SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ પસાર થતા પાંડવોએ એમને જોયા. વાહનથી ઉતરી, એમને (મુનિને) વંદન કરીને સ્તુતિ કરી, “અહો આ રાજર્ષિ દુષ્કરકારક છે. થોડા સમય પછી ત્યાં પરિવારસહિત દુર્યોધન આવ્યો. ‘આ તેજ ઋષિ છે જેણે હસ્તિનાપુરને ઘેરો ઘાલ્યો હતો.' એમ પૂર્વેના વૈરને સંભારી દુર્યોધને મુનિને તાડન કરવા માંડ્યું. આ જોઈને તેની સાથેના લોકોએ મુનિને એટલા બધા પત્થરો માર્યા કે પત્થરોના ઢગલાથી ઋષિ ઢંકાઈ ગયા. રાજવાટિકાથી પાછા ફરતા પાંડવોએ આ જોયું ત્યારે તુરંત તે પત્થરોને દૂર કર્યા. પત્થરોથી જે એમના શરીરને પીડા પહોંચી હતી તે દૂર થાય માટે તેલની માલિશ આદિ સેવા કરી મુનિની ક્ષમા માગી પછી ત્યાંથી નગરમાં ગયા. દવદંત મુનિ, જેનું મન સંવેગના ભાવથી ભાવિત હતું, એમણે પોતાના પર ઉપસર્ગ કરનાર કરવો પ્રત્યે અને સેવા કરનાર પાંડવો પ્રત્યે સમભાવ ધારણ કર્યો અને કેવળ પોતાના અનંત દર્શન, જ્ઞાન યુક્ત આત્મભાવમાં જ રમણતા કરી. દુઃસ્સહ પીડા પરિષહને સમભાવથી સહન કરતા, અત્યંત સંવેગ પરિણામપૂર્વક ક્ષપકશ્રેણિ પર આરોહિ કેવળજ્ઞાન પ્રાપ્ત કરી મોક્ષે ગયા. ૩) નિર્વેદ - નિર્વેદ એટલે ઉદાસીનતા, સમ્યગ્દર્શન જેને પ્રાપ્ત થયું હોય તે આત્મા સંસારથી નિર્વેદને પામેલો હોય છે. સંસારની ચારે ગતિઓમાં રહેવાની ઈચ્છા એનામાં હોતી નથી. નરક ગતિ અને તિર્યંચ ગતિ તો દુ:ખરૂપ છે જ પણ મનુષ્ય ગતિ કે દેવગતિમાં પણ હવે એને રહેવું ગમતું નથી, મિથ્યાત્વી જીવને અજ્ઞાનતાના લીધે કષાયરૂપ સંસાર મીઠો લાગે છે જ્યારે એ જ સંસાર સમ્યકત્વ પ્રાપ્ત થયેલાને કડવો અને દુઃખરૂપ લાગે છે, ઈદ્રિયજન્ય વિષય સુખથી વૈરાગ્ય આવે છે, સંસાર અસાર છે, શરીર અશુચિમય છે, ભોગ અતૃપ્તિકારી છે, વિનાશી છે, આ ભાવના સતત એના ચિત્તમાં હોય છે. આવો નિર્વેદ એ સમ્યત્વનું ત્રીજું લક્ષણ છે. આના માટે હરિવહન રાજાનું ચરિત્ર છે. ૪) અનુકંપા - અન્ય જીવને દુઃખી દેખી એના દુઃખ દૂર કરવાની ઇચ્છા થવી એ અનુકંપા છે. આ અનુકંપા બે પ્રકારની છે - ૧) દ્રવ્ય અનુકંપા ૨) ભાવ અનુકંપા. દીન-દુઃખી પ્રત્યે કરૂણાનો ભાવ રાખે, એના દુઃખો દૂર કરવાનો પ્રયત્ન ૧00 સમ્યગદર્શનના ૬૭ (ભેદો) બોલો )
SR No.034345
Book TitleUgyo Muktino Arunoday Samyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRashmi Bheda
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2016
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy