધર્મ એ જ પરમ ઉપાય છે એમ સમજાવ્યું. આ સાંભળીને દેવગુપ્ત બ્રાહ્મણ પ્રતિબોધ પામ્યો અને ગૃહસ્થના બાર વ્રત સ્વીકાર્યા. બ્રાહ્મણપુત્ર પણ ધર્મમાં શ્રદ્ધાવાળો બન્યો અને અતિશય શ્રદ્ધા અને પ્રેમપૂર્વક ધર્મનું આચરણ કરે છે. એક વાર ઈદ્રમહારાજાએ પોતાની સભામાં આ બ્રાહ્મણ દંપતિ અને એના પુત્રના ધર્મ પ્રત્યેના અવિચલ રાગની પ્રશંસા કરી. આ સાંભળી બે અસહિષ્ણુ દેવો વૈદ્યનું રૂપ લઈ તેમની પાસે આવ્યા. અને તેના સ્વજનોને કહ્યું, ‘જો આ રોગોથી પીડિત એવા બાળકને અમે બતાવેલ ઉપચાર કરશો તો તેના રોગ શાંત થઈ જશે.' આ સાંભળી સ્વજનોએ એ વૈદ્યોને (દેવોને) તુરત ઉપાય બતાવવાની વિનંતી કરી. વૈદ્યોએ કહ્યું, ‘દિવસના પ્રથમ પ્રહરે મધનું સેવન કરવું, પાછલા પ્રહરે મદિરાપાન કરવું અને માખણથી મિશ્રિત તથા માંસથી યુક્ત ભોજનનું સેવન રાત્રે કરવું.’ આ પાપકારી ક્રિયાને સાંભળી બ્રાહ્મણપુત્રે કહ્યું, જીવહિંસાના કારણભૂત આ ઉપચારને હું નહીં કરું. આ ચારે મહાવિગઈઓમાં તે તે વર્ણવાળા અસંખ્ય જીવો ઉત્પન્ન થાય છે. એટલે આવી હિંસાકારી પ્રવૃત્તિ કે જે નરકગામી એ હું નહીં કરું. વૈદ્યોએ હજુ તેની પરીક્ષા કરવા માટે કહ્યું, શરીર એ ધર્મનું પ્રથમ સાધન છે, તેથી સાવધ ક્રિયા દ્વારા પણ તેની સુરક્ષા કરવી જોઈએ. પછીથી તે સાવધસેવનનું પ્રાયશ્ચિત તપ વડે કરી લેવું. દેવોની આ વાત સાંભળીને પણ બ્રાહ્મણપુત્ર, કે તેના માતાપિતા ધર્મથી ચલાયમાન થયા નહીં પરંતુ મેરૂપર્વતની જેમ પોતાના નિશ્ચય પર અડગ રહ્યા. ત્યારે તેની પરમ ધર્મરૂચિ જોઈ દેવોએ વૈદ્યનું રૂપ સંકેલી દીધું અને પોતાનું દેવરૂપ પ્રગટ કર્યું. અને એમની પ્રશંસા કરી કે ઈન્દ્રમહારાજાએ જેવું તમારું ધર્મમાં દૃઢત્વ વર્ણવ્યું હતું તેવું જ છે.” એમ કહી બ્રાહ્મણપુત્રના શરીરને નિરોગી બનાવ્યો, બ્રાહ્મણના ઘરને વિપુલ સંપત્તિથી પૂર્ણ કરીને તે દેવો દેવલોકમાં પોતાના સ્થાને ગયા. આ પ્રસંગ જોઈ એ નગરીનો રાજા અને સ્વજનો પણ ધર્મ પામ્યા. આ બાળક નિરોગી થઈ પોતાના લીધેલા K ઊગ્યો મુક્તિનો અરુણોદય... સમ્યગદર્શન ૫૧ Page #64 -------------------------------------------------------------------------- ________________ વ્રતોનું સમ્યક્ રીતે પાલન કરી, અનુક્રમે દેવલોકમાં જઈ ભાવિમાં મોક્ષે જશે. દેવોએ એની કાયા નિરોગી કરી એટલે એ લોકમાં એ ‘આરોગ્યદ્વિજ’ તરીકે પ્રખ્યાત થયો. ૩) દેવગુરુની વૈયાવચ્ચ - વિદ્યાની સાધના કરનાર વિદ્યાસાધક જેમ વિદ્યા સાધવામાં એકચિત્ત રહે છે, અલ્પ પણ પ્રમાદ કે આળસ કરતો નથી તેમ જિનેશ્વર પરમાત્માની અર્થાત્ સુદેવની સેવા-પૂજા કરવામાં અને સાધુ મહાત્માઓની અર્થાત્ સુગુરુની વૈયાવચ્ચ ક૨વામાં તત્પર રહેવું, જરા પણ પ્રમાદ કરવો નહીં એ સમ્યક્ત્વનું ત્રીજું લિંગ છે. પ્રભુપૂજા દ્રવ્ય અને ભાવ એમ બે પ્રકારે છે. દ્રવ્ય પૂજા આઠ પ્રકારની કહી છે – શ્રેષ્ઠ ચંદન, સુગંધી ધૂપ, અક્ષતચોખા, પુષ્પ, શ્રેષ્ઠ દીપક, નૈવેધ, ફળ, જલ વડે જિનપૂજા આઠ પ્રકારની કહી છે. અને ભાવપૂજા તો સ્તુતિ, સ્તોત્ર, ગીત, નૃત્ય, વાજિંત્રાદિ ભેદ વડે અનેક પ્રકારે છે. ઉત્કૃષ્ટ દ્રવ્યસ્તવને આરાધીને જીવ અચ્યુત દેવલોક સુધી જાય છે જ્યારે ભાવસ્તવથી જીવ અંતર્મુહૂર્ત કાળમાં મુક્તિને પ્રાપ્ત કરે છે. આવી રીતે જિનેશ્વર ભગવંતની તેમજ ધર્મમાર્ગનો ઉપદેશ આપનારા ધર્માચાર્યોની અશમ, પાન, ખાદિમ, સ્વાદિમ, વસ્ત્ર, પાત્રાદિ બહુ પ્રકા૨થી ભક્તિ ક૨વી, સેવા કરવી. અહીં ‘આરામશોભા’નું દૃષ્ટાંત આપેલું છે જેણે જિનાલય, જિનમૂર્તિ અને ધર્મગુરુઓની સેવા, ભક્તિ અને વૈયાવચ્ચ કરી એ સમ્યક્ત્વનું ત્રીજું લિંગ છે. પર સમ્યગ્દર્શનના ૬૭ (ભેદો) બોલો - Page #65 -------------------------------------------------------------------------- ________________ દસ પ્રકારના વિનય જૈન દર્શનમાં વિનય મૂલધર્મ કહેવાય છે. વિનયી થવાથી અનેક સગુણોની પ્રાપ્તિ થાય છે. અનાદિકાળથી અજ્ઞાની જીવને અહંતા વળગેલી છે. અહંતા, અજ્ઞાન અને મિથ્યાત્વ એ ત્રણે સહચારી છે. વિનયગુણ એ ત્રણેને અને અન્ય દોષોને દૂર કરવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે. અહીં નીચે પ્રમાણે દસના વિનય કરવાનું વિધાન છે જેને દર્શન વિનય કહે છે – અરિહંત, સિદ્ધ, ચૈત્ય, આગમ (શ્રુત), ધર્મ, સાધુ, આચાર્ય, ઉપાધ્યાય, પ્રવચન (ચતુર્વિધ સંઘ), (સમ્યકત્વ) દર્શન. આ દસનો વિનય કરવો. | વિનય એટલે ભક્તિ કરવી, સન્મુખ જવું, આસન આપવું, આવે ત્યારે ઊભા થઈ આવકાર આપવો, જાય ત્યારે થોડા પગલા પાછળ જવું, અનાદિ યોગ્ય વસ્તુની નિમંત્રણ કરવી વગેરે. આ બાહ્ય ભક્તિ છે. તેમનું બહુમાન કરવું, તેમના પ્રત્યે અત્યંત પ્રીતિ રાખવી, તેમના ગુણોની સ્તુતિ કરવી, મન, વચન અને કાયા દ્વારા કોઈપણ જાતની આશાતના ન કરવી, તેઓ પ્રત્યે પ્રતિકુળ વર્તન ન કરવું આ સર્વ દર્શન વિનય છે. વિનય જેના તરફ કરવામાં આવે છે તેમના ગુણો પ્રત્યે આપણને સંપૂર્ણ બહુમાન છે એટલે તેમના પ્રત્યે પૂજ્યબુદ્ધિ ધારણ કરી તેમનામાં પ્રગટ થયેલા સગુણો આ વિનયગુણથી આપણામાં પ્રગટ થવાની યોગ્યતા કેળવાય છે. વિનય કરવા યોગ્ય દસ વ્યક્તિ નીચે પ્રમાણે છે – a) અરિહંત - રાગ, દ્વેષ રૂપી અરિ એટલે શત્રુનો સંપૂર્ણપણે નાશ કરી જે વીતરાગ બન્યા છે, પોતાનું શુદ્ધ આત્મસ્વરૂપ જેમણે પ્રકટ કર્યું છે, લોકાલોક પ્રકાશનાર કેવળજ્ઞાનને પ્રકટ કરી જેઓ સર્વજ્ઞ બન્યા છે એટલે સર્વજ્ઞતા, વીતરાગતા પ્રાપ્ત કરી તીર્થકરપણે વિચારે છે, ૩૪ અતિશયોના સ્વામી છે, સમવસરણમાં બેસી ધર્મદેશના આપી આ જગતના જીવોનું કલ્યાણ ઈચ્છે છે, કરે છે, ૧૨ ગુણોથી મુક્ત એવા ભગવંત એ “અરિહંત' છે. હું ઊગ્યો મુક્તિનો અરુણોદય... સમ્યગુદર્શન ૫૩ Page #66 -------------------------------------------------------------------------- ________________ b) સિદ્ધ - આઠે કર્મોનો નાશ કરી, દેહાતીત થઈ, મુક્ત થઈ સિદ્ધશીલામાં બિરાજે છે. અનંત જ્ઞાન, દર્શન, વીર્ય, આનંદ ગુણોંથી યુક્ત છે. નિરંજન, નિર્વિકાર, નિર્વિકલ્પ, અરૂપી, નિર્ભય, અવ્યય, અવ્યાબાધ ઈત્યાદિ અનેક ગુણોને સિદ્ધ ભગવાન ધારણ કરે છે. c) ચૈત્ય - એટલે અરિહંત પરમાત્માની પ્રતિમા. તીર્થંકર પરમાત્માની ગેરહાજરીમાં વિતરાગતા અને શાંતરસથી ભરપૂર તેમની પ્રતિકૃતિ અરિહંતના સ્વરૂપને આપણી સમક્ષ કરે છે. આ પ્રતિમા શાશ્વત અને અશાશ્વત એમ બે ભેદે હોય છે. ઉર્ધ્વ, અધો અને તિસ્કૃલોકમાં રહેલ શાશ્વત ચૈત્યોમાં બિરાજમાન શાશ્વત પ્રતિમા હોય છે, શેષ અશાશ્વત પ્રતિમાઓ છે. d) આગમ (મૃત) - તીર્થંકર પરમાત્માએ પ્રરૂપેલ અને ગણધર ભગવંતો દ્વારા રચાયેલ શાસ્ત્રો જે આગમ કહેવાય છે, દ્વાદશાંગી કહેવાય છે તથા તેના વિવેચન રૂપે પછીના આચાર્યોએ જે ગ્રંથો લખ્યા છે જેમાં જૈન દર્શનના સિદ્ધાંતો રહેલા છે જેમ કે તત્વાર્થસૂત્ર ઈત્યાદિ તે “શ્રુત’ કહેવાય છે. e) ધર્મ - ક્ષમા આદિ દસ પ્રકારના યતિધર્મ છે. જે કષાય અને વિષયોનો ત્યાગ કરાવનાર છે, પાપની મલિન વૃત્તિઓનો ત્યાગ કરાવનાર છે. એ દસ પ્રકાર નીચે પ્રમાણે છે – (૧) ક્ષમા - ક્રોધનો ત્યાગ (૨) નમતા - માનનો ત્યાગ (૩) આર્જવતા - માયાનો ત્યાગ (૪) સંતોષ - લોભનો ત્યાગ (૫) તપ - (૬ બાહ્ય અને ૬ અત્યંતર) મનની વિવિધ ઈચ્છાઓનો વિરોધ કરવારૂપ તપ (૬) સત્તર ભેદે સંયમ - મન અને ઈદ્રિયો પર વિજય (૭) શૌચ - દ્રવ્ય અને ભાવથી નિર્મળતા (૮) સત્ય (૯) અપરિગ્રહ (૧૦) બ્રહ્મચર્ય. આ દસ પ્રકારનો ધર્મ આત્માને એના વિશુદ્ધ સ્વરૂપ તરફ લઈ જનાર છે. f) સાધુ - મોક્ષમાર્ગની સાધના કરનાર સર્વવિરતિધર, અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ આ પાંચ મહાવ્રતોનું પાલન કરનાર, છ ૫૪ સમ્યગદર્શનના ૬૭ (ભેદો) બોલો ) Page #67 -------------------------------------------------------------------------- ________________ જીવનિકાયના રક્ષક, પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ આ અષ્ટપ્રવચન માતાના પાલક એ સાધુ છે. g) આચાર્ય - જે દર્શન, જ્ઞાન, ચારિત્ર, તપ, વીર્ય આ પાંચ આચારોનું સ્વયં પાલન કરે અને બીજા સાધુઓ પાસે પાલન કરાવે, ચતુર્વિધ સંઘના નાયક છે, ૩૬ ગુણોથી યુક્ત છે એ ‘આચાર્ય' છે. h) ઉપાધ્યાય - જેમને ૧૧ અંગ અને ૧૪ પૂર્વનું જ્ઞાન છે અને બીજા સાધુઓને ભણાવે છે એવા ૨૫ ગુણોંથી યુક્ત મુનિ તે ઉપાધ્યાય' છે. 1) પ્રવચન - સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા એમ ચતુર્વિધ સંઘ તે પ્રવચન કહેવાય છે. j) દર્શન - જિનેશ્વર પરમાત્મા પ્રત્યે અનન્ય શ્રદ્ધા, ભક્તિ, સુદેવ-સુગુ-સુધર્મની રૂચિ, શ્રદ્ધા એ સમ્યગુદર્શન છે તે દર્શન ક્ષાયિક, લાયોપમિક અને ઓપશમિક એમ ત્રણ પ્રકારના છે. આ દસ પદો જૈન શાસનના આરાધ્ય પદો છે. એમનો વિનય કરવો એ સમ્યત્વનું અંગ છે. સમ્યગુદૃષ્ટિ આત્માઓ આ દસ પદોનો પાંચ પ્રકારે વિનય કરે છે. તે વિનયથી પ્રાપ્ત થયેલું સમ્યક્ત્વ દીપી ઉઠે છે અને સમ્યક્ત્વ અપ્રાપ્ત હોય તો પ્રાપ્ત થાય છે. તે વિનય કરવાના પાંચ પ્રકારો આ પ્રમાણે છે – ભક્તિ, બહુમાન, ગુણસ્તુતિ, અવર્ણવાદનો ત્યાગ, આશાતનાનો પરિહાર. ૧) ભક્તિ - આદરયુક્ત વ્યવહાર એ ભક્તિ છે. ગુરુ આવે ત્યારે ગુરુની સન્મુખ જવું, આસન આપવું, નમસ્કાર કરવો, તેમની સેવા કરવી વગેરે. ૨) બહુમાન - મનથી અત્યંત પ્રીતિ. ગુરુ ભગવંતના દર્શન માત્રથી જ પરમ આનંદ થાય, ઉલ્લાસ આવે, પૂજ્યભાવ પ્રગટે. ૩) ગુણસ્તુતિ - અરિહંત પરમાત્માની ગુણસ્તુતિ કરવાથી, તેમણે પ્રરૂપેલા ધર્મની પ્રશંસા કરવાથી, આચાર્ય અને ઉપાધ્યાય ભગવંતની પ્રશંસા કરવાથી, ઊગ્યો મુક્તિનો અરુણોદય... સમ્યગદર્શન ૫૫ Page #68 -------------------------------------------------------------------------- ________________ ચતુર્વિધ સંઘની પ્રશંસા કરવાથી જીવને સમ્યકત્વ અર્થાત્ બોધિલાભની પ્રાપ્તિ થાય છે. ૪) અવર્ણવાદનો ત્યાગ - જિનશાસનની અપકીર્તિ થાય તેવા કાર્યથી રક્ષા કરવી. ૫) આશાતનાનો પરિહાર (ત્યાગ) – અરિહંત પરમાત્મા આદિનો જઘન્યથી ૧૦, મધ્યમથી ચાલીસ અને ઉત્કૃષ્ટથી ચોર્યાસી આશાતનાનો ત્યાગ કરવો. આવી રીતે દસે પદનો આ પાંચ પ્રકારે વિનય કરવાથી આત્મામાં ધર્મરૂપી વૃક્ષ ઊગે છે. વિનયના આ દસ પદ પર ભુવનતિલક મુનિની કથા આ પ્રમાણે છે – કુસુમપુર નામના નગરમાં ધનદ નામનો રાજા અને પદ્માવતી રાણી હતા. તેઓને ‘ભુવનતિલક' નામે પરમવિનયવાળો પુત્ર હતો. તે પુત્રમાં બીજા અનેક ગુણો હતા તે છતાં તેનામાં વિનય ગુણ અતિ અદ્ભુત હતો. એક વખત ધનદ રાજાના રાજ્યસભામાં રત્નસ્થલ નગરના અમરચંદ રાજાને ત્યાંથી દૂત આવ્યો. એણે રાજાને અમરચંદ્ર રાજાની પુત્રી યશોમતી સાથે રાજકુમાર ભુવનતિલકનું પાણિગ્રહણ કરવાની વિનંતી કરી. રાજાએ સંમતિ આપી. એટલે શુભ દિવસે રાજકુમાર ભુવનતિલકે મંત્રી અને સામંતો સાથે વિવાહ અર્થે રત્નસ્થલ નગરી તરફ પ્રયાણ કર્યું. માર્ગ પસાર કરતા સિદ્ધપુર નગરની બહાર આવ્યા ત્યાં અચાનક રથમાં રાજકુમાર મુર્શિત થયા. મંત્રીઓએ ઘણા ઉપાયો કર્યા પરંતુ કુમારને સારું ન થયું પરંતુ એને શરીરમાં વેદના વધવા લાગી. આ સમયે ત્યાં એક કેવળી ભગવંત આવીને સમોસર્યા. દેવોએ રચેલા સુવર્ણપત્રના કમળમાં બેસીને મુનિ ભગવંત દેશના આપવા લાગ્યા. મંત્રી અને સામંતો પણ દેશના સાંભળવા ગયા. દેશનાના અંતે સામંતોના અગ્રણીએ રાજકુમાર ભુવનતિલકને આવેલા દુઃખનું કારણ અને તે દુઃખથી મુક્ત થવાનો ઉપાય પૂક્યો. ત્યારે જ્ઞાની ભગવંતે એના પૂર્વભવનો વૃત્તાંત કહ્યો. “ઘાતકીખંડના ભરતક્ષેત્રમાં પ૬ સમ્યગદર્શનના ૬૭ (ભેદો) બોલો ) Page #69 -------------------------------------------------------------------------- ________________ ભુવનાગર નામના નગરમાં અનેક ગુણોથી યુક્ત એવા આચાર્ય ભગવંત પોતાના શિષ્યો સહિત પધાર્યા. તેમનો વાસવ' નામે એક શિષ્ય મહાત્માઓની નિંદા કરનારો અને અત્યંત દુર્વિનિત હતો. એટલે ગુરુએ એને વિનયી થવાની શિખામણ આપી. વિનયગુણનું મહત્ત્વ સમજાવ્યું કે કેવી રીતે વિનય એ સર્વ પ્રકારના કલ્યાણનું ભાજન છે. પરંતુ ગુરુનો આ ઉપદેશ આ વાસવ મુનિને ક્રોધનું કારણ બન્યો. એ બધા મુનિઓ પ્રત્યે દ્વેષભાવ કરવા લાગ્યો એ એટલી હદ સુધી કે મુનિઓને મારી નાખવા એમના પાણીના ઘડામાં તાલપુટ વિષ નાખી પોતે ભાગી ગયો. મુનિઓ જ્યારે પાણીનો ઉપભોગ કરવા ગયા ત્યારે શાસનદેવીએ તેમને અટકાવ્યા અને બધા મુનિઓ બચી ગયા. હવે આ વાસવ મુનિ જંગલમાં ભટકતા સુધા, તૃષ્ણા, શીત, ઉષ્ણ વેદનાથી પીડાતા રૌદ્રધ્યાનથી મરી સાતમી નરકે ઉત્પન્ન થયા. નરકના મહાદુઃખોને ભોગવી, ઘણા ભવો સંસારમાં ભટકીને અજ્ઞાન તપથી અકામ નિર્જરા કરી ઘણા કર્મોને ઓછા કર્યા, ખપાવ્યા અને હવે ધનદ રાજાને ત્યાં ભુવનતિલક નામના પુત્ર તરીકે ઉત્પન્ન થયો છે. ઋષિઘાતના પરિણામથી જે કુકર્મ બાંધેલું તે ભોગવતા બાકી રહેલ કર્મ હમણા ઉદયમાં આવ્યું છે અને તેથી આ દુઃખ પામ્યો છે.' રાજકુમારના પૂર્વભવનો આ વૃત્તાંત સાંભળી સામંતોએ કેવળી ભગવંતને આ દુઃખથી નિવારણનો ઉપાય પૂછડ્યો. જ્ઞાની ભગવંતે કહ્યું, 'હવે એનું કર્મ ક્ષીણ થઈ ગયું છે એટલે કુમાર હવે નિરોગી થઈ જશે.' આ સાંભળી મંત્રીઓ કુમાર પાસે ગયા. પોતાના પૂર્વભવનો વૃત્તાંત સાંભળી કુમાર કેવળી ભગવંત પાસે જઈ વંદન કરી, પોતે કરેલા પાપ કર્મોથી મુક્ત થવાનો ઉપાય બતાવવાની વિનંતી કરી અને કેવળી ભગવંતના ઉપદેશ પ્રમાણે લગ્ન કરવા નિકળેલા કુમારે ત્યાં જ જિનદીક્ષા સ્વીકારી. યશોમતીએ જ્યારે આ વૃત્તાંત જાણ્યો ત્યારે તે અત્યંત ખેદ પામી. પરંતુ મન મક્કમ કરી ચિત્તને વૈરાગ્ય માર્ગ વાળી એણે પણ ગુરુ પાસે જઈ દીક્ષા ગ્રહણ કરી. હવે ભુવનતિલક મુનિ દુર્વિનિતપણાથી પૂર્વજન્મમાં ઉપાર્જન કરેલા પોતાના પાપોનું સ્મરણ કરી તેનો નાશ કરવા માટે અરિહંત, સિદ્ધ, ચૈત્ય, આચાર્ય... આદિ હું ઊગ્યો મુક્તિનો અરુણોદય... સમ્યગુદર્શન ૫૭ Page #70 -------------------------------------------------------------------------- ________________ દસે પદોનો ભક્તિ, બહુમાન, ગુણસ્તુતિ આદિ દ્વારા પરમ વિનય કરવા લાગ્યા. બોંતેર લાખ પૂર્વ સુધી ચારિત્રનું પાલન કર્યું. અંતે પદોપગમન અનશન સ્વીકારી, સર્વ કર્મનો ક્ષય કરી મોક્ષલક્ષ્મીને પ્રાપ્ત કરી. આ પ્રમાણે ભુવનતિલક મુનિ જેમ દસે પદોનો વિનય કરવાથી પરંપરાએ મોક્ષલક્ષ્મી પ્રાપ્ત થાય છે. ૫૮ સમ્યગદર્શનના ૬૭ (ભેદો) બોલો ) Page #71 -------------------------------------------------------------------------- ________________ ત્રણ પ્રકારની શુદ્ધિ સમ્યકત્વને જે નિર્મળ બનાવે તે “શુદ્ધિ' કહેવાય છે. જે ત્રણ પ્રકારની છે - મનની શુદ્ધિ, વચનની શુદ્ધિ, શરીરની શુદ્ધિ. જેમ વસ્ત્ર મેલું હોય તો પાણી, સાબુ વગેરેથી તે શુદ્ધ થાય છે, ઘરમાં ધૂળ, કચરો હોય તો સાવરણી આદિથી સાફ થાય છે તેમ આત્મા પર લાગેલો કચરો આ ત્રણ શુદ્ધિથી દૂર થાય છે – a) મન:શુદ્ધિ - સર્વજ્ઞ ભગવંતોએ જે પ્રવચનની પ્રરૂપણા કરી છે, જે તત્ત્વો પ્રકાશ્યા છે તે તત્ત્વો તેમજ તે તત્ત્વોને જેણે સ્વીકાર્યા છે તે જીવો જ આ સંસારમાં સારરૂપ છે બાકી બધું અસાર છે એવી નિર્મળ બુદ્ધિ તે મન:શુદ્ધિ કહેવાય છે જે નરવર્મા રાજાના દષ્ટાંત દ્વારા બતાવેલી છે. જંબૂદ્વીપના ભારતક્ષેત્રમાં વિજયવતી નગરીમાં નરવર્મા નામે રાજા રાજ્ય કરતો હતો. તેને હરિવર્મા નામે પુત્ર હતો. એક વખત રાજાની રાજસભામાં મંત્રીઓ ધર્મવિષયક ચર્ચા કરતા હતા. એક કહે, ‘દાક્ષિણ્યતા, ધીરતા, પરોપકાર આદિ લોકાચારનું પાલન કરવું એ જ ધર્મ છે.' બીજો કહે છે, “વેદમાં કહેલ પવિત્ર અગ્નિહોત્રાદિ યજ્ઞો કરવા એ જ ધર્મ છે. ત્રીજો કહે, ‘પૂર્વપુરુષોની પરંપરાથી જે આચરાતું હોય એ જ ધર્મ છે.' ચોથો કહે, “પ્રત્યક્ષ જે દેખાય તેને ભોગવવું એ જ ધર્મ છે. પુણ્ય, પાપ, પરભવ જેવું કશું છે જ નહીં. આ ચર્ચા સાંભળી રાજાએ વિચાર્યું, દાક્ષિણ્યતા, પરાક્રમ, પરોપકાર કરવો એ લૌકિક ધર્મ હોઈ શકે. તે પુરુષાર્થના ઉત્કર્ષ સ્વરૂપ છે પરંતુ આત્મહિત કરનારો લોકોત્તર ધર્મ ન કહેવાય. વેદોક્ત યજ્ઞાદિને જે ધર્મ કહ્યો છે તે હિંસાજન્ય હોવાથી તેનો પણ ધર્મ તરીકે સ્વીકાર ન થઈ શકે. વળી પૂર્વપુરુષોની પરંપરાથી ઘણી વખત અજ્ઞાનજન્ય પરંપરા પણ હોઈ શકે માટે તે પણ પ્રમાણભૂત નથી અને પ્રત્યક્ષ દેખીએ એને જ જો પ્રમાણ માનીએ અને પુણ્ય પાપાદિ જો ન માનીએ તો સુખ-દુઃખાદિ જગતને જોઈએ છીએ તે કેવી રીતે હોય? માટે સાચો ધર્મ શું હોઈ શકે? હું ઊગ્યો મુક્તિનો અરુણોદય... સમ્યગદર્શન ૫૯ Page #72 -------------------------------------------------------------------------- ________________ એ જ સમયે રાજસભામાં રાજાના બાલ્યકાળના મિત્ર ‘મદનદત્ત' નામના શ્રેષ્ઠી રાજાને મળવા આવ્યો. જે ઘણા વર્ષોથી વ્યાપાર અર્થે દેશ વિદેશમાં ગયો હતો. રાજાએ પૂછતા એણે પોતાના દેશવિદેશના પરિભ્રમણનો વૃત્તાંત કહ્યો અને સાથે એને અદ્ભુત એવા એકાવલિ હારની પ્રાપ્તિ થયાનું જણાવ્યું. અને તે હારની કથા સંભળાવી, ‘‘દેશ-વિદેશમાં ફરતા દુપદિકા નામની અટવિમાં શ્રી ગુણધર નામના સૂરિ ભગવંતને જોયા. હું એમની ધર્મદેશના સાંભળવા બેઠો. ત્યાં તેમની ધર્મપર્ષદામાં પોતાની દેવી સહિત દેદીપ્યમાન કાંતિવાળો હાર ધારણ કરેલા દેવને મેં જોયા. તે દેવ વારંવાર મારા તરફ પ્રેમથી જોતો હતો. તેણે સૂરિ ભગવંતને પૂછ્યું કે આ પુરુષ ૫૨ એને અતિશય પ્રીતિ કેમ થાય છે ? જ્ઞાની ભગવંતે એનો પૂર્વભવ કહી સંભળાવ્યો, ‘કૌશાંબી નગરીમાં વિજય નામના રાજાને વિજય અને વૈજયન્ત એમ બે પુત્રો હતા. બાલ્યવયમાં જ તેમની માતા મૃત્યુ પામી. રાજાએ બીજા લગ્ન કર્યા. બેઉ પુત્રો યુવાન થયા અને બધી કળાઓમાં પ્રવીણ થયા એટલે રાજાએ એમને યુવરાજ પદનો અભિષેક ક૨વાનું વિચાર્યું. આ સાંભળી સાવકી માતાને ઈર્ષ્યા થવાથી એણે બંને ભાઈઓને વિષમિશ્રિત લાડવા ખવડાવ્યા. તેથી બંને મૂર્છિત થઈ ગયા. તે જ ઉદ્યાનમાં માસક્ષમણના તપસ્વી ‘દિવાક૨’ મહર્ષિ બીરાજમાન હતા. તેમના દર્શનાર્થે ઈન્દ્ર મહારાજા ત્યાં આવ્યા. અવધિજ્ઞાનથી ઈન્દ્રે આ બંને ભાઈઓ પર થયેલો વિષપ્રયોગ જાણી એ વિષવિકા૨ને દૂર કર્યો. તેથી મૂર્છામાંથી ઉઠેલા બંને રાજકુમારોને ઈન્દ્રે બનેલી હકીકત જણાવીને કહ્યું, આ મહર્ષિ ન હોત તો નક્કી તમારું મૃત્યુ થાત. તેથી આ મહર્ષિ તમારા મહા-ઉપકારી છે. સાવકી માતાનું આવું અનુચિત કાર્ય જોઈને બંને ભાઈઓ વૈરાગ્ય પામ્યા અને દિવાક૨ મહર્ષિ પાસે પ્રવજ્યા ગ્રહણ કરી. લાંબા કાળ સુધી દુષ્કર તપધર્મનું આચરણ કરી આયુષ્ય પૂર્ણ કરી પ્રથમ દેવલોકમાં વિદ્યુતપ્રભ અને વિદ્યુતસુંદર નામે દેવ થયા. વિદ્યુતપ્રભ ત્યાંથી ચ્યવીને નરવર્મા રાજાનો પરમ મિત્ર મદનદત્ત થયો જે વ્યાપાર અર્થે ફરતો અહીં આવ્યો છે. જે તારો પૂર્વભવનો ભાઈ હોવાથી તને એના તરફ અત્યંત પ્રેમ ઉત્પન્ન થાય છે. ગુરુ ભગવંતના મુખેથી આ વૃત્તાંત સાંભળી હર્ષિત થયેલા તે દેવે તેના ગળામાં પહેરેલો હાર મારા ગળામાં નાખ્યો. તે જ વખતે વિદ્યુતસુંદર દેવને એના દેવલોકથી ચ્યવનના સમ્યગ્દર્શનના ૬૭ (ભેદો) બોલો ૬૦ Page #73 -------------------------------------------------------------------------- ________________ ચિહ્નો દેખાવા લાગ્યા. એટલે એણે સૂરિ ભગવંતને એના આવતા ભવની ઉત્પત્તિ સંબંધી પૂછતા સૂરિએ જણાવ્યું કે એ નરવર્મા રાજાનો હરિદત્ત નામે પુત્ર થશે અને ત્યાં આ જ હારના દર્શનથી એને બોધિબીજની પ્રાપ્તિ થશે. આ સાંભળી રાજાએ પોતાના હરિદત્ત પુત્રને રાજસભામાં બોલાવી એ હાર બતાવ્યો. હારને જોતા જ હરિદત્તને પૂર્વભવનું જ્ઞાન થયું અને મદનદત્તે કહેલી સર્વે હકીકત એણે પણ કહી. આ સાંભળી નરવર્મા રાજાને ધર્મવિષયક જે સંદેહ થયો હતો કે કયો ધર્મ સાચો એ દૂર થયો અને વીતરાગ પ્રણીત ધર્મ જ સાચો ધર્મ છે એમ મનમાં દઢ શ્રદ્ધા થઈ. એ સમયે એ જ નગરમાં શ્રી ગુણધરસૂરિ પધાર્યા. રાજા એમના દર્શનાર્થે ગયા. એમની પવિત્ર દેશના સાંભળી રાજાએ સમ્યકત્વના ત્રણ દ્ધિપૂર્વક (અર્થાતુ વીતરાગમાં જ દેવબુદ્ધિ, નિર્ગથ પંચ મહાવ્રતધારીમાં ગુરુ બુદ્ધિ અને જિનેશ્વર પરમાત્માએ પ્રરૂપેલા ધર્મમાં ધર્મબુદ્ધિ) શ્રાવકધર્મનો સ્વીકાર કર્યો અને વિશુદ્ધિપૂર્વક ધર્મને આરાધવા લાગ્યો. એક વાર સૌધર્મેન્દ્ર દેવસભામાં નરવર્મા રાજાની મનથી પણ સુરાસુર વડે ચલાયમાન ન થાય તેવા સમ્યક્ત્વની પ્રશંસા કરી. આ સાંભળી સુવેગ નામનો દેવ તેમની પરીક્ષા કરવા પૃથ્વી પર આવ્યો. એણે રાજવાટિકાથી પાછા ફરતા નરવર્મા રાજાને દૂરાચાર અને સાવધ વ્યાપાર આચરતા મુનિઓને બતાવ્યા. પરંતુ રાજા જરાપણ વિચલિત ન થયો. જૈનશાસન પ્રાપ્ત થયેલામાં આવી મલિનતા હોઈ જ ન શકે. કદાચ કોઈ પૂર્વકૃત કર્મના ઉદયથી જીવ આવું આચરણ કરતો હશે તો પણ મારે ધર્મોપદેશ આપી આ જીવને સન્માર્ગે લાવવો જોઈએ અને જિનશાસનની અવહેલના અટકાવવી જોઈએ. એમ વિચારી રાજાએ અમૃત જેવી મીઠી વાણીથી એ મુનિઓને દુર્વ્યવહાર ન કરવા સમજાવ્યા. રાજાના જૈન ધર્મ પરની શ્રદ્ધા જોઈ સુવેગદેવે પોતાની માયા સંકેલી લીધી અને રાજાની ઘણી પ્રશંસા કરી. રાજાએ પણ લાંબા સમય સુધી શ્રાવકધર્મનું સેવન કરી કાળાન્તરે પુત્ર સાથે દીક્ષા ગ્રહણ કરી નિતિચારપણે ચારિત્રનું પાલન કર્યું. અનુક્રમે તે મોક્ષ પ્રાપ્ત કરશે. આ પ્રમાણે નરવર્મા રાજા જેવી સર્વજ્ઞ પ્રરૂપેલા ધર્મ પ્રત્યે નિર્મળ બુદ્ધિ તે સમ્યકત્વ વિશે પ્રથમ મનશુદ્ધિ છે. હું ઊગ્યો મુક્તિનો અરુણોદય... સમ્યગુદર્શન ૬૧ Page #74 -------------------------------------------------------------------------- ________________ b) વચનશુદ્ધિ - જિનેશ્વર પરમાત્માની ભક્તિ, એમના ચરણકમલની ઉપાસનાથી જે કાર્ય સિદ્ધ ન થયું તે કાર્ય અન્ય કોઈ દેવ દેવીથી કેમ થઈ શકે, અર્થાત્ ન જ થાય. વીતરાગ છોડીને અન્ય દેવોની સ્તુતિ કરવાથી સમ્યકત્વ મલિન બને છે. તેથી વીતરાગ એવા જિનેશ્વર ભગવંતની જ સ્તુતિ કરીશ આવું સત્ય નિરૂપણ કરવું તે વચનશુદ્ધિ છે. એના માટે ભોજ રાજાની સભામાં સોમચંદ્ર બ્રાહ્મણ અને એની પત્ની સોમશ્રીના પુત્ર ધનપાલ પંડિતની વચનશુદ્ધિ પર કથા છે. c) કાયશુદ્ધિ - દેહને અનેક પ્રકારે છેદે, ભેદ, વેદના ઉપજાવે તે બધું સહન કરવું પરંતુ જિનેશ્વર પરમાત્મા સિવાય અન્ય સરાગી દેવોને વંદન નહીં જ કરવા, વીતરાગ દેવને જ મસ્તક નમાવવું તે કાયિક શુદ્ધિ છે. તેના પર વજકર્ણરાજાનું દૃષ્ટાંત છે. અયોધ્યા નગરીમાં દશરથ રાજાના પુત્ર રામ કૈકયી રાણીએ કરેલા વરદાનની માંગણીના કારણે લક્ષ્મણ અને સીતા સહિત જ્યારે પંચવટી તરફ જતા હતા ત્યારે અવંતી નામના દેશમાં આવ્યા. ત્યાં ધન-કંચનથી પરિપૂર્ણ ઘરો, ધાન્યથી ભરપૂર ખેતર, સર્વજાતની વસ્તુથી ભરપૂર દુકાનો પરંતુ મનુષ્યોની વસતિ વિનાનો એવો સુંદર પ્રદેશ જોયો. તે જોઈને રામચંદ્રને આશ્ચર્ય થયું. ત્યાં દૂરથી એક માણસને જોયો તેને બોલાવી આ નગરની નિર્જનતાનું કારણ પૂછતા તેણે જણાવ્યું, ‘અહીંદશપુર નામના નગરમાં વજકર્ણ નામનો રાજા હતો. તે ઘણા ગુણવાળો હતો પણ એક વખત શિકાર માટે જતા તેણે એક બાણથી સગર્ભા હરિણીને વીંધી. હરણીનો તો શિકાર થયો સાથે બાણના પ્રહારથી ગર્ભનો પ્રપાત થયો. વેદનાથી તરફડતા તે ગર્ભને જોઈ રાજા અત્યંત ખેદ પામ્યો અને વિચારવા લાગ્યો, “મેં ગર્ભનો ઘાત કરી ભયંકર પાપ કર્યું છે. હવે મારું શું થશે? એમ કરૂણા ઉત્પન્ન થયેલો રાજા વૈરાગ્યથી રંજિત થઈ અત્યંત ઉદાસ થયો. ત્યાં શિલાતલ પર આતાપના લેતા એક મુનિને જોયા. મુનિને વંદન કરીને અહીં જંગલમાં એકલા વસવાનું કારણ પૂછ્યું. મુનિએ રાજાને ધર્મ સમજાવ્યો. જીવ દેહરૂપે અર્થાત્ પર્યાયરૂપે અશાશ્વત છે અને દ્રવ્યરૂપે શાશ્વત છે. જે નિર્દયપણે જીવહિંસા કરે છે તે ભવાન્તરમાં નરકગામી સમ્યગદર્શનના ૬૭ (ભેદો) બોલો ) Page #75 -------------------------------------------------------------------------- ________________ થાય છે. અને જે તપ-નિયમ-સંયમ આચરે છે તે પરભવમાં સુખી થાય છે. મુનિના આ વચનો સાંભળીને રાજા પ્રતિબોધ પામ્યો અને પોતે કરેલા પાપનાશનો ઉપાય પૂછ્યો. મુનિશ્રીએ સુદેવ, સુગુરુ અને સુધર્મનું સ્વરૂપ સમજાવી એના ઉપર સંપૂર્ણ શ્રદ્ધા તે સમ્યકત્વ છે. હિંસા, જૂઠ, ચોરી, મૈથુન અને પરિગ્રહનો ત્યાગ તેમજ કષાયના ત્યાગરૂપી ધર્મ સમજાવ્યો. વજકર્ણ રાજાએ વીતરાગ દેવ અને પંચમહાવ્રતધારી સંસારત્યાગી એવા ગુરુ સિવાય અન્યને નમસ્કાર કરીશ નહીં એવા દેઢ નિશ્ચયપૂર્વક સમ્યવ્રત સાથે બાર વતોને ગ્રહણ કર્યા. એક વખત એને વિચાર આવ્યો કે હું દશપુર નગરનો રાજા છું પરંતુ ઉજ્જૈની નગરીના સિંહરથ રાજાનો સેવક છું. એટલે એની આજ્ઞાને આધીન છું. એટલે જિનેશ્વવર પરમાત્મા સિવાય બીજા પાસે માથું ન નમાવવાના પોતાના નિયમના રક્ષણ માટે તેણે પોતાની અંગુઠી ઉપર શ્રી મુનિસુવ્રતસ્વામીનું બિંબ કોતરાવ્યું એટલે જ્યારે સિંહરથ રાજાને નમસ્કાર કરવો પડે ત્યારે તે અંગુઠીમાં ગોઠવેલ પરમાત્માને નમસ્કાર કરીને વ્યવહાર કરતો. એક વખત કોઈ દુર્જને આ વાત સિંહરથ રાજાને કહેતા તે વજકર્ણ પર ગુસ્સે થયો અને ચતુરંગી સેના સાથે વજકર્ણ પર ચડાઈ કરી. આ વાતની ખબર વજસેન રાજાને વિદ્યુત નામના પુરુષે આપી. પોતાની હકીત જણાવતા એણે રાજાને કહ્યું કે એ ઉજ્જૈનીનગરની અનંગલતા નામની ગણિકામાં આસક્ત થવાથી એના કહેવાનુસાર સિંહરથ રાજાના રાણીના અલંકારો ચોરવા રાજાના શયનખંડમાં ગયો, ત્યાં રાજા રાણીનો વાર્તાલાપ સાંભળતા ખબર પડી કે સિંહરથ રાજાને આધીન એવો વજકરણ રાજા સમ્યત્વના રક્ષણ માટે વીંટીમાં રહેલ જિનેશ્વરને નમસ્કાર કરે છે પણ રાજાને માથું નમાવતો નથી. તે સાંભળી પોતાના વેશ્યા વિલાસ અને ચોરીના કાર્યને નિંદતો એવા એ વિદ્યુત નામે પુરુષે સિંહરથ રાજાના કોપની વાત વજસેન રાજાને કરી. આ સાંભળી વજસેન રાજાએ નગરના સૌ લોકો સાથે કિલ્લાની અંદર ખાણી પીણીની સામગ્રી ભરી છુપાઈ ગયો. સિંહરથ રાજાએ નગરને ઘેરો ઘાલી વજકર્ણ રાજાને ત્યાં દૂત મોકલ્યો. રાજાએ દૂત સાથે જવાબ મોકલાવ્યો કે સિંહરથ રાજા મારું રાજ્ય લઈ હું ઊગ્યો મુક્તિનો અરુણોદય... સમ્યગદર્શન ૬૩ Page #76 -------------------------------------------------------------------------- ________________ શકે છે. હું અન્ય રાજ્યોમાં જઈને રહીશ પરંતુ નિયમનો ભંગ કરીશ નહીં. તેથી સર્વ નગરવાસીઓ પોતાના ઘર-હાટ ખુલ્લા મૂકીને કિલ્લામાં ભરાઈ ગયા છે. નગરી નિર્જન થવાનો આ વૃત્તાંત એ પુરુષે રામચંદ્રને આપ્યો. રામચંદ્રએ વજસેન રાજાની ધર્મનિષ્ઠા જોઈ સાધર્મિકને સહાય કરવા લક્ષ્મણ સાથે સિંહરથ રાજાની સામે યુદ્ધ લલકાર્યું અને સિંહરથ રાજાને પરાજિત કર્યો. એને વજકર્ણ પાસે લાવી બેઉની મિત્રતા કરાવી અને વજકર્ણને એનું રાજ્ય પાછું અપાવ્યું. વજકર્ણ રાજા સમ્યદર્શનના શુદ્ધિપૂર્વક પોતાના વ્રતોનું પાલન કરી છેલ્લે સંલેખના લઈ દેવલોકમાં ગયા. ત્યાંથી અવી મનુષ્યભવને પ્રાપ્ત કરી સિદ્ધિપદ પ્રાપ્ત કરશે. આવી રીતે વીતરાગ પરમાત્મા અને એમની આજ્ઞાના આરાધક એવા પંચમહાવ્રત ધારી સાધુને જ વંદન કરવાનો નિયમ તે કાયશુદ્ધિ છે. આ પ્રમાણે મન, વચન અને કાયાની ત્રિવિધ શુદ્ધિ એ સમ્યત્વના પ્રતીક છે. ૬૪ સમ્યગદર્શનના ૬૭ (ભેદો) બોલો ) Page #77 -------------------------------------------------------------------------- ________________ પાંચ દૂષણ (સમ્યક્ત્વમાં ન સેવવા યોગ્ય પાંચ દૂષણ) સમ્યક્ત્વને જે દૂષિત કરે તે ‘દૂષણ’ કહેવાય છે. આવા પાંચ દૂષણ છે - a) શંકા b) કાંક્ષા c) વિચિકિત્સા d) મિથ્યાદષ્ટિની પ્રશંસા e) મિથ્યાદષ્ટિનો સંગ. આ દૂષણો ત્યજવા યોગ્ય છે. કારણ એ સમ્યકત્વને મલિન ક૨ના૨ા છે. a) શંકા - અરિહંત પરમાત્મા સર્વજ્ઞ હોવાથી એમણે પ્રરૂપેલ, એમણે કહેલ તત્ત્વો સંપૂર્ણ સત્ય છે. પરંતુ અતીન્દ્રિય વસ્તુઓ ચક્ષુ આદિ ઈદ્રિયોથી જાણી શકાતી નથી. ઉદા. સ્વર્ગ, નક, નિગોદ, મોક્ષ વગેરે આપણે જોઈ, જાણી શકતા નથી. ત્યારે જિનેશ્વર ભગવંત, જે રાગ, દ્વેષ અને મોહ આદિ દોષોના ક્ષયથી સર્વ શ્રેષ્ઠ આપ્ત છે તેઓના વચનમાં શ્રદ્ધા ન કરતા એમાં શંકા ક૨વી; એનું આચરણ સમ્યક્ત્વને દૂષિત કરનારું છે. કેવલજ્ઞાનથી જે જણાય તે ઈંદ્રિયગમ્ય જ્ઞાનથી ન દેખાય, ઘણી વસ્તુઓ છે જે જ્ઞાનીગમ્ય હોવાથી શ્રદ્ધેય છે એમાં શંકા કરવી તે દૂષણ છે. એના ઉપર શ્રી આષાઢાભૂતિનું દૃષ્ટાંત છે. અયોધ્યા નગરીમાં એકવાર શ્રી આર્યઆષાઢાભૂતિસૂરિ નામે આચાર્ય પધાર્યા જે ગીતાર્થ, ઉત્તમ ચરિત્રધર અને શાસ્ત્રોના પારગામી હતા. એમની સાથેના જે જે સાધુઓ આહારનો ત્યાગ કરી અનશન કરતા તેમને તેઓ નિર્વેદકારી વાણી વડે નિર્યામણા (અંતિમ આરાધના) કરાવતા અને તે સાધુઓને કહેતા, ‘કાળધર્મ પામીને જો તમે દેવ થાઓ તો અવશ્ય અમને દર્શન આપવા આવજો.' સાધુઓ પણ તેના માટે સંમતિ આપી કાળધર્મ પામી દેવલોકને પ્રાપ્ત કર્યું પરંતુ ત્યાંના દૈવિકસુખોમાં વ્યસ્ત થવાથી કોઈ પણ પોતે આપેલ વચન પ્રમાણે સૂરિને દર્શન આપવા આવ્યા નહિ. એક વખતે ઉત્તમ આરાધક અને ચારિત્રવાન એવા એક વિનિત શિષ્યને સૂરિએ અંતિમ આરાધના કરાવી અને પ્રાર્થના કરી કે જો તને દેવલોક પ્રાપ્ત થાય તો જરૂરથી મને દર્શન કરાવવા આવજે. પરંતુ કાળધર્મ પામીને દેવ થયેલો એ શિષ્ય પણ દેવલોકના ભોગોમાં વ્યસ્ત થવાથી ગુરુને દર્શન આપવા ઊગ્યો મુક્તિનો અરુણોદય... સમ્યગ્દર્શન ૬૫ Page #78 -------------------------------------------------------------------------- ________________ આવ્યો નહિ. તેથી પોતાના કર્મના ઉદયથી આવા શાસ્ત્રના પારગામી એવા સૂરિ પણ પરલોકની શંકા વાળા થયા. કે જો પરલોક હોય તો દેવ થયેલા મારા શિષ્યો અહીં આવીને મને દર્શન આપે. પરંતુ મારા એક પણ શિષ્ય દેવ તરીકે દર્શન આપવા આવ્યા નથી. તેથી આકાશપુષ્પની જેમ પરલોક નથી, શરીરથી જુદો કોઈ બીજો જીવ નથી. તેથી જે મૃત્યુ પામેલા મારા કોઈ પણ શિષ્ય મને દર્શન આપ્યા નથી. તો શા માટે સાધુ જીવન સ્વીકારી નાહક કાયાકષ્ટ સહન કરવું? આમ વિચારી સૂતેલા સાધુ સમુદાયને મૂકીને રાત્રિમાં સંસાર સુખના અર્થે તેઓ ચાલી નીકળ્યા. ' હવે દેવ થયેલા શિષ્ય, અવધિજ્ઞાનના ઉપયોગ વડે ગુરુને પતિત થતા જોયું અને એમને પ્રતિબોધવા એમના માર્ગમાં એક ગામ વિકવ્યું. ત્યાં અત્યંત રમણીય નૃત્યનો પ્રારંભ કર્યો. તેને જોતા છ મહિના ગુરુ ત્યાં ઊભા રહ્યા. દેવીશક્તિથી એમને ભૂખ-તરસ કે ઊંઘ આવી નહિ. ત્યારબાદ તે દેવ અનુક્રમે જુદા જુદા સ્વરૂપે - પૃથ્વીકાય, અપકાય, અગ્નિકાય, વાયુકાય, વનસ્પતિકાય અને ત્રસકાય નામના બાળકોના રૂપો કરીને સામે આવ્યો. એ બાળકો ઘણા અલંકારો પહેરેલા હતા. પતિતપરિણામી એવા આ સૂરિ તેના અલંકારોને લૂંટવા જાય છે ત્યારે તે બાળકો સૂરિને જુદી જુદી વાર્તાઓ કહે છે કે અમે જેનું શરણ લીધેલું તેનાથી જ અમને ભય ઉત્પન્ન થયો. એટલે તમારી પાસે રક્ષણ મેળવવા આવ્યા પણ તમે જ લૂંટનારા થયા છો જે યોગ્ય નથી. આવી શિખામણ આપનાર બાળકોને એ સૂરિએ હણી નાંખ્યા અને એમના બાળકોના) અલંકારો લૂંટીને પોતાના પાત્રમાં ભર્યા. ત્યારબાદ તે દેવે આંખમાં અંજન, હાર-કંકણ આદિ અલંકારોથી વિભૂષિત એવી એક સાધ્વીનું રૂપ કર્યું તે જોઈને સૂરિ બોલ્યા, “હે જૈન શાસનનનો નાશ કરનારી, તું મારા દૃષ્ટિપથથી દૂર થઈ જા, જે સાધ્વી થઈને આમ પોતાના શરીરને શણગારે છે. ત્યારે સાધ્વીએ આચાર્યને કીધું, ‘તમે આચાર્ય છો, ગુણી છો તો તમારા આ પાત્રમાં શું ભરેલું છે? બીજાના સરસવ જેટલા પણ છિદ્રોને જુઓ છો પરંતુ પોતાના બિલીપત્ર જેવા મોટા દોષોને જોતા નથી.' સાધ્વી પાસેથી મર્મ સ્થાનથી વિંધાયેલ સૂરિ આગળ ચાલ્યા. ત્યાં સૈન્ય સહિત આવતા એક રાજાને જોયો. રાજાએ સૂરિને પ્રમાણ કરી ૬૬ સમ્યગદર્શનના ૬૭ (ભેદો) બોલો ) Page #79 -------------------------------------------------------------------------- ________________ પોતાને ત્યાં આહાર વહોરવા માટે વિનંતી કરી. પરંતુ તેમ કરતા રાજા એના પાત્રમાં રહેલા અલંકારો જોશે એમ વિચારી સૂરિએ રાજાની વિનંતીનો અસ્વીકાર કર્યો. એટલે રાજાને ક્રોધ આવતા એણે બલાત્કારે પાત્રો ખેંચ્યા. તેમાં અલંકારો જોતા રાજાને અત્યંત ગુસ્સો આવ્યો. ‘આ સર્વ અલંકારો મારા બાળકોના છે, તમે મારા બાળકોને મારીને, એમના અલંકારો લૂંટી લીધા છે. જૈન આચાર્ય થઈ તમે આવા કાર્ય કરો છો.” રાજાના ક્રોધથી સૂરિ અત્યંત ભયભીત અને ચિંતીત થતા દેવે પોતાનું દૈવિક સ્વરૂપમાં પાછા આવી સૂરિને પ્રતિબોધવા માટે એણે બાળકોનું, સાધ્વીનું અને રાજાનું રૂપ લીધેલું જણાવ્યું. એણે સૂરિને આવા ત્યાગી, ગચ્છના નાયક હોવા છતાં જિનેશ્વરના વચનમાં અને પૂર્વભવ, આત્મા આદિમાં શંકા થવાનું કારણ પૂછ્યું. સૂરિએ કહ્યું કે અનેક સાધુઓને દેવ થયા પછી દર્શન આપવાનું કહેલું. અને આ દેવ તો પૂર્વભવમાં સૂરિનો અત્યંત વિનિત શિષ્ય હતો. તેણે તો એના અંતિમ સમયે દેવ થયા પછી સૂરિને દર્શન આપવા આવવાની પ્રતિજ્ઞા કરેલી. છતાં તે પણ ન આવ્યો. તેથી સૂરિ પરભવ વગેરે તત્ત્વોમાં શંકાવાળા થયા. ત્યારે તે દેવે સૂરિને સમજાવ્યું કે દૈવિક નાટક જોવામાં તે છ મહિના સુધી ઊભા રહ્યા, ભૂખ-તરસની પણ ખબર ન પડી. તો દેવો પણ દેવલોકમાં જઈ ત્યાંના ભોગસુખોમાં એવા આસક્ત બને છે, એમના માટે આ મનુષ્યલોક દુર્ગધવાળો લાગે છે એટલે એ ત્યાંના વિષયભોગ છોડીને અહીં મનુષ્યલોકમાં આવવા ઈચ્છતા નથી. પરંતુ એના માટે દેવલોક-નારક નથી એમ વિચારી જિનેશ્વર ભગવંતના વચનોમાં શંકા કરવી યોગ્ય નથી. તેનાથી પ્રાપ્ત થયેલ સમ્યગ્ગદર્શન મલિન થાય છે. જિનેશ્વર પરમાત્માએ જે કહ્યું છે તે તેમ જ છે.' એવી શ્રદ્ધા રાખવી યોગ્ય છે, એમ સૂરિને પ્રતિબોધ પમાડી તે દેવ પોતાના સ્થાને (દેવલોકમાં) પાછો ગયો અને સૂરિ પણ પોતાના ગચ્છમાં પાછા ફરી, પ્રાયશ્ચિત લઈને સારી રીતે ચારિત્રનું પાલન કર્યું. આવી રીતે આષાઢભૂતિ આચાર્યની જેમ શંકા દોષને દૂર કરીને જિનેશ્વરના વચનોમાં સંપૂર્ણ શ્રદ્ધા રાખવી. b) કાંક્ષા - વીતરાગ પરમાત્માએ પ્રરૂપેલો જૈન ધર્મ મળ્યા છતાં અન્ય ધર્મોની ઈચ્છા કરવી. આના બે ભેદ છે – દેશ કાંક્ષા અને સર્વ કાંક્ષા. K ઊગ્યો મુક્તિનો અરુણોદય... સમ્યગુદર્શન Page #80 -------------------------------------------------------------------------- ________________ દેશ કાંક્ષા - મહર્ષિ બુદ્ધ ભિક્ષુઓને સુખકારી ધર્મ દર્શાવ્યો છે કેમકે તેઓ સ્નાન, અનપાન, વગેરે દ્વારા સુખનો અનુભવ કરી શકે છે. માટે એ ધર્મ સ્વીકારવા યોગ્ય છે. સર્વ કાંક્ષા - બ્રાહ્મણ, પરિવ્રાજક એવા અજેનો વિષયસુખને ભોગવવા છતાં મોક્ષસુખ (એમના દૃષ્ટિકોણથી) મેળવી શકે છે. માટે એમનો ધર્મ પણ આદરણીય છે. આવી રીતે અન્ય ધર્મની ઈચ્છા માત્ર થવી તે સમ્યકત્વમાં દોષરૂપ છે. કારણ અન્ય ધર્મોમાં આત્માના શુદ્ધ સ્વરૂપનું યથાર્થ પ્રતિપાદન નથી. તેમજ જગતના પદાર્થોનું પણ એક નયના એકાંતવાળું પ્રતિપાદન હોવાથી તે સાચું નથી, આત્માને હિતકારી નથી. અહીં જિતશત્રુ રાજા અને અતિસાગર મંત્રીનું દૃષ્ટાંત છે. વસંતપુર નામના નગરમાં જિતશત્રુ રાજા અને એના મતિસાગર મંત્રી હતા. રાજા વીરતામાં અને મંત્રી બુદ્ધિમાં ઉત્તમ હતા. એક વખત તેની રાજસભામાં એક અશ્વનો વેપારી દેશ-વિદેશના અત્યંત કુશળગતિવાળા જાતવાન ઘોડા લઈને વેચવા આવ્યો. રાજા પોતે પણ અશ્વની પરીક્ષા કરવામાં કુશળ હોવાથી વિશિષ્ટ જાતવાળા, વેગવાન અને મનોહર ચંદ્રના કિરણ જેવા બે શ્વેત ઘોડાની પસંદગી કરી અને તે ઘોડાની પરીક્ષા કરવા એક ઘોડા પર રાજા અને બીજા પર અતિસાગર મંત્રી ચડ્યા. આ બંને ઘોડા વિપરિત શિક્ષાવાળા હોવાથી પવનવેગી ગતિથી દોડવા લાગ્યા અને જ્યારે રાજા અને મહિસાગર ઘોડાને ઊભા રાખવા લગામ ખેંચે તો તેમ વધારે ને વધારે તેજ દોડે. થાકીને એમણે જ્યારે લગામ છોડી દીધી ત્યારે તે ઘોડા વિપરીત શિક્ષાવાળા હોવાથી ઊભા રહ્યા. અહીં એ નિર્જન વનમાં આવી પહોંચ્યા. અત્યંત થાકેલા રાજા અને મંત્રી ઘોડા પરથી ઉતર્યા પરંતુ શ્રમ-ભૂખ અને તરસથી મૂછ પામ્યા. થોડીવારમાં રાજાનું સૈન્ય એમને શોધતા ત્યાં આવી પહોંચ્યું અને રાજા પોતાના નગરમાં પાછો ફર્યો. રાજાએ રસોઈયાને સ્વાદિષ્ટ આહાર બનાવવાનો આદેશ કર્યો. રાજાના આદેશ અનુસાર રસોઈયાએ પણ ઘણા અલગ અલગ વ્યંજનો બનાવ્યા. અતિશય ભૂખ લાગી હોવાથી અને રસની લોલુપતાથી રાજાએ ઘણો ઘણો આહાર આરોગ્યો. તેથી અજીર્ણ થવાથી એને પેટમાં શૂળ ઉત્પન્ન થયું, અને અસહ્ય વેદના સાથે તે મૃત્યુ પામ્યો. મતિસાગર ૬૮ સમ્યગદર્શનના ૬૭ (ભેદો) બોલો ) Page #81 -------------------------------------------------------------------------- ________________ મંત્રી બુદ્ધિમાન હોવાથી પોતાની ભૂખ મટે તેટલો જ અને ઉચિત એવો આહાર એણે આરોગ્યો. બીજી વાનગીઓ અત્યંત આકર્ષક દેખાતી હોવા છતાં તેણે તેની આકાંક્ષા પણ કરી નહીં. એટલે લાંબા કાળ સુધી સારું આરોગ્ય રહેતા તે સુખી થયો. આ કથાનો સારાંશ છે કે સંસારી જીવો રાજા અને મંત્રી જેવા છે. કોઈ જીવો તપ આદિ માત્ર બાહ્ય ગુણોને જોઈ જૂદા જૂદા દર્શનોની અભિલાષા કરે છે તે મનુષ્યો સમ્યક્દર્શનથી પતિત થાય છે અને જે જે મનુષ્યો મંત્રીની જેમ વિવેકપૂર્વક વર્તે છે, ગુણ-દોષનો નિર્ણય કરે છે, અન્યમાં ચમત્કાર દેખાવા છતાં તેનાથી અંજાતા નથી તેઓ સમ્યગદર્શનથી પતિત થતા નથી. આવી રીતે આકાંક્ષા નામના દોષને સમ્યક્ પ્રકારે દૂર કરવો જોઈએ. c) વિચિકિત્સા - ફળનો સંદેહ. શ્રી જિનેશ્વર દેવે પ્રરૂપેલા ધર્મ આરાધનાના ફલ પ્રત્યે સંદેહ કરવો. ઉદા. આ ધર્મ અનુસાર દુષ્કર તપશ્ચર્યા કરવાથી મને ભવિષ્યમાં કંઈ લાભ થશે કે નહિ એવી શંકા રાખવી. અથવા સાધુ-સાધ્વી આદિ મુનિજનો વિશેની જુગુપ્સા એટલે કે આ મુનિઓ મલિન રહે છે, તેમના મલિન વસ્ત્ર આદિ જોઈ તેમના પ્રત્યે ધૃણા કરવી, એના કરતા તેઓ અચિત્ત જલથી સ્નાન કરે તો શું દોષ લાગે? એવી વિચારણા એ વિચિકિત્સા' નામનો દોષ છે. જે ત્યજવા યોગ્ય છે. અહીં વિદ્યાધર રાજા જયસુરની રાણી શુભમતિની કથા છે જેણે મુનિના શરીરના મલની દુર્ગછા કરી તેથી તેનું સમ્યક્ત મલિન થયું. પોતાની ભૂલ સમજાતા મુનિ પાસે વારંવાર ક્ષમાયાચના કરવા છતાં બીજા ભવે સાધુની કરેલી દુર્ગછાથી બંધાયેલું કર્મ ઉદયમાં આવ્યું અને તેનું સમસ્ત શરીર અસહ્ય દુર્ગધવાળું બન્યું. આ પ્રમાણે વિતિગિચ્છા નામનો દોષ સમ્યક્ત્વને મલિન કરનાર છે. d) મિથ્યાદષ્ટિ પ્રશંસા - જે મિથ્યાદૃષ્ટિ હોય પરંતુ તેમનામાં કોઈ સારા ગુણ દેખાય, જેમ કે અનુકંપા ગુણ, દાન ગુણ, બ્રહ્મચર્ય ઈત્યાદિ. એમની જાહેરમાં પ્રશંસા કરવી તે દોષરૂપ થાય છે કારણ ગુણો સદા પ્રશંસનીય છે પરંતુ તેનો ધારક પાત્ર મિથ્યાષ્ટિ હોવાથી પ્રશંસનીય નથી. તેમાં ઉત્પાર્ગના પ્રશંસાનો મોટો દોષ છે. જે દોષ બધા ગુણોને ઢાંકી દે છે. ઉન્માર્ગી જીવોની પ્રશંસા કરતા તેણે સ્વીકારેલા ઊગ્યો મુક્તિનો અરુણોદય... સમ્યગદર્શન ૬૯ Page #82 -------------------------------------------------------------------------- ________________ ઉન્માર્ગની પુષ્ટિ થાય છે. અહીં કોઈ વખત બીજા દર્શનો - ‘કપિલાદિ દર્શન, યુક્તિથી યુક્ત છે અથવા બુદ્ધનું અથવા સાંખ્ય આદિનું આ વચન તત્ત્વરૂપ છે એમ સ્તુતિ ક૨વી’ આ પ્રશંસા પણ સમ્યક્ત્વનું દૂષણ છે. અહીં કમલપુર નગરના હરિવાહન રાજાનો પુત્ર ભીમકુમારનું ઉદાહરણ છે. e) મિથ્યાદૃષ્ટિનો પરિચય - મિથ્યાદૅષ્ટિઓ સાથે નિવાસ કરવો કે પરસ્પર વાર્તાલાપ કરવો તે છે મિથ્યાદૅષ્ટિનો પરિચય. જેનાથી સભ્યષ્ટિ જીવોનું સમ્યક્ત્વ શિથિલ થવાનો સંભવ હોય છે. વારંવાર મિથ્યાદષ્ટિઓની વાતો સાંભળવાથી, બાહ્ય આચરણ જોવાથી અને તર્ક પૂર્વકની દલીલોવાળી મિથ્યા ધર્મચર્ચા ક૨વાથી અનાદિકાળના ગાઢ સંસ્કારવાળું મિથ્યાત્વ જાગૃત થઈ શકે છે જેથી પ્રાપ્ત થયેલું સમ્યક્ત્વ ચાલી જવાની શક્યતા હોય છે એટલે મિથ્યાદૅષ્ટિનો વધારે પરિચય થવો એ પણ સમ્યક્ત્વનું દૂષણ થાય છે. અહીં સૌરાષ્ટ્રવાસી એક શ્રાવકની કથા છે. સૌરાષ્ટ્ર દેશમાં શ્રી જિનેશ્વર પરમાત્મા પ્રત્યે પરમ શ્રદ્ધાવાળો અને સભ્યજ્ઞાનાદિ તત્ત્વને જાણનારો સુશ્રાવક રહેતો હતો. ત્યાં દુષ્કાળ પડવાથી તે શ્રાવક બૌદ્ધ સાધુઓ સાથે અવંતિદેશ તરફ ચાલ્યો. માર્ગમાં બૌદ્ધ સાધુઓએ એને કહ્યું, ‘જો તું અમારો સામાન ઉપાડશે તો અમે તને ભોજનાદિ આપીશું.’ એ શ્રાવક પાસે ખાવાનું ન હોવાથી એણે એમનું વચન સ્વીકાર્યું. માર્ગમાં બૌદ્ધ સાધુઓ સાથે રહેવાથી, તેમનો અતિશય પરિચય થવાથી અને સતત બૌદ્ધ ધર્મની જ વાતો સાંભળવાથી તે શ્રાવક બૌદ્ધ ધર્મ પ્રત્યે શ્રદ્ધા-પ્રીતિવાળો થયો અને જૈનધર્મની શ્રદ્ધા એના મનમાંથી ઓછી થવા લાગી જેથી તે દૂષિત સમ્યક્ત્વવાળો થયો. માર્ગમાં જતા તેને અસાધ્ય રોગ થતા તે આગળ ચાલવા અસમર્થ થયો અને માર્ગ ૫૨ જ સૂઈ ગયો. બૌદ્ધ સાધુઓ પણ ગેરૂ જેવા લાલ રંગનું વસ્ત્ર તેને ઓઢાડી જતા રહ્યા. મૃત્યુ પામી તે યક્ષ થયો. અવધિજ્ઞાનનો ઉપયોગ મૂકતા તેણે પૂર્વભવ જોયો. એ જોતા એણે વિચાર્યું કે ‘આ બૌદ્ધ સાધુઓના પ્રભાવથી જ મને સંપદાથી ઉજ્જવલ એવી યક્ષપદવી પ્રાપ્ત થઈ છે. તો હવે હું એમનો પ્રભાવ વિસ્તારું, એમની સેવા કરું.’ પોતાની દૈવિકશક્તિથી મોદકાદિ મિષ્ટાન્ન ભોજન એ સાધુઓને સમ્યગ્દર્શનના ૬૭ (ભેદો) બોલો ७० Page #83 -------------------------------------------------------------------------- ________________ આપવા લાગ્યો. તેથી અન્ય લોકો, દેવો પણ આ બૌદ્ધ સાધુઓની સેવામાં હાજર છે એમ વિચારી ચારે તરફ બૌદ્ધ ધર્મની પ્રશંસા થવા લાગી અને વિષયભોગના રસિક લોકો જૈનધર્મની નિંદા કરવા લાગ્યા. એક વખત વિદ્યાસિદ્ધ, મહાતેજવી એવા કોઈ આચાર્ય ભગવંત વિહાર કરતા ત્યાં પધાર્યા. શ્રાવકોએ બૌદ્ધોનો સર્વ વૃત્તાંત તેમ જ જૈનધર્મની થતી નિંદા આચાર્યને જણાવી. આચાર્ય વિદ્યાસિદ્ધ હોવાથી બે ગીતાર્થ મુનિઓને શિક્ષા આપીને બૌદ્ધોના મઠમાં મોકલાવ્યા. મદમાં મસ્ત એવા બૌદ્ધ સાધુઓએ આ મુનિઓને મઠમાં સ્થાન આપ્યું. આ બૌદ્ધ સાધુઓ જ્યારે જમવા બેસતા ત્યારે યક્ષ પોતે અપ્રગટ રહેતો, પરંતુ મોદકાદિ ભોજનથી ભરેલો તેનો હાથ જ લોકો દેખી શકતા. તે હાથ જ બૌદ્ધ સાધુઓને ભોજન આપતો. જ્યારે તે હાથ મોદકાદિ આપીને પાછો ફરે છે ત્યારે તે બંને જૈન મુનિઓએ વિદ્યાસિદ્ધિ દ્વારા તે હાથને પકડ્યો અને આચાર્યએ કહેલો સંદેશો સંભળાવ્યો, “અહો! તું બોધ પામ, હે યક્ષોત્તમ, તું મોહ પામ નહીં. મોક્ષમાર્ગના પાથેયભૂત પંચ પરમેષ્ઠિ નમસ્કારનું સ્મરણ કરે.” આ સાંભળતા જ યક્ષ પ્રતિબોધ પામ્યો અને વિચારવા લાગ્યો, “હા, મને ધિક્કાર છે કે જેના શાસનનો જાણનાર એવા મને મિથ્યાદૃષ્ટિના સંગથી અન્ય ધર્મ પર કેમ મોહ ઉત્પન થયો.' અને યક્ષે પ્રત્યક્ષ થઈને બૌદ્ધ ધર્મોના ઉપાસકોને મોટેથી સમજાવ્યું, ‘શ્રી જિનેશ્વર પરમાત્માનું શાસન જ તથ્ય છે, અન્ય સર્વદર્શનીઓ મિથ્થારૂપ છે, તેથી હે ભવ્ય જીવો મિથ્યાદૃષ્ટિઓનો સંગ છોડી જિનશાસનનો આશ્રય કરો, જેથી મોક્ષલક્ષ્મી પ્રાપ્ત થાય.” આવી રીતે ઘોષણા કરી આચાર્ય ભગવંત પાસે જઈ અતિચારથી ઉત્પન્ન થયેલા પાપની આલોચના કરી જૈન શાસનની પ્રભાવના કરીને તે યક્ષ પોતાના સ્થાને પાછો ગયો. આવી રીતે મિથ્યાષ્ટિઓના પરિચયથી યક્ષનું સમ્યત્વ દૂષિત થયું માટે તે દોષરૂપ છે. મિથ્યાષ્ટિઓની પ્રશંસા અને પરિચય સમ્યક્ત્વપ્રાપ્તિમાં બાધા ઉપજાવનાર છે, તેમજ પ્રાપ્ત થયેલા સમ્યગ્દર્શનને શિથિલ કરનાર છે. ' ઊગ્યો મુક્તિનો અરુણોદય... સમ્યગદર્શન ૭૧ Page #84 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના આઠ પ્રકારના પ્રભાવક જિનેશ્વર પરમાત્માએ પ્રરૂપેલા ધર્મનો વિસ્તાર કરવો, અનેક જીવોને તેના સિદ્ધાંતો, તત્ત્વના રહસ્યો સમજાવવા, અનેક જીવોને તેમાં પ્રવર્તાવવા આ સર્વ શાસન પ્રભાવના કહેવાય છે. સમ્યગુષ્ટિ જીવો જેમ જેમ મોક્ષમાર્ગ પર આગળ વધતા જાય છે, તેમનું આત્મજ્ઞાન વધુ ને વધુ પ્રગટ થાય છે તેમ તેઓ જૈન શાસનની વિશેષ પ્રભાવના કરી શકે છે. આ મહાત્મા પુરુષો પોતાની આત્મવિશુદ્ધિથી પ્રગટેલી ભિન્ન ભિન્ન પ્રકારની શક્તિઓ દ્વારા જ્યારે જૈનશાસનની પ્રભાવના કરે છે ત્યારે તેઓને પ્રભાવક કહેવાય છે. આવા મુખ્ય આઠ પ્રભાવક કહ્યા છે - a) પ્રવચનિક પ્રભાવક – જે જે કાળે જેટલા જૈન શાસ્ત્રો વિદ્યમાન હોય તે સૂત્રોના અને તેના અર્થોના જ્ઞાની હોય અને શ્રોતાજનોને સરળ અને મધુર શૈલીથી એ શાસ્ત્રજ્ઞાન આપી શકે એવા જ્ઞાની અને કુશલવક્તા તે પ્રાવનિક પ્રભાવક કહેવાય છે. b) ધર્મકથી પ્રભાવક - આક્ષેપણી, વિક્ષેપણી, સંવેજની અને નિર્વેદની એવી ચાર પ્રકારની ધર્મકથાના ઉપદેશ આપી જે ભવ્ય જીવોને પ્રતિબોધિત કરે છે તે ધર્મકથી પ્રભાવક કહેવાય છે. શાસ્ત્રોમાં આ માટે નંદીષેણ મુનિનું ઉદાહરણ આપેલું છે. તેમજ પ્રાવચનિક અને ધર્મકથી ઉપર શ્રી વજસ્વામીનું દૃષ્ટાંત છે જે નીચે પ્રમાણે છે – અવંતિ નગરીમાં ધનગિરી નામના શ્રેષ્ઠીપુત્ર જૈનધર્મના પરમરાગી અને દીક્ષાભિમુખ હતા. તે જ નગરીમાં એક સુનંદા નામની શ્રેષ્ઠીપુત્રી ધનગિરી પર અતિશય રાગવાળી હતી. એટલે ધનગિરીની ઇચ્છા દીક્ષા લેવાની હોવા છતાં વડીલોના આગ્રહથી બેઉના લગ્ન થયા. કેટલાક કાળે સુનંદા સગર્ભા થઈ. ધનગિરીએ પુત્ર-જન્મ પહેલા જ આચાર્ય શ્રી સિંહગિરી પાસે દીક્ષા ગ્રહણ કરી. નવ માસ પૂર્ણ થતા સુનંદાએ પુત્રને જન્મ આપ્યો. આ બાળકને જાતિસ્મરણ જ્ઞાન ૭૨ સમ્યગદર્શનના ૬૭ (ભેદો) બોલો ) Page #85 -------------------------------------------------------------------------- ________________ ઉત્પન્ન થવાથી અને પૂર્વભવની ધર્મ-આરાધનાના સંસ્કાર હોવાથી તે બાળકને દીક્ષા લેવાની અભિલાષા થઈ. પરંતુ માતાને તેના પર અત્યંત મોહ હોવાથી માતાને દુઃખ આપવું તેને ઉચિત ન લાગ્યું. એટલે માતાનો તેના પરનો મોહ ઘટાડવા બાળકે એક સરખું રડવાનું ચાલુ કર્યું. જેથી એની માતા ખાઈ શકતી નથી, નિદ્રા લઈ શકતી નથી કે શાંતિથી ઘરકામ કરી શકતી નથી. આવી રીતે છ માસ પસાર થયા. માતા પુત્ર પ્રત્યે અત્યંત ઉદ્વેગવાળી થઈ. તે સમયે આચાર્ય શ્રી સિંહગિરી પોતાના શિષ્ય ધનગિરી મુનિ સાથે ત્યાં પધાર્યા. ગુરુની આજ્ઞા લઈ ગોચરી માટે જતા મુનિ ધનગિરી સુનંદાને ઘેર આવ્યા. પુત્રથી કંટાળેલી સુનંદાએ મુનિને કહ્યું, ‘આ તમારા પુત્રને તમે લઈ જાઓ. તેનું પાલન કરવા હવે હું સમર્થ નથી.' અને મુનિની ના હોવા છતાં સુનંદાનો અત્યંત આગ્રહ હોવાથી કેટલાક લોકોના સાક્ષીએ મુનિ ધનગિરીએ એ બાળકને ગ્રહણ કર્યો. અને બાળક પણ હવે ભાવિમાં હું સર્વસંગપરિત્યાગ રૂપી દીક્ષા ગ્રહણ કરી શકીશ એમ વિચારી રડતો બંધ થઈ ગયો. ગુરુજીએ આ બાળક ભવિષ્યમાં મહાન જ્ઞાની થશે એમ સમજીને બાળક નાનો હોવાથી તેના પાલન-પોષણ માટે સાધ્વીજીના ઉપાશ્રય રાખ્યો. ત્યાં આવતી બહેનો એની સાર-સંભાળ રાખી શકે. બાલ્યવયથી જ તે વજ જેમ અતિશય ભારવાળો હોવાથી તેનું નામ વજ રાખ્યું. ઉપાશ્રયમાં સાધ્વીજીઓ જે જે આગમો ભણે છે એ સાંભળીને કુશાગ્ર બુદ્ધિવાળો તે અગિયાર અંગનો જાણકાર બન્યો. વજકુમાર જ્યારે આઠ વર્ષના થયા ત્યારે યોગ્ય જાણી ગુરુએ દીક્ષા આપી. હવે એ ગુરુ સાથે વિહાર કરવા લાગ્યા. એક વખત તેમના પૂર્વભવના મિત્રો એવા તિર્લફ્રંભદેવોએ તેમના ચારિત્રની વિવિધ રીતે પરીક્ષા કરી. વજસ્વામીનું શુદ્ધ ચારિત્રપાલન જોઈને ખુશ થયેલા દેવોએ એમને બહુરૂપ કરવાની વિદ્યા અને બીજી માનુષોત્તર પર્વત સુધી જઈ શકાય તેવી આકાશગામિની વિદ્યા આપી. સાધ્વીઓના સ્વાધ્યાયથી તેઓ અગિયાર અંગના જાણકાર બન્યા હતા પરંતુ પદાનુસારિણી લબ્ધિથી તેઓ વધારે શ્રુતજ્ઞાન પામ્યા. સાધુઓની સાથે પૂર્વગત શ્રુતને સાંભળવા માત્રથી અભ્યાસ કરીને બહુશ્રુત થયા હું ઊગ્યો મુક્તિનો અરુણોદય... સમ્યગુદર્શન ૩ Page #86 -------------------------------------------------------------------------- ________________ પરંતુ એ વાત પોતાની સાથેના વિરોને જણાવી નહીં. એકવાર બપોરે સાધુઓ ભિક્ષા માટે ગયા હતા અને ગુરુ સ્પંડિલભૂમિએ ગયા હતા ત્યારે ઉપાશ્રયમાં એકલા રહેલા વજમુનિએ સાધુઓની ઉપધિને મંડલાકાર ગોઠવી, શિષ્યની મધ્યમાં જેમ આચાર્ય બેસે તેમ ઉપધિઓની મધ્યમાં બેસીને મેઘ જેવી ગંભીર ધ્વનિથી સુંદર વાચના આપવા લાગ્યા. કાર્ય પતાવીને પાછા આવેલા ગુરુએ દેશના આપતા વજસ્વામીને જોયા. વજસ્વામીનું અપૂર્વ શ્રુતજ્ઞાન અને એમની વાચનાશક્તિ જોઈ બીજા સાધુઓને એની જાણ થાય એમ વિચારી ગુરુએ પોતે વિહાર કરવાનું જાહેર કર્યું. અને હવેથી વજસ્વામી સાધુઓને વાચના આપશે એમ કહી પોતે વિહાર કર્યો. ગુરુની આજ્ઞાથી વજસ્વામીએ એવી સુંદર વાચના આપી કે સર્વ સાધુઓ ઘણો સંતોષ પામ્યા. મંદબુદ્ધિવાળા સાધુ પણ અલ્પકાળમાં એમનું અધ્યયન પૂર્ણ કરી શક્યા. ત્યાર પછી વજસ્વામીએ દસ પૂર્વધારી એવો શ્રી ભદ્રગુપ્તસૂરિ પાસેથી દસ પૂર્વનું જ્ઞાન મેળવ્યું. આવી રીતે વજસ્વામી પ્રવચનિક પ્રભાવક કહેવાયા. વજસ્વામીના ગુણોની પ્રશંસા સાધ્વીશ્રી પાસેથી સાંભળતા કુસુમપુર નગરના ધન શ્રેષ્ઠીની પુત્રી રૂક્મિણીએ વજસ્વામી સાથે જ વિવાહ કરવાની પ્રતિજ્ઞા કરી. વજસ્વામી વિહાર કરતા જ્યારે કુસુમપુર આવ્યા ત્યારે ધનશ્રેષ્ઠીએ પોતાની પુત્રી રૂક્મિણી સાથે લગ્નની વાત કરી. ત્યારે સંસારથી તદ્દન નિઃસ્પૃહ એવા વજસ્વામીએ તીવ્ર વૈરાગ્યભરી દેશના આપી, વિષયભોગોના વિમુખતાને સમજાવીને છેલ્લે કહ્યું, “જો આ કન્યા મારા પ્રત્યે અનુરાગ ધરાવતી હોય તો મેં ગ્રહણ કરેલ સર્વવિરતિને એ પણ અંગીકાર કરે અને આત્મકલ્યાણ સાધે. એમની દેશનાથી પ્રતિબોધ પામેલી રૂક્મિણીએ પ્રવજ્યા ગ્રહણ કરી. આવી રીતે વજસ્વામી ધર્મકથી પ્રભાવક પણ કહેવાયા. ધર્મકથી પ્રભાવક માટે નંદિષેણ મુનિનું પણ દૃષ્ટાંત આપેલું છે. તે શ્રેણિક રાજાના પુત્ર હતા. મહાવીર સ્વામીની વાણીથી વૈરાગ્ય પામી દીક્ષા ગ્રહણ કરી. પરંતુ તીવ્ર નિકાચિત એવ મોહનીય કર્મ ઉદયમાં આવતા દીક્ષાથી પતિત થયા. છતાં દરરોજ ધર્મકથા દ્વારા દસ જણને પ્રતિબોધ આપી શ્રી મહાવીરસ્વામી પાસે ૭૪ સમ્યગદર્શનના ૬૭ (ભેદો) બોલો ) Page #87 -------------------------------------------------------------------------- ________________ એમને દીક્ષા ગ્રહણ કરાવવાની પ્રતિજ્ઞા કરી. એક દિવસ ૯ જણ પ્રતિબોધ પામ્યા. પરંતુ દસમો કોઈ વ્યક્તિ પ્રતિબોધ ન પામતા પોતાની પ્રતિજ્ઞા પ્રમાણે છેવટે પોતે દીક્ષા લીધી. પોતે મોહકર્મના ઉદયના કારણે દીક્ષાથી પતિત થયા છતાં પ્રતિદિન દસ વ્યક્તિઓને સંસાર ત્યાગવા માટે પ્રતિબોધિત કરતા હતા. એટલે નંદિષેણ મુનિ ધર્મકથી પ્રભાવક કહેવાયા. c) વાદી પ્રભાવક - આત્મવિશુદ્ધિ દ્વારા ઉત્પન્ન થયેલી બુદ્ધિની તીક્ષ્ણતા વડે તથા સત્ય જ્ઞાનના અનુભવ વડે જેઓ વિદ્વાન પુરુષોની સામે અત્યંત કુશલપણે વસ્તુતત્ત્વનું યથાર્થ નિરુપણ કરે છે તેમજ પ્રમાણ પૂર્વક સત્યનું મંડન તથા અસત્યનું ખંડન કરી પ્રતિવાદીઓને જીતે છે તેવા વાકલામાં પ્રવીણ પુરુષ એ ‘વાદી પ્રભાવક’ કહેવાય. આના માટે શ્રી મલ્લવાદિસૂરિજીનું દૃષ્ટાંત આપ્યું છે. ભરતક્ષેત્રમાં ભરૂચ નગરીમાં જૈનશાસનના વિદ્વાન આચાર્ય શ્રી જિનાનંદસૂરિજી અને બૌદ્ધવિદ્વાન શ્રી વૃદ્ધાનંદ આ બે વચ્ચે રાજ્યસભામાં વાદ ગોઠવાયો. શરત એમ થઈ કે જે જીતે તેજ ભરૂચમાં રહી શકે, હારે તે ભરૂચ છોડી જાય. ભાગ્યયોગે શ્રી જિનાનંદસૂરિ વાતમાં હારી ગયા તેથી સંઘ સહિત આચાર્ય વલ્લભીપુર ગયા. આચાર્યને આ પ્રસંગથી મનમાં ઘણો ખેદ થયો હતો. વલ્લભીપુરમાં આચાર્યશ્રીના નાની બહેન દુર્લભદેવી રહેતા હતા. એમને અજિતયશ, યક્ષ અને મલ્લ નામના ત્રણ પુત્રો હતા. આ ત્રણે પુત્રો સાથે દુર્લભદેવીએ પ્રવજ્યા ગ્રહણ કરી. સાધ્વીજી ઘણા બુદ્ધિશાળી હતા. દીક્ષા ગ્રહણ કરીને વિદ્યાભ્યાસ કરતા તેઓ શાસ્ત્રોના પારગામી બન્યા. તેથી સંઘની સંમતિથી આચાર્ય ભગવંતે જ્ઞાનભંડારનાં કાર્યની જવાબદારી તેમને સોંપી. દુર્લભદેવીના ત્રણે પુત્રોએ પણ ગુરુ પાસેથી શાસ્ત્રઅભ્યાસ કરી એમાં પારગામી બન્યા. આચાર્ય ભગવંતે તેમને પૂર્વગત નયચક્રવાલ નામના પ્રમાણગ્રંથને છોડીને સર્વશાસ્ત્રોનો અભ્યાસ કરાવ્યો. ‘નયચક્ર’ ગ્રંથ દેવાધિષ્ઠિત હોવાથી શાસ્ત્રોક્ત વિધિ વિના ભણવાથી મહા અનર્થ થઈ શકે છે તેથી ગુરુ ભગવંતે એ ગ્રંથ કોઈને ન આપવાની ભલામણ દુર્લભદેવીને કરી અને પોતે વિહાર કર્યો. ન ઊગ્યો મુક્તિનો અરુણોદય... સમ્યગ્દર્શન ૭૫ Page #88 -------------------------------------------------------------------------- ________________ મલ્લમુનિને વિચાર આવ્યો કે ‘ગુરુ ભગવંતે બધું શાસ્ત્રજ્ઞાન આપવા છતાં ‘નયચક્ર’ આ પ્રમાણગ્રંથ વાંચવાનો કેમ નિષેધ કર્યો ? અવશ્ય તેમાં કાંઈ અપૂર્વ હશે.’ આમ વિચારી સાધ્વીજીની નજર ચૂકવી ભંડારમાંથી મલ્લમૂનિએ તે ગ્રંથ લીધો અને વાંચવાનો પ્રારંભ કર્યો. પરમાર્થને જણાવનારો પ્રથમ જ શ્લોક વાંચ્યો, ‘વિધિ, નિયમ, ભાંગા અને વૃત્તિથી રહિત હોવાથી જૈન દર્શનથી અન્ય શાસન અનર્થકારી છે, અબોધવાળું છે, સાચું નથી.' આંખ બંધ કરી મલ્લમુનિ આ પ્રથમ શ્લોકનું ચિંતન કરે છે તેટલામાં તો શાસનદેવીએ તે ગ્રંથ સંહરી લીધો. આ જાણી મલ્લમુનિને ઘણો ખેદ થયો.ગુરુની આજ્ઞાનું ઉલ્લંઘન ક૨વાનું દુ:ખ થયું. માતાને અને સંઘને પણ ઘણું દુ:ખ થયું. પશ્ચાતાપ કરતા મલ્લમુનિએ અભિગ્રહ લીધો કે ‘જ્યાં સુધી નયચક્ર ગ્રંથની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી વાલનું ભોજન કરીશ, છ વિગઈનો ત્યાગ કરીશ અને પર્વત ઉ૫૨ (ગુફામાં) રહીશ.’ સંઘે પણ પૂજનાદિ કરીને શ્રુતદેવીની આરાધના કરી. મલ્લમુનિની કઠોર તપસ્યા અને સંઘની આરાધનાથી શ્રુતદેવી પ્રસન્ન થઈ મલ્લમુનિને વરદાન માગવા કહ્યું. મલ્લમુનિએ ‘નયચક્રગ્રંથ’ની માગણી કરી. શ્રુતદેવીએ વરદાન આપતા કહ્યું, ‘તારા મુખકમલથી નીકળતા પહેલા શ્લોકથી જ તું સવિશેષ રીતે અગ્રીમતાને પામીશ - સર્વ વાદીઓમાં અગ્રેસ૨ થઈશ.’ મલ્લમુનિના મુખરૂપી કુંડમાંથી સરસ્વતીના પ્રવાહની જેમ નીકળીને પૂર્ણ ગ્રંથ પ્રકટ થયો. સંઘે ઘણા બહુમાન સાથે વલ્લભીપુરમાં મલ્લમુનિનો પ્રવેશ કરાવ્યો. ત્રણે મુનિઓ વિશિષ્ટ જ્ઞાની હતા તેમાં પણ પ્રમાણના વિષયમાં તીવ્ર શક્તિ સંપન્ન થયા, તેથી વાદવિવાદમાં પણ ઘણાજ પ્રતિભાશાળી થયા. હવે મલ્લમુનિના મનમાં પોતાના ગુરુનો બૌદ્ધાચાર્ય સાથે થયેલો પરાભવ ડંખતો હતો. એટલે વલ્લભીપુરથી વિહાર કરી ભરૂચ આવી રાજસભામાં બૌદ્ધાચાર્ય સામે વાદનો પડકાર કર્યો. બુદ્ધાનંદના કહેવાથી મલ્લસૂરિએ વાદની શરૂઆત કરી. જૈનદર્શનને માન્ય પાંચ પ્રકારના પ્રત્યક્ષ અને પાંચ પ્રકારના પરોક્ષ પ્રમાણથી મલ્લસૂરિએ બુદ્ધદેવના બળનું ખંડન કર્યું. નયચક્રગ્રંથના પ્રભાવથી છ દિવસ સુધી પૂર્વપક્ષ કહ્યા. સાતમે દિવસે બુદ્ધાનંદ કંઈ પણ પ્રત્યુત્તર આપવા સમર્થ ન હોવાથી અપયશના ભયથી રાતે એમણે પ્રાણનો ત્યાગ કર્યો. ૭૬ સમ્યગ્દર્શનના ૬૭ (ભેદો) બોલો Page #89 -------------------------------------------------------------------------- ________________ બીજે દિવસે સવારના સભામાં બુદ્ધાનંદ ન આવવાથી તપાસ કરતા એમણે પ્રાણોનો ત્યાગ કર્યાની ખબર પડી. એ જ વખતે શાસનદેવીએ મલમુનિ ઉપર પુષ્પોની વૃષ્ટિ કરીને ઉદ્ઘોષણા કરી, 'હે રાજા, આ બુદ્ધાનંદ શ્રી મલ્લમુનિ વડે વાદમાં કરાયેલા ગૂઢ ભોગવાળી જાળમાં ફસાઈ તેમાંથી નીકળવા તથા પ્રત્યુત્તર આપવા અસમર્થ હોવાથી ચિંતા-ભય અને લજ્જા વડે હૃદય ભાંગી પડવાથી રાત્રીમાં જ મૃત્યુ પામ્યા છે. આ સાંભળી રાજાએ બીજા વિદ્વાન બૌદ્ધોને પોતાના દેશમાંથી કાઢી મૂક્યા કે જેથી ફરી પાછા બોધ માટે ન આવે. અને અત્યંત બહુમાન અને મહોત્સવપૂર્વક મલ્લમુનિ અને એમના ગુરુ શ્રી જિનાનંદસૂરિને ભરૂચમાં પ્રવેશ કરાવ્યો. ત્યારથી શ્રી મલ્લમુનિ મલવાદી સૂરિ (વાદીઓના સમૂહને જીતનારા) તરીકે પ્રસિદ્ધ થયા. ગુરુની આજ્ઞા લઈ વિધિપૂર્વક નયચક્રગ્રંથને પૂજીને સંઘ સમક્ષ સમ્યગૂ પ્રકારે એની વાચના આપી. વાદમાં આવા કુશલ પુરુષો ‘વાદી પ્રભાવક' કહેવાય છે. d) નૈમિત્તિક પ્રભાવક - ત્રણે કાળના લાભ-અલાભ ઉપર પ્રકાશ પાડનારા અર્થાત્ જાણનારા, નિમિત્ત શાસ્ત્રને જે જાણે, દૈવિક, આકસ્મિક, આકાશ સંબંધી, ભૂમિ સંબંધી, શરીર સંબંધી, સ્વર સંબંધી, લક્ષણ સંબંધી અને વ્યંજન સંબંધી એમ આઠ જાતના નિમિત્તોનું વિશિષ્ટ જ્ઞાન જેને હોય અને યથાર્થ જ્ઞાન દ્વારા પ્રસંગ આવે ત્યારે એ જૈન શાસનની પ્રભાવના કરે અથવા કોઈ મિથ્યાત્વી જૈનશાસનનો પરાભવ કરતો હોય ત્યારે તેને ટાળે એ નૈમિત્તિક પ્રભાવક કહેવાય છે. જેમ કે ભદ્રબાહુ સ્વામી, જેમણે વ્યંતરદેવ તરફથી થયેલ શ્રી સંઘ પરના ઉપસર્ગ દૂર કરવા માટે ઉવસગ્ગહર સ્તોત્ર'ની રચના કરેલી. જેની કથા નીચે પ્રમાણે છે – મહારાષ્ટ્રદેશમાં શ્રી પીતષ્ઠાન નામના નગરમાં ભદ્રબાહુ નામના બ્રાહ્મણ હતા.એમને વરાહમિહિર' નામે નાનો ભાઈ હતો. બંને ભાઈઓએ ચૌદપૂર્વધારી એવા શ્રી યશોભદ્રસૂરિ પાસે દીક્ષા ગ્રહણ કરી અને ગુરુ પાસે શાસ્ત્ર અભ્યાસ કરવા લાગ્યા. શ્રી ભદ્રબાહુ સ્વામીએ ચૌદ પૂર્વનું જ્ઞાન પ્રાપ્ત કર્યું. યોગ્ય પાત્ર જાણી યશોભદ્રસૂરિએ શ્રી ભદ્રબાહુ સ્વામીને આચાર્યપદે નિયુક્ત કર્યા. તેથી પોતાને આચાર્ય K ઊગ્યો મુક્તિનો અરુણોદય... સમ્યગદર્શન Page #90 -------------------------------------------------------------------------- ________________ પદ ન મળવાથી વરાહમિહિર દુઃખી થયા. મોટાભાઈ હોવા છતાં મોહના ઉદયથી ભદ્રબાહુ સ્વામી પ્રત્યે તેમને અપ્રીતિ જન્મી. કષાયોના વશ થયા અને બાર વર્ષનું ચારિત્ર પાલન કરવા છતાં એ ચારિત્રને ત્યાગી ફરી પાછો બ્રાહ્મણનો વેશ સ્વીકાર્યો. પછી ચંદ્રપ્રજ્ઞપ્તિ અને સૂર્યપ્રજ્ઞપ્તિ આ આગમ ગ્રંથોથી કેટલાક રહસ્યો ગ્રહણ કરી પોતાના નામથી અંકિત એવો વરાહ સંહિતા' નામના જ્યોતિષ ગ્રંથની રચના કરી. આ ગ્રંથ જૈન આગમગ્રંથમાંથી બનાવ્યું હોવાથી પ્રાય: સત્ય હતું એટલે એના આધારે કહેવાયેલું સાચું પડતું તેથી લોકમાં પ્રસિદ્ધિ પામ્યું. તેમજ યંત્ર-તંત્રાદિ જાણીને તેનો ઉપયોગ કરીને લોકો પર પ્રભાવ પાડ્યો અને લોકોને કહ્યું, ‘હું બાર વર્ષ સૂર્યના માંડલામાં રહ્યો. સૂર્ય ભગવાને મને પ્રસન્ન થઈ મને સમસ્ત ગ્રહમંડલના ઉદય-અસ્ત, વક્રાદિગતિ, નક્ષત્રોની સંચાર સ્થિતિ આદિ બતાવીને પછી પૃથ્વી પર મોકલ્યો છે. લોકોએ એના વચન પર વિશ્વાસ કરી લીધો અને એના માટે બહુમાન ઉત્પન્ન થયું. રાજાએ પણ તેને રાજપુરોહિત બનાવી તેનું સન્માન કર્યું. એક વખત શ્રી ભદ્રબાહુસ્વામી વિહાર કરતા શ્રી પ્રતિષ્ઠાનપુરની બહાર ઉદ્યાનમાં પધાર્યા. રાજા પરિવાર સહિત સાથે વરાહમિહિરને લઈને સૂરિના વંદનાર્થે ગયો. તે સમયે વરાહમિહિરને કોઈ પુરુષે આવી એના ઘરે પુત્રજન્મ થયાના સમાચાર આપ્યા ત્યારે રાજા વરાહમિહિને એના ત્યારે જન્મેલા પુત્રના ભાવિ અંગે સવાલો પૂછે છે કે આ પુત્રનું આયુષ્ય કેટલું હશે, કેટલા વિદ્યાનો પારગામી થશે ઈત્યાદિ. અને બાળક અંગે આજ સવાલો એ શ્રી ભદ્રબાહુસ્વામીને પણ પૂછે છે. ત્યારે ચંચળ સ્વભાવવાળા વરાહમિહિરે, એ બાળકનું ૧૦૦ વર્ષનું આયુષ્ય છે, અઢાર વિદ્યાનો પારગામી થશે એમ કહ્યું... રાજાએ ભદ્રબાહુસ્વામીને પૂછતા એમણે જિનશાસનમાં જ્યોતિષનું કથન કરવાનો નિષેધ હોવા છતાં આ સંજોગોમાં જૈન શાસનની પ્રભાવના કરવા માટે અને રાજાને જૈન ધર્મમાં દઢ કરવા માટે કહ્યું કે આ બાળકનું સાતમે દિવસે બિલાડીથી મૃત્યુ થશે. આ સાંભળી વરાહમિહિર અત્યંત ગુસ્સે થયા અને રાજાને કહ્યું, ‘જો મારું વચન સત્ય થાય અને આ પાખંડી સાધુનું વચન મિથ્યા થાય (અર્થાત્ સાત દિવસ પછી આ બાળક જીવે તો) તો એને ७८ સમ્યગદર્શનના ૬૭ (ભેદો) બોલો ) Page #91 -------------------------------------------------------------------------- ________________ દંડ કરવો.' એમ કહી બાળકને ભોંયરામાં અત્યંક રક્ષણ હેઠળ રાખ્યો. રાજાની સહાયથી પુરોહિતે નગરની બધી બિલાડીઓને નગરથી બહાર કાઢી મૂકી. આ રીતે ઘણા સંરક્ષણમાં હોવા છતાં સાતમા દિવસે જેના ઉપર બિલાડાનો આકાર કોતરાયેલો છે એવો અત્યંત મોટો દ્વારનો આગળિયો બાળક પર અચાનક પડી બાળક મૃત્યુ પામ્યો. વરાહમિહિરને પુત્રના મરણનો તો શોક થયો અને સાથે પોતાનું જ્ઞાન મિથ્યા થયું એટલે વધારે ખેદ થયો. રાજાએ શ્રી ભદ્રબાહુસ્વામીનું વચન સત્ય થયેલું જાણું એટલે તેણે ભદ્રબાહુસ્વામી પાસેથી ધર્મનું યથાર્થ સ્વરૂપ જાણી મિથ્યાત્વનો ત્યાગ કરીને જૈનધર્મનો સ્વીકાર કર્યો. વરાહમિહિર પુત્ર-મરણના શોકથી, પોતાનું જ્ઞાન અસત્ય થવાથી અને એનાથી રાજા પાસે અને લોકમાં અપમાનિત થવાથી સંસાર પરત્વે વૈરાગ્યભાવ આવ્યો તેથી સમ્યકત્વરહિત એવા મિથ્યાત્વભાવવાળા પરિવ્રાજક થયા. લાંબા કાળ સુધી અજ્ઞાનપૂર્વક તપ કરીને, પાપ શલ્યનું પ્રાયશ્ચિત કર્યા વિના મૃત્યુ પામીને અલ્પઋદ્ધિવાળા વ્યંતર દેવ થયા. તે વાણવ્યંતરદેવ અવધિજ્ઞાનથી પોતાનો પૂર્વભવ જાણતા જૈન સાધુઓ પ્રત્યે પ્રબળ દ્વેષ રાખવા લાગ્યો અને એમના ચારિત્રમાં દોષ જોવા લાગ્યો. પરંતુ તેમના આચરણમાં કાંઈ પણ દોષ ન દેખાતા તેમને ઉપસર્ગ કરવા અસમર્થ થયો એટલે શ્રાવકોને મરકી આદિ રોગોથી ઉપસર્ગ કરવા લાગ્યો. આ ઉપદ્રવ દૂર કરવા માટે શ્રાવકોએ શ્રી ભદ્રબાહુસ્વામીને વિનંતિ કરી. ચૌદ પૂર્વધર એવા શ્રી ભદ્રબાહુસ્વામીએ વ્યંતરદેવના આ ઉપદ્રવને દૂર કરવા ‘ઉવસગ્ગહર સ્તોત્ર'ની રચના કરી જેના પ્રભાવથી વ્યંતરકૃત સર્વ ઉપસર્ગો દૂર થયા. આ ઉવસગ્ગહર સ્તોત્રનો પ્રભાવ આજે પણ અબાધિત છે. આવી રીતે શ્રી ભદ્રબાહુસ્વામીએ નૈમિત્તિક શાસ્ત્રો દ્વારા રાજાને પ્રતિબોધ કરી જૈન શાસનની પ્રભાવના કરી તેથી તેઓ નૈમિત્તિક પ્રભાવક કહેવાયા. e) તપસ્વી પ્રભાવક – છ બાહ્ય અને છ અત્યંતર એમ બાર પ્રકારના તપનું જે વિશિષ્ટપણે આચરણ કરે છે, તીવ્ર તપગુણથી જે દીપે છે, પોતાનામાં અને અન્યમાં ઉત્તમ પ્રકારના આચરણ વડે જે ધર્મના બીજ રોપે છે, જિનેશ્વર પરમાત્માની ( ઊગ્યો મુક્તિનો અરુણોદય... સમ્યગુદર્શન ૭૯ Page #92 -------------------------------------------------------------------------- ________________ આજ્ઞાને જે ક્યારેય લોપતા નથી, કર્મબંધ થવાના કારણ એવા આશ્રવને જે અટકાવે છે, કષાયોને વશ થતા નથી એવા તીવ્ર તપ દ્વારા મેળવેલી લબ્ધિથી જે શાસન પ્રભાવના કરે છે તે તપસ્વી પ્રભાવક કહેવાય છે. અહીં શ્રી વિષ્ણુકુમાર મુનિનું દૃષ્ટાંત આપેલું છે. હસ્તિનાપુર રાજ્યમાં પોત્તર નામે રાજા અને એની જ્વાલા નામે રાણી હતી. એણે ગર્જના કરતાં સિંહના સ્વપ્નથી સૂચિત એવા પુત્રને જન્મ આપ્યો જેનું નામ “વિષ્ણુકુમાર' રાખ્યું. અને ચૌદ સ્વપ્નોંથી સૂચિત બીજો એક પુત્ર જન્મ્યો જેનું નામ “મહાપા' રાખ્યું. બંને ભાઈઓ યુવાવસ્થા પામ્યા ત્યારે વિષ્ણુકુમાર મોટા ભાઈ હોવા છતાં વૈરાગી ચિત્તવાળા હોવાથી રાજાએ નાનાભાઈ મહાપદ્મને યુવરાજ પદ આપ્યું. ઉજ્જૈની નગરીમાં નરવર્મા રાજાને ત્યાં જૈન ધર્મનો વેષી એવો નમૂચિ નામે મંત્રી હતો. ૨૦મા તીર્થંકર શ્રી મુનિસુવ્રત સ્વામીના સુવ્રત' નામે શિષ્ય બીજા મુનિઓ સાથે તે નગરીના ઉદ્યાનમાં પધાર્યા. રાજાને ખબર મળતા તેમને વંદન કરવા રાજા પોતાના નમુચિ મંત્રીને સાથે લઈને ત્યાં ગયા. જેન મુનિઓનો દ્વેષી એવા નમુચિએ સુવ્રતાચાર્ય સામે વાદનો પડકાર ફેંક્યો. વાદ માટે અયોગ્ય સમજી ગુરુ મૌન રહ્યા પરંતુ ગુરુ મૌન રહે તો તેમનો પરાભવ થાય એમ સમજી એક નાના મુનિએ નમુચિ સાથે પ્રત્યક્ષ-અનુમાન-આગમાદિ પ્રમાણો દ્વારા ધર્મતત્ત્વ એવી રીતે રજૂ કર્યું કે નમૂચિ નિરૂત્તર થઈ ગયો. પોતાનો વાદમાં પરાભવ થવાથી નમુચિનો સાધુઓ પ્રત્યેનો દ્વેષ વધ્યો. એમના ઉપર અત્યંત ક્રોધ આવવાથી અર્ધરાત્રિએ તલવાર લઈને મુનિને મારવા માટે ઉદ્યાનમાં ગયો. પરંતુ શાસનદેવીએ એને ખંભિત કરી દીધો. પ્રભાતે ખંભિત થયેલ નમુચિને જોઈ લોકો એને ધિક્કારવા લાગ્યા. ક્ષમાવાન એવા આચાર્ય ભગવંતે દેવીને કહી એને મુક્ત કર્યો. નમુચિનો આ વૃત્તાંત જાણી રાજાને નમુચિ પર ક્રોધ આવતા એને દેશમાંથી કાઢી મૂક્યો. નમુચિ ત્યાંથી હસ્તિનાપુર ગયો. ત્યાં મહાપદ્મરાજાએ એને પોતાના મંત્રી તરીકે રાખ્યો. 0 સમ્યગુદર્શનના ૬૭ (ભેદો) બોલો ) Page #93 -------------------------------------------------------------------------- ________________ હસ્તિનાપુરના કુરૂ દેશના સીમાડે સિંહબલ રાજા હતો જે કપટથી મહાપદ્મ રાજાના ગામોને ભાંગતો હતો. એટલે મહાપદ્મ રાજાના આદેશથી નમુચિ મંત્રી સિંહ૨થ રાજાને જીતવા માટે ગયો. નમુચિએ પોતાની બુદ્ધિનો પ્રયોગ કરી યુક્તિથી સિંહ૨થ રાજાને પકડી લાવી રાજા સમક્ષ હાજર કર્યો. તેથી ખુશ થયેલા રાજાએ નમુચિને વરદાન માગવાનું કહ્યું. નમુચિએ ‘અવસરે માંગીશ’ એમ કહી વરદાન ભંડારી રાખ્યું. પદ્મોત્તર રાજાએ મહાપદ્મ યુવરાજનો રાજ્યાભિષેક કરી પોતે મોટા પુત્ર વિષ્ણુકુમા૨ સાથે શ્રી સુવ્રતાચાર્ય પાસે દીક્ષા લીધી. મહાપદ્મરાજા ભરતક્ષેત્રના છએ ખંડ જીતીને નવમા ચક્રવર્તી રાજા થયા. પદ્મોત્તરમુનિ અને વિષ્ણુકુમારમુનિ તપ, ધ્યાન આદિ દ્વારા આત્મસાધનામાં લીન થયા, કર્મોનો ક્ષય કરતા કરતા વિષ્ણુકુમારમુનિને અનેક લબ્ધિઓ પ્રકટ થઈ. તે લબ્ધિસંપન્ન એવા મુનિ આત્મસાધના માટે મેરૂપર્વત પર ચાતુર્માસ માટે રહ્યા. તે વખતે સુવ્રતાચાર્ય ચાતુર્માસ માટે હસ્તિનાપુર હતા. મંત્રી નમુચિને સુવ્રતાચાર્યના ચાતુર્માસની ખબર પડતા ભૂતકાળમાં ઉજ્જૈનીમાં થયેલો વાદનો પ્રસંગ તાજો થયો, સુવ્રતાચાર્ય પરનું વેર તાજું થયું અને બદલો લેવાની તીવ્ર ઈચ્છા થઈ. પરંતુ રાજા જૈનધર્મ અને જૈન મુનિઓના ઉપાસક હતા. તેથી વિચારતા એમને ઉપાય સૂઝ્યો. રાજા પાસે રાખેલું પોતાનું વરદાન એણે માગ્યું, ‘સાત દિવસ માટે તમારું રાજ્ય મને આપો.' રાજા વચનબદ્ધ હોવાથી તેને રાજ્ય આપી પોતે ગુપ્ત સ્થાનમાં રહ્યા. રાજા બનતા નમુચિએ સુવ્રતાચાર્યને બોલાવીને સાત દિવસની અંદર સર્વ જૈનમુનિઓને રાજ્યમાંથી જવાનો આદેશ આપ્યો. સુવ્રતાચાર્યે નમુચિને, ચાતુર્માસ હોવાથી જૈન મુનિઓનો વિહાર ન કરવાનો આચાર સમજાવવાનો પ્રયત્ન કર્યો. પરંતુ દ્વેષથી ભરેલો નમુચિ સમજ્યો નહીં. જૈન મુનિઓ અને જૈન શાસન ૫૨ આવેલી આ આફતનું નિવારણ કરવા સુવ્રતાચાર્યે આકાશગામિની વિદ્યાધારી એવા એક મુનિને મેરૂ પર્વત ૫૨ ચાતુર્માસ કરી રહેલ એવા અનેક લબ્ધિસંપન્ન વિષ્ણુકુમાર મુનિને બોલાવવા મોકલ્યા. હકીકત જાણતા વિષ્ણુકુમાર મુનિ હસ્તિનાપુર આવ્યા અને ઊગ્યો મુક્તિનો અરુણોદય... સમ્યગ્દર્શન ૮૧ Page #94 -------------------------------------------------------------------------- ________________ નમુચિને ચાતુર્માસ સુધી મુનિઓને રહેવા દેવા માટે કહ્યું. પરંતુ દ્વેષ ભાવનાથી ભરેલા એવો નમુચિ પોતાના વચન પર અડગ રહ્યો અને હવે બાકી રહેલા પાંચ દિવસમાં સર્વ મુનિઓને રાજ્ય છોડી દેવાનું કહ્યું. ત્યારે વિષ્ણુકુમાર મુનિએ કહ્યું, ‘તમારું રાજ્ય તો સંપૂર્ણ ભારતમાં છે. અને મુનિઓ ભરતક્ષેત્રથી બહાર જઈ શક્તા નથી તેથી બધા મુનિઓને રહેવા માત્ર ત્રણ ડગલા જેટલી ભૂમિ આપો.' નમુચિએ કહ્યું, ‘ત્રણ ડગલા જેટલી ભૂમિ આપું છું પણ તે ત્રણ ડગલાની બહાર જો કોઈ મુનિ હશે તો એને હું મારી નાંખીશ. એટલે અત્યંત ક્રોધાયમાન થયેલા એવા વિષ્ણુકુમાર મુનિએ તીવ્ર તપાદિથી મેળવેલી વૈક્રિય લબ્ધિથી એક લાખ યોજન પ્રમાણ વૈક્રિય શરીર બનાવ્યું અને જંબૂદીપના બંને છેડાએ બે પગ મૂકી પૃથ્વીને રોકી લીધી અને ત્રીજું પગલું નમુચિ પર મૂકી એને કીડાની જેમ દબાવ્યો. વિષ્ણુકુમાર મુનિનો આ ક્રોધ જોઈ સુવ્રતાચાર્યે પોતાની અમૃત સરખી વાણીથી એમનો ક્રોધ શાંત કર્યો. વિષ્ણુકુમાર મુનિ પોતાનું વૈક્રિયસ્વરૂપ સંકેલી મૂળ શરીર ધારણ કર્યું. આવા જિનશાસન અને જૈન સાધુઓની અવહેલના કરનારા નમુચિને રાજ્ય સોંપવા બદ્દલ રાજાને ઠપકો આપ્યો. અને પોતે ગુરુ પાસે પોતાના આ વૈક્રિય શરીરની અને ક્રોધની આલોચના, પ્રાયશ્ચિત કરીને શુદ્ધ થયા. આ પ્રમાણે તપ દ્વારા પ્રાપ્ત થયેલ લબ્ધિ દ્વારા જૈન શાસનની પ્રભાવના કરે એ તપસ્વી પ્રભાવક કહેવાય છે. f) વિદ્યા પ્રભાવક – મંત્ર અને વિદ્યાના બળથી જે શાસનની ઉન્નતિ કરે તે વિધાબલી પ્રભાવક કહેવાય છે મંત્ર અને વિદ્યાની શક્તિ ઘણી હોય છે જે ચમત્કારી શક્તિના અધિષ્ઠાયક પુરુષદેવો હોય છે તેને મંત્ર કહેવાય છે અને જે ચમત્કારી શક્તિની રોહિણી. પ્રજ્ઞપ્તિ.... વગેરે ૧૬ વિદ્યાદેવીઓ અધિષ્ઠાયિકા હોય છે તેને વિદ્યા કહેવાય છે. જે સૂરિશ્વરો અને મુનિવરો એવા મંત્ર અને વિદ્યાશક્તિમાં બળવાન હોય છે, વિદ્યાદેવીઓ અને શાસનદેવી જેને સહાયક હોય તેઓ પોતાની આ શક્તિ દ્વારા જૈન શાસનની આશાતના કરનારને બોધપાઠ આપી શાસનની પ્રભાવના કરે, અર્જુન ને જૈન બનાવે, જૈન ધર્મ અને જૈન સાધુના દ્રષીને પરમ રાગી બનાવે તે વિદ્યાપ્રભાવક કહેવાય છે. અહીં વજસ્વામીનું દૃષ્ટાંત આપેલું ૮૨ સમ્યગુદર્શનના ૬૭ (ભેદો) બોલો ) Page #95 -------------------------------------------------------------------------- ________________ છે. વજસ્વામી જેમ પ્રાવચનિક પ્રભાવક અને ધર્મકથી પ્રભાવક હતા તે જ પ્રમાણે વિદ્યાપ્રભાવક પણ હતા. એમણે પોતાના વિદ્યાપ્રભાવથી મહાપુરી નગરીના બૌદ્ધ રાજાને જૈનધર્મ પમાડ્યો. તેવી જ રીતે શ્રી ખપુટાચાર્યનું પણ વિદ્યાપ્રભાવક તરીકે દૃષ્ટાંત આપેલું છે. શ્રી વર્ધમાનસ્વામીના શાસનમાં ૫૨મ વિદ્વાન એવા શ્રી ખપુટાચાર્ય નામે આચાર્ય હતા અને પોતાના ભાણેજ ‘ભુવનમુનિ' નામે શિષ્ય હતા જે વાદમાં શિરોમણિ અને ન્યાય-તર્કમાં નિપુણ હતા. વિહાર કરતા એક વખત તેઓ શ્રી ભૃગુકચ્છ દેશમાં પધાર્યા. અહીંનો રાજા બલમિત્ર હતો જે બૌદ્ધધર્મી હોવાથી ત્યાં બૌદ્ધ સાધુઓનું વર્ચસ્વ રહેતું હતું અને જૈનોની વારંવાર અવહેલના થતી હતી. એટલે શ્રી ખપુટાચાર્ય ત્યાં પધાર્યા ત્યારે બૌદ્ધ સાધુઓ દ્વા૨ા જૈનોનો વારંવાર થતો પરાભવ શ્રાવકોએ આચાર્યને કહ્યો. આચાર્યએ એમની ક્ષમતા હોવા છતાં વાદવિવાદ માટે નામરજી બતાવી. ત્યારે એમના શિષ્ય ભુવન મુનિએ આચાર્યની આજ્ઞા લઈ રાજ્યસભામાં બૌદ્ધો સામે વાદ કરી બધા જ બૌદ્ધ સાધુઓને પોતાની તીક્ષ્ણ તર્કશક્તિથી હરાવ્યા. આ સમાચાર તેઓના વડીલ બૌદ્ધાચાર્ય વૃદ્ધક૨ને મળતા તેઓ ગુડપુરનગરથી આવ્યા અને સૌગતમત અનુસાર ‘સર્વ ક્ષળિમ્ પક્ષ સ્થાપવા ઘણા પૂર્વપક્ષોની રજૂઆત કરી. એના ઉત્તરમાં ભુવનમુનિએ ‘જે ક્ષણિક’ હોય છે તે ક્રમે કે અક્રમે અર્થક્રિયા કરી શકતું નથી. આ વાતની તર્કયુક્ત દલીલો દ્વારા ખંડન કર્યું. ભુવનમુનિનું પરાભવ આવેલા વૃદ્ધક૨ બૌદ્ધાચાર્ય, પોતે જ પરાભવ પામતા ઘણો જ ખેદ પામ્યા અને જૈન સાધુઓ પ્રત્યે દ્વેષ ધારણ કરી અનસન કરી મૃત્યુ પામ્યા અને એ જ ગુડપુરનગરમાં યક્ષ થયા અને જૈન સાધુઓ પ્રત્યેના દ્વેષના કરાણે જિનેશ્વર પરમાત્માના ભક્તોને ઉપદ્રવ કરવા લાગ્યો. તેના ઉપદ્રવથી પીડિત જૈન સંઘે શ્રી ખપુટાચાર્યને આ ઉપદ્રવનું નિવારણ ક૨વા વિનંતિ કરી. એટલે આચાર્ય જૈન સંઘ અને જિનશાસનની રક્ષા માટે યક્ષના મંદિ૨માં પ્રવેશ્યા અને તેના મૂર્તિના કાન ઉપર જીર્ણ થયેલા એવા સડેલા પગના જોડા (બંને) કુંડલની જેમ ભરાવ્યા અને તેની છાતી ઉપર ચારે બાજુથી સંપૂર્ણ વસ્ત્ર ઓઢીને ઊગ્યો મુક્તિનો અરુણોદય... સમ્યગ્દર્શન ૮૩ Page #96 -------------------------------------------------------------------------- ________________ સૂઈ ગયા. આ જોઈ યક્ષના ઉપાસકોએ યક્ષના પરમ ભક્ત એવા રાજા પાસે જઈ નિવેદન કર્યું. ક્રોધે ભરાયેલ રાજા મંદિરમાં આવી આચાર્યને ઉઠાડવાનો પ્રયત્ન કર્યો. એ માટે રાજા આચાર્ય ઉપરનું વસ્ત્ર જે જે બાજુથી ખેંચે છે તે તે ભાગે પુરુષની ગુદા જ દેખાય છે તેથી વધારે ગુસ્સે થયેલો રાજા લાકડી વડે તેમને પ્રહાર કરે છે. મંત્ર અને વિદ્યાના બળે તે પ્રહારો આચાર્યને ન લાગતા રાજાના અંતઃપુરમાં રહેલ રાણીઓને લાગવા લાગ્યા. આ ખબર રાજાને મળતા જ રાજાને થયું કે અવશ્ય આ કોઈ વિદ્યાસિદ્ધ પુરુષ છે. અન્યથા આવું બને નહિ. આમ વિચારી રાજાએ આચાર્યની અત્યંત ભક્તિપૂર્વક ક્ષમા માગી. ત્યારે આચાર્ય ખપૂટાચાર્ય ત્યાંથી ઊઠીને ચાલવા લાગ્યા. સાથે યક્ષને પણ ચાલવાનું કહ્યું તથા પોતાના વિદ્યાના બળે મંદિરની બહાર પડેલ શીલા જેવા મોટા બે પથ્થરો પણ યક્ષની પાછળ જવા લાગ્યા. આ વિસ્મયકારી દશ્ય જોઈ રાજાએ ફરી પાછી આચાર્યને વિનંતી કરી કે આ પથ્થરના ભારથી નગરના લોકો દબાઈને મરી જશે માટે કૃપા કરી ક્રોધ તજીને તે પથ્થરને ત્યાંજ રહેવા દો અને યક્ષને પણ સ્વસ્થાને સ્થાપન કરો. આચાર્યએ પણ એ પ્રમાણે કર્યું. તેમણે એ બધું કોપથી નહીં પણ શાસન પ્રભાવના માટે કર્યું. પછી આચાર્યએ ધર્મોપદેશ આપી રાજાને, યક્ષને અને નગરજનોને જૈનધર્મથી વાસિત કર્યા. 9) સિદ્ધ પ્રભાવક - ચૂર્ણ અને વિવિધ અંજનવાળા યોગો અને ચમત્કારિક પ્રયોગો જેમણે સિદ્ધ કર્યા છે જેમ કે અંજન ચૂર્ણથી અદશ્ય બની શકે છે અને પગે લેપ લગાવા દ્વારા આકાશગામી બની શકે છે. આવા સિદ્ધ કરાયેલા પ્રયોગો વ્યવહાર માર્ગમાં ન કરતા સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા એમ સાતની સેવા, ભક્તિ કે કોઈ વિપત્તિ આદિ પ્રસંગે સહાયક બને તે મહાત્માઓ સિદ્ધ પ્રભાવક છે. અહીં પાદલિપ્તાચાર્યનું દૃષ્ટાંત આપેલું છે. h) કવિ પ્રભાવક - જૈન દર્શનમાં પદાર્થનું સ્વરૂપ અનેકાંત સ્વરૂપે જે રીતે કહ્યું છે તે જ રીતે યથાર્થપણે ગદ્ય-પદ્ય રૂપે રચે, અર્થ ગૌરવ અને શબ્દ લાલિત્યથી મનોહર હોય, રાજા-પ્રજા આદિ જેનાથી પ્રતિબોધ પામે તેવી મધુર અર્થવાળી કૃતિઓ સમ્યગદર્શનના ૬૭ (ભેદો) બોલો ) Page #97 -------------------------------------------------------------------------- ________________ કદાગ્રહ કે મમત્વ ભાવ વિના જે રચે અને જૈન શાસનનો પ્રભાવ વધારે તે કવિ પ્રભાવક કહેવાય છે. અહીં સિદ્ધસેન દિવાકરસૂરિજીનું ઉદાહરણ મળે છે. શ્રી પાદલિપ્તસૂરિજીની શિષ્ય પરંપરામાં સ્કંદિલાચાર્યના મુકુંદ મુનિ નામે શિષ્ય હતા. તેમણે એકવીસ દિવસ ઉપવાસ કરીને સરસ્વતી દેવીને પ્રસન્ન કરી. દેવીએ સર્વ વિદ્યામાં પારગામી થવાનું વરદાન આપ્યું. તે મુનિ જૈનશાસનની પ્રભાવના કરતા વાદીઓને વાદમાં જિતતા સર્વ વાદીઓમાં વાદીરાજ થયા અને તેઓ “વૃદ્ધવાદી' તરીકે પ્રસિદ્ધિ પામ્યા. અવંતિ નગરીમાં વિક્રમ રાજાના રાજ્યમાં દેવસિયા નામે બ્રાહ્મણનો સિદ્ધસેન નામે પુત્ર હતો. તે અતુલ વિદ્યાબળ વડે આખાય જગતને તુણ સમાન માનતો હતો. વાદ-વિવાદમાં નિપુણ એવા સિદ્ધસેને પ્રતિજ્ઞા કરી કે વાદમાં એને જે જિતે તેનો એ શિષ્ય થાય. વૃદ્ધવાદીનું નામ સાંભળી તેઓની સાથે વાદ કરવાની ઈચ્છાથી સિદ્ધસેન બ્રાહ્મણ એ જ્યાં વિચરી રહ્યા હતા તે તરફ ગયા અને રસ્તામાં વૃદ્ધવાદીને વાદ માટે લલકાર્યા. વૃદ્ધવાદીએ કહ્યું રાજ્ય-સભા વિના ન્યાય (જય-પરાજય) કોણ આપશે? તો સિદ્ધસેને ત્યાં હાજર રહેલા ઘેટા બકરા ચરાવનાર ગોવાળિયાઓજ વાદમાં સાક્ષી થશે' એમ કહ્યું. વૃદ્ધવાદી સંમત થયા અને સિદ્ધસેનને પૂર્વપક્ષ રજૂ કરવાનું કહ્યું. સિદ્ધસેને સંસ્કૃત ભાષામાં અલંકાર ભરેલા કાવ્યો ગાયા પરંતુ ગોવાળિયા તે ભાષા સમજવા જેટલું ઊંચું જ્ઞાન ધરાવતા ન હતા તેથી તેમણે સિદ્ધસેનને કહ્યું, “અમને કાંઈ સમજાયું નથી.' એના પછી સમયજ્ઞ એવા વૃદ્ધવાદી કેડ ઉપર કપડું બાંધીને ગોવાળિયાનીજ ભાષામાં રાસડો ગાતા નાચવા લાગ્યા, કોઈ પ્રાણીને મારવો નહિ, કોઈનું ધન ચોરવું નહિ, પરસ્ત્રીગમન કરવું નહિ... ઈત્યાદિ,' આ સાંભળી ગોવાળિયાઓએ ખુશ થઈ વૃદ્ધવાદી તરફ ન્યાય આપ્યો. સિદ્ધસેનને પોતાની ભૂલ સમજાઈ અને વૃદ્ધવાદીસૂરિને દીક્ષા આપી પોતાને શિષ્ય બનાવવાની વિનંતિ કરી. વૃદ્ધવાદીસૂરિએ એમને દીક્ષા આપી અને કુમુદચંદ્ર નામ આપ્યું. થોડા જ સમયમાં તેઓ જેનાગમોનો અભ્યાસ કરી મહાવિદ્વાન થયા ત્યારે ગુરુએ એમને સૂરિપદ આપી એમનું નામ સિદ્ધસેનદિવાકરસૂરિ રાખ્યું. વિહાર ( ઊગ્યો મુક્તિનો અરુણોદય... સમ્યગદર્શન ૮૫ Page #98 -------------------------------------------------------------------------- ________________ કરતા તેઓ ઉજ્જૈની નગરીમાં પધાર્યા. પોતાના જ્ઞાનથી ત્યાંના વિક્રમ રાજા પર પ્રભાવ પાડ્યો. રાજાએ ક્રોડ સોનામહોરો જિનમંદિરમાં, જિણોદ્ધારમાં વાપરી. ત્યાંથી ચિત્રકૂટ નગરીમાં વિદ્યાઓથી ભરપૂર એવા પુસ્તકોમાંથી બે વિદ્યા એમને પ્રાપ્ત થઈ. ત્યાંથી કુમારપુર નગરે આવી ત્યાંના શ્રીદેવ રાજાને પ્રતિબોધી જિનશાસનનો અનુરાગી બનાવ્યો. એકવાર સિદ્ધસેને દિવાકરસૂરિએ શ્રીદેવ રાજાને એના સીમાડાના શત્રુ રાજાઓના આક્રમણ સામે જિતાડ્યો. એટલે રાજા સૂરિનો પરમ ભક્ત થયો. રાજકીય માન-સન્માન મળવાથી સિદ્ધસેનસૂરિ અને તેમનો પરિવાર, ચારિત્રમાં શિથિલ થયા. તેમના શિથિલાચારથી શ્રાવક ઉપાશ્રયમાં આવતા બંધ થયા. આ પ્રમાણે સિદ્ધસેનસૂરિના શિથિલાચારની વાતો સાંભળી તેમને પ્રતિબોધવા તેમના ગુરુ વૃદ્ધવાદીસૂરિ એકલા કુમારપુર નગરે આવ્યા. ઋદ્ધિગારવમાં આસક્ત થયેલા સિદ્ધસેનજી ગુરુને ઓળખ્યા નહીં. પરંતુ ગુરુએ એક શ્લોક અને એનો અર્થ સંભળાવીને તેમને પ્રતિબોધ્યા. સિદ્ધસેનજીને પણ ગુરુની શિક્ષાથી પોતાની ભૂલ સમજાઈ. ક્ષમા માગી પોતાના દુશ્ચારિત્રની આલોચના કરી અને વૃદ્ધવાદીસૂરિ સાથે વિહાર કર્યો. તેઓએ અન્ય અન્ય સૂરિવરો પાસેથી ઘણું શ્રુતજ્ઞાન મેળવ્યું અને શ્રતધર થયા. એક વખત સિદ્ધસેનસૂરિએ સંઘને કહ્યું કે “જો સંઘની આજ્ઞા હોય તો સર્વ સિદ્ધાન્ત ગ્રંથ જે પ્રાકૃતમાં છે તે સંસ્કૃત ભાષામાં રૂપાંતર કરું.’ સંઘે કહ્યું, “આવું બોલવું એ પણ પાપ છે, કારણ સર્વ અક્ષરોના સંયોજનને જાણનારા એવા ગણધરભગવંતો શું આ સિદ્ધાન્ત સંસ્કૃત ભાષામાં રચી શકતા ન હતા. પરંતુ ચારિત્રની ઈચ્છાવાળા એવા બાલ-વૃદ્ધ અને સ્ત્રી તથા અજ્ઞાની જીવોના અનુગ્રહ માટે તત્ત્વજ્ઞ પુરુષોએ આ સિદ્ધાન્ત પ્રાકૃત ભાષામાં રચ્યા છે. પરંતુ આ પ્રમાણે બોલતા તમે પારાંચિત નામના પ્રાયશ્ચિતને યોગ્ય છો.' સિદ્ધસેનજીએ પોતાની ભૂલ કબૂલી લીધી. પરંતુ સંઘયણ અને બુદ્ધિબલના અભાવે પારાંચિત પ્રાયશ્ચિત વિચ્છેદ પામેલું હોવાથી તેને અનુસરનારું બાર વર્ષ સુધી ગુપ્તવેશમાં રહેવાવાળું પ્રાયશ્ચિત એમણે લીધું. ગચ્છનો ત્યાગ કરી, વિવિધ તપ, જપ, ધ્યાનાદિ આચરતા આઠ ८६ સમ્યગુદર્શનના ૬૭ (ભેદો) બોલો ) Page #99 -------------------------------------------------------------------------- ________________ વર્ષ બાદ ઉજ્જૈની નગરીમાં મહાકાલના મંદિરમાં આવ્યા. પારાંચિત તપને યોગ્ય તપને સેવતા એ મૌનને કારણે લોકો પૂછવા છતાં કાંઈ બોલતાં નથી. તેથી લોકોએ રાજાને નિવેદન કર્યું કે કોઈ પરદેશી મંદિરમાં રહેવા છતાં મહાદેવને પ્રણામ કરતો નથી. આશ્ચર્ય અને ક્રોધ સાથે રાજાએ સિદ્ધસેનસૂરિને મહાદેવને પ્રણામ ન કરવાનું કારણ પૂછ્યું. સિદ્ધસેનસૂરિએ અત્યારે જિનશાસનની પ્રભાવના કરવા યોગ્ય અવસર જાણી રાજાને કહ્યું, ‘મારી સ્તુતિ આ મહાદેવ સહી શકશે નહિ.' રાજાએ વધારે ગુસ્સે થઈ કહ્યું, “જે થવાનું હોય તે થાય પણ તમે મહાદેવને પ્રણામ અને સ્તુતિ કરો.' ત્યારે સૂરિએ જિનગુણથી ગર્ભિત એવી બત્રીસ બત્રીસ શ્લોક રચવા લાગ્યા અને અત્યંત પ્રભાવશાળી એવા કલ્યાણ મંદિર સ્તોત્રની રચના કરી. જે રચતા શિવલિંગમાંથી અગ્નિની જ્વાલાઓ નીકળી અને એના મધ્યમાંથી અપ્રતિમ સૌંદર્યવાળી એવી શ્રી પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમા પ્રગટ થઈ. આ દશ્ય જોઈ રાજા અને લોકોએ પાર્શ્વનાથ પ્રભુનો અને જિનશાસનનો જયજયકાર કર્યો. સૂરિજીએ રાજાને ધર્મોપદેશ આપી જૈનધર્મનો અનુરાગી બનાવ્યો. આવી રીતે સિદ્ધસેનસૂરિએ જિનશાસનની પ્રભાવના કરી એટલે સંઘે પણ પારાંચિત પ્રાયશ્ચિતના બાકી રહેલ ચાર વર્ષના પ્રાયશ્ચિતની ક્ષમા આપી અને ઘણા બહુમાનપૂર્વક સૂરિજીને નગર પ્રવેશ કરાવ્યો. તેઓએ સંમતિપ્રકરણ, બત્રીસ બત્રીસિકા આદિ સુંદર કાવ્યરચનાઓ દ્વારા જિનશાસનની પ્રભાવના કરી એટલે તેઓ આઠમા કવિ પ્રભાવક કહેવાયા. ઊગ્યો મુક્તિનો અરુણોદય... સમ્યગદર્શન ૮૭. Page #100 -------------------------------------------------------------------------- ________________ સમ્યકત્વના પાંચ ભૂષણો ‘ભૂષણ' એટલે શોભા એટલે જ અલંકાર. જેમ અલંકારથી દેહની શોભા વધે છે તેમ જ ગુણોથી સમ્યકત્વ શોભે તેને ‘ભૂષણ' કહેવાય. આવા પાંચ ભૂષણ કહેલા છે - a) કુશળતા - વીતરાગ પરમાત્માનું દર્શન, પૂજન, વંદન, ગુરુને વંદન, વ્યાખ્યાન, શ્રવણ, સામાયિક, પ્રતિક્રમણ, પર્વતીથિના દિવસે યથાશક્તિ ઉપવાસાદિ પચ્ચખ્ખાણ, દાન, શ્રાવકને યોગ્ય બાર વ્રતોનું પાલન ઈત્યાદિ ધર્મક્રિયામાં કુશળતા તેમજ જિનશાસનમાં નિપુણતા અર્થાત્ ચિનોક્ત તત્ત્વોના અર્થાત્ શાસ્ત્રોના અભ્યાસ દ્વારા પ્રાપ્ત થતી પ્રવીણતા એ સમ્યત્વનું ‘કુશળ' નામનું પ્રથમ ભૂષણ છે. એના માટે ઉદાયી રાજાની કથા આપેલી છે – રાજગૃહી નગરીમાં શ્રેણિક રાજાનો પુત્ર કોણિક (બીજું નામ અશોકચંદ્ર) રાજ્ય કરતો હતો. તેને પદ્માવતી નામની પત્ની હતી. એમને ત્યાં પુત્ર રત્નનો જન્મ થયો જેનું નામ ઉદાયી' રાખ્યું. રાજાને આ બાળક પર અત્યંત સ્નેહ હતો. એક વખત કોણિક રાજા પોતાના ખોળામાં ઉદાયીને બેસાડીને ભોજન કરતો હતો ત્યારે બાળ ઉદાયીએ મૂત્રની ધારા રાજાના ભોજનની થાળીમાં કરી. બાળક પ્રત્યેના વાત્સલ્ય ભાવના લીધે મૂત્રવાળું ભોજન દૂર કરી બાકીનું ભોજન એ જ થાળીમાં રસવતી હોય તેમ કર્યું. કાળાંતરે આ જ કોણિક રાજા “આ ભરતક્ષેત્રમાં હું તેરમો ચક્રવર્તી થયો છું.” એમ બોલતો, વૈતાઢય પર્વતની તમિસ્ત્રા ગુફાના દ્વારને ઉઘાડવા દંડ વડે તાડન કરવા લાગ્યો. તેથી કોપાયમાન થયેલા ગુફાના અધિષ્ઠાયક દેવે સૈન્ય સહિત કોણિક રાજાને ભસ્મીભૂત કર્યો. તેથી મંત્રીઓએ બાળક ઉદાયીનો રાજ્યાભિષેક કર્યો. પરંતુ બાળક ઉદાયી રાજા પિતાના સ્નેહને યાદ કરીને અત્યંત શોકાતુર રહે છે. એના શોકને દૂર કરવા મંત્રીઓએ પાટલીપુત્ર રાજધાની બનાવી અને ત્યાં ઉદાયી રાજા ८८ સમ્યગદર્શનના ૬૭ (ભેદો) બોલો ) Page #101 -------------------------------------------------------------------------- ________________ રાજ્ય ક૨વા લાગ્યો. આ ઉદાયી રાજા દાનવીર, ધર્મવીર અને યુદ્ધવીર બન્યા. સદ્ગુરુ પાસે બાર વ્રતો ધારણ કર્યા. દેવ-ગુરુ-ધર્મની ઉપાસના, ચાર પર્વતીથીના પૌષધ ચોથભક્તપૂર્વક તપનું આરાધન, છ આવશ્યકનું આચરણ ઈત્યાદિ ધર્મકાર્યોમાં લીન થયા. દેઢ સમ્યક્તવાળા તેણે પૌષધ ક૨વા માટે અંતઃપુરમાંજ પૌષધશાળા બનાવી. ઉદાયીરાજા સાથેના સંગ્રામમાં મૃત્યુ પામેલા કોઈ એક રાજાનો પુત્ર પોતાના પિતાના મૃત્યુનું વેર વાળવા અર્થાત્ ઉદાયી રાજાને હણવાની ઈચ્છાથી ઉજ્જૈની નગરીના રાજા પાસે આવ્યો, તેની ઘણી સેવા કરી એને પ્રસન્ન કર્યો. પછી એ રાજા પાસે ઉદાયી રાજાને મારવા માટે સહાય માગી. રાજાએ એનું વચન સ્વીકારીને થોડું લશ્ક૨ એને સાથે આપ્યું. આ રાજપુત્ર ઉદાયી રાજાને મા૨વાની ઈચ્છાથી પાટલીપુત્ર આવ્યો. ત્યાં આવીને એના ઘણા પ્રયત્નો છતાં એને રાજાને હણવાનો કોઈ ઉપાય મળ્યો નહીં. એને ખબર પડી કે ઉદાયી રાજા જૈન શ્વેતામ્બર મુનિઓનો પરમ ભક્ત છે. જો હું કપટપણે યતિપણું સ્વીકારું તો રાજાનો વિશ્વાસ જીતી અવસરે રાજાને મારવાની તક મળે. એમ વિચારી જૈનાચાર્ય પાસે જઈ દીક્ષા આપવાની માગણી કરી. ગુરુજી એના ભાવથી અજાણ હોવાથી તેને દીક્ષા આપી. ઉપધિમાં ગુપ્તપણે છરી રાખી તેણે દીક્ષા ગ્રહણ કરી. ગુરુજીનો વિશ્વાસ અને પ્રેમ પ્રાપ્ત ક૨વા માટે કઠીન તપ આચરી ઉગ્ર ચારિત્ર પાલન કરવા લાગ્યો. આ રીતે ૧૬ વર્ષ સુધી ચારિત્રનું પાલન કર્યું પરંતુ ઉદાયી રાજાને મા૨વાની બુદ્ધિમાં જરાય ફરક પડ્યો નહીં. ગુરુજી વિહાર કરતા પાટલીપુત્ર પધાર્યા. ભક્તિથી ભાવિત થયેલા એવા ધર્મની ભાવનાવાળા ઉદાયી રાજા પ્રતિદિન ગુરુ પાસે ધર્મશ્રવણ માટે જાય છે. એક વખત પર્વનો દિવસ આવ્યો ત્યારે રાજા પ્રભાતકાળે ષડૂઆવશ્યક ક્રિયા કરીને, જિનેશ્વર પરમાત્માની અષ્ટપ્રકારે પૂજા કરી ગુરુ પાસે વંદન કરવા ગયો. ગુરુને દ્વાદશાવર્ત વંદન કરી, ઉપવાસનું પચ્ચકખાણ લઈ સાયંકાળે પૌષધ ક૨વા માટે ગુરુને પોતાની પૌષધશાળામાં આવવાની વિનંતિ કરી. ગુરુજીએ પણ રાજાને પૌષધ અને ધર્મક્રિયા કરાવવાના શુભ આશયથી તે આમંત્રણ સ્વીકાર્યું. મુનિ બનેલા ઊગ્યો મુક્તિનો અરુણોદય... સમ્યગ્દર્શન ૮૯ Page #102 -------------------------------------------------------------------------- ________________ રાજપુત્રને સાથે લઈ ગુરુજી રાજાની પૌષધશાળામાં આવ્યા. હવે રાજાને મારવાનો અવસર મળશે એમ વિચારી એ રાજપુત્રર્ષિએ છૂપાવીને પોતાની સાથે છૂરી લીધી. રાજા ભાવપૂર્વક ગુરુને વંદન કરી, પૌષધ ગ્રહણ કરી પ્રતિક્રમણ, સ્વાધ્યાય, ચાર શરણાનો સ્વીકાર, પરમેષ્ઠિ મહામંત્રનું સ્મરણ કરી સંવેગના તરંગોમાં ઝીલતા સૂઈ ગયા. ગુરુજી પણ પોતાનો સ્વાધ્યાય આદિ પૂર્ણ કરી રાજાની પાસેજ સૂઈ ગયા. આ અવસરે મધ્યરાત્રિએ એ દુષ્ટાત્મા ઉઠ્યો અને મારા પિતાની હત્યાનો બદલો લેવાનો આ જ અવસ૨ છે એમ જાણીને તેણે પોતાની પાસેની છૂરીથી રાજાની ગર્દન કાપી નાંખી અને પોતે સ્પંડિલ જવાનું બહાનું બતાવી રાજમહેલથી બહાર નિકળી ગયો. રાજાના કંઠથી નિકળેલી રૂધિરની ધારા ગુરુજીના સંથારાને સ્પર્શી. ગુરુજી જાગૃત થઈ ગયા અને મૃત્યુ પામેલા રાજાને જોઈ અને પોતાના શિષ્યને ન જોતા વિચારવા લાગ્યા, ‘અહો! તે દુરાત્માએ જિનશાસનને મલિન ક૨ના૨ અને અપકીર્તિ ક૨ના૨ એવું દુષ્ટ કાર્ય કર્યું છે. એટલે મને મારો પ્રાણત્યાગ કરીને પણ જિનશાસનની અવહેલના થતી રોકવી જોઈએ.' એમ વિચારી પંચ પરમેષ્ઠિનું સ્મરણ કરી તે જ છૂરીથી પોતે પણ પ્રાણત્યાગ કર્યો. પ્રભાતે રાજા અને ગુરુજી બંને મૃત્યુ પામેલા જોઈ રાજસેવકોએ એ દુષ્ટાત્માની ઘણી શોધ કરી. પરંતુ તે મળ્યો નહીં. ઉદાયી રાજા સમાધિપૂર્વક સંવેદના પરિણામપૂર્વક મૃત્યુ પામી દેવલોકમાં ગયા. આ પ્રમાણે ઉદાયીરાજાની જેમ ધર્મક્રિયામાં કુશળતા ધા૨ણ ક૨વી. b) તીર્થસેવના - સંસાર સાગર જેનાથી તરાય તે તીર્થ કહેવાય છે. તેના દ્રવ્યતીર્થ અને ભાવ તીર્થ અથવા સ્થાવર તીર્થ અને જંગમ તીર્થ એમ બે ભેદ છે. સ્થિર રહે તે સ્થાવર અને હલનચલન કરે તે જંગમ, શત્રુંજય, ગિ૨ના૨, સમ્મેતશિખર, અષ્ટાપદ આદિ સ્થાવર તીર્થો છે, જ્યારે આત્મજ્ઞાની ગુરુ જે એક સ્થળેથી બીજા સ્થળે વિહા૨ ક૨ી (અધિકારી) જીવોને આત્મકલ્યાણનો માર્ગ બતાવે છે એટલે તેને ભાવતીર્થ કહેવામાં આવે છે તે જંગમ તીર્થ છે. ભાવતીર્થ એટલે સંવેગ-નિર્વેદ પરિણામવાળો શ્રી ચતુર્વિધ સંઘ - સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા જે સ્થળે સમ્યગ્દર્શનના ૬૭ (ભેદો) બોલો ૯૦ Page #103 -------------------------------------------------------------------------- ________________ રહી અનેક જ્ઞાની પુરુષોએ પોતાના શુદ્ધ આત્મસ્વરૂપની પ્રાપ્તિ કરી છે એવા પવિત્ર સ્થળો જડરૂપ હોવાથી તે દ્રવ્યતીર્થ છે. આવા તીર્થની સેવા, ઉપાસના કરવી તે ‘તીર્થસેવાના’ નામનું બીજું ભૂષણ છે. દ્રવ્યતીર્થની સેવા અર્થાત્ તીર્થસ્થાનોની વારંવાર યાત્રા કરવી અને જંગમ તીર્થ સ્વરૂપ ગીતાર્થ મુનિઓની સેવા અને સત્સંગ ક૨વો. આ મુનિજન સંવેગ, નિર્વેદ, ધર્મશ્રદ્ધા, ગુરુ સાધર્મિક શુશ્રૂષા, આલોચના ઈત્યાદિ ૭૨ પ્રકારના સ્થાનને સેવનારા હોય છે. એમના પરિચયમાં રહેવું, અહીં નાગદત્ત શ્રેષ્ઠીની કથા આપેલી છે. કુસુમપુર નગરમાં નાગચંદ્ર નામના શ્રેષ્ઠીનો નાગદત્ત નામે પુત્ર હતો. એ ધર્મની રૂચિવાળો તેમજ સજ્જનોની સેવા ક૨વામાં હંમેશ ઉત્સુક રહેતો. એક વખત ચૈત્યપરિપાટી કરતા કરતા એક જિનમંદિરમાં જિનેશ્વર ભગવંતની પૂજા ક૨વા માટે પ્રવેશ કરે છે. ત્યાં રત્નસુવર્ણની પ૨માત્માની અદ્ભૂત અંગરચના જોઈ એને પણ સ્વદ્રવ્યથી જિનેશ્વર ભગવંતની સુંદર જિનપૂજા, અંગરચના કરવાની ઇચ્છા થઈ. એના માટે પોતે દ્રવ્યઉપાર્જન ક૨વા સમુદ્રયાત્રા દ્વા૨ા પરદેશ જવાનું નક્કી કર્યું અને આખા નગરમાં કોઈને સાથે આવવું હોય એવો ઢંઢેરો પીટાવ્યો. આ ઉદ્ઘોષણા સાંભળી ઘણા નગ૨જનો તૈયા૨ થયા અને નાગદત્ત શ્રેષ્ઠી પાંચસો વહાણો સાથે સમુદ્રયાત્રાએ નીકળ્યા. એક હજાર યોજન જેટલો સમુદ્ર પસાર કરે છે. મધદરિયે પહોંચતા પવનનું સખત તોફાન જાગ્યું અને બધા વહાણો ઉન્માર્ગમાં ફસાયા. દરિયાઈ મોજાથી ખેંચાતા તે વહાણો દુર્લધ્ય એવા શૈલકુંડલમાં આવી પડ્યા કે જ્યાંથી વહાણોનું બહાર નીકળવું અસાધ્ય બની ગયું. આ જ શૈલકુંડલમાં પહેલા સો વહાણો ફસાઈ ગયા હતા. એ વહાણોના યાત્રિકોની ભોજન સામગ્રી સમાપ્ત થતા ભૂખ-તરસથી એ વહાણના લોકો મૃત્યુ પામ્યા હતા. ફક્ત એક જ પુરુષ પંચપરમેષ્ઠિનું સ્મરણ કરતો જિવતો હતો. નાગદત્તે એને જોયો. ભૂખ-તરસથી અશક્ત થયેલા તેનાથી બોલી શકાતું નહોતું. હાથની સંજ્ઞાથી તેણે પાણી માગતા નાગદત્તે એને પાણી આપ્યું. અને દેવ, ગુરુ, ધર્મનું શરણા સંભળાવી અંતિમ આરાધના કરાવી. શુભધ્યાનમાં મૃત્યુ પામતા તે જીવ દેવલોકમાં ગયો. સો વહાણોનું ઊગ્યો મુક્તિનો અરુણોદય... સમ્યગ્દર્શન ૯૧ Page #104 -------------------------------------------------------------------------- ________________ આ વૃત્તાંત સાંભળી નાગદત્ત સાથેના વહાણોના લોકો નાગદત્ત ઉપર આક્રોશ કરવા લાગ્યા. તો પણ નાગદત્તને એમના પર થોડો પણ રોષ ઉત્પન્ન થતો નથી. ધર્મનું શરણું લેવાનું સમજાવી એ લોકોને શાંત કર્યા. ત્યાંથી થોડે દૂર સિંહલદ્વીપમાં ‘જીવાવતારતિ' નામે રાજા હતો જે કોઈ આપત્તિગતની વાત સાંભળતા એમને મદદરૂપ થયા વિના પોતે ભોજન કરતો નહીં. એ રાજાને શૈલકુંડલમાં ફસાયેલા ૫૦૦ વહાણોના સમાચાર મળતા તેમને યમના મુખમાંથી બહાર કાઢવાનો ઉપાય પોતાના મંત્રીઓ સાથે ચિંતવે છે પણ ઉપાય ન મળતા બીજા દિવસે નગરમાં પડહ વગાડે છે કે “જે કોઈ આ વહાણોને એ ગિરીકુંડલમાંથી બહાર કાઢશે એને રાજા એક લાખ સોનામહોરો આપશે. આ પડહ સાંભળી એક વૃદ્ધ નાવિક રાજા પાસે આવ્યો અને એ વહાણોને કુંડલમાંથી બહાર કાઢવાનો ઉપાય બતાવવા એક વહાણ દ્વારા શૈલકુંડલમાં આવ્યો. નાગદત્ત અને વહાણોના માણસોને એણે કહ્યું, ‘અહીં આ કુંડલ પાસેના પર્વતના શિખર પર એક સુંદર દેવમંદિર છે તેમાં એક મોટો ઘંટ છે, તે વગાડવાથી ગુફામાં તેનો અવાજ સો ગણો મોટો સંભળાય છે. તેથી પર્વત પર બેસેલા ભારંડ પક્ષીઓ એ અવાજથી આકુળ-વ્યાકુળ થઈ આકાશમાં ઉડે છે. ત્યારે એમની પાંખોના વેગવાળા પવનથી આ વહાણો ગુફામાંથી બહાર આવશે. પરંતુ ઘંટ વગાડવા ઉપર ચડેલો વ્યક્તિ ભૂખ-તરસથી પીડાતો મૃત્યુ પામશે.” આ સાંભળી ઘંટ વગાડવા પર્વતની ટોચ પર જવા કોઈ વ્યક્તિ તૈયાર થતો નથી. ત્યારે નાગદત્ત તે વૃદ્ધ નાવિકને અત્યંત મધુર વાણીથી કહે છે, 'તમારું હવે થોડું જ આયુષ્ય બાકી છે તો શેષ જીવનને બદલે આપત્તિમાં પડેલા અમારા બધાનો ઉદ્ધાર કરી યશ પ્રાપ્ત કરો.' પરંતુ એ વૃદ્ધ પુરુષ એ વાત માટે તૈયાર ન થતા નાગદત્ત પોતે જ પોતાની ફરજ સમજી પર્વતના શિખર પર ચડ્યો અને ઘંટ વગાડી, એના અવાજથી ભાખંડ પક્ષીઓ ઉડ્યા અને તેઓની પાંખોના પવનથી વહાણો ગુફામાંથી બહાર આવ્યા અને સિંહલદ્વીપ પહોંચ્યા. સાર્થના લોકો પોતે સાથે લાવેલ કરીયાણું વેંચી બીજું કરીયાણું ભરી સમુદ્ર માર્ગે કુસુમપુર પાછા આવ્યા. સમ્યગદર્શનના ૬૭ (ભેદો) બોલો ) Page #105 -------------------------------------------------------------------------- ________________ સાર્થના આગમનના સમાચાર સાંભળી પુત્રના દર્શનનો ઉત્સુક એવા નાગચંદ્ર શ્રેષ્ઠી દરિયા કિનારે આવ્યા. ત્યાં સાર્થના લોકો પાસેથી દરિયાઈ તોફાનના અને એ આપત્તિમાંથી કેવી રીતે નાગદત્ત દ્વારા બહાર આવ્યા અને નાગદત્તનું મૃત્યુ થયું આ બધા સમાચાર સાંભળી પુત્ર વિયોગથી નાગચંદ્ર શ્રેષ્ઠી મૂછિત થયા. એવામાં આકાશમાર્ગે સુંદર ચમકતી ધ્વજાવાળું એવું સુંદર દેવવિમાન આવ્યું. એમાંથી નાગદત્ત શ્રેષ્ઠી ઉતરી પોતાના પિતાને ભેટ્યો. આ આશ્ચર્યકારક ઘટનાનો વૃત્તાંત નાગદત્તે આ પ્રમાણે કહ્યો, પર્વતના શિખર પર ભોજન ન હોવાથી પ્રતિદિન ઉપવાસ કરતો અને ત્યાંના જિનમંદિરમાં બિરાજમાન ઋષભદેવની પ્રતિમાની એ ભક્તિપૂર્વક પૂજા કરતો. હવે ટૂંક સમયમાં મરણ ચોક્કસ આવવાનું છે એમ જાણતા એ હૃદયથી જિનેશ્વર ભગવંતના કહેલા તત્ત્વનું ચિંતન કરતો. એક દિવસ દેદીપ્યમાન કાંતિવાળો એક વિદ્યાધર પુરુષ એની પાસે આવ્યો. નાગદત્તનું વૃત્તાંત જાણી એના સત્ત્વથી, જિનસેવાથી એ સંતુષ્ટ થતા એણે ગગનગામિની વિદ્યા તથા એની પુત્રી એને આપી – અને એ વિદ્યાના બળથી દેવવિમાનમાં બેસી નાગદત્ત કુસુમપુર આવ્યો. પુત્રનું આ વૃત્તાંત સાંભળી નાગચંદ્ર શ્રેષ્ઠી ઘણો હર્ષ પામ્યો. ત્યારબાદ પિતાની આજ્ઞા લઈ નાગદત્ત ઉપાર્જન કરેલા સ્વદ્રવ્યથી જિનેશ્વર ભગવંતની અત્યંત મનોહર એવી ઉત્તમ પૂજા (અંગરચના) કરી, ધાર્મિક મહોત્સવ કર્યો. સંવિગ્ન મુનિઓને અશન-પાન-વસ્ત્રાદિનું સુપાત્ર દાન કરી સેવા શુશ્રુષા કરી. આવી રીતે પ્રતિદિન જિનશાસનની સેવા કરી અંતે ચારિત્ર ગ્રહણ કરી તેનું સુંદર પાલન કરી દેવલોકમાં ગયા. નાગચંદ્ર શ્રેષ્ઠીએ જે સમ્યક્ પ્રકારે તીર્થસેવના કરી સમ્યકત્વનું બીજું ભૂષણ છે. c) ભક્તિ - જિનેશ્વર પરમાત્મા તથા સાધુ સાધ્વી આદિ ગુરુજનોની બહુમાનપૂર્વક, સેવા-ભક્તિ કરવી. જિનેશ્વર ભગવંતની નિસહી ત્રિક, પ્રદક્ષિણા ત્રિક, પ્રણામ ત્રિક, પૂજા ત્રિક, અવસ્થા ત્રિક, ત્રણ દિશામાં જોવાનું વર્જન, ત્રણ વાર ભૂમિનું પ્રમાર્જન, વર્ણાદિ ત્રિક, મુદ્રા ત્રિક, પ્રણિધાન ત્રિક આ દસ ત્રિકથી યુક્ત વંદના, પૂજન કરવું. તથા વસ્ત્ર, પાત્ર, આહાર, ઔષધાદિ આપવા વડે ઊગ્યો મુક્તિનો અરુણોદય... સમ્યગુદર્શન Page #106 -------------------------------------------------------------------------- ________________ ગુરુની, સાધુ-સાધ્વીજીની ભક્તિ ક૨વી તે ‘ભક્તિ' નામનું ત્રીજું ભૂષણ છે. પંચમહાવ્રતધારી સાધુ સાધ્વીજીની અતિશય આદરપૂર્વક ભક્તિ, ગુણીજનોનો અનુરાગ ક૨વો. અહીં ‘કામિની’નું દૃષ્ટાંત આપેલું છે. કે આ કામિનીને એક પરિવ્રાજકે કામટુમણ દ્વારા પોતાની અત્યંત અનુરાગી બનાવી તેથી તે તેને જ ચાહતી હતી. બીજા કોઈની પણ ઈચ્છા કરતી ન હતી તેમ આપણે નિરંતર જિનેશ્વર, સુસાધુ અને પ્રવચનની શ્રદ્ધારૂપ સમ્યક્ત્વના અનુરાગી થવું, મિથ્યાત્વમાં આસક્ત દેવ-ગુરુનો ક્યારે પણ ભક્તિરાગ ક૨વો નહીં. d) સ્થિરતા - અરિહંત પરમાત્માએ પ્રરૂપેલા ધર્મ પ્રત્યે અત્યંત દેઢતા, સ્થિરતા રાખવી. ગમે તેવા મિથ્યાત્વી રાજા કે દેવોના ઉપસર્ગ આવે તો પણ સ્વધર્મમાંથી ચલિત ન થવું. દૃઢ રહેવું તેમજ બીજો કોઈ ધર્મથી પતિત થતો હોય તો તેને ધર્મમાં સ્થિર ક૨વો તે સ્થિરતા નામનું ચોથું ભૂષણ છે. અહીં સુલસા શ્રાવિકાની કથા આપેલી છે. રાજગૃહી નગરીમાં પ્રસેનજિત રાજાનો નાગ નામનો સારથિ હતો, એની સુલસા નામની પત્ની હતી જે જિનેશ્વર પરમાત્મા પ્રત્યે અત્યંત ભક્તિ અને અનુરાગવાળી હતી. એક વખત ઈંદ્રમહારાજાએ દેવસભામાં સુલસાની ધર્મઢઢતાની ઘણી પ્રશંસા કરી. તે સાંભળી એક દેવ સુલસાની પરીક્ષા ક૨વા સાધુનો વેશ લઈ એને ઘરે આવ્યો. તેને પણ સુલસાના ધર્મઢઢતાની ખાતરી થઈ. એક વખત મહાવીર પ્રભુ ચંપાનગરીમાં સમોસર્યા. ત્યાં અંબડ નામનો પરિવ્રાજક પ્રભુની દેશના સાંભળવા આવ્યો. દેશના પૂર્ણ થતા પ્રભુને વંદન કરી આકાશગામિની વિદ્યાથી રાજગૃહી નગરી જવા પ્રયાણ કરે છે ત્યાં પ્રભુએ અંબડ શ્રાવકને કહ્યું, ‘નાગસારથીની પત્ની સુલસાને અમારા ધર્મલાભના આશીર્વાદ કહેજો.’ ૫૨માત્માની વાત સ્વીકારી અંબડ સુલસાના ઘરની બહાર આવ્યો. ત્યાં એણે વિચાર્યું, ‘જે શ્રાવિકાને સ્વયં, પ્રભુએ ધર્મલાભ કહેવરાવ્યો છે તો એની હું પરીક્ષા કરું. એમ વિચારી વૈક્રિય લબ્ધિથી એમણે જતિનું ઉદ્દ્ભટ રૂપ બનાવી સુલસાના ઘરે પ્રવેશ કર્યો અને ભિક્ષાની યાચના કરી. ત્યારે સુપાત્ર વિના બીજા સમ્યગ્દર્શનના ૬૭ (ભેદો) બોલો ૯૪ Page #107 -------------------------------------------------------------------------- ________________ કોઈને પૂજ્ય બુદ્ધિથી દાન ન આપવાની સુલસાની પ્રતિજ્ઞા હોવાથી સુલસાએ એને ભિક્ષા આપી નહીં. અંબડ ત્યાંથી નિકળી તુલસાની હજુ પરીક્ષા કરવા માટે ગામની પૂર્વ દિશાએ જઈ ચાર મુખવાળું, ચાર ભુજાવાળું એવું બ્રહ્માનું રૂપ વિકવ્યું અને સાવિત્રી સહિત ઉચ્ચ આસને બેસી લોકોને ધર્મોપદેશ આપવા લાગ્યો. ત્યારે સમ્યકત્વમાં દેઢ એવી સુલતાને છોડી સર્વ નગરજનો તે બ્રહ્માને નમસ્કાર કરવા માટે આવ્યા. બીજે દિવસે દક્ષિણ દિશામાં શંખ-ચક્ર-ગદા આદિથી યુક્ત વિષ્ણુ ભગવાનનું રૂપ કરી ધર્મોપદેશ આપ્યો. છતાં સુલતા તે વિષ્ણુને નમસ્કાર કરવા ન ગઈ. હવે અંબડે ત્રીજા દિવસે પશ્ચિમ દિશામાં શંકરનું રૂપ બનાવી પાર્વતી સહિત બેસી ધર્મોપદેશ આપ્યો. ત્યાં પણ તુલસા ન ગઈ. પછી ચોથા દિવસે ઉત્તર દિશામાં સમવસરણ વિકવ્યું અને તીર્થકર બની લોકોને ધર્મોપદેશ આપવા લાગ્યો. પરંતુ જૈન ધર્મમાં સંપૂર્ણ શ્રદ્ધાવાળી એવી સુલતા ત્યાં પણ ન જતા અંબડે એક પુરુષને સુલસા પાસે મોકલાવ્યો. તેણે સુલતાને કહ્યું, ‘અહીં તીર્થંકર પરમાત્મા પધાર્યા છે. એ પચ્ચીસમાં તીર્થકર છે, તો તમે એમને વંદન કરવા કેમ જતા નથી?' પરંતુ સુલસા દઢ શ્રદ્ધાથી બોલી કે મહાવીર સ્વામીને છોડીને બીજા કોઈ તીર્થંકર પરમાત્મા આ પૃથ્વી પર નથી. પચ્ચીસમા તીર્થકર હોય જ નહિ. આ કોઈ પાખંડી કપટ કરીને મુગ્ધ લોકોને છેતરે છે. આ સાંભળી અંબડને ખાત્રી થઈ કે મહાવીર સ્વામીએ સુલતાને જે ધર્મલાભ કહેવડાવ્યા તે યુક્ત જ છે. આટલી માયા કરવા છતાં તે સમ્યકત્વથી ચલિત ના થઈ. પોતાની માયા સંકેલી અંબડ શ્રાવક પોતાનું મૂળ રૂપ ધારણ કરી સુલતાના ઘરે જઈ એની ક્ષમા માગી અને વીર પ્રભુનો સંદેશો આપ્યો. આ સુલસા શ્રાવિકાની જેમ સમ્યકત્વમાં દઢ સ્થિર રહેવું એ સમ્યકત્વનું ચોથું ભૂષણ છે. e) પ્રભાવના - જિન શાસનની પ્રભાવના અર્થાત્ શાસનની ઉન્નતિ થાય એવા કાર્યો કરવા, અનેક પ્રકારના મહોત્સવો દ્વારા, તીર્થયાત્રા, રથયાત્રા આદિ વડે જૈન શાસનની પ્રભાવના કરવી, અન્યધર્મી લોકો પણ જૈનશાસન પામે તેવી ધર્મદેશના કરવી તે પ્રભાવના નામનું સમ્યકત્વનું પાંચમું ભૂષણ છે. અહીં સિંહકુમારનું દૃષ્ટાંત જ ઊગ્યો મુક્તિનો અરુણોદય... સમ્યગદર્શન ૯૫ Page #108 -------------------------------------------------------------------------- ________________ આપેલું છે કે એમણે રાજા બન્યા પછી કેવી રીતે જિનશાસનની અદ્વિતિય પ્રભાવના કરી જે ઋષભદેવ-પ્રભુના પ્રતિમાના અધિષ્ઠાયક દેવના પ્રતાપે એને રાજ્ય મળ્યું એ ઋષભદેવ પ્રભુની પ્રતિમા સુંદર જિનાલય બંધાવી ત્યાં સ્થાપિત કરી જૈનધર્મની ઘણી પ્રભાવના કરી. સર્વ નગરજનોમાં જૈનધર્મના બીજ રોપ્યા. આ રીતે જૈનશાસનની પ્રભાવના કરવી અને કરાવવી એ સમ્યકત્વનું પાંચમું ભૂષણ છે. આભૂષણોથી જેમ શરીર શોભે તેમ આ પાંચ ગુણોરૂપી આભૂષણોથી સમ્યકત્વવ્રતરૂપી શરીર શોભે છે. ૯૬ સમ્યગદર્શનના ૬૭ (ભેદો) બોલો ) Page #109 -------------------------------------------------------------------------- ________________ સમ્યકત્વના પાંચ લક્ષણો વિશુદ્ધ તત્ત્વશ્રદ્ધાનરૂપ સમ્યકત્વના ઓળખાણના પાંચ લક્ષણો જૈન શાસ્ત્રમાં બતાવ્યા છે. જેના દ્વારા સમ્યત્વ જણાય તે લક્ષણ કહેવાય છે જેમ પર્વતની ખીણમાં રહેલો અને આંખે ન દેખાતો અગ્નિ આકાશમાંના ધુમાડાથી જણાય છે તેમ પ્રાપ્ત થયેલું પરંતુ આંખેથી ન દેખાતું એવું સમ્યકત્વ જે જે ચિહ્નોથી દેખાય તે ચિહ્નોને લક્ષણ' કહેવાય છે. સમ્યકત્વના આવા પાંચ લક્ષણો છે – ૧) ઉપશમ ૨) સંવેગ ૩) નિર્વેદ ૪) અનુકંપા પ) આસ્તિકતા. આ પાંચ લક્ષણો ક્રમશઃ શ્રેષ્ઠ શ્રેષ્ઠ છે પરંતુ તેની પ્રાપ્તિ ઉલટા ક્રમે થાય છે. સમ્યક્દર્શન ગુણને પ્રાપ્ત કરેલા આત્માને આસ્તિષ્પનો લાભ પહેલો થાય અર્થાત્ ૧) આસ્તિક્તા - જિન વચન ઉપર પ્રથમ શ્રદ્ધા થાય પછી જ ૨) અનુકંપા - વાસ્તવિક કરૂણા ઉપજે ત્યારબાદ ૩) નિર્વેદ - સંસારથી ઉદાસીનતા, વૈરાગ્ય ઉત્પન્ન થાય ૪) સંવેગ - માત્ર મોક્ષનો, મુક્તિનો અભિલાષ પ્રગટ થાય ૫) ઉપશમ - કષાયની મંદતા થઈ આત્માના શુદ્ધ ગુણોનો વિકાસ થાય, સમભાવ આવે. કષાય એટલે ક્રોધ, માન, માયા અને લોભ. જેમ જેમ કષાયની નિવૃત્તિ થતી જાય તેમ તેમ વ્યક્તિનો આત્મવિકાસ થતો જાય. આ આત્માનો આધ્યાત્મિક વિકાસ જૈનદર્શનમાં ગુણસ્થાન દ્વારા બતાવવામાં આવ્યો છે. સંસારી જીવો કષાયયુક્ત વિચારો કરે છે અને તે અનુસાર એમનો જીવનવ્યવહાર પણ કષાયયુક્ત હોય છે. સમ્યગુષ્ટિ પ્રાપ્ત થતા અનંતાનુબંધી કષાયની નિવૃત્તિ થાય છે, વ્યક્તિના વિચારઆચારમાં પરિવર્તન આવે છે અને ઉપરોક્ત પાંચ ગુણો દેખાય છે. ૧) ઉપશમ - ઉપશમ એટલે કષાયની મંદતા, રાગ દ્વેષ રહિત મનોવૃત્તિ. જીવનો આત્મવિકાસ થતા કષાયની મંદતા થતી જાય છે અને એના પ્રતિપક્ષી ક્ષમા, નમ્રતા, ઊગ્યો મુક્તિનો અરુણોદય... સમ્યગદર્શન Page #110 -------------------------------------------------------------------------- ________________ સરલતા અને સંતોષ આ ગુણોનો વિકાસ થતો જાય છે. સમ્યગુદૃષ્ટિ પ્રાપ્ત થયેલ વ્યક્તિ પોતાનો અપરાધ કરનારનું કાયાથી કે વચનથી અહિત ન કરે પણ મનથી પણ તેનું અહિત ન વિચારે. એ ક્રોધનો ગુલામ ન બનતા ક્રોધ એના કાબૂમાં હોય છે. એને કર્મના સ્વરૂપનું જ્ઞાન હોય છે અને કર્મનો વિપાક કેવો અશુભ હોય છે એ પણ જાણતો હોય છે એટલે પોતાના અપરાધી પ્રત્યે પણ ક્ષમાશીલ રહી શકે છે. અનિષ્ટ સંજોગોમાં પણ સમત્વભાવ રાખી શકે છે. મેતારક મુનિના કથાનકમાં આ ઉપશમ ભાવ જોવા મળે છે. મેતાર્ય મુનિ દીક્ષા ગ્રહણ કરી, સુંદર રીતે ચારિત્રનું પાલન કરતા ગુરુ પાસેથી નવ પૂર્વનો અભ્યાસ કરે છે. વિહાર કરતા કરતા મેતાર્ય મુનિ રાજગૃહી નગરીમાં આવે છે. અહીં શ્રેણિક રાજા જિનેશ્વર પરમાત્માની ભક્તિ દરરોજ સોનાના જવથી સ્વસ્તિક કરીને કરે છે. એના માટે સોની પાસે પ્રતિદિન ૧૦૮ સોનાના જવ ઘડાવે છે. મેતારક મુનિ વિહાર કરતા જ્યારે રાજગૃહી પધારે છે ત્યારે ગોચરી માટે આ સુવર્ણકારને ત્યાં આવે છે. ત્યારે સુવર્ણકાર જવ ઘડી રહ્યો હતો, મુનિને જોઈ આહાર માટે નિમંત્રણ આપી જવલાને ત્યાં ખુલ્લા મૂકી અંદર ઘરમાં ગયો. ત્યારે તેના આંગણમાં ઝાડ પર બેસેલો ક્રૌંચ પક્ષી આ કંઈક ભક્ષ્ય પદાર્થ છે એમ સમજી તે જવ ગળી ગયો. સોની જ્યારે મુનિને આહાર દાન કરી પાછો વળે છે ત્યારે તે જવ ન દેખવાથી મુનિને પૂછ્યું. મુનિએ વિચાર્યું કે જો ક્રૌંચ પક્ષી જવલા ગળી ગયો છે એમ સોનીને કહેશે તો સોની પક્ષીને મારીને એના ઉદરમાંથી જવલા કાઢશે. એમ વિચારી મુનિ મૌન રહ્યા. મૌન રહેવાથી સોનીને આ મુનિએ જ જવલા લીધા હશે એમ શંકા થઈ તેથી ક્રોધિત થઈ એણે મેતાર્ય મુનિના મસ્તકને પાણીમાં ભીની કરેલી વાઘર વડે જોરથી બાંધ્યું. સૂર્યના તાપથી એ સૂકાતા મુનિને અત્યંત અત્યંત વેદના થઈ. પરંતુ મેતાર્ય મુનિ ઉપશમભાવમાં લીન રહ્યા. પોતાના પૂર્વબદ્ધ કર્મોનો ઉદય સમજી સમતાપૂર્વક ઉપસર્ગ સહન કર્યો. શુકલધ્યાનમાં લીન થઈ ક્ષપકશ્રેણિ પર આરૂઢ થઈ કેવળજ્ઞાન પામ્યા અને તેજ સમયે આયુષ્ય પૂર્ણ થતા મોક્ષે ગયા. ત્યારે સોનીના આંગણમાં કોઈ સ્ત્રી આવીને લાકડાનો ભારો નાખ્યો. એના ૯૮ સમ્યગદર્શનના ૬૭ (ભેદો) બોલો ) Page #111 -------------------------------------------------------------------------- ________________ અવાજથી ઝબકીને ક્રૌંચ પક્ષીએ મળત્યાગ કર્યો. સૂરજના પ્રકાશમાં સોનાના એ જવલા પ્રકાશિત થતા સોનીને પરિસ્થિતિની જાણ થઈ અને પોતાના હાથે થયેલા ઘોર દુષ્કર્મનો (મુનિને મરણાંત ઉપસર્ગ આપ્યો) અત્યંત પશ્ચાતાપ થયો અને એણે દીક્ષા ગ્રહણ કરી. આવી રીતે મેતાર્ય મુનિએ આવા મરણાંત ઉપસર્ગમાં પણ જે ઉપશમ ભાવ રાખ્યો એ સમ્યક્ત્વનું પ્રથમ લક્ષણ છે. ૨) સંવેગ - ઉત્તમ પ્રકારના દેવ અને મનુષ્યોના સુખોનો ત્યાગ કરી કેવળ મુક્તિના સુખની અભિલાષા કરવી તે સંવેગ છે. સમ્યગ્દર્શન પ્રાપ્ત કરેલાએ આત્માનો અનુભવ કર્યો છે, તેના સુખનો થોડો પણ અનુભવ કર્યો છે તેને ઉત્તમ પ્રકારના દેવ અને મનુષ્યોના સુખો તુચ્છ અને અનિત્ય જણાય છે, સંયોગ વિયોગથી ભરપૂર લાગે છે, થોડાજ સમયમાં નાશ પામનારા લાગે છે. જ્યારે પરમ શાંતિમય, નિરૂપાધિક આત્માની અવસ્થા અનુભવવાથી એવા અનંત આનંદમય સ્થિતિમાં અર્થાત્ મોક્ષમાં સ્થિ૨ થવાની પ્રબળ ઈચ્છા પ્રગટ થાય છે. સમ્યક્ત્વના આ લક્ષણને સમજાવવા દવદન્ત મુનિની કથા છે - હસ્તિશીર્ષ નામના નગરમાં દવદન્ત નામે રાજા હતો. એક વખત દવદન્ત રાજા જરાસંઘ નામના પ્રતિવાસુદેવની સેવા ક૨વા રાજગૃહી નગરી ગયો તે સમયે દવદંત રાજા રાજ્યમાં ન હોવાથી હસ્તિનાપુરથી આવીને પાંડવોએ હસ્તિશીર્ષ નગરને લૂંટ્યું. રાજગૃહીથી પાછા ફરતા જ્યારે દવદંત રાજાને આ સમાચાર મળ્યા ત્યારે ક્રોધિત થઈ પોતાના સૈન્ય સાથે એણે હસ્તિનાપુરને ઘેરો ઘાલ્યો. પરંતુ ઘણા દિવસ સુધી ઘેરો ઘાલવા છતાં પાંડવો લડવા ન આવ્યા તેથી દવદંત રાજા પોતાના નગરમાં પાછો ફર્યો. અને ન્યાય અને નીતિપૂર્વક પોતાના રાજ્યનું પાલન કરે છે. કેટલાક સમય પછી ત્યાં શ્રી નેમિનાથ પ્રભુના શિષ્ય શ્રી ધર્મઘોષસૂરિ પધાર્યા. એમની ધર્મદેશના સાંભળી દવદંત રાજા અત્યંત સંવેગને પામી દીક્ષા ગ્રહણ કરી. ગુરુ પાસે અભ્યાસ કરી તે રાજર્ષિ પરમગીતાર્થ મુનિ બન્યા. એક વખત વિહાર કરતા દેવદંત મુનિ હસ્તિનાપુર નગરની બહાર પધાર્યા. ત્યાં મેરૂપર્વતની જેમ નિષ્પ્રકંપપણે પ્રતિમાધારી બની કાઉસગ્ગમાં રહ્યા. ત્યાંથી ઊગ્યો મુક્તિનો અરુણોદય... સમ્યગ્દર્શન ૯૯ Page #112 -------------------------------------------------------------------------- ________________ પસાર થતા પાંડવોએ એમને જોયા. વાહનથી ઉતરી, એમને (મુનિને) વંદન કરીને સ્તુતિ કરી, “અહો આ રાજર્ષિ દુષ્કરકારક છે. થોડા સમય પછી ત્યાં પરિવારસહિત દુર્યોધન આવ્યો. ‘આ તેજ ઋષિ છે જેણે હસ્તિનાપુરને ઘેરો ઘાલ્યો હતો.' એમ પૂર્વેના વૈરને સંભારી દુર્યોધને મુનિને તાડન કરવા માંડ્યું. આ જોઈને તેની સાથેના લોકોએ મુનિને એટલા બધા પત્થરો માર્યા કે પત્થરોના ઢગલાથી ઋષિ ઢંકાઈ ગયા. રાજવાટિકાથી પાછા ફરતા પાંડવોએ આ જોયું ત્યારે તુરંત તે પત્થરોને દૂર કર્યા. પત્થરોથી જે એમના શરીરને પીડા પહોંચી હતી તે દૂર થાય માટે તેલની માલિશ આદિ સેવા કરી મુનિની ક્ષમા માગી પછી ત્યાંથી નગરમાં ગયા. દવદંત મુનિ, જેનું મન સંવેગના ભાવથી ભાવિત હતું, એમણે પોતાના પર ઉપસર્ગ કરનાર કરવો પ્રત્યે અને સેવા કરનાર પાંડવો પ્રત્યે સમભાવ ધારણ કર્યો અને કેવળ પોતાના અનંત દર્શન, જ્ઞાન યુક્ત આત્મભાવમાં જ રમણતા કરી. દુઃસ્સહ પીડા પરિષહને સમભાવથી સહન કરતા, અત્યંત સંવેગ પરિણામપૂર્વક ક્ષપકશ્રેણિ પર આરોહિ કેવળજ્ઞાન પ્રાપ્ત કરી મોક્ષે ગયા. ૩) નિર્વેદ - નિર્વેદ એટલે ઉદાસીનતા, સમ્યગ્દર્શન જેને પ્રાપ્ત થયું હોય તે આત્મા સંસારથી નિર્વેદને પામેલો હોય છે. સંસારની ચારે ગતિઓમાં રહેવાની ઈચ્છા એનામાં હોતી નથી. નરક ગતિ અને તિર્યંચ ગતિ તો દુ:ખરૂપ છે જ પણ મનુષ્ય ગતિ કે દેવગતિમાં પણ હવે એને રહેવું ગમતું નથી, મિથ્યાત્વી જીવને અજ્ઞાનતાના લીધે કષાયરૂપ સંસાર મીઠો લાગે છે જ્યારે એ જ સંસાર સમ્યકત્વ પ્રાપ્ત થયેલાને કડવો અને દુઃખરૂપ લાગે છે, ઈદ્રિયજન્ય વિષય સુખથી વૈરાગ્ય આવે છે, સંસાર અસાર છે, શરીર અશુચિમય છે, ભોગ અતૃપ્તિકારી છે, વિનાશી છે, આ ભાવના સતત એના ચિત્તમાં હોય છે. આવો નિર્વેદ એ સમ્યત્વનું ત્રીજું લક્ષણ છે. આના માટે હરિવહન રાજાનું ચરિત્ર છે. ૪) અનુકંપા - અન્ય જીવને દુઃખી દેખી એના દુઃખ દૂર કરવાની ઇચ્છા થવી એ અનુકંપા છે. આ અનુકંપા બે પ્રકારની છે - ૧) દ્રવ્ય અનુકંપા ૨) ભાવ અનુકંપા. દીન-દુઃખી પ્રત્યે કરૂણાનો ભાવ રાખે, એના દુઃખો દૂર કરવાનો પ્રયત્ન ૧00 સમ્યગદર્શનના ૬૭ (ભેદો) બોલો ) Page #113 -------------------------------------------------------------------------- ________________ કરે એ દ્રવ્ય અનુકંપા અને દીન, દુઃખી, દરિદ્ર અવસ્થા જેનાથી આવે છે એવી જે ધર્મરહિત અવસ્થા છે તેને દૂર કરવાની લાગણી થવી તે ભાવ અનુકંપા છે. દુઃખોનું કારણ પાપ છે એટલે લોકોને પાપ પ્રવૃત્તિ, કષાય, હિંસા આદિ કેમ દૂર થાય તેવી લાગણી તથા તેવા પ્રયત્ન તે ભાવ અનુકંપા છે. ધર્મથી પડતા જીવોને ધર્મમાં સ્થિર કરે. અનુકંપા એ સમક્તિનું ચોથું લક્ષણ છે. એના માટે જયરાજાનું દૃષ્ટાંત નીચે પ્રમાણે છે - ભરતક્ષેત્રમાં હસ્તિનાપુર નગરમાં જય નામનો રાજા રાજ્ય કરતો હતો. તેમના પિતાશ્રીએ ‘જય' રાજાના જન્મ સમયે સૂર્યોદય કાલે કોઈ સ્વપ્ન જોયેલું. એ સ્વપ્ન અનુસાર એમણે પોતાની મૂર્તિ બનાવીને પટથી આચ્છાદિત કરીને દરરોજ પૂજવાનો આદેશ કરેલો. તે પ્રમાણે મૂર્તિ રોજ પૂજાતી હતી. પરંતુ એક દિવસ એના કુતુહલપ્રિય એવા ત્રણ કુમારો વસ્ત્ર દૂર કરીને મૂર્તિને જુએ છે તો ત્યાંજ તેઓ મૂર્ષિત થઈ જાય છે. આ સાંભળી શોકાતુર થયેલો રાજા વૈદ્ય, મંત્રવાદી વગેરેને સાથે લઈ ત્યાં જાય છે અને ચિત્ર જોઈ તે પણ મૂર્શિત થાય છે. શીતલ ઉપચારો વડે રાજા મૂછ રહિત થતા લોકોએ રાજાને મૂછનું કારણ પૂછ્યું ત્યારે રાજાએ આ પ્રમાણે વૃત્તાંત કહ્યો – વિજયવર્ધન નામના નગરમાં શાર્દુલ નામે રાજાને ચંદન નામે પુત્ર હતો. એને વિષ્ણુ નામે પુરોહિત પુત્ર, સુધી નામે મંત્રીપુત્ર અને શંખ નામે શ્રેષ્ઠીપુત્ર સાથે ગાઢ મિત્રતા હતી. એક વખત રાજકુમાર ચંદન પોતાના ત્રણે મિત્રો સાથે ઘોડે સવારી કરીને થાકી જતા એક વૃક્ષ નીચે બેઠા. ત્યાં એક કાપાલિકને જોતા એને નમસ્કાર કર્યા. કાપાલિકે રાજકુમારને નાગકન્યાઓનો સ્વામી બનવાના આશીર્વાદ આપ્યા. આશીર્વાદના વચન સાંભળી કુમારે પૂછ્યું, ‘હું માનવ છું તો નાગલોકની સ્ત્રીઓનો સ્વામી કેવી રીતે થાઉં?' ઉપાય પૂછતા કાપાલિકે તેને પોતાની સાથે વિંધ્યાચલ નામના પર્વત પર યક્ષના મંદિર પર આવવાનું કહ્યું. મિત્રોએ અજાણ્યા સાથે જવાની ના પાડવા છતાં રાજકુમાર તે કાપાલિક સાથે જવા તૈયાર થયો. ચારે મિત્રો કાપાલિક સાથે વિંધ્યાચલ પર્વતની ગુફામાં યક્ષના મંદિરે ગયા. ત્યાં પહોંચી કાપાલિકે ચાર બકરા ખરીદીને ચારે મિત્રોને K ઊગ્યો મુક્તિનો અરુણોદય... સમ્યગુદર્શન ૧૦૧ Page #114 -------------------------------------------------------------------------- ________________ એક એક બકરો આપ્યો અને કહ્યું, ‘હું વિદ્યા સાધું છું. તમે ચારે મારા ઉત્તરસાધક થાઓ. ચારે વ્યક્તિઓ આ બોકડાઓનો બલિ યક્ષની સામે આપી બંને આંખો બંધ કરી નતમસ્તકે યક્ષના પગ પાસે ઊભા રહો.’ આ સાંભળી શ્રેષ્ઠીપુત્ર શંખ છોડી બાકીના ત્રણે જણાએ કાપાલિકના કહેવાપ્રમાણે કર્યું. પરંતુ શંખ વિચારે છે, ‘જીવોની હિંસારૂપ પાપથી વિદ્યાસિદ્ધિ કેવી રીતે થાય ? સિદ્ધિ તો ધર્મથી જ થાય.' એમ વિચારી તે બકરાનો બલિ ન આપતા આંખો બંધ કરી યક્ષ પાસે ઊભો રહે છે. માયાવી કાપાલિકે તલવાર વડે બકરાની જેમ ત્રણે મિત્રોના મસ્તક વધેરી નાંખ્યા. પછી શ્રેષ્ઠીપુત્ર શંખનો વધ કરવા તલવાર ખેંચે છે ત્યાં શંખના પુણ્યબળથી યક્ષ પ્રગટ થાય છે અને કાપાલિક ૫૨ ક્રોધિત થાય છે. શંખ ત્યાંથી નીકળી એક ગામમાં જાય છે ત્યાં એની મિત્રતા સુબુદ્ધિ નામે શ્રાવક સાથે થાય છે. શંખે એને પોતાની સર્વ હકીકત કહી. સુબુદ્ધિએ શંખને બકરાને ન મારીને અહિંસાનું પાલન ક૨વા બદ્દલ અને તે દ્વા૨ા ધર્મનું રક્ષણ ક૨વા બદ્દલ અભિનંદન આપ્યા અને શંખને દૃષ્ટિવાદ સૂત્રના સારભૂત પંચ પરમેષ્ઠિ નમસ્કાર મંત્ર શીખવાડ્યો અને નિત્ય એનું સ્મ૨ણ ક૨વાનું કહ્યું. સુબુદ્ધિ શ્રાવકે સમજાવેલું ધર્મનું રહસ્ય હૃદયમાં સ્થિર કરી શંખ એક સાર્થ સાથે આગળ ચાલ્યો. રાત્રિકાલે કોઈક જગ્યાએ પડાવ નાખ્યો. ત્યાં ભિલ્લ લોકોએ ધાડ પાડી અને શંખ સાથે દસ લોકોને બંદીવાન બનાવી પલ્લીપતિ પાસે લાવ્યા. પલ્લીપતિને એના પુત્રને ભૂતના ઉપદ્રવથી ઉગારવા માટે મંદિરમાં દેવી પાસે અગિયાર પુરુષોનો બલિ ચડાવવો હતો. એટલે અગિયારમાં પુરુષને બાંધીને લાવવા સુધી એણે આ દસ પુરુષોને બંદી બનાવી મંદિરમાં રાખ્યા. તે સમયે શંખ આપત્તિકાલ સમજીને એકાગ્રતાથી પંચપરમેષ્ઠિ નમસ્કાર મંત્રનો જાપ કરે છે. અગ્યારમો પુરુષ બંદીવાન તરીકે પ્રાપ્ત થતા પલ્લીપતિ બધા અગિયાર જણનો ચંડિકા દેવીના મંદિરમાં બલિ દેવા તૈયાર થયો. ત્યાં જ પલ્લીના ભીલ લોકોએ આવીને એનો પુત્ર ભૂત વડે મૂર્છિત થઈ ગયો હોવાના ખબર આપ્યા. એટલે અગિયાર પુરુષોને ત્યાંજ મૂકી પલ્લીપતિ પુત્ર પાસે ગયો. ઘણા ઉપાયો કર્યા પરંતુ પુત્ર મૂર્છારહિત ન થયો. ૧૦૨ સમ્યગ્દર્શનના ૬૭ (ભેદો) બોલો Page #115 -------------------------------------------------------------------------- ________________ ત્યારે શંખે નવકાર મંત્રના પ્રભાવથી એ પુત્રના શરીરમાંથી ભૂતરૂપ અંધકારને દૂર કર્યો. પલ્લીપતિ શંખ ઉપર ઘણોજ ખુશ થયો અને એના કહેવાનુસાર એણે બાકીના દસે જણને બંધનમાંથી મુક્ત કર્યા. ત્યારપછી શંખે પલ્લી પતિને નિરપરાધી જીવોની હિંસા ન કરવાનો' ઉપદેશ આપ્યો અને ત્યાંથી શંખ પોતાના ઘરે પિતા પાસે ગયો. ત્યારબાદ શ્રેષ્ઠીપુત્ર શંખ જૈનશાસનની ઉન્નતિ કરતો, સર્વ લોકોને ધર્મ પમાડતો, લોકોને હિંસાથી અટકાવી કરૂણા રસને પોષતો, આયુષ્ય પૂર્ણ કરી દેવલોકમાં દેવ થયો. દેવલોકનું આયુષ્ય થોડું બાકી રહ્યું ત્યારે તે દેવે પૃથ્વી પર વિચરતા કોઈ કેવલજ્ઞાની ગુરુને પૂછ્યું કે આવતા ભવમાં એને બોધિબીજની પ્રાપ્તિ કેવી રીતે થશે? ગુરુએ કહ્યું, ‘તું હસ્તિનાપુર નગરમાં સુરનર રાજાનો પુત્ર જય નામે રાજા થઈશ. અને આ ત્રણે તારા મિત્રો ત્યાં પણ મિત્ર થશે. અને ચિત્રને જોઈ તને બોધિબીજ થશે.' આવું સાંભળી તે દેવે જ સુરનર રાજાને સ્વપ્નમાં આદેશ કર્યો અને આવું પૂર્વભવના વૃત્તાંતવાળું ચિત્ર બનાવરાવ્યું. તે શંખનો જીવ હું જય નામનો રાજા થયો છું અને આ ત્રણે મારા મિત્રો થયા છે. ચિત્રના દર્શનથી જાતિસ્મરણજ્ઞાન થવાથી અમને સર્વને મૂછ આવી. જયરાજાનું આ ચારિત્ર સાંભળી ઘણા લોકોના મનમાં કરૂણાના ભાવ ઉત્પન્ન થયા. આ પ્રમાણે જયરાજાની જેમ હૃદયમાં કરૂણાના, અનુકંપાના ભાવ એ સમ્યકત્વનું ચોથું લક્ષણ છે. ૫) આસ્તિકતા - જિનેશ્વર પરમાત્માના વચન ઉપર નિઃશંકપણે, સંપૂર્ણ શ્રદ્ધા તે આસ્તિકતા નામનું પાંચમું લક્ષણ છે. જીવ, અજીવ, પૂર્વભવ-પરભવ-પુણ્ય, પાપ આદિ પરોક્ષ તત્ત્વો જેનું સ્વરૂપ શ્રી વીતરાગ પરમાત્માએ જેમ વર્ણવ્યું છે એના ઉપર સંપૂર્ણ શ્રદ્ધા કરવી. કારણ શ્રી વીતરાગ પરમાત્મા રાગ, દ્વેષ અને અજ્ઞાન રહિત હોવાથી અર્થાત્ સર્વજ્ઞ હોવાથી અસત્ય બોલવાનું કોઈ પ્રયોજન નથી. તેઓનું વચન પૂર્વાપર અવિરૂદ્ધ છે. એટલે એમના વચન પર પૂર્ણપણે જે શ્રદ્ધા તે આસ્તિકતા. આ લક્ષણ પર પધશેખર રાજાની કથા આ પ્રમાણે છે – પૃથ્વીપુર નામના નગરમાં જૈન ધર્મ પ્રત્યે અત્યંત અનુરાગવાળો પદ્મશેખર નામે રાજા હતો. એણે વિનયંધર સૂરિ આચાર્ય પાસે જવાદિ નવતત્ત્વોના પરમાર્થ K ઊગ્યો મુક્તિનો અરુણોદય... સમ્યગદર્શન ૧૦૩ Page #116 -------------------------------------------------------------------------- ________________ રાજા સમ્યક્ પ્રકારે જાણીને ગ્રહણ કર્યો. તેના રાજ્યમાં, જેમ સારથી વૃષભનું દમન કરીને માર્ગે લાવે તેમ રાજા પણ જે જીવો જૈનધર્મને ન માને કે જૈનધર્મ અને જૈનધર્મીનું બહુમાન ન કરે તેને દમન અને શિક્ષા દ્વારા માર્ગ પર લાવે છે. જૈનધર્મગુરુના ગુણોંનું વર્ણન ભક્તિભાવથી લોકો સમક્ષ કરે છે કે જૈન ગુરુ અલ્પ પણ પ્રમાદ કર્યા વિના જીવદયાનું પાલન કરે છે. તેમના જ્ઞાનથી સરસ્વતીની કૃપાથી તેઓ નાસ્તિકોને વાદમાં જીતે છે. સર્વ જીવો પ્રત્યે કરૂણાશીલ હોય છે. સર્વથા પરિગ્રહનો તેમજ પંચેંદ્રિયના વિષયો અને કામવાસનાનો સર્વથા ત્યાગ કરેલો હોય છે. રાગ-દ્વેષથી મુક્ત થઈ સંસારભાવોથી વિરક્ત હોય છે. ઉપશમ રસથી ભરપૂર એવું અનુકંપા યુક્ત એમનું હૃદય હોય છે. આવા પ્રકારે જૈનધર્મગુરુઓના ગુણો લોકો સમક્ષ ભક્તિભાવથી વર્ણવે છે તેમજ મનુષ્ય ભવ, શ્રેષ્ઠ ધર્મ અને ચારિત્રસંપન્ન ગુરુ' આ બધું આ સંસારમાં પ્રાપ્ત થવું અત્યાંત દુર્લભ છે અને આવા ગુણસંપન્ન ગુરુનો જે સંગ કરે છે અને તેમના વચનરૂપી અમૃતનું જે પાન કરે છે તે મનુષ્ય ધન્ય છે. આવી રીતે રાજા લોકોને સમજાવી જૈન ધર્મમાં સ્થિર કરે છે. લોકો રાજાની આ વાતો માને છે પરંતુ વિજય નામનો એક શ્રેષ્ઠીપુત્ર રાજાની વાતો સાથે સહમત થતો નથી. તે રાજાને કહે છે, ‘ધર્મગુરુઓનું તમે જે જે વર્ણન ક૨ો છો તે સર્વે તૃણતુલ્ય છે. કારણ પવનથી લહેરાતી ધજા જેવું ચંચળ ચિત્ત સ્થિર કેવી રીતે રહી શકે ? તેમજ પોતપોતાના વિષયમાં આસક્ત એવી પાંચે ઈદ્રિયો કાબુમાં કેવી રીતે રહી શકે ? આ જગતમાં દુઃખી માણસો અહીં પીડા અનુભવે તેના કરતા મારવા સારા કા૨ણ કે મરી જવાથી એમના કર્મો પૂર્ણ થઈ જવાથી તેઓ સદ્ગતિમાં જ જશે. વળી જીવો અપ્રમાદથી મોક્ષસુખને પામે છે. આવી મોક્ષની વાતો તો ઝેર હરનારા સર્પના મસ્તકના મણિને લેવાના ઉપદેશ તુલ્ય છે.’ શ્રેષ્ઠીપુત્રની આવી વાતો ભદ્રિક જનોને પતિત કરે છે, તેથી તેને પ્રતિબોધવા માટે રાજા પોતાના યક્ષ નામના સેવકને કહે છે કે કોઈ પણ રીતે આ શ્રેષ્ઠીપુત્ર વિજય સાથે મૈત્રી કરીને રાજાના અલંકારો તેના અલંકાર રાખવાની પેટીમાં એના અલંકારો સાથે મિશ્ર કરી દેવા. રાજાની આજ્ઞા પ્રમાણે એ સેવકે એ કાર્ય પાર પાડ્યું. ૧૦૪ સમ્યગ્દર્શનના ૬૭ (ભેદો) બોલો Page #117 -------------------------------------------------------------------------- ________________ રાજાએ નગરમાં ઘોષણા કરી કે રાજાના અલંકારો ચોરાયા છે, જેને પણ મળ્યા હોય તે રાજાને આપી જાય તો તેને કંઈ પણ શિક્ષા કરવામાં ન આવશે. પરંતુ પછીથી તપાસ કરતા જો મળશે તો તેને દંડ આપવામાં આવશે. કોઈએ પણ રાજાના અલંકારો ન આપ્યા એટલે રાજસેવકો તપાસ કરતા કરતા વિજયના ઘરે આવે છે અને વિજયના અલંકારની પેટીમાં એ અલંકાર એમને મળતા એને પકડીને રાજા સમક્ષ લાવે છે. ગુનો પુરવાર થવાથી રાજા તેને ફાંસીની સજા ફરમાવે છે. ફાંસીની સજા સાંભળીને હતાશ થયેલો વિજય મિત્ર બનીને આવેલા યક્ષને (રાજસેવક) રાજાને વિનંતિ કરી પોતાને છોડાવવાનું કહે છે. યક્ષે રાજાને વિજયને છોડી મૂકવાની વિનંતી કરતા રાજા વિજયને કહે છે, “દુઃખી માણસોને મારીએ તો એ જીવો સદ્ગતિમાં જાય એમ તું જ કહે છે તો હવે મરીને તું પણ સદ્ગતિ પામીશ.' ત્યારે વિજય કહે છે, “મૃત્યુ પામીને સદ્ગતિ મેળવવા કરતા જીવ જીવવાને જ ઈચ્છે છે. કારણ કે જીવતો નર ભદ્રા પામે. માટે મને જીવતદાન આપો.' આ સાંભળી રાજા કહે છે કે જો તેલથી સંપૂર્ણ ભરેલું પાત્ર બંને હાથમાં લઈને એક બિંદુ પણ નીચે ન પડે એવી રીતે આખા નગરમાં ફરી મારી પાસે લાવે તો એ વિજયને જીવિતદાન આપે. જીવવાની ઈચ્છાથી વિજયે રાજાની આ શરત સ્વીકારી. હવે રાજાએ નગરના માર્ગો પર બંને બાજુએ મનોહર વણા-વેણુ, મૃદંગાદિ વાજિંત્રો વગાડવાનું તેમજ રૂપવાન તેમજ મનોહર સ્ત્રીઓને નૃત્ય કરવાનું કહે છે. પંચંદ્રિયના વિષયોને આકર્ષે તેવા ભોગના વિષયો રસ્તાની બંને બાજુ ગોઠવે છે. વિજય તૈલપાત્ર લઈને રાજમાર્ગ પર નીકળે છે અને તેલનું એક પણ બિંદુ જમીન પર ન પડે એવી રીતે સાવધાનીપૂર્વક નગરમાં ફરીને રાજા પાસે આવી તેલનું પાત્ર આપે છે. ત્યારે રાજા એને પૂછે છે કે માર્ગમાં બંને બાજુ મનોહર સંગીત, નૃત્ય તેમજ ભોગોના અન્ય વિષયો હોવા છતાં વીજળી જેવા એના ચંચળ મન અને ઈદ્રિયોને તે કેવી રીતે રોકી શક્યો? ત્યારે વિજય રાજાને કહે છે કે મરણના ભયથી મન અને ઈદ્રિયોને રોકી શકાય છે કારણ કે આ જગતમાં “જીવન' સૌથી હું ઊગ્યો મુક્તિનો અરુણોદય... સમ્યગદર્શન ૧૦૫ Page #118 -------------------------------------------------------------------------- ________________ વધુ પ્રિય છે. આ સાંભળી રાજા વિજયને સમજાવે છે કે જો એક ભવના મરણના ભયથી મન અને ઈંદ્રિયો પર કાબૂ રાખી શકાય છે તો તત્ત્વને જાણનારા એવા ધર્મગુરુઓ જેમને અનંત ભવભ્રમણનો ભય લાગ્યો છે તેઓ પોતાના મન અને ઈંદ્રિયોનો નિરોધ કેમ ન કરી શકે ? રાજાના આ વચનો સાંભળી વિજયે પ્રતિબોધ પામીને જૈનધર્મ અને શ્રાવકધર્મનો સ્વીકાર કર્યો. આ પ્રમાણે ઘણા લોકોને બોધ આપી જિનધર્મના અનુયાયી બનાવી ‘આસ્તિક્તા' ગુણનું પરમ આરાધન કરી આયુષ્ય પૂર્ણ કરી પદ્મશેખર રાજા દેવલોકમાં ગયા. આ પ્રમાણે ‘સમ્યક્ત્વ’ જેનાથી જાણી શકાય એવા સમ્યક્ત્વના પાંચ લક્ષણો છે. ઉપશમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા અને આસ્તિકતા. સમ્યગ્દષ્ટિ જીવોના જીવનમાં આ પાંચેય લક્ષણો દેખાય છે. ૧૦૬ સમ્યગ્દર્શનના ૬૭ (ભેદો) બોલો Page #119 -------------------------------------------------------------------------- ________________ છ પ્રકારની જયણા જયણા એટલે સંભાળપૂર્વક, વિવેકપૂર્વક હાનિ ન થાય તેવી રીતે પ્રવૃત્તિ કરવી. આ જયણા વ્યવહાર પ્રસંગમાં મિથ્યાષ્ટિ સાથે વર્તન કરવા સંબંધી છે. પરધર્મીઓના ધર્મગુરુઓ, પરધર્મીના દેવો તેમ જ પરધર્મીઓએ પોતે કલ્પે કરેલા ચેત્યો આદિને વંદન, નમન વગેરે કરવું નહિ, જેને આતમધર્મનું ભાન નથી, સત્ય સમજાયું નથી, વિવિધ પ્રકારના પૌલિક સુખો મેળવવા અને ભોગવવા એ જ જેનું લક્ષ્ય છે, ધર્મને બહાને વિવિધ પ્રકારના તપ, જપ, સંયમાદિ કઠિન કર્મકાંડો કરવા છતાં જેના અંતઃકરણમાં તો પાંચ ઈદ્રિયોના વિષયસુખો ભોગવવાની ઇચ્છા રમે છે. આ લોક કે પરલોકના વૈભવ ભોગવવા છે એ સર્વ મનુષ્યો મિથ્યાદૃષ્ટિ છે. પછી તે ગમે તે ધર્મને માનનાર હોય પણ જેનું વલણ આત્માભિમુખ થયું નથી તે સર્વ મિથ્યાદષ્ટિ છે એવા પરતીર્થિકોની સાથે જે છ પ્રકારના વ્યવહાર ન કરવા - વંદન, નમન, દાન, અનુપ્રદાન, આલાપ, સંલાપ. આ સમ્યત્વની છે જયણા કહેવાય છે. ૧, ૨) વંદન, નમન - અન્યધર્મ ગુરુ અને દેવાદિને વંદન ન કરવું, હાથ જોડીને નમસ્કાર કરવા અને તેના લક્ષ વિનાના અથવા વિપરીત લક્ષવાળા કર્મકાંડોની પ્રશંસા કરવી, સ્તુતિ કરવી આ બંનેનો ત્યાગ કરવો, કારણ તેનાથી અજ્ઞાનતાને પોષણ મળે છે, તેમનામાં મિથ્યાત્વ વધે છે, પોતાના ધર્મને વધુ સત્ય માનતા થાય છે અને તે તરફનું મિથ્યા અભિમાન ધરાવે છે, વારંવાર આવા જીવોના પરિચયથી સમ્યકત્વી જીવો સમ્યકત્વમાં ઢીલા થવાની શક્યતા થાય છે. પરંતુ અન્યધર્મી પ્રત્યે વૈષ કે ઈષ્ય કે અપમાન ન કરવો. જિનપ્રતિમા હોય પરંતુ અન્યધર્મીઓના તાબામાં હોય તો ત્યાં પણ વંદન, નમન ન કરવું. આ બંને જયણા ઉપર ‘સંગ્રામસૂર'નું દૃષ્ટાંત નીચે પ્રમાણે છે - આ જંબૂદ્વીપમાં પદ્મિનીસંડ' નામના નગરમાં સૂરસેન રાજાનો સંગ્રામસૂર નામે પુત્ર હતો. તે પુત્ર બાલ્યાવસ્થાથી શિકારનો શોખીન હતો. એના પિતા રાજાએ હું ઊગ્યો મુક્તિનો અરુણોદય... સમ્યગદર્શન ૧૦૭ Page #120 -------------------------------------------------------------------------- ________________ એને શિકાર છોડી દેવા ઘણું સમજાવ્યો પરંતુ એ ન સમજતા રાજાએ પુત્રને નગર ત્યજવાનું કહ્યું. એટલે સંગ્રામસૂર નગરથી બહાર રહે છે અને દરરોજ સવારે જંગલમાં જ ત્યાંના પ્રાણીઓને મારીને પોતાની આજીવિકા ચલાવે છે. એક વખત શિકાર માટે રાખેલા કેટલાક કૂતરાઓને ઘરમાં જ રાખી કોઈ પ્રયોજનવશ સંગ્રામસૂર બીજા નગરમાં ગયો. ત્યારે તેના ઘરના નજીકમાં રહેલ ઉપાશ્રયમાં શ્રુતકેવલી અને અવધિજ્ઞાની એવા શ્રી શીલંધરાચાર્ય પધાર્યા હતા. એમણે કૂતરાઓને પ્રતિબોધવા માટે મધુર વચનોથી કહ્યું, “ક્ષણ માત્રના સુખની ખાતર જે મહાપાપી જીવો નિરપરાધી જીવોને હણે છે તે રાખ જેવી તુચ્છ વસ્તુ માટે હરિચંદન જેવા ઉત્તમ વૃક્ષોને બાળે છે. જે જીવો દયારહિત થઈને બીજો ધર્મ કરે છે તે ઉત્તમ હાથીને છોડીને છેદાયેલા કર્ણવાળા ગધેડા ઉપર આરોહણ કરે છે. જે સમુદ્રના જલના બિંદુઓનું માપ જાણે છે, જે ગગનમાં રહેલા નક્ષત્રોનું પ્રમાણ જાણે છે તે જ જ્ઞાની અભયદાનમાં કેટલું પુણ્ય છે તે વર્ણવી શકે છે.' આચાર્યશ્રીના આ વચનો કૂતરાઓ એકાગ્ર ચિત્તથી સંભળતા તેઓ પ્રતિબોધ પામી વિચારે છે, અમે તો પુણ્ય, પાપ ઈત્યાદિ અને એના વિપાકોને જાણતા ન હોવાથી અમે પારકા (સંગ્રામસૂર) માટે ઘણી જીવહિંસા કરી નરકગતિનું પાપ કર્યું છે. હવેથી નરકના માર્ગભૂત એવી હિંસા કરવી નથી.' એવો સંકલ્પ કરે છે. સંગ્રામસૂર બીજા નગરથી પાછો આવે છે અને બીજા દિવસે કૂતરાઓને લઈ જંગલમાં શિકાર માટે જાય છે પરંતુ જંગલમાં કૂતરાઓ હરણોને મારવા જતા નથી. સંગ્રામસૂરના ઘણા પ્રેરવા છતાં તેઓ ત્યાંજ સ્થિર ઊભા રહે છે. આ જોઈ સંગ્રામસૂરને તપાસ કરતા ખબર પડે છે કે આ કૂતરાઓ જૈનમુનિથી જીવદયા પાળવા માટે પ્રતિબોધ પામ્યા છે. તેથી કુમાર વિચારે છે કે ધન્ય છે તે મુનિને જેઓએ પશુઓને પણ પ્રતિબોધ કર્યો છે અને હું મનુષ્ય થઈને પણ નિરપરાધ જીવોની હત્યા કરું છું અને કુમાર એ મુનિ પાસે જઈ નમન કરીને ધર્મનું રહસ્ય સમજાવવાની વિનંતી કરે છે. ગુરુ ધર્મનું રહસ્ય સમજાવે છે, “અઢાર દોષ રહિત વિતરાગ જિનેશ્વર પરમાત્મા જ સાચા દેવ છે. માટી અને કંચન જેને સમાન છે તે સાચા ગુરુ છે. જીવદયા એ જ સાચો ધર્મ છે. ત્રણે કાળના જિનેશ્વર પરમાત્માઓ આ જ પ્રમાણે પ્રરૂપણા કરે છે. સર્વે જીવોની હિંસા કરવી નહિ, કરાવવી નહિ અને અનુમોદવી નહિ.” ૧૦૮ સમ્યગદર્શનના ૬૭ (ભેદો) બોલો ) Page #121 -------------------------------------------------------------------------- ________________ સંગ્રામસૂર ગુરુના આ ઉપદેશને ગ્રહણ કરીને નિરતિચાર સમ્યક્તયુક્ત નિરપરાધ જીવોના વધની વિરતિનું વ્રત ગ્રહણ કર્યું. | સૂરસેન રાજાએ જાણ્યું કે કુમારે શિકાર છોડી દીધો છે તેથી તેને બોલાવી સન્માનપૂર્વક યુવરાજપદે સ્થાપન કર્યો. એક વાર કુમારનો સાગર નામનો મિત્ર દરિયાઈ મુસાફરી દ્વારા ઘણું ધન ઉપાર્જન કરી કુમારને મળવા આવ્યો. કુમારે એને આવકારી પરદેશમાં કોઈ કૌતુક (આશ્ચર્ય) જોયું હોય તો કહેવા માટે વિનંતિ કરી. ત્યારે એ મિત્રે આ પ્રમાણે કહ્યું, ‘વહાણોમાં બેસીને એ સમુદ્રમાં જતા હતા ત્યારે એક ઊંચા પર્વતના શિખર પર કલ્પવૃક્ષની શાખા પર એક સુશોભિત દેહવાળી, વીણા વગાડતી એવી દિવ્ય તરૂણીને જોઈ. એ તરફ વહાણોને વાળી ત્યાં પહોંચ્યા તેટલામાં એક યુવતીએ કલ્પવૃક્ષ સાથે સમુદ્રમાં ઝંપલાવ્યું.” આ સાંભળીને સંગ્રામસૂરને એ યુવતીને પ્રાપ્ત કરવાની ઈચ્છા થઈ અને મિત્ર સાથે એ વહાણમાં બેસી એ દરિયાઈ માર્ગે ચાલ્યો. અને એજ સ્થાને આવ્યા જ્યાં એ દિવ્ય તરૂણી ક્રિડા કરતી હતી. કામદેવ સરખા રૂપવાળા સંગ્રામસૂરને જોઈને એ તરૂણી મોહ પામી અને પૂર્વની જેમ દરિયામાં પડી. તે તરૂણી તરફ આકર્ષાયેલો સંગ્રામસૂર પણ એની પાછળ તલવાર સાથે દરિયામાં પડ્યો. દરિયાના પાણીમાં જેમ જેમ અંદર જાય છે ત્યાં જલકાન્ત મણિના પ્રભાવથી બનેલો સાત માળ ઊંચો પ્રાસાદ જોયો. ત્યાં સાતમા માળે એણે એ દિવ્ય તરૂણીને જોઈ. બેઉ એકબીજાના દર્શનથી પ્રસન્ન થયા અને બંનેએ પોતપોતાનો પરિચય એકબીજાને આપ્યો. આ તરૂણી એ વિદ્યુ—ભ નામના વિદ્યાધરની મણિમંજરી નામની પુત્રી હતી. પોતાના ભાવિ પતિ વિશે નિમિત્તિયાને પૂછતા દરિયામાં એની પાછળ ઝંપલાવનાર સૂરસેનરાજાનો પુત્ર સંગ્રામસૂર તેનો પતિ થશે એમ કહેલું. એમનો સ્નેહપૂર્વક વાર્તાલાપ ચાલતો હતો ત્યાં સંગ્રામસૂરના સમ્યત્વગુણની પરીક્ષા કરવા એક દેવ રાક્ષસનું રૂપ લઈને ત્યાં આવે છે અને મણિમંજરીને ગળવા લાગ્યો. સંગ્રામસૂરે એને છોડાવવા માટે રાક્ષસ સાથે યુદ્ધ કરવા માંડ્યું પણ એ રાક્ષસ સામે જીતી ન શક્યો. ત્યારે રાક્ષસે સંગ્રામસૂરને કહ્યું કે જો એ હરિ, હર K ઊગ્યો મુક્તિનો અરુણોદય... સમ્યગદર્શન ૧૦૯ Page #122 -------------------------------------------------------------------------- ________________ અને વિષ્ણુ આદિ ભગવાનની મૂર્તિને ભક્તિથી પ્રણામ કરે અથવા ચરક, પરિવ્રાજક જેવા ધર્મગુરુઓના ચરણમાં નમન કરે અથવા તે રાક્ષસની જ પ્રતિમા બનાવી તેની પૂજા કરે અથવા એની સુધા શમાવવા બીજી કોઈ રૂછ-પુષ્ટ એવી દાસી આપે તો એ તેની પત્નીને (મણિમંજરી) મુક્ત કરે. પરંતુ કુમાર આમાંથી કોઈ પણ વાત માટે સહમત થયો નહિ. એણે કહ્યું, “મારા પ્રાણ જાય તો પણ જિનેશ્વર પરમાત્મા, સુસાધુ અને સાધર્મિકને છોડીને અન્ય દેવાદિને નમસ્કાર કરતો નથી. તથા નરકગતિનું પ્રધાન કારણ એવો જીવવધ પણ કરતો નથી.' ત્યારે રાક્ષસે કહ્યું ‘અહીં જિનેશ્વરની પ્રતિભાવાળું મંદિર છે ત્યાં તું નમન-વંદન કર.” હર્ષિત થયેલો કુમાર અરિહંત પ્રભુની પ્રતિમા પાસે જાય છે ત્યાં બૌદ્ધ મતાવલંબી સાધુઓ તેમની વિધિ પ્રમાણે અરિહંત પ્રભુની પ્રતિમાની પૂજા કરતા જોયા. આવા મિથ્યાદષ્ટિ વડે ગૃહીત જિનપ્રતિમાને નમન-વંદન કરવાથી સમ્યત્વની હાનિ થશે એમ સમજી એના માટે પણ ના પાડી. જ્યારે કુમાર કોઈ પણ રીતે સમ્યકત્વથી ચલિત ન થયો ત્યારે રાક્ષસે પોતાનું મૂળ દૈવિક રૂપે પ્રગટ કર્યું અને સંગ્રામસૂરને ગ્રહણ કરેલા નિયમને ન ત્યજવા બદ્દલ અને પોતાના સમ્યત્વવ્રતને અખંડ રાખવા બદ્દલ ધન્યવાદ આપ્યા. સંગ્રામસૂર રાજાએ મણિમંજરી સાથે વિવાહ કરીને ન્યાયનીતિપૂર્વક રાજ્યનું પાલન કર્યું. અમારીઘોષણા તથા અનેક જિનમંદિરો બંધાવી નિરતિચારપૂર્વક સમ્યત્વયુક્ત શ્રાવકધર્મનું પાલન કરી આયુષ્ય પૂર્ણ કરી પાંચમા દેવલોકે ગયો. ત્યાંથી અવીને મોક્ષે જશે. ૩, ૪) દાન, અનુપ્રદાન - ગૌરવ અને બહુમાનપૂર્વક, ધર્મબુદ્ધિથી ઈતર ધર્મના સાધુ આદિને આહાર, વસ્ત્ર, પાત્ર આદિ આપવા તે દાન અને વારંવાર આપવા તે અનુપ્રદાન. આ બે કાર્યો ન કરવા અર્થાત્ મિથ્યાદષ્ટિ કુપાત્રને સુપાત્રની બુદ્ધિથી દાન ન આપવું. બાકી અનુકંપાપૂર્વક ભોજન, વસ્ત્રાદિ આપવાનો નિષેધ નથી. અર્થાત્ બહુમાનની લાગણી સિવાય માગનારના દુઃખના નિવારણ માટે ગમે તેવો યાચક હોય કે ગમે તે ધર્મ પાળનાર ભિક્ષુક આવે તો તેને ભોજન, વસ્ત્રાદિ શક્તિ અનુસાર આપવા. ૧૧) સમ્યગદર્શનના ૬૭ (ભેદો) બોલો ) Page #123 -------------------------------------------------------------------------- ________________ ૫, ૬) આલાપ, સંલાપ - થોડું બોલવું તે આલાપ છે અને વારંવાર બોલવું તે સંલાપ છે. અન્યધર્મીઓની સાથે આવા આલાપ, સંલાપથી પરિચય વધે છે, તેમના આત્માના વિમુખ આચાર, વિચારથી વિવિધ પ્રકારની ઈચ્છાઓને ઉત્તેજન મળે છે. અનાદિકાળના સંસ્કારના લીધે મન પાછું વિષયની સન્મુખ થાય છે. તેને લીધે આત્મમાર્ગનો ત્યાગ કરી તેની પ્રવૃત્તિ પાંચ ઈંદ્રિયોના વિષયોને પોષણ મળે તેવા માર્ગ તરફ થાય છે તેનાથી મૂળ માર્ગ પરથી પતિત થવાની સંભાવના રહે છે. એટલે સમ્યગ્દષ્ટિ આત્માઓએ અન્યધર્મી સાથે આવા આલાપ સંલાપ વર્જી દેવાનું કહ્યું છે. અન્યધર્મીઓના દેવ અને ગુરુ આદિને વંદન, નમન, આલાપ, સંલાપ, દાનનો નિષેધ ક૨વાનો હેતુ તેમનો છે. આ ચારે જયણા ઉ૫૨ નલરાજા અને મન્નીતિલકની કથા આપેલી છે. વિજય નામના નગરમાં નલ નામનો રાજા હતો અને તેનો તિલક નામે મંત્રી હતો. એક વખત રાજા મંત્રી સાથે શિકાર માટે જંગલમાં ગયો. ત્યાં એક મૃગનો શિકા૨ ક૨વા જતા એ મૃગે મનુષ્યની ભાષામાં રાજાને નિ૨૫૨ાધ અને અશરણ એવા પ્રાણીઓને મારવાનું કૃત્ય અત્યંત અધર્મપૂર્વકનું છે એ સમજાવ્યું. મૃગને મનુષ્યની ભાષામાં બોલતો જોઈ રાજાને આશ્ચર્ય થયું અને રાજા મંત્રી સાથે એ મૃગની પાછળ ગયો. મૃગ એમને એક ધ્યાનસ્થ મુનિને ત્યાં લઈ ગયો. રાજા અને મંત્રીએ મુનિને વંદન કર્યા. મુનિએ ધ્યાન પાળીને ધર્મદેશના આપી. હિંસા, અમૃત, ચૌર્ય, મૈથુન અને પરિગ્રહ આ પાંચે મહાપાપ છે જે નરકનો માર્ગ છે એટલે ત્યજવા યોગ્ય છે અને શ્રી જિનેશ્વર પરમાત્માએ પ્રરૂપેલો ધર્મ આચરવા યોગ્ય છે. ઉત્તમ રાજલક્ષણોથી યુક્ત દેહ ધરાવતા મુનિને જોઈ રાજાએ પૂછ્યું, ‘આપ રાજકુમાર હોવા છતાં દીક્ષા ગ્રહણ કરવાનું કારણ શું હતું ? વૈરાગ્ય થવાનું કારણ શું ?' ત્યારે મુનિએ એનો વૃત્તાંત નીચે પ્રમાણે કહ્યો. સિદ્ધપુર નામના નગરમાં ભુવનસાર નામનો રાજા અને તેનો મતિસાગર નામે મંત્રી હતો. એક વખત રાજા રાજસભામાં નૃત્ય જોવામાં લયલીન હતો ત્યારે અષ્ટાંગનિમિત્ત જાણનાર એવો પંડિત રાજસભામાં આવ્યો. રાજાએ તેને આવકાર ઊગ્યો મુક્તિનો અરુણોદય... સમ્યગ્દર્શન ૧૧૧ Page #124 -------------------------------------------------------------------------- ________________ આપી એની કુશળતા પૂછી ત્યારે પંડિતે અહીં કોઈ કુશલ નથી કારણ ક્ષણવારમાં જ મહાભયંકર ઉપદ્રવ આવવાનો છે એમ કહ્યું. અને થોડી જ ક્ષણોમાં ગાજવીજ સાથે મુશળધાર વરસાદ તૂટી પડ્યો. આખા નગરમાં પાણી ભરાઈ ગયા અને નગરજનો એમાં તણાઈ જતા મદદ માટે બૂમો મારી રહ્યા હતા. રાજા પણ પાણીના આ પૂરથી બચવા પોતાના મંત્રી સાથે પ્રાસાદના સાતમા માળે ચડ્યો. ત્યાં પાણીનું પૂર સાતમા માળે આવ્યું. રાજાને હવે મૃત્યુ સામે દેખાતા રાજાને પંચપરમેષ્ઠિનું શરણું યાદ આવ્યું અને એ નમસ્કાર મંત્રનું સ્મરણ કરવા લાગ્યો. ત્યાં એક વહાણ આવ્યું અને વહાણ ચલાવનારે રાજાને એમાં બેસવાનું કહ્યું. રાજા જ્યાં વહાણમાં પગ મૂકવા જાય છે ત્યાં વહાણ, પાણી, વરસાદ બધું ચાલ્યું જાય છે અને પ્રથમ જેવી જ રાજસભા થઈ ગઈ. ત્યારે આશ્ચર્ય પામેલા રાજાને પંડિતે આ ઈન્દ્રજાળ પોતાના વડે કરાઈ હોવાનું જણાવ્યું અને સંસારનું સ્વરૂપ પણ આ ઈન્દ્રજાળતુલ્ય છે, રૂપ, બલ, સંપત્તિ, આયુષ્ય, યૌવન, પંચંદ્રિયના વિષયસુખો આદિ ચંચલ અને અસ્થિર છે. અને આ મનુષ્યભવની સામગ્રી પુનઃ પ્રાપ્ત થવી અતિ દુષ્કર છે ઈત્યાદિ વૈરાગ્યભર્યો ઉપદેશ આપી રાજાને નિર્વેદ અને સંવેગ પરિણામી બનાવ્યો. રાજાને પણ આ સંસાર ઈન્દ્રજાળતુલ્ય લાગતા એણે પોતાના પુત્રને સિંહાસને બેસાડી પોતે પ્રવજ્યા સ્વીકારી. આ ભુવનસાર રાજા તે જ હું છું. આ પ્રમાણે મુનિએ પોતાનો સાંસારિક વૃત્તાંત નલરાજાને કહી સંભળાવ્યો. આ સાંભળી રાજા અને એનો મંત્રી પણ આ ઉત્તમ ધર્મ અપનાવવા તૈયાર થતા મુનિએ ધર્મનું રહસ્ય એમને સમજાવ્યું, ‘જિનેશ્વર પરમાત્માને જ દેવ માનો, નિર્મમત્વયુક્ત પંચમહાવ્રતધારીને ગુરુ માનો, જીવ-અજીવ આદિ તત્ત્વોની શ્રદ્ધારૂપ સમ્યકત્વ ધર્મનો સ્વીકાર કરો. મિથ્યાદષ્ટિ સાધુઓનો સત્કાર, અશનાદિનું દાન, તેઓની સાથેનો પરિચય અને આલાપ સંલાપ કરવો તે બધું સ ત્વને દૂષણ કરનારું છે માટે તેનો ત્યાગ કરવો. ગુરુનો ઉપદેશ સાંભળી મંત્રી સહિત નલ રાજાએ સમ્યકત્વ વ્રત ગ્રહણ કર્યું. રાજાએ ગુરુને મનુષ્યભાષી મૃગ વિશે પૂછતા ગુરુએ કહ્યું, “એ તારો ગયા ભવનો મિત્ર છે, અજ્ઞાન તપ કરવાથી યક્ષ થયો છે, મારાથી ૧૧૨ સમ્યગદર્શનના ૬૭ (ભેદો) બોલો ) Page #125 -------------------------------------------------------------------------- ________________ એને ધર્મની પ્રાપ્તિ થઈ છે અને હવે તને પ્રતિબોધવા એણે મૃગનું રૂપ ધારણ કર્યું.” યક્ષે યક્ષરૂપે પ્રગટ થઈ રાજાને કોઈ પણ સંકટ સમયે પોતાને યાદ કરવાનું કહ્યું. મુનિ પાસેથી ધર્મશિક્ષા પ્રાપ્ત કરી નલરાજા અને મંત્રી તિલક પોતાના નગરે પાછા આવ્યા, રાજાએ તીર્થંકર પરમાત્માની ઉત્તમ રત્નમય મૂર્તિ બનાવરાવીને રોજ ત્રિકાળ પૂજા કરે છે, જેન સાધુઓની પરમ ભક્તિ કરે છે અને સાધર્મિક વાત્સલ્ય આદિ ઉત્તમ ધર્મકાર્યો કરે છે. એક વખત મંત્રી તિલકને તીવ્ર રોગ થયો. ઘણા વૈદોએ ઉપચાર કર્યા પણ રોગ ગયો નહિ. છેવટે પરિવ્રાજકના વેષને ધારણ કરનારો એવો મિથ્યાદૃષ્ટિ સાધુ વડે ઉપચાર થતા દેવયોગે મંત્રીનો રોગ ગયો. તેથી મંત્રી પરિવ્રાજક પર અત્યંત પ્રસન્ન થઈ દરરોજ એને ઈષ્ટ આહાર-વસ્ત્ર-પાત્ર આદિ આપે છે અને સ્નેહપૂર્વક તેની સાથે આલાપ-સંલાપ કરે છે. તે પરિવ્રાજક પણ માયાવી અને ધૂર્ત હોવાથી મંત્રીને પોતાનો પક્ષપાતી બનાવવા પૂરા પ્રયત્ન કરે છે. પરિવ્રાજક તરફ આકર્ષાયેલો મંત્રી અને પોતાની સાથે રાજસભામાં લઈ જાય છે અને રાજા સમક્ષ તેની ઘણી પ્રશંસા કરે છે. ત્યારે રાજા મંત્રીને સમજાવે છે કે, “આપણે ગુરુ પાસે સમ્યકત્વવ્રત ગ્રહણ કર્યું છે, અને પાખંડી એવા પરિવ્રાજકના અસદુભૂત ગુણોની પ્રશંસા કરીને તમે સમ્યક્ત્વવ્રતને મલિન કરો છો.' એમ સમજાવવા છતાં મંત્રી તેનો પક્ષપાત મૂકતો નથી. એક વખત નલરાજાના ગુપ્તચરોએ રાજાને સંદેશ મોકલાવ્યો કે પૃથ્વીસ્થાન નગરના નીલ રાજાએ નલરાજાનો ઘાત કરવા માટે પરિવ્રાજકના વેશમાં, પાંત્રીસ વર્ષની વયવાળો, તમાલ વૃક્ષ જેવો કાળો, વાચાલ વૈદ્યની વિદ્યાનો જાણકાર એવા એક પુરુષને મોકલાવ્યો છે. તેથી તેનો નિગ્રહ કરવા જેવો છે. રાજાએ તે પરિવ્રાજકને પકડવા માટે આદેશ કર્યો. રાજસભામાં એને પકડીને લાવે છે ત્યારે તેની કેડ ઉપર બાંધેલી છરી નીચે પડી. આ જોઈ રાજાએ મંત્રીને કહ્યું, ‘તું જે પરિવ્રાજકને રાજસભામાં લાવતો હતો અને નિઃસ્પૃહ, નિર્મમ અને ગુણીયલ એવા જૈન સાધુઓ સાથે સરખામણી કરી પ્રશંસા કરતો હતો, આ પાપીને તે દાન આપી, આલાપ-સંલાપ કરી લીધેલા સમ્યકત્વવ્રતને તે મલિન કર્યું છે. આણે તો મારા ઊગ્યો મુક્તિનો અરુણોદય... સમ્યગુદર્શન ૧૧૩ Page #126 -------------------------------------------------------------------------- ________________ પ્રાણનો પણ ઘાત કરવા પ્રયત્ન કરેલો છે.' આ પ્રમાણે કહી રાજાએ તે મંત્રીને પદભ્રષ્ટ કરી તેના સ્થાને બીજા મંત્રીને સ્થાપ્યો. મંત્રીને પોતાના નિયમનો ભંગ થયાનું સમજાતા એણે પ્રાયશ્ચિત કરી પુનઃ સમ્યક્ત્વવ્રતને ધારણ કર્યું. તેથી રાજા તેને ફરી પાછો મંત્રીપદે સ્થાપે છે. થોડા સમય પછી વિજય નગરમાં ગુણરત્નાકરસૂરિ પધાર્યા ત્યારે નલરાજાએ તેમની ધર્મદેશના સાંભળી વૈરાગ્ય પામી પ્રવજ્યા ગ્રહણ કરી. ઉત્તમ આરાધના કરી સર્વાર્થસિદ્ધ વિમાનમાં ગયા. મંત્રી પણ રાજા સાથે દીક્ષા લઈ આરાધના કરી સૌધર્મ દેવલોકમાં ગયો અને પાંચમા ભવે મોક્ષે જશે. જેમ મંત્રી તિલકે પરિવ્રાજકને દાનાદિ આપીને તેમજ તેના ગુણોની સ્તવના કરીને તેની સાથે આલાપ સંલાપ કરીને સમ્યગ્દર્શનની વિરાધના કરી, તેવી વિરાધના મોક્ષમાર્ગના ઇચ્છુક બીજા જીવોએ કરવી નહિ એવો આ કથાનો સાર છે. આ પ્રમાણે સમ્યગ્દષ્ટિ જીવોએ આ છ પ્રકારની જયણા પાળવી જોઈએ જેનાથી સમ્યક્ત્વ ઝળકે છે. ૧૧૪ સમ્યગ્દર્શનના ૬૭ (ભેદો) બોલો Page #127 -------------------------------------------------------------------------- ________________ છ પ્રકારના સમ્યકત્વના આગાર/અભિયોગ મરજી વિરૂદ્ધ, ઈચ્છા ન હોવા છતાં જે કાર્ય કરવું પડે તે “અભિયોગ' કહેવાય છે. સમ્યક્ત્વ પ્રાપ્ત થયેલા ઉત્તમ પુરુષો ધર્મથી કદી ચલિત થતા નથી તો પણ જે કાર્ય કરવાનો પ્રતિષેધ કરવામાં આવ્યો છે તે જ કાર્ય રાજાદિના આગ્રહના કારણથી અથવા બીજા કોઈ એવા કારણસર ઇચ્છા ન હોવા છતાં કરવું પડે છે તેવા અભિયોગના પ્રસંગને ‘અપવાદ' અથવા “આગાર' ગણવામાં આવે છે જેનાથી સ્વધર્મનો, વતનો ભંગ થતો નથી. આવા અભિયોગના છ પ્રકાર બતાવેલા છે – ૧) રાજાભિયોગ ૨) ગણાભિયોગ ૩) બલાભિયોગ ૪) દેવાભિયોગ ૫) ગુરુઅભિયોગ ૬) વૃત્તિદુર્લભ ૧) રાજાભિયોગ- રાજાની આજ્ઞાથી, રાજાના દબાણથી મિથ્યાદષ્ટિ દેવ, ગુરુને નમન, વંદન કરવું પડે તો તે “રાજાભિયોગ' કહેવાય છે. ૨) ગણાભિયોગ - ગણ એટલે સ્વજન લોકોનો સમુદાય જનસમૂહના દબાણના કારણે અથવા તે સમુદાયના રક્ષણ કે બચાવ માટે પોતાની ઇચ્છા ન હોવા છતાં કરાતું અનુચિત આચરણ એ “ગણાભિયોગ' કહેવાય છે. ૩) બલાભિયોગ-ચોર, લુંટારા, લશ્કર, બળવાન શત્રુ જેવા બળવાન પુરુષોની પરવશતાથી અન્ય દેવ, ગુરુ, ધર્માદિને નમસ્કાર કરવા પડે તે બલાભિયોગ' કહેવાય છે. ૪) દેવાભિયોગ - કુળદેવ, ક્ષેત્રપાલ અથવા કોપાયમાન થયેલ અન્ય કોઈ દેવદેવી આદિને પરવશતાથી નમન, વંદન કરવા પડે તે દેવાભિયોગ' કહેવાય છે. ૫) ગુરુઅભિયોગ-માતા, પિતાદિ પૂજ્ય વર્ગ તેનો કોઈ વધ, બંધાદિ કરતું હોય તેવા પ્રસંગે જે કાર્યનો નિષેધ કરેલો હોય તે કરીને પણ ગુરુવર્ગનો બચાવ ઊગ્યો મુક્તિનો અરુણોદય... સમ્યગદર્શન ૧૧૫ Page #128 -------------------------------------------------------------------------- ________________ કરવો અથવા માતાપિતાદિ વડીલજનો મિથ્યાદષ્ટિ હોઈ તેમના દબાણથી અન્ય દેવાદિને નમન કરવું પડે તો તે ગુરુઅભિયોગ” કહેવાય છે. ૬) વૃત્તિદુર્લભ - વૃત્તિ એટલે નિર્વાહ કરવો. ભયંકર વનમાં જઈ ચડ્યા હોઈએ કે ત્યાં નીતિપૂર્વક જીવન નિર્વાહ ન થઈ શકે અથવા દુ:સાધ્ય રોગચાળો થવાથી કે દુકાળ પડવાથી જીવનનિર્વાહ માટે મિથ્યાત્વનું સેવન કરીને દેહનો નિર્વાહ કરવો એ વૃત્તિદુર્લભ અભિયોગ છે. સમ્યકત્વવ્રતવાળા સત્ત્વશાળી જીવો પ્રાણાન્ત પણ ધર્મથી ચલિત થતા નથી પરંતુ અલ્પસત્ત્વવાળા આવા કષ્ટો આવી પડતા તેમના સમ્યકત્વથી, આત્મસ્વભાવથી ચલિત ન થાય તેના બચાવ માટે આ છ આગારો છે. અર્થાત તેમને શરૂઆતમાં આટલી છૂટ આપેલી છે. આ છ આગારો સેવવા છતાં એમને સમ્યકત્વનો ભંગ થતો નથી, માત્ર તેમાં અતિચાર-દોષ લાગે છે. જે દોષની ગઈ અને આલોચના કરીને શુદ્ધ થવાય છે. ૧૧૬ સમ્યગદર્શનના ૬૭ (ભેદો) બોલો ) Page #129 -------------------------------------------------------------------------- ________________ છ પ્રકારની ભાવના ભાવના એટલે વિચારણા. સમ્યગદર્શનની અમૂલ્યતા, જરૂરિયાત અને ઉપયોગિતા વિશે વિચાર કરવો તે ભાવના છે. પ્રાપ્ત થયેલું સમ્યક્ત્વ વધારે ને વધારે સ્થિર થાય તે માટે આ છે ભાવનાઓ ભાવવી જોઈએ જે સમ્યકત્વને દઢ કરનારી છે. ૧) ધર્મનું મૂળ - સમ્યક્ત્વ એ ધર્મનું મૂળ છે. સમ્યકત્વ એ પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાવ્રત સ્વરૂપી શ્રાવકધર્મ અને ત્યાગધર્મરૂપ ચારિત્રધર્મના મૂલ સમાન છે. અર્થાત્ સમ્યકત્વને ધર્મનું મૂળ ગણવું એ પ્રથમ ભાવના છે. જેમ મૂળ વિનાનું વૃક્ષ પ્રચંડ પવનના ઝપાટાથી પડી જાય છે તેમ ધર્મ-વૃક્ષ પણ સમ્યક્ત્વ રૂપ મજબૂત મૂળ વિના મિથ્યાત્વરૂપે પવન ફૂંકાતા સ્થિર રહી શકતું નથી. ૨) ધર્મનું દ્વાર - સમ્યકત્વ એ ધર્મનું દ્વાર છે એ બીજી ભાવના છે. જેમ કોઈ પણ નગરમાં પ્રવેશ કરવા માટે દરવાજા હોય છે, કારણ દ્વાર વિના નગરમાં મનુષ્યોનું ગમનાગમન શક્ય નથી તેમ ધર્મરૂપી નગરમાં પ્રવેશ કરવા માટે સમ્યકૃત્વ એ દ્વાર સમાન છે. સમ્યકત્વ વિના નવ પૂર્વનું જ્ઞાન પણ અજ્ઞાન જ ગણાય, દેશવિરતિ કે સર્વવિરતિ પણ અવિરતિ જ ગણાય. માટે સમ્યકત્વ એ ધર્મનગરનું દ્વાર છે. ૩) ધર્મની પીઠ - સમ્યકત્વ એ ધર્મની પીઠ છે અર્થાત્ પાયો છે. જેમ કોઈ પણ પ્રાસાદ તે હવેલીનો પાયો ઊંડો કે દઢ ન હોય તો તે ડગમગી જાય તેમ આ સમ્યકત્વ પણ ધર્મરૂપી પ્રાસાદ કે હવેલી ચણવા માટે પાયાસ્વરૂપ છે. સમ્યકત્વરૂપ પીઠ વિના એ નિશ્ચળ રહી ન શકે. ૪) ધર્મનો આધાર -સમ્યગ્દર્શન ધર્મના આધારરૂપ છે. જેમ આ જગત પૃથ્વીરૂપ આધાર વિના રહી શકતું નથી તેમ ધર્મરૂપ જગત્ પણ સમ્યકત્વરૂપ K ઊગ્યો મુક્તિનો અરુણોદય... સમ્યગદર્શન ૧૧૭ Page #130 -------------------------------------------------------------------------- ________________ આધાર વિના ટકી શકતું નથી. સમ્યકત્વ એ સમતા અને સંયમરૂપ ધર્મના આધારરૂપ છે એમ ચોથી ભાવના ભાવવાની છે. ૫) ધર્મનું ભાજન - સમ્યગુદર્શન એ ધર્મનું ભાન છે અર્થાત્ પાત્ર સમાન છે. જેમ ક્ષીર આદિ રસને ધારણ કરવા માટે પાત્રની જરૂર પડે છે તેમ શ્રુત અને શીલરૂપ ધર્મના રસને ધારણ કરવા સમ્યકત્વરૂપ ભાજન જોઈએ. સમ્યગ્દર્શન વિના સમ્યગુધર્મ ન જ રહે. ૬) ધર્મનું નિધાન - સમ્યગ્દર્શન એ ધર્મનું નિધાન છે. જેમ ઉત્તમ નિધાન વિના મહામૂલ્યવાળા હીરા-માણેક આદિ રત્નો મળી શકે નહિ તેમ સમ્યક્ત્વરૂપ નિધાન વિના અમૂલ્ય એવા ચારિત્ર ધર્મરૂપ રત્નની પ્રાપ્તિ ન થાય. અથવા જેમ તીજોરી વિના રત્નો સુરક્ષિત રહેતા નથી તેમ સમ્યકત્વરૂપ તીજોરી વિના આત્માના મૂળ અને ઉત્તર ગુણોરૂપ રત્નો રાગ-દ્વેષ આદિ કષાયરૂપ ચોરોથી સુરક્ષિત રહેતા નથી. આ પ્રમાણે સમ્યત્વનું ધર્મના નિધાન રૂપ વિચારવું એ છકી ભાવના છે. આવી રીતે આ છ પ્રકારની ભાવના ભાવવાથી સમ્યકત્વ પ્રત્યે બહુમાન, તેની અમૂલ્યતા, અવશ્ય ઉપયોગિતા વિચારવાથી સમ્યક્ત્વ દૃઢ થાય છે, તત્ત્વરૂચિ પ્રગટે છે. જીવ અણુવ્રત-મહાવ્રત સ્વીકારી આત્મધર્મની આરાધના કરે છે, મુક્તિ તરફ પ્રયાણ કરે છે. ૧૧૮ સમ્યગદર્શનના ૬૭ (ભેદો) બોલો ) Page #131 -------------------------------------------------------------------------- ________________ સમ્યકત્વના છ પ્રકારના સ્થાનો જ્યાં સમ્યક્ત્વ સ્થિર થાય છે તેને સ્થાનક કહેવાય છે. તે સ્થાનકના છ પ્રકાર છે. ૧) આત્મા છે ૨) આત્મા નિત્ય છે ૩) આત્મા કર્મનો કર્તા છે ૪) આત્મા કર્મનો ભોક્તા છે ૫) મોક્ષ છે ૬) મોક્ષનો ઉપાય છે. ૧) આત્મા છે - આત્મા એક સ્વતંત્ર દ્રવ્ય છે જેનું લક્ષણ ચૈતન્ય છે. જે આત્મદ્રવ્ય સિવાય બીજે ક્યાંય ઉપલબ્ધ નથી. પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને આકાશ આ પાંચ ભૂત સર્વત્ર હોવા છતાં પાંચ ભૂતોના સમૂહથી તેમાં ચેતના પ્રગટ થતી નથી. (ચૈતન્ય એ પાંચ ભૂતોનો ધર્મ નથી તેમજ તે ભૂતોનું કાર્ય પણ નથી) જેમ રેતીના કણમાં તેલ નથી તો તેમનો સમૂહ થવા છતાં તેમાં તેલ ઉત્પન્ન થતું નથી તેમ પૃથ્વી વગેરે પાંચ ભૂતોમાં ચેતના ન હોવાથી તેમના સમૂહમાં પણ ચેતના પ્રગટતી નથી. જેમાં ચેતના છે એ જ આત્મા છે, જીવ છે. ૨) આત્મા નિત્ય છે - તે જીવ ઉત્પત્તિ વિનાશ રહિત હોવાથી નિત્ય છે. તેને કોઈ ઉત્પન્ન કરતું નથી કે સર્વથા તેનો નાશ પણ થતો નથી. જૈન દર્શન પ્રમાણે આત્મદ્રવ્ય અનાદિ, અનંત છે. દ્રવ્યસ્વરૂપે નિત્ય છે, પર્યાયરૂપે અનિત્ય છે. જીવે એક ભવમાં જે પુણ્ય પાપ કર્યું હોય તેનું ફળ સુખ દુઃખરૂપે બીજા ભવમાં રહેલ જીવને ભોગવવું પડે છે. કારણ એક ભવમાં જીવે જે કર્મો કર્યા તે ભવના નાશ સાથે અર્થાતુ મૃત્યુ સાથે તે કર્મો નાશ થતા નથી કારણ આત્મદ્રવ્ય નિત્ય છે. આ આત્માની દેવ-મનુષ્ય-તિર્યંચ-નારકી જે જે અવસ્થાઓ છે તે પર્યાયો છે, તે પર્યાયો અનિત્ય છે પરંતુ દ્રવ્યથી પોતાના ગુણોમાં રહેનારો આત્મા અવિચલ અને અખંડિત સ્વરૂપવાળો છે. ૩) આત્મા કર્મનો કર્તા છે - જીવ મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગરૂપ નિમિત્તથી કર્મબંધન કરે છે. મિથ્યાત્વ એટલે સમાં અસત્ની ભાંતિ, અસમાં સત્ની ભ્રાંતિ, નિત્યમાં અનિત્યની ભાંતિ, અનિત્યમાં નિત્યની ભાંતિ ઈત્યાદિ હું ઊગ્યો મુક્તિનો અરુણોદય... સમ્યગુદર્શન ૧૧૯ Page #132 -------------------------------------------------------------------------- ________________ મિથ્યાત્વ છે. વિવિધ પ્રકારની ઈચ્છાઓ, વાસનાઓ, વિષય ભોગપભોગની લાગણીઓનો નિરોધ ન કરવો, વિભાવ દશામાં જતી વૃત્તિઓને ન અટકાવવી એ અવિરતિ છે. ક્રોધ, માન, માયા, લોભ એ ચાર કષાય છે. મન, વચન અને કાયાની પ્રવૃત્તિને યોગ કહેવામાં આવે છે. આ ચારે નિમિત્તોથી શુભાશુભ કર્મોનો બંધ થાય છે. એનાથી થનારા વૈભાવિક પરિણામો જીવને કર્મબંધન કરાવે છે, જે ચૈતન્યગુણવાળા જીવને જ હોય છે. જેનાથી જીવ વિવિધ પ્રકારના સુખ દુઃખનો અનુભવ કરે છે. તેથી તે જ કમનો કર્તા છે. નિશ્ચયનયથી આત્મા પોતાના ગુણોનો કર્તા છે, વ્યવહારનયથી કર્મોનો કર્તા છે. ૪) આત્મા કર્મનો ભોક્તા છે – અજ્ઞાન દશામાં રહી પોતે કરેલા કર્મનો પોતે જ ભોક્તા છે. પોતાના કરેલા શુભાશુભ કર્મ પોતે જ ભોગવે છે. કારણ કે કર્મ કરે તે જ ફળ ભોગવે એ ન્યાય માર્ગ છે. ચોરી કરે બીજા અને શિક્ષા પામે બીજા એવું સંભવતું નથી. અર્થાતુ જો એક કરે અને અન્ય ભોગવે એમ કહીએ તો અતિવ્યાપ્તિ આવે. એટલે આ આત્મા પોતાના પુણ્યના અને પાપના ઉદયજન્ય ફળસ્વરૂપ સુખદુઃખનો વ્યવહારનયથી ભોક્તા છે અને નિશ્ચયનય દૃષ્ટિએ નિજગુણોનો ભોક્તા છે. ૫) મોક્ષ છે - જૈન દર્શન પ્રમાણે સર્વ કર્મોના ક્ષયરૂપ મુક્તિ છે. રાગ, દ્વેષ, મોહ, જન્મ,જરા, મરણ, રોગ આદિ વ્યાધિરૂપ શરીરના દુઃખો તેમજ આધિરૂપ મનના દુઃખોના ક્ષયરૂપ અવસ્થાવિશેષ તે મોક્ષ છે જે અચલ અને અનંત, અવિનાશી સુખના વાસવાળું પરમપદ છે, જેને નિર્વાણ અથવા મોક્ષ કહેવાય છે. ૬) મોક્ષનો ઉપાય છે - મોક્ષ છે તો તેને મેળવવાના ઉપાય પણ છે. રત્નત્રય અર્થાત્ સમ્યગ્દર્શન, સમ્યગુજ્ઞાન અને સમ્યગુચારિત્રની આરાધના એ જ મોક્ષનો ઉપાય છે. સમ્યગ્ગદર્શન એટલે આત્માની શ્રદ્ધા, આત્મા છે એવી દઢતા. નવ તત્ત્વોનું શ્રદ્ધાન હોવું. જેણે આત્માનો નિશ્ચય કર્યો, આત્માની શ્રદ્ધા કરી એ જ સમ્યગદર્શન ૧૨) સમ્યગદર્શનના ૬૭ (ભેદો) બોલો ) Page #133 -------------------------------------------------------------------------- ________________ છે. આત્માને જાણવો એ સમ્યગુજ્ઞાન છે, તેના પર શ્રદ્ધા કરવી, એ જ પ્રાપ્ત કરવા યોગ્ય છે એવો દઢ નિશ્ચય કરવો એ સમ્યગ્દર્શન છે અને તે પ્રમાણે આચરણ કરવું, સ્વરૂપમાં સ્થિરતા કરવી એ સમ્યગુચારિત્ર છે. જીવને અનાદિ કાળના લાગેલા કર્મોના બંધનોનો ક્ષય કરવા માટે આ રત્નત્રયની સાધના એ જ પરમ ઉપાય છે. શ્રાવક અને સાધુના વ્રતો, પ્રાયશ્ચિત, વિનય, વિવેક, સ્વાધ્યાય, ધ્યાન ઈત્યાદિ કર્મક્ષયરૂપ મુક્તિના ઉપાયો છે. મિથ્યાત્વ, અવિરતિ, કષાય, પ્રમાદ અને યોગ એ વિભાવ સ્વભાવ છે. તેમાં પરિણમવાથી કર્મબંધ થાય છે અને તેનાથી વિરમવાથી કર્મ આવતા અટકે છે અને સ્વરૂપમાં સ્થિરતા કરવાથી કર્મોનો ક્ષય થઈ આત્માનો શુદ્ધ સ્વભાવ પ્રગટ થાય છે. સંપૂર્ણ શુદ્ધ આત્મસ્વરૂપનું પ્રગટ થવું એ જ મોક્ષ છે જે આવી રીતે સાધ્ય થઈ શકે છે. આ પ્રમાણે છ સ્થાનક પર શ્રદ્ધા કરવી એ જ સમ્યકત્વપ્રાપ્તિનું મૂળ કારણ છે, જેના દર્શનનો સાર છે. શુદ્ધ આત્મસ્વરૂપને પામ્યા છે એવા જ્ઞાની પુરુષોએ આ છ પદને સમ્યક્રદર્શનના સર્વોત્કૃષ્ટ સ્થાનક કહ્યા છે. આ ૬૭ બોલો એ આત્મામાં ઉત્પન્ન થયેલ સમ્યકત્વની નિશાની છે.જેમ કોઈ ઘરમાં લાગેલ આગ ન દેખાય પરંતુ ધુમાડો દેખીને ત્યાં આગ લાગી છે એમ જાણી શકાય છે તેમ કોઈ જીવને પ્રાપ્ત થયેલું સમ્યગદર્શન દેખાય નહિ, પરંતુ આ ૬૭ બોલો એના અંદર પ્રકટ થયેલ સમ્યક્દર્શનને જણાવે છે. આ બોલો સમ્યકત્વના પ્રતીક છે. એવી જ રીતે આ ૬૭ વ્યવહારો છે જેનું પાલન કરવાથી સમ્યકત્વ પ્રાપ્ત થયું ન હોય તો પ્રાપ્ત થાય છે, પ્રાપ્ત થઈ ગયું હોય તો ટકે છે, નિર્મળ થાય છે અને સ્થિર થાય છે. ઊગ્યો મુક્તિનો અરુણોદય... સમ્યગદર્શન ૧૨૧ Page #134 -------------------------------------------------------------------------- ________________ ૯ સમ્યગ્દર્શનની દસ રૂચિ શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના ૨૮મા મોક્ષમાર્ગ અધ્યયનમાં સમક્તિની દસ રૂચિ એટલે કે સમ્યક્ત્વની પ્રાપ્તિ દસ પ્રકારે થાય છે તેમ કહી તેના દસ પ્રકારો બતાવ્યા છે. निसग्गुअसरुई आणारुइ सुत्त - बीयरुइमेव । અભિગમ – વિત્યારરુફ જિરિયા સંàવ – ધમ્મરુફ ।।૬।। અર્થ : સમ્યક્ત્વની રૂચિ અથવા પ્રાપ્તિ દસ પ્રકારે છે - ૧) નિસર્ગરૂચિ ૨) ઉપદેશચિ ૩) આજ્ઞા રૂચિ ૪) સૂત્ર રૂચિ ૫) બીજ રૂચિ ૬) અભિગમ રૂચિ ૭) વિસ્તાર રૂચિ ૮) ક્રિયા રૂચિ ૯) સંક્ષેપ્ત રૂચિ ૧૦) ધર્મ રૂચિ. ૧) નિસર્ગરૂચિ - જેને જાતિસ્મરણ જ્ઞાનથી કે પોતાની સહજ સ્ફુરણાથી (એટલે કે ગુરુ કે બીજા કોઈના ઉપદેશ વગ૨) જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, બંધ, નિર્જરા અને મોક્ષ એ નવ તત્ત્વોને યથાર્થરૂપ જાણ્યા એ નિસર્ગ રૂચિ છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી પદાર્થ માત્રના જિનેશ્વર ભગવંતે જે ભાવ જોયા છે અને પ્રરૂપ્યા છે તે એ જ પ્રમાણે છે, અન્ય પ્રકારે નથી એવી સ્વયંસ્ફૂરિત શ્રદ્ધા તે નિસર્ગરૂચિ છે. આના ઉપર મૃગાપુત્રનું દૃષ્ટાંત છે. મૃગારાણીના પુત્ર મૃગાપુત્ર એક વખત રાજમહેલના ઝરૂખામાં ઊભા ઊભા Page #135 -------------------------------------------------------------------------- ________________ નગરચર્યા નિહાળી રહ્યા હતા. ત્યારે માર્ગ પર જતા એક જૈનમુનિને જોયા છે નીચી નજરે ભૂમિ નિહાળતા જયણાપૂર્વક ચાલતા હતા. એમને જોતા જોતા મૃગાપુત્ર વિચારે ચડ્યા - “અહો, આવું મેં પૂર્વે ક્યાંક જોયું છે અને વિચાર કરતા કરતા અનુપ્રેક્ષામાં ઊંડા ઊતરી ગયા. મોહનીય કર્મનો ઉપશમ થતા મૃગાપુત્રને જાતિસ્મરણ જ્ઞાન થયું, પૂર્વના ભવો પ્રત્યક્ષ નિહાળ્યા. સંસાર પ્રત્યે નિર્વેદ ભાવ જાગૃત થયો અને માતાપિતાની આજ્ઞા લઈ મૃગાપુત્રએ સંસારનો ત્યાગ કરી સંયમ અંગીકાર કર્યો. અહીં મૃગાપુત્રને આચાર્ય આદિના ઉપદેશ વિના સ્વયં જે ધર્મમાં રૂચિ ઉત્પન્ન થઈ એ નિસર્ગરૂચિ છે. ૨) ઉપદેશરુચિ - સ્વયં સ્કરણાના બદલે ઉપરોક્ત જીવાદિ નવતત્ત્વોમાં (સુધર્મમાં) શ્રદ્ધા કોઈના ઉપદેશના નિમિત્તથી ઉત્પન્ન થાય તે ઉપદેશરુચિ છે. આવા ગુરુનો ઉપદેશ પ્રાપ્ત કરી યથાર્થતા પામીને જીવ મોક્ષમાર્ગે જાય છે. અહીં ઋષભદેવ ભગવાનના ૯૮ પુત્રોનું દૃષ્ટાંત છે. ઋષભદેવે સંયમ લેતા પહેલા બધા પુત્રોને રાજ્યની વહેંચણી કરી દીધી હતી. છ ખંડ જીતીને ભરત મહારાજા અયોધ્યા નગરીમાં પ્રવેશ કરે છે ત્યારે ચક્રરત્ન અયોધ્યા નગરીમાં પ્રવેશ કરતું નથી. કારણ તેમના બધા ભાઈઓ તેમની આજ્ઞામાં રહેવા તૈયાર નથી. ભરત મહારાજાએ બધા ભાઈઓને પોતાના આધીન થવાનું કહ્યું, ત્યારે ઋષભદેવના ૯૮ પુત્રો એમની પાસે આવીને ફરિયાદ કરે છે કે, ‘આપે દરેક ભાઈને સ્વતંત્ર રાજ્યની વહેંચણી કરી આપી છે તો હવે અમે ભરતના આજ્ઞામાં શા માટે રહીએ.” પ્રભુ તેમને સમજાવતા કહે છે, “સંજુદાધિંવ જુદા- તમે બોધ પામો, કેમ બોધ પામતા નથી? તમારે રાજ્યલક્ષ્મી જોઈએ છે કે મોક્ષલક્ષ્મી? નાશવંતલક્ષ્મી જોઈએ છે કે શાશ્વત લક્ષ્મી? આ રાજ્ય તો ક્ષણિક છે, અનિત્ય છે જ્યારે આત્મા તો શાશ્વત છે.' પ્રભુના ઉપદેશથી ૯૮ પુત્રો બોધ પામી રાજ્ય, સંસારને ત્યાગી પ્રભુ પાસે દીક્ષા ગ્રહણ કરી. આમ ઋષભદેવનો ઉપદેશ સાંભળી તેઓ આત્મબોધ પામ્યા. ૩) આજ્ઞારૂચિ - જેના રાગ, દ્વેષ, મોહ, અજ્ઞાન દૂર થઈ ગયા છે એવા જિનેશ્વર ( ઊગ્યો મુક્તિનો અરુણોદય... સમ્યગદર્શન ૧૨૩ Page #136 -------------------------------------------------------------------------- ________________ ભગવંતના આજ્ઞામાં રૂચિ રાખવી અર્થાત્, ઉપરોક્ત શ્રદ્ધા પ્રાપ્ત થવી તે આજ્ઞારૂચિ છે. અહીં ધર્મરૂચિ અણગારનું દૃષ્ટાંત આપેલું છે. ધર્મઘોષસૂરિ આચાર્યના શિષ્ય ધર્મરૂચિ અણસાર માસક્ષમણના પારણે ગોચરી માટે નાગેશ્રી બ્રાહ્મણીના ઘરે આવે છે. નાગેશ્રીએ તુંબડીનું શાક બનાવેલું. એને ચાખતા ખબર પડી કે તુંબડી કડવી ઝેર જેવી હતી. આટલા મસાલા નાખીને બનાવેલું શાક હવે ક્યાં નાખવું ? એ જ વખતે ધર્મરૂચિ મુનિ ગોચરી માટે નાગેશ્રીના ઘરે આવતા નાગેશ્રીએ એ કડવી તુંબડીનું બધું જ શાક મુનિએ ના પાડવા છતાં એમના પાત્રમાં વહોરાવી દીધું. ઉપાશ્રયમાં આવી ધર્મરૂચિ અણગાર લાવેલી ગોચરી ગુરુને બતાવી. ગુરુ જ્ઞાની હતા. એ સમજી ગયા આ આહા૨ વાપરવા યોગ્ય નથી એટલે શિષ્યને આજ્ઞા કરે છે, ‘આ આહાર વાપરવા યોગ્ય નથી માટે નિર્વદ્ય સ્થાને એને પરઠી દો.’ ગુરુની આજ્ઞા ‘તત્તિ’ કરી ધર્મરૂચિ અણગાર આહાર પરઠવા ગામથી દૂર ગયા અને નિર્દોષ ભૂમિ જોઈને શાકનું હજુ એક ટીપું નાખ્યું ત્યાં તો શાકના મસાલાની ગંધથી અનેક કીડીઓ ત્યાં આવી અને એ ઝેરી શાક ગ્રહણ કરતા મરણને શરણ થઈ. આ દશ્ય જોઈ કરૂણાશીલ મુનિનું હૃદય કંપી ઊઠ્યું. ‘એક ટીપું પરઠતા આટલી જીવહિંસા થઈ તો બધું શાક પરઠું તો કેટલી જીવહિંસા થાય. ગુરુએ મને નિર્વદ્ય સ્થાને આહાર પરઠવાની આજ્ઞા આપી છે તો મારું પેટ જ સૌથી ઉત્તમ નિર્વદ્ય સ્થાન છે.’ એમ વિચારી બધું ઝેરી શાક પોતે જ વાપર્યું - અનશન આરાધી, ઝેરના અસ૨ના લીધે આયુષ્ય પૂર્ણ કરી સર્વાસિધ્ધ વિમાનમાં ઉત્પન્ન થયા. આમ એકાવતારી થઈ મનુષ્યભવ પ્રાપ્ત કરી મોક્ષે જશે. આમ ગુરુઆજ્ઞાથી અવબોધ પામ્યા તે છે આજ્ઞારૂચિ. ૪) સૂત્રરૂચિ - જે અંગપ્રવિષ્ટ અર્થાત્ શ્રી આચારોગ સૂત્રાદિ અંગસૂત્રો અથવા શ્રી દસવૈકાલિકાદિ અંગબાહ્ય સૂત્રોનું અવગાહન કરી શ્રુતથી સમ્યક્ત્વ પ્રાપ્ત કરે છે તે સૂત્રરૂચિ છે. ૧૨૪ સમ્યગ્દર્શનની દસ રૂચિ Page #137 -------------------------------------------------------------------------- ________________ મહર્ષિઓએ સૂત્ર સિદ્ધાંતની મહત્તા બહુ બતાવેલી છે - शास्त्रे पुरस्कृते तस्मात् वीतराग पुरस्कृतः । पुरस्कृते पुनः तस्मिन् नियमात् सर्व सिद्धयः ।। અર્થ : શાસ્ત્રોને શ્રદ્ધાપૂર્વક માનવાથી વીતરાગની અર્થાત્ અરિહંત દેવની શ્રદ્ધા થાય છે (કારણ કે બધા શાસ્ત્રોની રચના ગણધર ભગવંતો વીતરાગવાણી સાંભળીને કરે છે.) અને વીતરાગમાં શ્રદ્ધા રાખનારા સર્વ શ્રદ્ધાળુ નિયમથી સિદ્ધપદને પામે છે. સૂત્રરૂચિ જંબૂસ્વામીને થઈ. પ્રભુ મહાવીરસ્વામીના નિર્વાણ પછી એમની પાટે પંચમ ગણધર શ્રી સુધર્માસ્વામી આવ્યા. તેમના શિષ્ય શ્રી જંબૂસ્વામીએ સુધર્માસ્વામી પાસેથી દ્વાદશાંગી સૂત્રોનું ક્રમશઃ જ્ઞાન મેળવ્યું. શ્રી સુધર્માસ્વામી પાસે આવી તેમને વંદના કરી દ્વાદશાંગીનું જ્ઞાન પ્રાપ્ત કરતી વખતે પૂછતા, ‘હે ભગવંત, પ્રથમ અંગ શ્રી આચારાંગસૂત્રમાં પ્રભુએ આવું કથન કર્યું છે, તો હવે બીજા અંગસૂત્રમાં પ્રભુએ તેવા ભાવો ફરમાવ્યા છે ?’ આ રીતે ક્રમશઃ સૂત્રોનું જ્ઞાન પ્રાપ્ત કરતા તેમનું જ્ઞાન ખીલતું ગયું, સમ્યક્ત્વ નિર્મળ થતું ગયું. ૫) બીજરૂચિ - પાણીમાં નાખેલ તેલના બિંદુની માફક જે એક પદમાં શ્રદ્ધા ઉત્પન્ન થતા, પોતાની પ્રતિભાના બળે અનેક પદો જાણી લે છે અને સમગ્ર સિદ્ધાંતમાં શ્રદ્ધાવાન થાય છે એવા અધિકારી પુરુષની શ્રદ્ધાને બીજરૂચિ કહેવાય છે. ઉદા. ત્રિપદી રૂપ એક પદ ભગવાનના શ્રીમુખેથી ગણધર ભગવંતો સાંભળે છે અને ત્યારબાદ તેઓ અનેક પદો રચી અધ્યાત્મશાસ્ત્રની રચના કરે છે. બીજનો ચંદ્ર અંધકાર મટાડીને પ્રકાશનો દ્યોતક છે એવી રીતે અનાદિકાળના મિથ્યાત્વના ઘોર અંધારામાંથી બહાર કાઢવા માટે સમ્યગ્દર્શનનો પ્રકાશ અંતરમાં પ્રગટાવવાનો છે. આ સમ્યક્ત્વને ‘બોધબીજ' એવું નામ આપ્યું છે. તીર્થંકર પરમાત્મા, ગણધર ભગવંતોને ત્રિપદી - ૩પ્પન્ને રૂ વા, વિામે રૂ વા, થુવે રૂ વા' આપે છે ત્યારે પાણીમાં નાંખેલ તેલબિંદુની જેમ, બીજબુદ્ધિના ઊગ્યો મુક્તિનો અરુણોદય... સમ્યગ્દર્શન ૧૨૫ Page #138 -------------------------------------------------------------------------- ________________ ધા૨ક ગણધરભગવંતોનું જ્ઞાન અનુપ્રેક્ષાથી વિસ્તાર પામતું જાય છે, અને એક અંતર્મુહૂર્તમાં ત્રિપદીમાંથી દ્વાદશાંગીની રચના કરે છે. જેમ એક બીજમાંથી અનેક બીજ ઉત્પન્ન થાય છે અને વિસ્તાર પામે છે તેમ એક પદના શ્રવણથી અનેક પદનું જ્ઞાનનું વિસ્તાર થાય છે, તત્ત્વની શ્રદ્ધા થાય છે તે બીજરૂચિ છે. ૬) અભિગમરૂચિ - જેણે અગિયાર અંગસૂત્રો, પ્રકીર્ણસૂત્રો તેમજ દૃષ્ટિવાદ આદિ સમગ્ર શ્રુતજ્ઞાન અર્થ સાથે યથાર્થ રીતે મેળવી તેના પ્રભાવથી યથાર્થ શ્રદ્ધા થવી તે અભિગમરૂચિ છે. અહીં આર્ય સ્થૂલિભદ્રનું ઉદાહરણ છે. ચૌદ પૂર્વધર આચાર્ય ભદ્રબાહુસ્વામી નેપાળમાં ધ્યાન કરતા હતા. ત્યાં તેમની પાસે સૂત્રની વાચના લેવા મુનિઓ ગયા. રોજની ૭-૭ વાચનાઓ ચાલતી. ધીમે ધીમે ઘણા મુનિઓની ધીરજ ખૂટવા લાગી અને ત્યાંથી વિહાર કરવા લાગ્યા. પરંતુ સ્થૂલિભદ્રસ્વામી ઉત્સાહ અને ખંતપૂર્વક વાચના ગ્રહણ કરતા રહ્યા અને દસ પૂર્વનું જ્ઞાન ગુરુ પાસેથી પ્રાપ્ત કર્યું. એક વખત સ્થૂલિભદ્ર મુનિના દર્શન કરવા તેમની સંયમ-ભગિનિઓ આવી, ત્યારે મુનિએ લબ્ધિનો પ્રયોગ કરી સિંહનું રૂપ બનાવ્યું. ગુરુ સમજી ગયા કે જ્ઞાનનું અજીર્ણ થયું છે, વધુ જ્ઞાન પચાવવાની પાત્રતા નથી તેથી જ્ઞાનધારા ત્યાં અટકાવી દીધી. સ્થૂલિભદ્ર મુનિને પોતાની ભૂલ સમજાઈ. ગુરુ પાસે માફી માંગી ખૂબ પશ્ચાતાપ કર્યો. અંતે શ્રીસંઘે વિનંતી કરતા બાકી રહેલ ચાર પૂર્વનું જ્ઞાન માત્ર સૂત્રરૂપે જ આપ્યું, અર્થરૂપે ન આપ્યું. તાત્પર્ય એ છે કે જ્ઞાન ગહન છે, જેમ અભ્યાસ વધે તેમ સ્થિરતા, ગંભીરતા જરૂરી છે. આ રીતે ભણતા તત્ત્વની શ્રદ્ધા થાય તે અભિગમરુચિ છે. ૭) વિસ્તારરૂચિ - જીવ-અજીવાદિ સર્વ દ્રવ્યોના સર્વ ગુણ અને પર્યાયોને સર્વ નયો અને પ્રમાણથી વિસ્તારપૂર્વક જ્ઞાન થતા અર્થાત્, સર્વજ્ઞ જિનેશ્વર ભગવંતોએ જે રીતે જાણ્યા છે જોયા છે, તે જ સ્વરૂપથી યથાતથ્ય - જેવા છે તેવા જ સ્વરૂપથી જાણવા અને તેના પર શ્રદ્ધા કરવી તે વિસ્તારરૂચિ સમ્યક્ત્વ છે. ૧૨૬ સમ્યગ્દર્શનની દસ રૂચિ Page #139 -------------------------------------------------------------------------- ________________ અહીં શ્રેણિક રાજાનું દૃષ્ટાંત છે. શ્રેણિક રાજા ઉદ્યાનમાં ધ્યાનમાં બેઠેલા યુવાન મુનિરાજને જુએ છે. એમના મુખ પરનું તેજ, સૌમ્યતા, નિર્લોભતા આદિ જોઈ તે આશ્ચર્ય પામે છે અને મુનિને આટલા યુવાન વયમાં સંયમ ગ્રહણ કરવાનું કારણ પૂછે છે. ત્યારે મુનિ ઉત્તર આપે છે કે એ અનાથ હતા, એમનો કોઈ નાથ નહતો, અને શ્રેણિક રાજાને, એ પણ અનાથ છે એની સમજણ આપી. રાજા અત્યંત વિસ્મય પામે છે. મુનિ શ્રેણિક રાજાને 'અનાથ' અને “સનાથ' શબ્દના પારમાર્થને સમજાવે છે. મુનિ પાસેથી વિસ્તારથી તેનું સ્વરૂપ સમજાતા રાજા બોધ પામે છે અને સમ્યકત્વ પ્રાપ્ત કરે છે. આ રીતે તત્ત્વનો બોધ કરી શ્રદ્ધા થવી એ વિસ્તારરૂચિ કહેવાય છે. ૮) ક્રિયારૂચિ - દર્શન અને જ્ઞાન, ચારિત્ર, તપ, વિનય, સત્ય, સમિતિ અને ગુપ્તિ આદિ ધર્માનુષ્ઠાનો ભાવપૂર્વક આચરવાથી શ્રદ્ધા-રૂચિ ઉત્પન્ન થાય છે તે ક્રિયારૂચિ છે. દર્શન અને જ્ઞાન એ ભાવક્રિયા છે. ચારિત્ર અને તપ એ અનુષ્ઠાન' રૂપી ક્રિયા છે. અને વિનય, સત્ય, સમિતિ, ગુપ્તિ આદિ ભાવ અને અનુષ્ઠાન ક્રિયાની પોષક અને રક્ષક ક્રિયાઓ છે. ક્રિયાના આ બધા પ્રકારોમાં વિરપ્રભુએ દર્શનને પ્રથમ સ્થાન આપ્યું છે, કારણ દર્શન અર્થાત્ ભાવપૂર્વકની શ્રદ્ધા વગરની સર્વ ક્રિયાઓ મોક્ષના હેતુરૂપ નીવડતી નથી. અહીં બાલમુનિ અઈમુત્તાકુમારનું દૃષ્ટાંત છે. પોલામપુર નગરીમાં ગૌતમસ્વામી ગોચરીએ નીકળ્યા હતા. ત્યાં રમતા બાળક અઈમુત્તાએ એમને જોયા. તેમની પાસે આવી પૂછ્યું, ‘તમે કોણ છો અને શા માટે આમ ફરો છો?' ગૌતમસ્વામીએ કહ્યું એ નિર્ગથ સાધુ છે અને ભિક્ષાઅર્થે ફરે છે. અઈમુત્તાકુમારે પોતાને ત્યાં ભિક્ષા માટે આવવાની વિનંતી કરી. કુમારની ભાવના જોઈ ગૌતમસ્વામી એની સાથે રાજમહેલમાં જઈ ગોચરી વહોરી. માતાની રજા લઈ બાળક અઈમુત્તા ગૌતમસ્વામી સાથે વરપ્રભુની દેશના સાંભળવા ગયા. પ્રભુની ધર્મદેશના સાંભળીને કુમારને વૈરાગ્ય થયો અને માતાપિતાની આજ્ઞા લઈ દીક્ષા અંગીકાર કરી. દીક્ષા લીધા પછી એક વખત વર્ષા ઋતુમાં અઈમુત્તામુનિ બીજા મુનિ સાથે જીંડીલે જતા રસ્તામાં એક ખાડામાં પાણી ભરાયેલું જોયું. બાળ સ્વભાવે પોતા સાથેના K ઊગ્યો મુક્તિનો અરુણોદય... સમ્યગુદર્શન ૧૨૭ Page #140 -------------------------------------------------------------------------- ________________ નાના પાતરાને પાણીમાં તરવા મૂક્યો અને મારી નાવ તરે, મોરી નાવ તરે” એમ કહી રમતે ચડ્યા. પાછા વળતા એમના સાથેના સાધુઓએ પ્રભુ પાસે પહોંચી અઈમુત્તા અણગારની રમતની વાત કરી અને એમના માટે સહેજ હલકો ભાવ દર્શાવ્યો. અનંતજ્ઞાની પ્રભુએ કહ્યું, ‘તમે અઈમુત્તા અણગાર માટે મનમાં હલકો ભાવ ન લાવો, એ તો ચરમશરીરી છે. અને અઈમુત્તામુનિને સમજાવ્યું, ત્યાગીથી સચેત પાણીને ન અડાય. અપકાય જીવોની વિરાધના થાય, તમે દોષ કર્યો છે માટે પ્રાયશ્ચિત લો.' બાળમુનિએ પોતે કરેલ ભૂલ માટે પશ્ચાતાપ કરી ભાવપૂર્વક ઈરિયાવહીના કાઉસગ્ગ દ્વારા ઘણા કર્મોની નિર્જરા કરી. આ રીતે ભાવથી ક્રિયા કરતા આત્મબોધ પામી સંયમમાં સ્થિર થઈ, ઘણા વર્ષો સુધી સંયમનું પાલન કરી અંતે ઘાતી-અઘાતી કર્મોનો ક્ષય કરીને સિદ્ધ, બુદ્ધ અને મુક્ત થયા. ૯) સંક્ષેપરૂચિ - શાસ્ત્ર ગ્રંથોમાં પૂરી નિપુણતા નથી, અન્ય દર્શનોનું પણ જ્ઞાન નથી પરંતુ મિથ્યામતને ગ્રહણ કર્યો નથી, કુદર્શન પર શ્રદ્ધા રાખતો નથી તે સંક્ષેપરૂચિ છે. અહીં માસતુષ મુનિનું દષ્ટાંત છે. સરળ સ્વભાવી માસતુષ મુનિનો જ્ઞાનનો ક્ષયોપશમ અલ્પ હતો. ગુરુએ યાદ કરવા આપેલા બે સૂત્રો “મા રુષ” અને “મા તુષ' (અર્થાત્ કોઈ પર રોષ ન કરવો અને કોઈ પર રાગ ન કરવો) એ ખૂબ મહેનત કરવા છતાં યાદ રહેતા નથી. રોજ ગોખતા મૂળસૂત્રોને બદલે માસતુષ માસતુષ' એમ બોલવા લાગ્યા. તેમને એ સૂત્રો યાદ ન રહ્યા પરંતુ તેના ભાવ અંતરમાં સ્થિરતા પામતા ગયા અને ઊંડુ અવગાહન કરતાકરતા ક્ષેપક શ્રેણિએ ચડી, મોહનીય કર્મનો સંપૂર્ણ ક્ષય કરી કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું. આમ શાસ્ત્રનું બહુ જ્ઞાન ન હોવા છતાં તત્ત્વની દઢ શ્રદ્ધા થઈ એ સંક્ષેપરૂચિ કહેવાય છે. ૧૦) ધર્મરૂચિ - જે જિન પ્રરૂપિત અસ્તિકાય ધર્મ (ધર્મ, અધર્મ આદિ છ દ્રવ્યોમાં કાળ સિવાયના પાંચે દ્રવ્યો અસ્તિકાય અર્થાત્ પ્રદેશોના સમૂહરૂપ હોવાથી ધર્માસ્તિકાય - અધર્માસ્તિકાય કહેવાય છે. તેમાં ધર્મ, અધર્મ, લોકાકાશ અને જીવ (એક જીવના જ આત્મપ્રદેશો)ના અસંખ્યાત પ્રદેશો છે. અને તે ચારેના અસંખ્યાત ૧૨૮ સમ્યગદર્શનની દસ રૂચિ છે Page #141 -------------------------------------------------------------------------- ________________ પ્રદેશો એક સરખા હોય છે. ભગવતી સૂત્ર) ધર્મમાં, શ્રુતધર્મમાં અને ચારિત્ર ધર્મમાં જે શ્રદ્ધા રાખે છે તે “ધર્મરૂચિ' કહેવાય છે. અહીં મેતાર્ય મુનિનું દૃષ્ટાંત છે. સોનીને ત્યાં ગોચરીએ પધારેલા મુનિની નજર સમક્ષ ક્રૌંચ પક્ષી સોનીના સોનાના જવલા ચણી ગયું. મુનિ માટે આહાર લેવા ગયેલો સોની બહાર આવ્યો ત્યારે જવલા ન જોતા મુનિ પર શંકા કરી. મુનિને પૂછે છે પરંતુ જો સત્ય બોલે તો સોની પક્ષીને મારી એના પેટમાંથી જવલા કાઢી લેશે એટલે મુનિ મૌન રહ્યા. ચારિત્રધર્મની પાલના અર્થે, સોનીએ મુનિના મસ્તક પર વાધર (ચામડાની) વીંટાળી તો પણ મુનિએ સમતા અને ક્ષમાભાવ ધારણ કર્યો, મરણાંત ઉપસર્ગમાં પણ ડગ્યા નહિ. આવી રીતે ધર્મમાં, ચારિત્રધર્મમાં મેતાર્ય મુનિએ જે શ્રદ્ધા રાખી તે ધર્મરૂચિ કહેવાય છે. અંતમાં જીવાદિ તત્ત્વોનો અભ્યાસ કરવો, તત્ત્વજ્ઞ પુરુષોનું સેવન કરવું તથા કુમાર્ગીઓથી દૂર રહેવું એ સમ્યકત્વ અર્થાત્ શ્રદ્ધા-રૂચિનું લક્ષણ છે. આ બહિરંગ લક્ષણ છે. આ લક્ષણ રૂચિરૂ૫, રાગાત્મક હોવાથી બહિરંગ લક્ષણ છે. જ્યારે બીજું લક્ષણ અંતરંગ હોય છે જે પદાર્થની સાથે જ રહે છે. મિથ્યાત્વ મોહનીય કર્મનો ક્ષયોપશમ ભાવ એ જ સમ્યકત્વનું અંતરંગ લક્ષણ છે. ઊગ્યો મુક્તિનો અરુણોદય... સમ્યગદર્શન ૧૨૯ Page #142 -------------------------------------------------------------------------- ________________ ૧૦ સમ્યદર્શનના આઠ અંગ છે અગ એટલે કે ‘લક્ષણ' અર્થાત્ વિશિષ્ટ ગુણો જે સમ્યગુ દૃષ્ટિમાં પ્રગટે, જેનાથી સમ્યગુદૃષ્ટિની ઓળખાણ થાય, તે અંગ. શ્રી પન્નવણા (પ્રજ્ઞાપના) સૂત્રના પહેલા પદમાં આને “આચાર' કહ્યા છે. જેમ શરીરના આઠ અંગ હોય છે. મસ્તક, પેટ, પીઠ, બે હાથ, બે પગ, એક કમર. જો તેને જુદા જુદા કરી દેવામાં આવે તો શરીર રહે નહિ. તેવી રીતે સમ્યગૂ દૃષ્ટિ પ્રાપ્ત થયેલાને આઠ અંગ હોય છે. જો તે ન હોય તો તે સમ્યગ્દષ્ટિ ન હોય. ઉત્તરાધ્યાય સૂત્રના અકવીસમા અધ્યયનમાં કહ્યું છે - निस्संकिय निक्कंखिय, निव्वितिगिच्छा अमूढदिट्ठी य। उवबूह थिरीकरणे वच्छल्ल पभावणे अट्ठ।।२८.३१।। અર્થ : નિઃશંકતા, નિષ્કાંક્ષા, નિર્વિચિકિત્સા, અમૂઢ દૃષ્ટિ, ઉપગૂહન, સ્થિરકિરણ, વાત્સલ્ય અને પ્રભાવના - આ આઠ સમક્તિના અંગ છે. ૧) નિઃશંકતા - જે તત્ત્વની શ્રદ્ધા કરીને સમ્યગુદર્શન પ્રાપ્ત થયું છે તે તત્ત્વ પર ક્યારેય શંકા કરતા નથી. જે જાણવા જોગ વાતો સમજમાં ન આવે અને જિનાગમથી જાણવામાં આવે છે. તેના પર અશ્રદ્ધાન કરતા નથી પણ જ્ઞાની પાસે જઈ સમજવાનો પ્રયત્ન કરે છે. તેમજ સાત પ્રકારના ભય એવી રીતે નથી હોતા Page #143 -------------------------------------------------------------------------- ________________ જેથી શ્રદ્ધા વિચલિત થઈ જાય. ચારિત્ર મોહનીયના ઉદયથી ક્યારે ભય હોય તો તેને વસ્તુસ્વરૂપ વિચારી આત્મબલથી દૂર કરે છે. સાત ભય નીચે પ્રમાણે છે – ૧) આલોક ભય - હું આ ધર્મકાર્ય કરીશ તો લોક નિંદા ક૨શે માટે નહિ કરું એવો ભય સમ્યક્ત્વ પ્રાપ્ત થયેલ જીવને હોતો નથી. શાસ્ત્રની આજ્ઞા પ્રમાણે ક૨વાના કાર્યને લોકના ભયથી છોડતા નથી. ૨) ૫૨લોક ભય - સમ્યગ્દર્શન પ્રાપ્ત કરેલ આત્મા શારીરિક કષ્ટથી ગભરાતા નથી તેમજ વિષય સુખના લોલુપી હોતા નથી. પોતાના કર્યોદય ૫૨ સંતોષ રાખીને પરલોકની ચિંતાથી ભયભીત થતા નથી. - ૩) વેદના ભય – એ નિયમિત આહાર, વિહાર, નિદ્રા લે છે જેથી સ્વાસ્થ્ય કુશલ રહે, છતાં જો રોગ આવી જશે તો હું શું કરીશ ? એમ ભયાતુર થતા નથી. જો અસાતા વેદનીય કર્મના ઉદયથી રોગ આવે તો કર્મની નિર્જરા જ થશે એમ સમજીને ભયરહિત રહે છે. - ૪) અરક્ષા ભય – જો એ ક્યારે એકલા હોય કે કોઈ નિર્જન સ્થળે એકલા જવું પડે તો એવો ભય નથી ક૨તા કે મારા પ્રાણોની રક્ષા અહીં કેમ થશે ? આત્માના અમરત્વ ૫૨ દૃઢ વિશ્વાસ રાખે છે અને અરિહંતાદિ પાંચ પરમેષ્ઠિનું શરણ લે છે. ૫) અગુપ્ત ભય - પોતાની સંપત્તિ ચોરાઈ જવાનો ભય રાખતા નથી. પોતાની સંપત્તિના રક્ષણનો પૂર્ણ યત્ન કરીને નિશ્ચિન્ત રહે છે અને ભવિષ્યનો વિચાર કર્મ ૫૨ છોડી દે છે. તે જાણે છે કે અસાતા વેદનીયનો ઉદય આવશે તો લક્ષ્મી જતી રહેવામાં વાર લાગશે નહિ. ૬) મરણ ભય - સમ્યગ્દર્શન પ્રાપ્ત થયેલાને મરણનો ભય હોતો નથી. હું અજ૨ અમર આત્મા છું એવી દૃઢ શ્રદ્ધા તેને હોય છે. ૭) અકસ્માત ભય - પોતાની શક્તિ અનુસાર પોતાના ઉપયોગના સાધનોને સંભાળીને કાર્ય કરે છે. પ્રયત્ન કરવા છતાં કંઈ બની જાય તો તેને કર્મનો ઉદય માને છે, અકસ્માતનો વિચાર કરી ભયભીત થતા નથી. ઊગ્યો મુક્તિનો અરુણોદય... સમ્યગ્દર્શન ૧૩૧ Page #144 -------------------------------------------------------------------------- ________________ ૨) નિઃકાંક્ષિતા - ધર્મકરણીના ફળ રૂપે કોઈપણ ભૌતિક વસ્તુની કામના કે ઈચ્છા કરે નહિ. કારણ કે સમ્યગ્દર્શી જીવો સંસારના ઈંદ્રિયજન્ય સુખોમાં સુખપણાની શ્રદ્ધા રાખતા નથી. તે એવા સુખને પરાધીન, દુ:ખના મૂળ, આકુલતામય, તૃષ્ણાવર્ધક માને છે. જે ક્રિયા કરે છે તે આત્માર્થે, કર્મનિર્જરા માટે કરે છે. ૩) નિર્વિચિકિત્સા - ધર્મકરણીના ફળ સંબંધી જરા પણ સંદેહ ન થવો તે. લોકો ધર્મક્રિયા, અનુષ્ઠાનાદિ કરતા હોય છે, સંયમનું પાલન પણ કરતા હોય છે છતાં તેમના મનમાં શંકા થતી હોય છે કે આ ક્રિયા, તપનું કંઈ ફળ મળતું હશે ? નજર સામે તો ફળ દેખાતું નથી. આમ વિચારી ક્રિયા અનુષ્ઠાન કરતા બંધ થઈ જાય કે સંયમ પાલનમાં શિથિલ બને તેને ‘વિચિકિત્સા' કહ્યું છે. તેવો સંદેહ રાખ્યા વગર ભાવપૂર્વક જે ક્રિયા કરે તે ‘નિર્વિચિકિત્સા’ છે. જે લક્ષણ સમ્યગ્દષ્ટિ જીવનું હોય છે. નિર્વિચિકિત્સાનો બીજો અર્થ છે સાધુ સાધ્વીજીના મેલા કપડા જોઈ તેમની ‘દુગંછા’ અર્થાત્ ઘૃણા કે તિરસ્કાર ન કરવું તે. ૪) અમૂઢદૃષ્ટિ - મૂઢતા રહિત અર્થાત્ મુંઝવણ વિનાની ‘વિવેક દૃષ્ટિ’ હિતઅહિત અર્થાત્ હેય શું છે અને ઉપાદેય શું છે એ જે વિચારી શકે તે અમૂઢદૃષ્ટિવાળો કહેવાય છે. કલ્યાણમાર્ગ એટલે અહિંસા, તપ, સંયમ રૂપી પરમ મંગલકારી એવા ધર્મમાર્ગની જાણ થાય છે અને અઢાર પાપસ્થાનરૂપી પાપમાર્ગની પણ જાણ થાય છે. અમૂઢદૃષ્ટિ જીવ આ બંને માર્ગ યથાર્થ રીતે જાણીને જે કલ્યાણકારી છે તેનું આચરણ કરે છે. ૫) ઉપગુહન - બીજાના ગુણોની પ્રશંસા કરવી, આદર કરવો તે ઉપગુહન છે. જેને આપણે ‘પ્રમોદ’ ભાવના કહીએ છીએ. જે પરના ગુણોની પ્રશંસા કરે તે પોતાના ગુણોને ગોપવે, આત્મશ્લાઘા કરે નહિ. ૬) સ્થિતિકરણ - પોતાના આત્માને સદા ધર્મમાં સ્થિર રાખે અને બીજા કોઈ ૧૩૨ સમ્યગ્દર્શનના આઠ અંગ Page #145 -------------------------------------------------------------------------- ________________ ધર્મમાર્ગથી ડગતા હોય તો તેમને પણ પાછા ધર્મમાં સ્થિર કરવા બોધ આપે. ૭) વાત્સલ્ય અંગ - ધર્મ અને ધર્મી આત્માઓ, ચતુર્વિધ સંઘ પ્રત્યે, માતાને જેવું વાત્સલ્ય પોતાના બાળક પ્રત્યે હોય, તેવું વાત્સલ્ય રાખવું. અર્થાત્ સાધુસાધ્વીઓને કલ્પતા નિર્દોષ આહારપાણી, ઔષધ, વસ્ત્ર, પાત્રાદિ ભાવપૂર્વક આપવા તથા સાધર્મિક બંધુની ભીડ વખતે મદદ કરવી તે વાત્સલ્ય અંગ છે. ૮) પ્રભાવના અંગ- જેનાથી જિનેશ્વર પ્રરૂપિત ધર્મનો પ્રભાવ ફેલાય, ધર્મનું મહાલ્ય વધે અર્થાત્ ધર્મની ઉન્નતિ થાય એવા સત્કાર્યો કરવા એ પ્રભાવના અંગ’ છે. પ્રભાવના નીચે પ્રમાણે આઠ પ્રકારે થાય છે - a) પ્રવચન પ્રભાવના - તીર્થંકર પરમાત્માએ પ્રરૂપેલા શાસ્ત્રોનું જ્ઞાન મેળવવું ગુરુગમથી અથવા તેવો યોગ ન હોય તો સ્વયં શાસ્ત્રનું પઠન, ચિંતન કરવું અને અન્ય જીજ્ઞાસુઓને કરાવવું તે પ્રવચન પ્રભાવના છે. b) ધર્મકથા પ્રભાવના - દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ જોઈ ધર્મકથા - ધર્મોપદેશ દ્વારા જિનશાસનની પ્રભાવના કરવી. c) નિરપવાદ પ્રભાવના - કોઈ સ્થળે જૈન ધર્મ પર આપત્તિ આવે તેવી પ્રવૃત્તિ થતી હોય ત્યારે વિવેકી સાધુ કે શ્રાવક ચતુરાઈથી શાસ્ત્રના પ્રમાણ આપી ખોટા મતની ઉત્થાપના કરી જૈન ધર્મની સ્થાપના કરે તે નિરપવાદ પ્રભાવના છે. d) ત્રિકાળજ્ઞ પ્રભાવના - ત્રણે કાળનું જ્ઞાન થયું હોય તો ધર્મની પ્રભાવના માટે તેનો ઉપયોગ કરે. e) તપ પ્રભાવના - દુષ્કર તપશ્ચર્યા કરવાથી પણ ધર્મની પ્રભાવના થઈ શકે જેમ કે અકબર બાદશાહના સમયે ચંપા શ્રાવિકાએ છ માસના ઉપવાસ કર્યા હતા તેમના તપ અને ગુરુના પ્રવચનના પ્રભાવે માંસાહારી મુસલમાન બાદશાહના સમગ્ર રાજ્યમાં પર્યુષણ પર્વ દરમ્યાન બાર દિવસ માટે અમારી પ્રવર્તન થયું હતું. f) વિદ્યા પ્રભાવના - મંત્ર વિદ્યા, અંજન સિદ્ધિ, રસ સિદ્ધિ આદિ વિદ્યાઓને ધારણ K ઊગ્યો મુક્તિનો અરુણોદય... સમ્યગદર્શન ૧૩૩ Page #146 -------------------------------------------------------------------------- ________________ ક૨ના૨ા જ્યારે ધર્મની હાનિ થતી હોય તો તે વિદ્યાઓનો પ્રયોગ કરી ધર્મનું રક્ષણ કરે, ભૌતિક લાભ માટે એનો ઉપયોગ ન કરે. કાલિકાચાર્યે ગર્દભી વિદ્યાનો પ્રયોગ કરી સરસ્વતી સાધ્વીજીને ઉજ્જયનીના રાજાના સકંજામાંથી છોડાવ્યા. g) વ્રત પ્રભાવના – માન કે પ્રશંસાની આકાંક્ષા વગર આત્મ કલ્યાણાર્થે પંચેંદ્રિયના વિષયોનો ત્યાગ કરવો, એના માટે વ્રત-પચ્ચક્ખાણ કરવા. તે વ્રત પ્રભાવના જેમ કે ગૃહસ્થ આજીવન બ્રહ્મચર્યવ્રત, કંદમૂળ ત્યાગ, રાત્રિ ભોજન ત્યાગ, આયંબિલ, ઉપવાસ આદિ વ્રતો કરીને ધર્મની પ્રભાવના કરી શકે છે. h) કવિ પ્રભાવના - તીર્થંક૨ ૫૨માત્માના ગુણાનુવાદરૂપે સ્તવન, સ્તોત્ર, પદ, છંદ વગેરેની રચના કરી તેને મધુર રાગે સંભળાવવાથી ધર્મ પ્રભાવના થાય છે. લોકો ધર્મના અનુરાગી બને છે. જેમ કે ભદ્રબાહુ સ્વામીએ રચેલું વિઘ્નવિનાશક ઉલ્વસગ્ગહર સ્તોત્ર, શ્રી સિદ્ધસેન દિવાકરજીએ રચેલું કલ્યાણમંદિર સ્તોત્ર, શ્રી માનતુંગસૂરિએ રચેલું ભક્તામર સ્તોત્ર તેમજ ૨૪ તીર્થંકરોના સ્તવન માટે રચાયેલી ચોવિસીઓ – આનંદઘન ચોવીસી, દેવચન્દ્ર ચોવીસી આદિ. સમ્યગ્દષ્ટ આત્મા આ આઠ અંગનું પાલન સહજતાથી કરતો હોય છે. ૧૩૪ સમ્યગ્દર્શનના આઠ અંગ Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧ ૧ પાંચ લબ્ધિ જ જીવના અંતરમાં સાચી મુમુક્ષુતા જાગે છે તેને આત્માની પ્રીતિ-પ્રતીતિ પ્રગટે છે. તે જ્ઞાનાનંદસ્વરૂપ આત્માનો અગાધ મહિમા જાણીને લક્ષગત કરે છે અને પછી વારંવાર અભ્યાસ વડે પોતાના પરિણામને તેમાં જોડે છે. તે બહાર ભટકતા ઉપયોગને પોતાના આત્મામાં સ્થિર કરવાનો પુરુષાર્થ કરે છે. પરિણામોની વિશુદ્ધિ થતાં અને કર્મની સ્થિતિ ઘટતા કોઈ એવી અપૂર્વ પળ આવે છે જ્યારે તેને આત્મઅનુભવ થાય છે. ઉપયોગ અંતર્મુખ કરતા આત્માનો અપરોક્ષ અનુભવ થાય છે. આ નિશ્ચય સમ્યગ્દર્શન છે. સમ્યગુદર્શનની પ્રાપ્તિ પૂર્વે પાંચ લબ્ધિઓ પ્રાપ્ત થાય છે. લબ્ધિ એટલે સિદ્ધિ જે નીચે પ્રમાણે છે - ૧) ક્ષયોપશમલબ્ધિ ૨) વિશુદ્ધિલબ્ધિ ૩) દેશનાલબ્ધિ ૪) પ્રાયોગ્યલબ્ધિ ૫) કરણલબ્ધિ. આ પાંચ લબ્ધિઓની પ્રાપ્તિ જીવને ક્રમપૂર્વક થાય છે. આ પાંચ લબ્ધિમાંથી પહેલી ચાર સાધારણ લબ્ધિ છે. તે ભવ્ય અને અભવ્ય બંને પ્રકારના જીવને હોઈ શકે છે. પ્રાયોગ્યલબ્ધિ સુધી ભવ્ય અને અભવ્ય બંને પ્રકારના જીવો પહોંચી શકે છે. અર્થાત્ ગ્રંથિપ્રદેશ સુધી બંને પ્રકારના જીવ પહોંચી શકે છે. છેલ્લી કરણલબ્ધિ માત્ર એ ભવ્ય જીવને પ્રાપ્ત થાય છે જેને પૂર્વની ચાર લબ્ધિ પ્રાપ્ત Page #148 -------------------------------------------------------------------------- ________________ થઈ છે. આ લબ્ધી ચારે ગતીના મંદ કષાયરૂપ વિશુદ્ધપણાના ધારક અને સભ્યત્વ તરફ ઝૂકેલા એવા સંજ્ઞી પંચેન્દ્રિય, જાગૃત અને સાકાર ઉપયોગયુક્ત ભવ્ય જીવને જ હોય છે. કરણલબ્ધિના અંત સમયમાં સમ્યગદર્શન પ્રાપ્ત થાય છે. જ્ઞાનના વિશિષ્ટ ક્ષયોપશમને લબ્ધિ કહેવાય છે. ૧) ક્ષયોપશમ લબ્ધિ - જ્ઞાનાવરણીય આદિ કર્મોના ક્ષયોપશમની એવી સ્થિતિ કે જેમાં તત્ત્વવિચાર થઈ શકે તે ક્ષયોપશમ લબ્ધિ કહેવાય. સંસારચક્રમાં પરિભ્રમણ કરતા અકામ નિર્જરા અને શુભ અધ્યવસાયોના બળે એવો સમય આવે છે જ્યારે જ્ઞાનાવરણીયાદિ આઠ કર્મોની અશુભ પ્રકૃતિઓના અનુભાગ (રસ)ને સમયે સમયે અનંતગુણ ઘટાડતા જ્ઞાનાવરણીય કર્મના આવરણો જે તીવ્ર હતા તે મંદ થાય છે તેથી તે જીવને ક્ષયોપશમ લબ્ધિ પ્રાપ્ત થાય છે; જ્ઞાનનો ઉઘાડ થાય છે. સમ્યક્ત્વની પ્રાપ્તિને યોગ્ય સામગ્રી તરીકે સંજ્ઞી પંચેંદ્રિયપણું તથા કર્મોનો ક્ષયોપશમ પ્રાપ્ત થતા જીવ જ્ઞાનનો ઉપયોગ તત્ત્વ નિર્ણયમાં કરે છે તે ક્ષયોપશમ લબ્ધિ છે. ૨) વિશુદ્ધ લબ્ધિ - ક્ષયોપશમ લબ્ધિના પ્રભાવથી અશુભ કર્મના રસોદય ઘટે છે તેથી મનમાં કલેશ ઉપજાવે તેવા પરિણામો ઘટતા જાય છે, કષાયની મંદતા થતી જાય છે, વિશુદ્ધ પરિણામોની વૃદ્ધિ થતી જાય છે. પરિણામે સંસારની રૂચિ મંદ થઈ ધર્મની રૂચિ વધતી જાય છે. આ વિશુદ્ધલબ્ધિ છે. એના ફળરૂપે સાતાવેદનીય આદિ શુભ કર્મ બંધાય છે. અહીં મોહનીય કર્મનો ઉદય મંદ હોય છે, કષાયભાવ મોળા હોય છે પરિણામે તત્ત્વવિચારની રૂચિ જાગે છે. આ ભૂમિકાએ જીવને મુક્તિની તીવ્ર ઝંખના હોય છે. અવિનાશી, સ્વાધીન સુખનો ભોક્તા થવા માટે તે ઉત્સાહિત બને છે. જન્મ મરણના દુઃખથી ભરેલા આ સંસારથી છૂટવાનો દઢ નિર્ણય થાય છે. જગતના બધા જીવો પ્રત્યે અંતરથી દયાનો ભાવ પ્રગટે છે. તેનું જીવન શાંત, નિર્મળ, સંયમિત થવા લાગે છે. પાંચે ઈદ્રિયના વિષયવ્યાપાર ઓછા થતા જાય છે. રાગદ્વેષના પરિણામ થાય એવા નિમિત્તોથી તે દૂર રહે છે. તે આત્મકલ્યાણ અને આત્મશુદ્ધિ પર પોતાનું લક્ષ કેંદ્રિત કરે છે. ૧૩૬ પાંચ લબ્ધિ છે Page #149 -------------------------------------------------------------------------- ________________ ૩) દેશના લબ્ધિ - દેશના એટલે મોક્ષ પ્રાપ્તિનો ઉપદેશ. આપ્તપુરુષોએ ઉપદેશેલા તત્ત્વોનું ગ્રહણ અને તેના ઉપર ચિંતન કરવું તે દેશના લબ્ધિ છે. જેને ક્ષયોપશમ લબ્ધિ પ્રગટી છે અને જેના પરિણામ વિશુદ્ધ થયા છે એ દેશનાલબ્ધિને યથાર્થપણે ગ્રહણ કરી શકે છે. એને આચાર્યાદિ ગુર્નાદિકના દર્શન કરવાની, જિનવાણી શ્રવણ કરવાની, સંત સમાગમ કરી નવ તત્ત્વ, ષડૂ દ્રવ્યને જાણવાની રૂચિ જન્મે છે. તે જીવ સત્સમાગમથી તત્વનો જાણકાર બને છે. ૪) પ્રાયોગ્ય લબ્ધિ - સત્તાગત કર્મોની સ્થિતિ સ્વયં ઘટીને માત્ર અંતઃ કોડાકોડી સાગરપ્રમાણ રહી જાય એવા આત્માના પરિણામ થવાની યોગ્યતા પ્રાપ્ત થવી તે પ્રાયોગ્યલબ્ધિ છે. ઉપરની ત્રણ લબ્ધિ પ્રાપ્ત થયેલો જીવ સમયે સમયે પરિણામોની વિશુદ્ધિ કરતો જાય છે. તત્ત્વજ્ઞાનના શ્રવણ આદિ દેશનાલબ્ધિથી જીવ સ્વરૂપને જાણે છે ત્યારે તેને પરપદાર્થ પ્રત્યેનું આકર્ષણ ઓછું થતું જાય છે. પોતાનું આત્મકલ્યાણ કરવાની ભાવના ઉત્કટપણે હોય છે. કષાયભાવો અતિ મંદ કરી ઉપશમભાવને પામતો જાય છે. જેમ જેમ કષાયની મંદતા થાય છે તેમ આત્માના શુદ્ધ ગુણોનો વિકાસ થતો જાય છે. તેનો ઉપયોગ પરથી હટી આત્માની સન્મુખ ઉત્તરોત્તર સૂક્ષ્મ થતો જાય છે. આયુષ્યકર્મ સિવાયના બાકી સાત કર્મોની સ્થિતિ એક ક્રોડાક્રોડી સાગરોપમથી ઓછી કરે છે. પરિણામે આત્માનું શુદ્ધ સ્વરૂપ અનુભવવાની યોગ્યતા પ્રાપ્ત કરે છે. આ પ્રાયોગ્ય લબ્ધિ છે. આ લબ્ધિ પ્રાપ્ત થાય ત્યારે જીવ ગ્રંથિભેદ કરવાની યોગ્યતા પ્રાપ્ત કરે છે. પાત્રતા મળ્યા પછી ગ્રંથિભેદ કરવા તત્પર બને તેને કરણ” કહેવાય છે. તેની દષ્ટિ એકમાત્ર આત્મતત્ત્વ ઉપર ચોટે છે. ‘મારે મારા જ્ઞાનાનંદસ્વરૂપનું વેદન કરવું જ છે' એવી ભાવના સતત જાગૃત રહે છે. મિથ્યાત્વરસની માત્રા અત્યંત અલ્પ રહે છે અને તે કરણલબ્ધિમાં પ્રવેશ કરે છે. ૫) કરણલબ્ધિ - મોહનીય કર્મ અને કષાયોની ઉત્તરોત્તર મંદતાને ‘કરણ” કહેવાય છે. જીવના મિથ્યાત્વરૂપી અંધકારનો નાશ થાય છે અને સમ્યગ્દર્શનરૂપી સૂર્યનો ઉદય થાય છે. આત્માને સમ્યકત્વ પ્રાપ્ત કરાવે એવા ભાવોની પ્રાપ્તિ થવી તે ઊગ્યો મુક્તિનો અરુણોદય... સમ્યગદર્શન ૧૩૭ Page #150 -------------------------------------------------------------------------- ________________ કરણલબ્ધિ છે. જેનાથી કર્મોની સ્થિતિનું અને એના રસનું ખંડન કરવાની શક્તિ ઉપજે એવું આત્મસામર્થવિશેષ તે કરણલબ્ધિ છે. જેને અંતમૂહુર્તમાં સમ્યગદર્શન થવાનું હોય એવા ભાગ્યશાળી જીવને જ આ કરણલબ્ધિ પ્રાપ્ત થાય છે. આ જીવના પરિણામ સમયે સમયે નિર્મળ ને નિર્મળ થતા જાય છે અને આત્મા ઉપર લાગેલ મિથ્યાત્વના પડળ ખરી પડે છે અને અંતર્મુહુર્તમાં જ તેને સમ્યક્ત્વ પ્રગટે છે. જીવ ત્રણ કરણ - યથાપ્રવૃત્તિકરણ, અપૂર્વકરણ, અનિવૃત્તિકરણ કરીને ગ્રંથિ એટલે અર્થાત્ અનાદિકાળથી જીવને વળગેલી રાગદ્વેષરૂપી ગાંઠોને સર્વથા ભેદીને સમ્યગુદર્શન પ્રાપ્ત કરે છે. ૧૩૮ પાંચ લબ્ધિ છે Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧ ૨ નારકી, તિર્યંચ ને દેવગતિના જીવોને છે સમ્યકત્વની પ્રાપ્તિ કેવી રીતે થાય? નરકભૂમિમાં રહેલા નારકોને જો સમ્યકત્વની પ્રાપ્તિ થવાની હોય તો ત્રણ કારણોથી થશે - ૧) જાતિસ્મરણ જ્ઞાન - નરકભૂમિની તીવ્રતમ વેદનાઓને ભોગવતા તેમને તીર્થકર ભગવંતોના જન્મકલ્યાણક કે બીજા કોઈ નિમિત્તથી જાતિસ્મરણ જ્ઞાન થાય છે, ત્યારે પૂર્વે કરેલી દેવ, ગુરુ કે ધર્મની વિરાધનાઓની તેમને સ્મૃતિ થાય છે અને તેનો પશ્ચાતાપ થાય છે તેથી સમ્યગદર્શનની પ્રાપ્તિ થઈ શકે છે. ૨) ધર્મશ્રવણથી - પૂર્વભવના સ્વજનો કે સંબંધીઓ જે દેવલોકમાં દેવ બન્યા છે, તેઓ તેમને ધર્મ પમાડવા વૈક્રિય સ્વરૂપે નરકમાં જઈને ધર્મબોધ આપી પૂર્વભવની યાદ અપાવે છે. ફળસ્વરૂપે તે નારકોને ખેદ થતા સમ્યકત્વની પ્રાપ્તિ થાય છે. ૩) વેદનાના અનુભવથી - નારકીનાં જીવો નરકમાં ક્ષેત્રવેદના, પારસ્પરિક વેદના કે પરમાધામીકૃત અતિ વેદનાનો અનુભવ કરતા પોતાના વિમંગાવધિ જ્ઞાનથી વિચારે છે કે, “મારા પૂર્વભવમાં મેં ભયંકરમાં ભયંકર પાપકર્મો કર્યા હશે, શરાબ, વેશ્યા, પરસ્ત્રીગમન આદિ Page #152 -------------------------------------------------------------------------- ________________ વ્યસનો સેવ્યા હશે કે જેના ફળરૂપે આ તીવ્રતમ વેદના મને ભોગવવી પડે છે. આ પ્રમાણે વિચાર કરતા પૂર્વે કરેલા પાપોનો પશ્ચાતાપ થાય છે, તેની આલોચના કરે છે, ફળ સ્વરૂપે સમ્યક્ત્વની પ્રાપ્તિ થઈ શકે છે. સમ્યગ્દર્શન પ્રાપ્ત કરેલા નારકીના જીવો સમભાવે દુઃખો ભોગવીને કર્મોની નિર્જરા કરે છે જ્યારે બીજા અજ્ઞાની, મિથ્યાત્વ સહિતના નારકો દુઃખ ભોગવતા આર્ગ-રૌદ્ર ધ્યાન કરી વળી નવા અશુભ કર્મો બાંધીને સંસારની વૃદ્ધિ કરે છે. તિર્યંચ ગતિના સંજ્ઞી પંચેન્દ્રિય જીવો કેવી રીતે સમ્યગ્દર્શન પામે? મેઘકુમારના પૂર્વના હાથીના ભવનો દૃષ્ટાંત લેતા અન્ય પ્રાણીઓ પ્રત્યે કરૂણાભાવ રાખવાથી સમ્યક્ત્વ પામી શકે છે કે નંદ મણીયારના દેડકાના ભવનું દૃષ્ટાંત લેતા જાતિસ્મરણ જ્ઞાનથી સમ્યગ્દર્શન પ્રાપ્ત કરી શકે. દેવલોકમાં નવ ગ્રેવેયક સુધી સમકિતી અને મિથ્યાત્વી બંને પ્રકારના દેવો હોય છે. જ્યારે પાંચે અનુત્તર વિમાનવાસી દેવો નિયમથી સમ્યકત્વ પ્રાપ્ત કરેલા જ હોય છે. સમ્યગદર્શન પ્રાપ્ત થયા પછી ચાલ્યું ગયું ન હોય તો પરભવમાં પણ જ્ઞાનની જેમ સાથે આવે છે. ક્ષાયિક સમ્યક્ત્વ એક વાર આવ્યા પછી જતું નથી. મોક્ષમાં પણ સાથે જ જાય. લાયોપથમિક સમ્યકત્વની ઉત્કૃષ્ટ સ્થિતિ ૬૬ સાગરોપમ હોય છે. જ્યારે ચારિત્ર અને તપ એક ભવ પૂરતા જ હોય છે. પરભવમાં સાથે આવતા નથી. સમ્યગ્દર્શન પ્રાપ્તિ પછી એ ચાલ્યું જાય તો પણ જીવ દર્શનમોહનીયની ઉત્કૃષ્ટ સ્થિતિ ૭૦ ક્રોડાકોડી સાગરોપમ છે જે કદાપિ બાંધતો નથી. વધારેમાં વધારે એક ક્રોડાક્રોડી સાગરોપમનું ઉત્કૃષ્ટ કર્મબંધન કરી શકે છે. બીજું, જો સમ્યગ્દર્શનની પ્રાપ્તિ પહેલા આયુષ્યનો બંધ ન પડ્યો હોય તો સમ્યકત્વની હાજરીમાં નીચેની સાત ગતિમાં આયુષ્યનો બંધ ન પડે - ૧) નરક ૨) ભવનપતિ ૩) તિર્યંચ ૪) વાણવ્યંતર દેવ ૪) જ્યોતિષી દેવ ૫) સ્ત્રી વેદ ૬) નપુંસક વેદ ૧૪૦ નારકી, તિર્યંચ ને દેવગતિના જીવોને સમ્યકત્વની પ્રાપ્તિ કેવી રીતે થાય? ) Page #153 -------------------------------------------------------------------------- ________________ અવિરત સમ્યગુદૃષ્ટિ પણ ચોથા ગુણસ્થાનમાં એવા કર્મોનો બંધ કરતા નથી કે જેથી નરકમાં જઈ શકે કે એકેંદ્રિયથી તિર્યંચ થાય. દેવ હોય તો ઉત્તમ મનુષ્ય થવાનો અને મનુષ્ય હોય તો ઉત્તમ દેવ થવાના જ કર્મ બાંધે છે. એક ચંડાલ પણ સમ્યક્ત્વના પ્રભાવથી મરીને ઉત્તમ દેવ થાય છે. સમ્યગદર્શનની પ્રાપ્તિ પછી જ જીવની ભવની ગણત્રી શરૂ થાય છે. ત્યાં સુધીનું સંસારચક્રનું અનંતકાળનું પરિભ્રમણ જ્ઞાનીની દૃષ્ટિએ નિરંથક છે. ઉદા. જેમ કે ચરમ તીર્થકર મહાવીર સ્વામીના ૨૭ ભવની ગણત્રી નયસારના ભવથી ચાલુ થાય છે જ્યાં તેમને સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થઈ હતી. ઊગ્યો મુક્તિનો અરુણોદય... સમ્યગદર્શન ૧૪૧ Page #154 -------------------------------------------------------------------------- ________________ ૧૩ સમ્યકત્વનું મહાભ્ય આ કાળને વિશે મોક્ષ છે એમ બીજા માર્ગમાં કહેવામાં આવે છે. જેના માર્ગમાં આ કાળને વિષે અમુક ક્ષેત્રમાં તેમ થવું જો કે કહેવામાં આવતું નથી. છતાં તે જ ક્ષેત્રમાં આ કાળને વિષે સમ્યક્ત્વ થઈ શકે છે એમ કહેવામાં આવ્યું છે, જેથી મોક્ષમાર્ગની પ્રતીતી થાય છે. આનું નામ “બોધબીજ' છે. અહીં આત્માના અનુભવની શરૂઆત થાય છે. આ કાળને વિષે મોક્ષ છે એમ બીજા માર્ગમાં કહેવામાં આવે છે. જેના દર્શન પ્રમાણે મોક્ષ એટલે આત્માનું અત્યંત શુદ્ધપણું તે, અજ્ઞાનથી છૂટી જવું તે, સર્વ કર્મથી મુક્ત થવું તે મોક્ષ. સંસારી આત્મા જ્યારે સર્વ કર્મોનો ક્ષય કરે અને શુદ્ધ નિરંજન, નિરાકાર આત્મા બને ત્યારે તેને મોક્ષ પ્રાપ્ત થયો એમ કહેવાય છે. મોક્ષ થતા જન્મ-મરણ આદિ દુઃખોનો વિચ્છેદ થાય છે. જેમ બીજ બળી જવાથી તેમાંથી અંકુરની ઉત્પત્તિ થતી નથી, તેમ કર્મરૂપ બીજ બળી જવાથી જન્માદિરૂપ અંકુરની ઉત્પત્તિ થતી નથી. જૈન ધર્મમાં આ કાળને વિષે અમુક ક્ષેત્રમાં તેમ થવું જોકે કહેવામાં આવતું નથી, છતાં તે જ ક્ષેત્રમાં આ કાળને વિષે સમ્યકત્વ થઈ શકે છે એમ કહેવામાં આવ્યું છે જે મોક્ષના પાયારૂપ છે, જ્યાં મોક્ષમાર્ગની, મોક્ષની પ્રતીતિ થાય છે. આનું નામ જ બોધબીજ છે. અહીં આત્માના અનુભવની શરૂઆત Page #155 -------------------------------------------------------------------------- ________________ થાય છે. અર્થાત્ મોક્ષ પ્રાપ્ત કરવાનું બીજ અહીં રોપાય છે. મિથ્યાત્વની નિવૃત્તિ તે સમ્યક્ત્વ. મિથ્યાત્વ એટલે યથાર્થ ન સમજાય તે, અથવા કલ્યાણને અકલ્યાણ અને અકલ્યાણને કલ્યાણ સમજે તે મિથ્યાત્વ. ચક્ષુથી કોઈ પણ પ્રકારના રૂપને રાગથી જોવું અગર ચક્ષુથી અણગમતું દેખાય તો દ્વેષ પેદા થવો. કાનથી શબ્દ મનગમતો હોય તો રાગથી સાંભળવો અને અણગમતો હોય તો એ સાંભળીને દ્વેષ કરવો એમ પાંચેય ઈન્દ્રિયના પાંચેય વિષય રાગથી સેવવા અને જે અણગમતા લાગે એમાં દ્વેષ ક૨વો. દેહ અને દેહાર્થ મમત્વ એ મિથ્યાત્વ લક્ષણ છે. આ મિથ્યાત્વ પ્રકૃતિ ખપાવ્યા વિના સમ્યક્ત્વ આવે નહિ. સમ્યક્ત્વ પ્રાપ્ત થાય એની દશા અદ્ભુત વર્તે. વ્યક્તિના બાહ્યાભિમુખતાના બદલે મોક્ષાભિમુખતા જીવનમાં આવે તેના મૂળમાં સમ્યક્ત્વ છે. સમ્યગ્દર્શન એટલે ચતુર્થ ગુણસ્થાન પ્રાપ્ત થાય. ત્યાંથી પાંચમે, છઠ્ઠ, સાતમે અને આઠમે જઈ બે ઘડીમાં મોક્ષ થઈ શકે છે. એક સમ્યક્ત્વ પ્રાપ્ત થવાથી કેટલું અદ્ભુત કાર્ય થઈ શકે છે. આથી સમ્યક્ત્વનું મહત્વ સમજી શકાય છે. અને આ સમ્યગ્દર્શન માત્ર જીવાદિ તત્ત્વોના શ્રદ્ધાથી નહીં પણ ક્રોધ, માન, માયા, લોભરૂપ ચોકડીની તીવ્રતમ અવસ્થા અર્થાત્ અનંતાનુબંધી કષાયનો વિલય થવાથી જ ઉપલબ્ધ થાય છે. રાગદ્વેષની મંદતા-અતિશય મંદતા તે જ સમ્યક્ત્વ છે. તે દ્વારા જ સમ્યગ્દર્શન પ્રાપ્ત થાય છે. જીવ પહેલા ગુણસ્થાનમાં ગ્રંથીભેદ સુધી અનંત વા૨ આવ્યો છે, ને ત્યાંથી વળી ગયો છે. કર્મપ્રકૃતિ ૧૫૮ છે. સમ્યક્ત્વ આવ્યા વિના તેમાંથી કોઈ પણ પ્રકૃતિ સમૂળગી ક્ષય થાય નહીં. અનાદિથી જીવ નિર્જરા કરે છે પરંતુ મૂળમાંથી એક પણ પ્રકૃતિ ક્ષય થતી નથી. સમ્યક્ત્વમાં એવું સામર્થ્ય છે કે તે પ્રકૃતિને મૂળમાંથી ક્ષય કરે છે. સર્વ દોષરહિત એવું સમ્યક્ત્વ તે ધર્મનું મૂળ ગણાય છે અને તે શુદ્ધ દેવ, શુદ્ધ ગુરુ અને શુદ્ધ ધર્મ એ ત્રણ તત્ત્વની સભ્યપ્રકારે સદ્દહણારૂપ છે. અહીં શંકા થાય કે દેવ, ગુરુ અને ધર્મની શ્રદ્ધા માત્રથી સમ્યગ્દર્શન પ્રાપ્ત થતું હોય તો પછી નવ તત્ત્વ, છ દ્રવ્ય, છ સ્થાન આદિ પર શ્રદ્ધા કરવાની શું જરૂર છે ? એનું સમાધાન ઊગ્યો મુક્તિનો અરુણોદય... સમ્યગ્દર્શન ૧૪૩ Page #156 -------------------------------------------------------------------------- ________________ એ છે કે સામાન્ય રીતે આ બધું દેવ, ગુરુ અને ધર્મમાં સમાવિષ્ટ થઈ જાય છે. દેવને માનવાવાળા દેવ પ્રરૂપિત તત્ત્વો પણ માનશે જ. જો તત્ત્વોને માને નહીં તો દેવમાં શ્રદ્ધા ન થઈ. તત્ત્વોમાં અશ્રદ્ધા હોવી અને દેવમાં અશ્રદ્ધા એ બંને એક જ છે. આ અશ્રદ્ધાથી ગુરુમાં પણ અશ્રદ્ધા થઈ કારણ કે ગુરુ પણ દેવ પ્રરૂપિત તત્ત્વોને માને છે અને તેનો ઉપદેશ આપે છે. ધર્મની શ્રદ્ધામાં તત્ત્વોની શ્રદ્ધા પણ આવી જાય છે કારણ કે ધર્મના શ્રત અને ચારિત્ર એમ બે ભેદ છે. શ્રુતધર્મમાં નિગ્રંથ પ્રવચન' અર્થાતુ બધા તત્ત્વો, દ્રવ્યો અને સ્થાનોનો સમાવેશ થાય છે. નય-નિપાદિ પણ એમાં જ છે. આથી દેવાદિ તત્ત્વત્રયીમાં બધાનો સમાવેશ થાય છે. નવ તત્ત્વના ત્રણ વિભાગ પડે છે : હેય, ઉપાદેય અને જોય. જોય - જીવ અને અજીવ. હેય - બેધ, આશ્રવ, પુણ્ય અને પાપ. ઉપાદેય - સંવર, નિર્જરા અને મોક્ષ. "हेया बंधासवपुण्णवा, जीवाजीवा य हुंति विण्णेया। संवरणिज्जरमुक्को, तिण्णि वि एओ उवावेथा ।।" હેય, બ્રેય અને ઉપાદેયનું જ્ઞાન કરવું તે શ્રુતધર્મ છે અને હેયનો ત્યાગ તથા ઉપાદેયનો સ્વીકાર કરવો તે ચારિત્ર ધર્મ છે. આમ નવ તત્ત્વનું જ્ઞાન ધર્મ તત્ત્વમાં ગર્ભિત છે. છ દ્રવ્યમાં એક જીવ છે અને બાકીના પાંચ અજીવ છે. તેમનો સમાવેશ નવ તત્ત્વના પ્રથમ બે તત્ત્વમાં થાય છે. છ સ્થાનકની સ્વીકૃતિ પણ શ્રત ધર્મમાં છે. પૂર્ણ શ્રદ્ધા સાથે સ્વીકાર કરાય છે કે - ૧) આત્મા છે ૨) આત્મા નિત્ય છે ૩) આત્મા કર્મનો કર્તા છે ૪) આત્મા કર્મનો ભોક્તા છે ૫) મોક્ષ છે ૬) મોક્ષનો ઉપાય છે. આવી રીતે બધા તત્ત્વો અને બધા દ્રવ્યોનો શ્રત ધર્મમાં સમાવેશ થાય છે. દેવ, ગુરુ અને ધર્મરૂપ તત્ત્વત્રયીમાં બધા તત્ત્વો આવી જાય છે. નિર્ગથ પ્રવચન' રૂપ ૧૪૪ સમ્યકત્વનું મહાભ્ય ) Page #157 -------------------------------------------------------------------------- ________________ શ્રુતધર્મ સમસ્ત ધર્મ (જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, દ્રવ્ય, ગુણ, પર્યાય આદિ)નું મૂળ છે. આવા અલૌકિક નિગ્રંથ પ્રવચન પર અટલ શ્રદ્ધા થવી તે જ સમ્યગ્દર્શન છે. “तमेव सच्चं निस्संकं जं जं जिणेहिं पवेइयं । " અર્થાત્ ‘વીતરાગ, સર્વજ્ઞ, સર્વદર્શી દેવાધિદેવે જે પ્રતિપાદન કર્યું છે તે પૂર્ણપણે સત્ય છે, સંદેહરહિત છે' એવું ઢપણે માનવું. અર્થાત્ જીવ માટે જો કોઈ પ્રયોજનભૂત, હિતકારી વસ્તુ હોય તો એકમાત્ર નિગ્રંથ પ્રવચન જ છે, સર્વશ્રેષ્ઠ કાર્ય-સાધન પણ નિગ્રંથ પ્રવચન જ છે. આ સિવાય સંસારની બધી વસ્તુઓ, બધી ક્રિયાઓ દુ:ખ પરંપરાને અર્થાત્ આ સંસારના પરિભ્રમણને વધારનારી છે. આવી દેઢ શ્રદ્ધા રાખનારા અને અનિષ્ટ સંયોગો, વિપરીત પરિસ્થિતિઓમાં પણ શ્રદ્ધાને ટકાવી રાખવાવાળા ભવાંતરે પણ ક્ષાયિક સમ્યક્ત્વ પ્રાપ્ત કરે છે. ત્રણે જગતમાં કોઈ શ્રેષ્ઠ વસ્તુ હોય તો તે સમ્યક્ત્વ જ છે. सम्यक्त्वरत्नान्न परं हि रत्नं, सम्यक्त्वमित्रान्न परं हि मित्रम् । सम्यक्त्वबंधोर्न परो हि बंधुः, सम्यक्त्वलाभान्न परो हि लाभ।। અર્થ : સમ્યક્ત્વરત્ન કરતા બીજું કોઈ શ્રેષ્ઠ રત્ન નથી, સમ્યક્ત્વ મિત્ર કરતા બીજો કોઈ પરમ મિત્ર નથી, સમ્યક્ત્વરૂપ બંધુ કરતા અન્ય કોઈ પ૨મ બંધુ નથી અને સમ્યક્ત્વના લાભ કરતા બીજો કોઈ અધિક લાભ નથી. આવા સમ્યગ્દર્શન વિનાના બીજા બધા વ્રત-નિયમો સેનાપતિ વિનાની સેના જેમ છે. અનુકુલ પવન વિના જેમ ખેતી ફળદાયક થતી નથી તેમ સમ્યક્ત્વ વિના બધી ક્રિયાઓ પ્રાયઃ અલ્પ ફળ આપનારી હોય છે. દેવપૂજા, તપ, દાન અને શીલ વિગેરે જો સમ્યક્ત્વ સાથે આચરેલા હોય તો જ તે યથાર્થ રીતે ફળદાયક થાય છે. "दानानि शीलानि तपांसि पूजा, सत्तीर्थयात्रा प्रवरा दया च । सुश्रावकत्वं व्रतधारणं च, सम्यक्त्वमूलानि महाफलानि ।। અર્થ : દાન, શીલ, તપ, સતીર્થયાત્રા, શ્રેષ્ઠ દયા, સુશ્રાવકપણું અને વ્રતધારણ વિગેરે જો સમ્યક્ત્વ મૂળપૂર્વક હોય તો મહાફળ આપવાવાળા થાય છે. ઊગ્યો મુક્તિનો અરુણોદય... સમ્યગ્દર્શન ૧૪૫ Page #158 -------------------------------------------------------------------------- ________________ જેમ જેમ જિનેશ્વર અને સદ્ગુરુની ભાવપૂર્વક ભક્તિ થાય છે તેમ તેમ સમ્યક્ત્વની નિર્મળતા વધતી જાય છે, પાંચ અતિચારને વર્લ્ડવાથી જેનું સમ્યક્ત્વ શુદ્ધ થયેલું છે, તે જીવ ભવોભવ અધિક અધિક સુખને પ્રાપ્ત કરે છે. અને તે જિનેન્દ્ર પદ, ચક્રવર્તિપદ, ઈંદ્રપદ, મોટું રાજ્યપદ અને છેવટે શિવપદ પણ પ્રાપ્ત કરી શકે છે. - સમ્યગ્દર્શનનો મહિમા વર્ણવતા પૂર્યાચાર્ય લખે છે – ધર્મરૂપ કલ્પવૃક્ષનું સમ્યક્ત્વ એ મૂળ છે. દાન પ્રમુખ ચાર તેની મુખ્ય શાખાઓ છે, નિયમ અને વ્રત વિગેરે તેની પ્રશાખાઓ છે, વિવિધ સંપત્તિઓ તેના પુષ્પ છે અને મોક્ષ એ તેનું ફળ છે, પરંતુ સમ્યક્ત્વરૂપ મૂળ જેનાં હૃદયમાં ઉલ્લાસાયમાન છે તેને જ એ ધર્મકલ્પવૃક્ષ સંપૂર્ણ ફળદાયક થાય છે. - આ ધર્મવૃક્ષના જે ચાર ભેદ છે - જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ. મોક્ષમાર્ગ એ ચારેયના સંયોગથી થાય છે. ચારેયની ઉત્કૃષ્ટતા મહત્ત્વની છે. એમ છતાં આ ચારેયમાં સમ્યગ્દર્શનનું મહત્ત્વ અત્યંત અધિક છે. સમ્યગ્દર્શન પ્રાપ્ત કર્યા વિના જો નવપૂર્વથી પણ અધિક જ્ઞાન પ્રાપ્ત કર્યું હોય, ઉત્તમ ચારિત્રનું પણ પાલન કર્યું હોય, ઉગ્ર તપસ્યા વડે દેહ કૃશ થયો હોય તો પણ એનું ફળ અકામ નિર્જરા અને શુભ બંધ હોય છે. સમ્યગ્દર્શનના અભાવમાં તે ચારિત્ર અને તપ સ્વર્ગના સુખ અપાવી પાછા ભવભ્રમણમાં જ લાવી મૂકે છે. જ્ઞાન ધર્મશાસ્ત્રોનું હોય, શ્રી જિનેશ્વર પરમાત્માએ અર્થથી પ્રરૂપેલા અને શ્રી ગણધર ભગવંતોએ સૂત્રથી ગૂંથેલા આગમશાસ્ત્રોનું જ્ઞાન હોય, તો પણ એ જ્ઞાનને ધરનારો આત્મા જો સમ્યક્ત્વને પામેલો ન હોય, તો એ આત્માનું એ શાસ્ત્રજ્ઞાન પણ સભ્યજ્ઞાન રૂપે એ આત્માને પરિણમતું નથી. એથી એ આત્માનું શાસ્ત્રજ્ઞાન, તે પણ અજ્ઞાન અથવા મિથ્યા જ્ઞાનની કોટિનું ગણાય છે. એ જ રીતે ચારિત્ર પણ શ્રી જિનેશ્વર પરમાત્માએ બતાવેલા ચારિત્રના આચારોના આચરણરૂપ હોય, તો પણ એ ચારિત્રાચારોનું પાલન કરનારો આત્મા જો સમ્યક્ત્વને પામેલો ન હોય તો એ ચારિત્રાચારોનું પાલન સમ્યક્ ચારિત્ર કોટિનું ગણાતું નથી. પણ કાયકષ્ટાદિની ઉપમાને યોગ્ય ગણાય છે. સમ્યક્ત્વનું મહાત્મ્ય ૧૪૬ Page #159 -------------------------------------------------------------------------- ________________ એવી જ રીતે તપનું સમજવું. તપ પણ પરમાત્માએ બતાવેલા અનશનાદિ પ્રકારોના આસેવન રૂપ હોય, તો પણ સમ્યકત્વ વિના એ તપ આત્માના કર્મોને તપાવનારું બનતું નથી.જ્યારે સમ્યકત્વનો એ પ્રભાવ છે કે સમ્યગ્દર્શન પ્રાપ્ત થતા જ્ઞાન એવી રીતે આત્મામાં પરિણમે છે કે જેથી એ જ્ઞાન સમ્યગુજ્ઞાન બને છે, ચારિત્રનું પાલન સમ્યગુચારિત્ર ગણાય છે અને તપ પણ એવા ભાવપૂર્વક થાય છે જેથી આત્માને વળગેલા કર્મ તપે, કર્મની નિર્જરા થાય અર્થાત્ એ તપ સમ્યક્ તપ ગણાય. એટલે ઉત્તરાધ્યયન સૂત્રમાં લખ્યું છે - नत्थि चरित्तं सम्मत्तविहूणं, दंसणे उ भइयव्वं। सम्मत्तचरित्ताई, जुगवं पुव्वं व सम्मत्तं।। શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર અ. ૨૮ ગાથા ૨૯ અર્થ : જે જીવોને સમ્યકત્વની પ્રાપ્તિ થઈ નથી તેમને ચારિત્ર ધર્મની પ્રાપ્તિ થતી નથી. જેમને સમ્યકત્વની પ્રાપ્તિ થઈ છે તેમનામાં ચારિત્ર ધર્મની ભજના જાણવી અર્થાત્ તેમનામાં ચારિત્ર હોય અને ન પણ હોય. સમ્યકત્વ ચારિત્રની સાથે પણ રહે છે અને ચારિત્ર વગર પણ રહે છે. આવી રીતે સમ્યગદર્શન એ મોક્ષનું દ્વાર છે. સમ્યકત્વ વિનાના ચારિત્રની સકામ નિર્જરા થતી નથી તેથી સમકિત વિનાની કરણીથી અકામ નિર્જરા અને પુણ્ય પ્રાપ્ત થાય છે તેથી સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થતા અન્ય બધા આધ્યાત્મિક ગુણો ક્રમશ: પ્રગટ થતા જાય છે. नादंसणिस्स नाणं, नाणेण विना न हुन्ति चरणगुणा। अगुणिस्स नत्थि मोक्रवो, नत्थि अमोक्रवस्स निव्वाणं।। અર્થ : સમ્યગુદર્શન વિના સમ્યગુજ્ઞાનની પ્રાપ્તિ થતી નથી અને જ્ઞાન વિના ચારિત્રના ગુણો પ્રગટતા નથી. ચારિત્રના ગુણની પ્રાપ્તિ વિના કર્મબંધથી છૂટકારો નથી અને કર્મોનો નાશ થયા વિના મોક્ષની પ્રાપ્તિ થતી નથી અર્થાત્ સમ્યકત્વથી જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. સમ્યગદર્શન પ્રાપ્ત થતા પહેલા જેટલું જ્ઞાન હોય તે ( ઊગ્યો મુક્તિનો અરુણોદય... સમ્યગદર્શન ૧૪૭ Page #160 -------------------------------------------------------------------------- ________________ મિથ્યાજ્ઞાન કહેવાય છે અને સમ્યગ્દર્શન પ્રાપ્ત થતા જ તે મિથ્યાજ્ઞાન સમ્યજ્ઞાન બની જાય છે. આ સમ્યક્ત્વ ગુણની આવા પ્રકારની મહત્તા જે સાંભળે છે અને સમજે છે તે જીવને સમ્યગ્દર્શન પ્રાપ્ત કરવાનું મન થયા વિના રહે ખરું? આપણે આ ચોરાશી લક્ષ યોનિના ભવચક્રમાંથી છૂટવું છે અને મોક્ષ પ્રાપ્ત કરવો છે – એ આપણું લક્ષ્ય છે. એના માટે આપણને જે પુરુષાર્થ આચરવો પડે તેમાં પ્રથમ આવશ્યકતા સમ્યગ્દર્શનની છે. સમ્યગ્દર્શન પ્રાપ્ત કર્યા વિના કોઈ કાળે મુક્તિ થાય નહિ. જે જીવ સમ્યક્ત્વના આ મહાત્મ્યને સમજ્યો છે તે જીવ સમ્યક્ત્વ ગુણની મહત્તાને વર્ણવનારા શાસ્ત્રનું જ્ઞાન સંપાદન કરવાનો પુરુષાર્થ કરે, એ શાસ્ત્રમાં સમ્યગ્દર્શન પ્રાપ્ત કરવાના જે ઉપાય બતાવ્યા છે, તે એને જાણવા છે, જાણીને આચરવા છે એવી મનોવૃત્તિથી જે જ્ઞાન મેળવે તે જ્ઞાન એ જીવને સમ્યક્ રૂપે પરિણમે. એ જ રીતે, સમ્યક્ત્વ પ્રાપ્ત કરવાની ભાવનાથી એ જીવ જો ચારિત્રનું પાલન કરે અથવા અનશનાદિ તપ કરે તો એ ચારિત્ર અને એ તપ પણ ક્રમશઃ સમ્યક્ કોટિનું ફળ આપે. જ્યારે જીવ સમ્યગ્દર્શન પ્રાપ્ત કરે એના પૂર્વે એ મિથ્યાદૅષ્ટિ હોય પણ સમ્યક્ત્વ પમાડે એવા પરિણામનો એ સ્વામી બની, સમ્યક્ત્વની સન્મુખ દશાનો ક્ષયોપશમ પામે તો એ જીવ ક્રમે કરી સમ્યગ્દર્શન પ્રાપ્ત કરી શકે. એ જીવને મિથ્યાત્વનો ઉદય ચાલુ છે, પણ એ જીવનું મિથ્યાત્વ મંદ ઘણું થયેલું છે એટલે એ જીવને મિથ્યાદૅષ્ટિ કહેવાને બદલે સમ્યક્ત્વની સન્મુખ બનેલો જીવ કહી શકીએ જે આચાર્ય હરિભદ્રસૂરિએ વર્ણવેલી આઠ યોગદ્યષ્ટિમાં ચોથી યોગદ્યષ્ટિ ‘દીપ્રા’માં પહોંચેલો જીવ કહી શકાય. આવું સમ્યગ્દર્શન પ્રાપ્ત ક૨ના૨ જીવ કદાચ સમકિતથી ભ્રષ્ટ થાય અને પાછો મિથ્યાત્વે જાય તો પણ તેને કર્મબંધ અલ્પ જ થાય. ગ્રંથિભેદ સમયે થનારી કર્મસ્થિતિનું ઉલ્લંઘન કરીને ૭૦ ક્રોડાક્રોડી પ્રમાણ મોહનીય કર્મ વગેરેના કાર્યણવર્ગણાનું ઉત્કૃષ્ટ સ્થિતિબંધ તે જીવ કરતો નથી. મિથ્યાત્વ ઉદયમાં આવવા છતાં, મિથ્યાર્દષ્ટિ બનવા છતાં પણ વિશેષ પ્રકારે અલ્પસ્થિતિવાળો કર્મબંધ થાય ૧૪૮ સમ્યક્ત્વનું મહાત્મ્ય Page #161 -------------------------------------------------------------------------- ________________ છે. ગ્રંથિભેદ ન કરેલ હોય તે જીવને મોહનીય કર્મની ૭૦ ક્રોડાક્રોડી સાગરોપમ કાલ પ્રમાણે સ્થિતિ બંધાઈ શકે છે. જ્યારે ગ્રંથિભેદ થયા પછી મોહનીયાદિ કર્મની એક ક્રોડાકોડી સાગરોપમ પ્રમાણ પણ સ્થિતિબંધ થતો નથી. કારણ કે તેના પરિણામ અનાદિ મિથ્યાદૃષ્ટિ જીવ કરતા સારા જ હોય છે. ભલે ને બાહ્ય પ્રવૃત્તિ (આરંભ પરિગ્રહાદિ પ્રવૃત્તિ) મિથ્યાષ્ટિ અને સમકિત ભષ્ટની પ્રાય: સમાન દેખાતી હોય. કારણ કર્મબંધનો મુખ્ય આધાર જીવના અધ્યવસાય છે, અને સમકિત પતિત જીવને ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કે રસબંધ કરાવે તેવા સંકિલષ્ટ પરિણામ હોતા નથી. સમકિતી જીવની સાંસારિક પ્રવૃત્તિ તપેલા લોખંડના ગોળા પર પગ મૂકવા જેવી જણાવી છે. જંગલમાં પાછળ પડેલા વાઘથી જાન બચાવવા ભાગતો યુવાન વચ્ચે અંગારા ભરેલી ખાઈ આવે અને તેમાં લોખંડના લાલચોળ તપેલા લોખંડના ગોળા પરથી પગ મૂકી પસાર થાય ત્યારે તે પગ મૂકે તો પણ અડધો મૂકે, ઓછામાં ઓછા ગોળા પર પગ મૂકે, કંપતા હૈયે મૂકે અને ઝડપથી પાછો ઉંચકી લે. તપેલા ગોળા પર પગ મૂકતા એને કેવી કંપારી છૂટે તેવી ધુજારી અને કંપારી પાપ કરતી વખતે સમકિતી જીવ અનુભવે છે. પાપની પ્રવૃત્તિ બિનજરૂરી ન કરે. જીવનજરૂરી પાપપ્રવૃત્તિ ઘટાડતો જાય, અવશ્ય કરવી પડે તેવી પાપપ્રવૃત્તિમાં પણ તેનું મન અત્યંત વ્યથિત હોય, બેચેન હોય કારણ કે પાપપ્રવૃત્તિના ફળ તેની નજર સામે તરવરતા હોય છે. એટલે નિર્મળ સમકિતી જીવ જીવનનિર્વાહ આદિ માટે કરવા પડતા પાપને માત્ર કાયાથી કરે છે, રૂચિપૂર્ણ ચિત્તથી નહિ. (તેથી સમકિતી વ્યક્તિ કાયપાતી જ હોઈ શકે, ચિત્તપાતી નહિ.) આવા સમ્યગ્દર્શન અને તેના મહાસ્ય વિષે નિગ્રંથ આચાર્યો/મુનિવરો કેવી રીતે વર્ણન કરે છે તે નીચેના શ્લોકોમાં જણાઈ આવે છે - अतुलगुणनिधानं, सर्वकल्याणबीजं। __ जननजलधिपोतं, भव्यसत्त्वैकचिन्हम्। दुरिततरुकुठारं, पुण्यतीर्थं प्रधानम् पिबत जितविपक्षं दर्शनारव्यं सुधाम्बु।। ઊગ્યો મુક્તિનો અરુણોદય... સમ્યગદર્શન ૧૪૯ Page #162 -------------------------------------------------------------------------- ________________ અર્થ લોકો, તમે સમ્યગ્ગદર્શન રૂપી સુધાજલનું પાન કરો, કારણ કે તે અતુલ ગુણોનું નિધાન છે, સર્વ કલ્યાણનું બીજ છે, જન્મમરણાદિમય સંસારસાગરને તરી જવા માટેનું વહાણ છે, ભવ્ય જીવોનું એક લક્ષણ છે. પાપરૂપી વૃક્ષને છેદવા માટેનો કુહાડો છે, પવિત્ર એવું તીર્થ છે, સર્વ રીતે શ્રેષ્ઠ છે અને મિથ્યાત્વને જિતનારું છે. આવું સમ્યગદર્શન એ શું છે તે શ્રી કુંદકુંદાચાર્ય મોક્ષપાહુડમાં કહે છે - हिंसारहिए धम्मे अट्ठारहदोसवाज्जिए देवे। णिग्गंथे पव्वयणे सद्दहणं होइ सम्मत्तं।।४०।। અર્થ : હિંસારહિત ધર્મમાં, અઢાર દોષ રહિત દેવમાં અને નિર્ગથ મોક્ષમાર્ગ કે સાધુમાર્ગમાં જે શ્રદ્ધાન છે તે સમ્યગ્દર્શન છે. अरिहं देवो गुरुणो, सुसाहुणो जिणमयं पमाणं च। इच्चाइ सुहो भावो, सम्मत्तं बिति जगगुरुणो।। અર્થ : અરિહંત એ દેવ, સુસાધુ એ ગુરુ અને જિનમત એ જ પ્રામાણિક સત્ય ધર્મ, આવો જે આત્માનો શુભ પરિણામ તેને શ્રી જિનેશ્વર દેવો સમ્યકત્વ કહે છે. શ્રી કુંદકુંદાચાર્ય દર્શનપાહુડમાં કહે છે - जीवादी सद्दहणं सम्मत्तं जिणवरेहिं पण्णत्तां। ववहारा णिच्छयदो अप्पाणं हवइ सम्मत्तं।। અર્થ : વ્યવહાર નથી જીવાદિ તત્ત્વોને શ્રદ્ધાન કરવું તે સમ્યગદર્શન છે. પરંતુ નિશ્ચયનયથી પોતાનો આત્મા જ સમ્યગ્દર્શન રૂપ છે અથવા શુદ્ધ આત્મા જ હું છું એવું શ્રદ્ધાન સમ્યકત્વ છે એમ જિનેન્દ્રોએ કહ્યું છે. શ્રી હરિભદ્રસૂરિ ઉપદેશપદમાં કહે છે - पायनणक्रवेअमिणं, अणुहवगम्मं तु सुद्धभावाणं। भवरवयकरंति गरुअं, बुहेहिं सयमेव विण्णेयं।। ૧પ૦ સમ્યકત્વનું મહાભ્ય ) Page #163 -------------------------------------------------------------------------- ________________ અર્થ : પ્રાય: આ ધર્મબીજ-સમ્યકત્વ શબ્દોથી કહી શકાય તેવું નથી, શુષ્ક મનવાળા જીવોને પોતાના અનુભવથી જ સમજાય તેવું છે અને સંસારનો અંત કરનાર હોવાથી (ચિંતામણિરત્ન વગેરે કરતા પણ) મહાન (ઉત્તમ) છે, માટે પંડિત પુરુષોએ તેને પોતાના શુદ્ધ આત્મસ્વભાવથી સ્વયં તેને સમજવું. શ્રી કુંદકુંદાચાર્ય સમયસારમાં કહે છે - उवभोगमिंदियेहिं दव्वाणंचेदणाणमिदराणं। जं कुणदि सम्मदिट्ठी तं सव्वं णिज्जरणिमित्तं ।।१९३।। અર્થ : સમ્યગુદૃષ્ટિ આત્મા જે પાંચે ઈદ્રિયો દ્વારા ચેતન અચેતન દ્રવ્યોનો ઉપભોગ કરે છે તે સર્વ કર્મોની નિર્જરાનું નિમિત્ત થાય છે. સમ્યગ્દષ્ટિ અંતરંગમાં કોઈ પદાર્થમાં આસક્ત નથી. એટલા માટે તેમને કર્મફળ આપીને ખરી જાય છે. તે સંસારના કારણભૂત કર્મબંધ કરતા નથી, રાગભાવને અનુસાર ક્વચિત કર્મ બંધાય છે તે પણ છૂટવાવાળું છે. उदयविवागो विविहो कम्माणं वण्णिदो जिणवरेहि। ण दु ते मज्झ सहावा जाणगभावो दुअहमिक्को।।१२८ ।। અર્થ : સમ્યગુદૃષ્ટિ એમ જાણે છે કે નાના પ્રકારના કર્મોનો વિપાક કે ફળ જે જિનેન્દ્રોએ બતાવ્યો છે તે મારા આત્માનો સ્વભાવ નથી. હું તો એકલો માત્ર જ્ઞાતા છું, જાણવાવાળો જ છું. णाणी रागप्पजहो सव्वदव्वेसु कम्ममज्झगदो। णो लिप्पदि रजएण दुकद्दममज्जे जहा कणयं।।२१८।। अण्णाणी पुण रत्तो सव्वदव्वेसु कम्ममज्झगदो। लिप्पदि कम्मरएण दु कद्दममज्झे जहा लोहं ।।२१९।। અર્થ : જેમ કાદવમાં પડેલું સોનું કટાતું નથી, તેમ સમ્યગુદૃષ્ટિ જ્ઞાની આત્મા કર્મોની મધ્ય પડેલા હોવા છતા પણ સર્વ પરદ્રવ્યોથી રાગભાવનો ત્યાગ કરતા K ઊગ્યો મુક્તિનો અરુણોદય... સમ્યગદર્શન ૧૫૧ Page #164 -------------------------------------------------------------------------- ________________ હોવાથી કર્મરૂપ રજથી લિપ્ત થતા નથી, પરંતુ જેમ કાદવમાં પડેલું લોઢું કટાઈ જાય છે, તેમ અજ્ઞાની જીવ કર્મોની મધ્ય પડેલા સર્વ પદ્રવ્યોમાં રાગભાવ કરતા હોવાથી કર્મરૂપી રજથી લિપ્ત થઈ જાય છે. સમ્યગ્દષ્ટિ અંતરંગમાં એવા વૈરાગી હોય છે કે કર્મનું ફળ ભોગવતા છતાં પણ કર્મની નિર્જરા કરે છે તથા કાં તો તેમને બંધ થતો નથી અને કષાયને અનુસાર કદાચિત બંધ થાય છે તો તે બગાડ કરવાવાળો સંસારમાં ભ્રમણ કરાવવાવાળો થતો નથી. सम्मदिट्ठी जीवा णिस्संका होति णिब्भया तेण । सत्तभयविप्पमुक्का जा ता दु णिस्संका ।। २२८।। :: સાત અર્થ : સમ્યગ્દષ્ટિ જીવ શંકા રહિત હોય છે તેથી તે નિર્ભય હોય છે, પ્રકારના ભયથી રહિત હોય છે. તેમને આત્મામાં દઢ વિશ્વાસ હોય છે. તેમને મરણનો અને રોગાદિકનો ભય હોતો નથી. શ્રી સામંતભદ્રાચાર્ય રત્નકરેડ શ્રાવકાચા૨માં કહે છે - सम्यग्दर्शनसम्पन्नमपि मातङ्गदेहजम् । देवा देवं विदुर्भस्मगूढाङ्गरान्तरौजसम् ।।२८।। અર્થ : સમ્યગ્દર્શન સહિત એક ચાંડાલને પણ ગણધ૨દેવોએ માનનીય દેવતુલ્ય કહ્યો છે. જેમ રાખમાં ઢંકાએલી અગ્નિની ચિનગારી હોય તેમ આત્મા તેમનો પવિત્ર થઈ ગયો છે કિંતુ શરીરરૂપી ભસ્મમાં છુપાયેલો છે. શ્રી શુભચંદ્ર જ્ઞાનાર્ણવમાં કહે છે - ૧૫૨ अतुलसुखनिधानं सर्वकल्याणबीजं जननजलधि - पोतं भव्यसत्त्वैकपात्रम् । दुरिततरुकुठारं पुण्यतीर्थं प्रधानं पिबत जितविपक्षं दर्शनाख्यं सुधाम्बुम ।। ६.५९।। અર્થ : આચાર્ય કહે છે કે હે ભવ્ય જીવો, તમે સમ્યગ્દર્શનરૂપી અમૃતને પીવો, સમ્યક્ત્વનું મહાત્મ્ય Page #165 -------------------------------------------------------------------------- ________________ એ અતીન્દ્રિય સહજ સુખનો ભંડાર છે, સર્વ કલ્યાણનું બીજ છે. સંસાર સમુદ્રને પાર પામવાનું જહાજ છે, ભવ્ય જીવો જ તેને પામી શકે છે, તે પાપરૂપી વૃક્ષને કાપવાને કુહાડી સમાન છે, પવિત્ર તીર્થોમાં એ જ પ્રધાન છે અને મિથ્યાત્વનો એ જયવંત શત્રુ છે. અર્વાચીન કાળમાં કાનજી સ્વામી લખે છે – એક સેકંડ માત્રનું સમ્યગ્દર્શન અનંત જન્મ મરણનો નાશ કરનાર છે. એક માત્ર સમ્યગદર્શન સિવાય જીવ અનંત કાળમાં બધું કરી ચૂક્યો છે, પણ સમ્યગદર્શન કદી પણ એક સેકંડ માત્ર પણ પ્રગટ કર્યું નથી. જો એક સેકંડ માત્ર પણ પ્રગટ કરે તો તેની મુક્તિ થયા વિના રહે નહિ. સમ્યગદર્શન એ જ માનવજીવનનું મહા કર્તવ્ય છે. ઊગ્યો મુક્તિનો અરુણોદય... સમ્યગદર્શન ૧૫૩ Page #166 -------------------------------------------------------------------------- ________________ ૧૪ શ્રદ્ધાની દુર્લભતા શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં આ સંસારચક્રના પરિભ્રમણમાં જીવને નીચેના ચાર ઉત્તમ અંગોની પ્રાપ્તિ દુર્લભ કહી છે – ૧) મનુષ્યત્વ ૨) શ્રુતિ અર્થાત્ ધર્મશાસ્ત્રોનું શ્રવણ ૩) શ્રદ્ધા ૪) ચારિત્ર/સંયમ. એમાં પણ આગળની ગાથામાં શ્રદ્ધાને પરમ દુર્લભ કહી છે - ‘સન્તા પરમ વુાહા' અર્થાત્ સમ્યગ્દર્શનનું કા૨ણ એવી શ્રદ્ધા પામવી તે અત્યંત દુર્લભ છે. તેનું કારણ સમજાવ્યું છે - જુદા જુદા પ્રકારના કર્મો કરીને જીવો કર્મ પ્રમાણે જુદી જુદી યોનિ, જુદા જુદા ગોત્ર અને જુદી જુદી જાતિઓમાં ઉત્પન્ન થઈને સમગ્ર લોકને સ્પર્શે છે. અર્થાત્ સમગ્ર લોકમાં સર્વ પ્રદેશે જન્મ મરણ કરે છે. આ લોકમાં એવી કોઈ યોનિ નથી, એવું કોઈ સ્થાન નથી કે એવું કોઈ કુળ નથી જ્યાં આ જીવનું જન્મમરણ ન થયું હોય. મનુષ્ય ભવ પામતા પહેલા આ જીવે પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ ને વનસ્પતિ એમ પાંચ એકેંદ્રિયથી લઈ પંચેન્દ્રિય સુધી અનંતા ભવ કર્યા છે ત્યારે આ મનુષ્ય ભવ પ્રાપ્ત થયો છે. આવી રીતે ‘‘મનુષ્ય ભવ’’ને પ્રથમ દુર્લભતા કહી છે. મનુષ્ય શ૨ી૨ને પામીને પણ - આર્યક્ષેત્ર, ઉત્તમ કુળ, દીર્ઘ આયુષ્ય, પાંચે ઈન્દ્રિયોની પરિપૂર્ણતા, નિરોગી શરીર, સદ્ગુરુનો સમાગમ, શાસ્ત્રશ્રવણ, શુદ્ધ શ્રદ્ધા અને ધર્મની સ્પર્શના આ દસ Page #167 -------------------------------------------------------------------------- ________________ બોલને પ્રાપ્ત કરવા શાસ્ત્રકારોએ દુર્લભ કહ્યા છે. પૂર્વ પુણ્યના યોગે ધર્મશ્રવણનો યોગ થાય પણ તેમાં શ્રદ્ધા થવી એ પરમ દુર્લભ કહ્યું છે. જિનેશ્વર પરમાત્માએ પ્રરૂપેલો જ્ઞાન-દર્શન-ચારિત્ર આ રત્નત્રયરૂપ મોક્ષમાર્ગને સાંભળવા છતાં જીવોની એમાં શ્રદ્ધા થતી નથી. કોને શ્રદ્ધા થાય – જ્ઞાનીઓએ કહ્યું છે કે – ભવ્ય, સંવેગી અર્થાત્ મોક્ષાભિલાષી' જીવને જ શ્રદ્ધા - રૂચી થાય. અભવી જીવમાં મોક્ષમાં જવાની યોગ્યતા ન હોવાથી કદાપિ વીતરાગ પરમાત્માના માર્ગની તેમને શ્રદ્ધા ન થાય. જીવને જ્યારે માર્ગની સંપૂર્ણ શ્રદ્ધા થાય અને સમ્યગુદર્શનની પ્રાપ્તિ થાય તો એ તદ્ભવે કે પરંપરાએ અર્ધપુદ્ગલ પરાવર્ત કાળમાં મોક્ષ પ્રાપ્તિ કરે છે. આ ‘શ્રદ્ધા'માં મોક્ષ પમાડવાનું સામર્થ્ય હોવા છતાં એ થવી પરમ દુર્લભ છે. કારણ ભવી જીવ મનુષ્ય ભવ પ્રાપ્ત કર્યા પછી જ્યારે ૬૯ ક્રોડાક્રોડી સાગરોપમથી વધારે સ્થિતિવાળા કર્મોનો ક્ષય થાય અને જીવ ચરમાવર્તમાં પ્રવેશે છે ત્યારે જ તેને આ શ્રદ્ધા અર્થાત્ સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થાય છે. ઊગ્યો મુક્તિનો અરુણોદય... સમ્યગદર્શન ૧૫૫ Page #168 -------------------------------------------------------------------------- ________________ ૧૫ ઉપસંહાર સમ્યગ્દર્શન એ આત્માનો નિજ સ્વભાવનો ગુણ છે. જ્યારે જીવાત્માને પોતાના જ સ્વરૂપ વિષેનું અજ્ઞાન અને ભ્રમ ટળે છે ત્યારે સમ્યગદર્શન પ્રગટ થાય છે, અને આત્મા પોતાના જ શુદ્ધ સ્વરૂપનો જ્ઞાયક બને છે, અર્થાત્ આત્મામાં વિભાવ દશાનું અજ્ઞાન ટળી જઈને પોતાના જ સ્વભાવનું સમ્યગુજ્ઞાન પ્રગટે છે. સમ્યક્ત્વના પ્રગટવાથી રત્નત્રય પ્રગટે છે. જ્ઞાન સમ્યગૂજ્ઞાન થાય છે અને સ્વરૂપાચરણચારિત્ર અનંતાનુબંધી કષાયના ઉપશમથી પ્રગટ થાય છે. સમ્યકત્વના પ્રગટવાના સમયે સ્વાનુભવદશા થાય છે. તે સમયે અપૂર્વ અતીન્દ્રિય આનંદનો લાભ થાય છે અને ઈન્દ્રિય સુખ તુચ્છ છે એવી દઢ પ્રતીતિ થાય છે. તે પોતાના આત્માને પૂર્ણ બ્રહ્મ, પરમાત્મારૂપ વીતરાગી, જ્ઞાતા, દષ્ટા અનુભવે છે, આત્માને આત્મદ્રવ્યરૂપ સિદ્ધિસમ જ જાણે છે. તે વ્યવહારમાં યથાયોગ્ય ધર્મ, અર્થ, કામ અને મોક્ષ પુરુષાર્થ કરે છે તથાપિ એમ જાણે છે કે આ સર્વ વ્યવહાર આત્માનો સ્વભાવ નથી. હેયમાં ઉપાદેયબુદ્ધિ અને ઉપાદેયમાં હેયબુદ્ધિ કરાવનાર જે મિથ્યાત્વ, એનો તેવા પ્રકારનો અભાવ થવાથી આ ગુણ પ્રગટ થાય છે. આત્મહિતની નાશક જેટલી સામગ્રી એના ઉપર અરૂચિ અને આત્મહિતને ઉપકારક છે સામગ્રી એના ઉપર રૂચિ એ સમ્યગદર્શન છે. આ ગુણનો સ્વામી Page #169 -------------------------------------------------------------------------- ________________ રાજા હોય કે ચક્રવર્તી હોય તે રાજ્ય આદિનો ઉપભોગ કરવા છતાં ક્યારે પણ રાજ્ય આદિને ઉપાદેય કોટિનો માનતો નથી. આ ગુણની ઉત્કટ દશામાં રમતો આત્મા તો બંધના કારણોથી પણ નિર્જરા સાધી શકે છે, સંસારનો સાચો દષ્ટા બની રહે છે. ભોક્તા છતાં દૃષ્ટા બની રહેવું એ સમ્યગ્દર્શનના જ પ્રતાપે શક્ય બને છે. પુણ્યનો ભોગવટો કે પાપનો ભોગવટો બંનેય આ ગુણથી નિર્જરાના કારણ બની શકે છે. સમ્યગદર્શનની અનુપમતા અનુભવથી જ પામી શકાય છે. સમ્યગુદર્શનને જેમ દર્શન' કહેવાય છે, તેમ મુક્તિબીજ” પણ કહેવાય છે, ‘તત્ત્વસાધન” અથવા તત્ત્વવેદન' પણ કહેવાય છે. દુઃખાન્તકૃત” પણ કહેવાય છે અને સુખારંભ' પણ કહેવાય છે. આત્માના યથાવસ્થિત સ્વરૂપને સમજવામાં અતિ ઉપયોગી હોવાથી એને માટે ‘દર્શન’ એ ખરેખર સાર્થક શબ્દ છે. કારણ સમ્યગુદર્શનની સહાય વિના જીવાદિ તત્ત્વોની સાચી સમજ શક્ય નથી. જીવાદિ તત્ત્વોની યથાવસ્થિત સ્વરૂપની શ્રદ્ધા માટે દર્શન જ સહાયક છે એવી જ રીતે સકલ કર્મોની નિવૃત્તિ રૂપ જે મુક્તિ એ સમ્યગ્દર્શનનું ફળ છે અને એ ફળનું સમ્યગ્ગદર્શન બીજ છે. એ જ કારણે સમ્યગ્દર્શનને મુક્તિનું બીજ પણ કહેવાય છે. પર પદાર્થોમાં રમણ કરતો એવો આત્મા જ્યારે સમ્યગદર્શન પ્રાપ્ત કરે છે ત્યારે તેની ઈચ્છા કેવળ મુક્તિ પ્રાપ્ત કરવાની જ હોય છે. અન્ય ઈચ્છાઓમાં રમણતા હોતી જ નથી. એ સાચો પરિણામદર્શી બને છે, એથી સંસારના સુખને પણ તે દુઃખરૂપ અને દુ:ખના કારણો માને છે. સુખ માટે તો તે મોક્ષની જ ઈચ્છા કરે છે અને તે જ્ઞાન અને ચારિત્રને પ્રાપ્ત કરી પરિણામે ફલરૂપ મુક્તિને પામનારો બને છે. એ કારણે સમ્યગ્ગદર્શનને મુક્તિનું બીજ કહેવાય છે. મુક્તિરૂપ ફલનું જનક હોઈ મુક્તિનું આદ્ય કારણ ગણાય છે. તત્ત્વવેદન - સમ્યગ્દર્શનના પ્રભાવે તીર્થંકર પરમાત્માએ પ્રરૂપેલા તત્ત્વોનું આત્માને વેદન એટલે કે શ્રદ્ધાનું થાય છે એટલે સમ્યગદર્શનને ‘તત્ત્વવેદન' પણ કહેવાય છે. સાચું તત્ત્વવેદન જીવને સંસારથી ઉદાસીન બનાવે છે. અનુકુલ સામગ્રીમાં થતી આસક્તિ અને પ્રતિકુળ સામગ્રીમાં થતો ઉગ એ બેઉ આત્મા K ઊગ્યો મુક્તિનો અરુણોદય... સમ્યગદર્શન ૧૫૭ Page #170 -------------------------------------------------------------------------- ________________ માટે હાનિકારક છે. આ બંનેનો જ્યારે ક્ષય થાય ત્યારે સાચો ઉદાસીનભાવ આવે છે. આવા ઉદાસીનભાવને પામવા માટે જગતને એના સ્વરૂપમાં જાણવા માટે તત્ત્વવેદન આવશ્યક છે. દુઃખાન્તકાર - સમ્યગદર્શન સાથે દુઃખનો નાશ અને સુખનો આરંભ થાય છે. જ્યારે રાગદ્વેષરૂપી ગ્રંથિનો ભેદ થાય છે ત્યારે સમ્યગદર્શન પ્રાપ્ત થાય છે.આ ગ્રંથિભેદ પૂર્વે જીવને કર્મજન્ય એવું સંસારનું દુઃખ હોય છે. જે ગ્રંથિભેદ પછી રહેતું નથી. એથી સમ્યગદર્શનને દુઃખાત્તકાર પણ કહેવાય છે. સમ્યગદર્શન પ્રાપ્ત થયેલાને સંસારનું દુઃખ, દુઃખ લાગતું નથી. સમ્યગદર્શનનો સ્વામી જો ઉત્કટ પરિણામી થાય તો એ ભવમાં પણ ક્ષપક શ્રેણી પ્રાપ્ત કરી કેવળજ્ઞાન પામી મોક્ષગામી બની જાય છે અને એ ભવમાં નહીં તો નિકટના જ ભવે એ મોક્ષરૂપી લક્ષ્મીને પ્રાપ્ત કરી શકે છે. એટલે જ સમ્યગદર્શન એ દુઃખનો અંત કરનાર અને સુખનો આરંભ કરનાર છે. આવા સમ્યગ્ગદર્શનની પ્રાપ્તિ, રક્ષણ અને સંવર્ધનમાં હંમેશા પ્રયત્નશીલ રહેવું જોઈએ અને ચારિત્ર વૃદ્ધિનો પ્રયત્ન કરવો જોઈએ. કારણ સમ્યકત્વયુક્ત ચારિત્ર જ મૂલ્યવાન અને કાર્યસાધક હોય છે. જેવી રીતે મોહનીય કર્મનો ક્ષય થયા પછી બાકીના ત્રણે કર્મોનો ક્ષય થવો અત્યંત સરળ થઈ જાય છે અને અઘાતી કર્મોનો ક્ષય પણ સરળતાથી થાય છે. સમ્યગદર્શન પ્રાપ્ત થતા જ્ઞાન પણ સમ્યગુ થઈ જાય છે. આવી રીતે સમ્યગ્દર્શન, સમ્યગુજ્ઞાન અને સમ્યગુચારિત્ર આ રત્નત્રય વડે જ મોક્ષપ્રાપ્તિ થાય છે. એટલે જ આ સમ્યગ્દર્શનનું મહત્ત્વ બતાવતા એક આચાર્ય લખ્યું છે – असमसुखनिधानं, धाम संविग्नतायाः भवसुखविमुखत्वो, द्दीपने सद्विवेकः। नरनरकपशुत्वो - च्छेदहेतुर्नराणाम् शिवसुखतरु बीजं, शुद्ध सम्यकत्व लाभः ।। ૧૫૮ ઉપસંહાર Page #171 -------------------------------------------------------------------------- ________________ અર્થ : શુદ્ધ સમ્યકત્વ અતુલ સુખનું નિધાન છે. વૈરાગ્યનું ધામ છે. સંસારના ક્ષણ ભંગુર અને નાશવાન સુખોની અસારતા સમજવા સવિવેક રૂપ છે. ભવ્ય જીવોના નરક, તિર્યંચ અને મનુષ્ય સંબંધી દુઃખોનો નાશ કરનાર છે અને શુદ્ધ પ્રાપ્તિ જ મોક્ષ-સુખ રૂપ મહાવૃક્ષના બીજ સમાન છે. ઊગ્યો મુક્તિનો અરુણોદય... સમ્યગદર્શન ૧૫૯ Page #172 -------------------------------------------------------------------------- _