________________
કરે એ દ્રવ્ય અનુકંપા અને દીન, દુઃખી, દરિદ્ર અવસ્થા જેનાથી આવે છે એવી જે ધર્મરહિત અવસ્થા છે તેને દૂર કરવાની લાગણી થવી તે ભાવ અનુકંપા છે. દુઃખોનું કારણ પાપ છે એટલે લોકોને પાપ પ્રવૃત્તિ, કષાય, હિંસા આદિ કેમ દૂર થાય તેવી લાગણી તથા તેવા પ્રયત્ન તે ભાવ અનુકંપા છે. ધર્મથી પડતા જીવોને ધર્મમાં સ્થિર કરે. અનુકંપા એ સમક્તિનું ચોથું લક્ષણ છે. એના માટે જયરાજાનું દૃષ્ટાંત નીચે પ્રમાણે છે -
ભરતક્ષેત્રમાં હસ્તિનાપુર નગરમાં જય નામનો રાજા રાજ્ય કરતો હતો. તેમના પિતાશ્રીએ ‘જય' રાજાના જન્મ સમયે સૂર્યોદય કાલે કોઈ સ્વપ્ન જોયેલું. એ સ્વપ્ન અનુસાર એમણે પોતાની મૂર્તિ બનાવીને પટથી આચ્છાદિત કરીને દરરોજ પૂજવાનો આદેશ કરેલો. તે પ્રમાણે મૂર્તિ રોજ પૂજાતી હતી. પરંતુ એક દિવસ એના કુતુહલપ્રિય એવા ત્રણ કુમારો વસ્ત્ર દૂર કરીને મૂર્તિને જુએ છે તો ત્યાંજ તેઓ મૂર્ષિત થઈ જાય છે. આ સાંભળી શોકાતુર થયેલો રાજા વૈદ્ય, મંત્રવાદી વગેરેને સાથે લઈ ત્યાં જાય છે અને ચિત્ર જોઈ તે પણ મૂર્શિત થાય છે. શીતલ ઉપચારો વડે રાજા મૂછ રહિત થતા લોકોએ રાજાને મૂછનું કારણ પૂછ્યું ત્યારે રાજાએ આ પ્રમાણે વૃત્તાંત કહ્યો – વિજયવર્ધન નામના નગરમાં શાર્દુલ નામે રાજાને ચંદન નામે પુત્ર હતો. એને વિષ્ણુ નામે પુરોહિત પુત્ર, સુધી નામે મંત્રીપુત્ર અને શંખ નામે શ્રેષ્ઠીપુત્ર સાથે ગાઢ મિત્રતા હતી. એક વખત રાજકુમાર ચંદન પોતાના ત્રણે મિત્રો સાથે ઘોડે સવારી કરીને થાકી જતા એક વૃક્ષ નીચે બેઠા. ત્યાં એક કાપાલિકને જોતા એને નમસ્કાર કર્યા. કાપાલિકે રાજકુમારને નાગકન્યાઓનો સ્વામી બનવાના આશીર્વાદ આપ્યા. આશીર્વાદના વચન સાંભળી કુમારે પૂછ્યું, ‘હું માનવ છું તો નાગલોકની સ્ત્રીઓનો સ્વામી કેવી રીતે થાઉં?' ઉપાય પૂછતા કાપાલિકે તેને પોતાની સાથે વિંધ્યાચલ નામના પર્વત પર યક્ષના મંદિર પર આવવાનું કહ્યું. મિત્રોએ અજાણ્યા સાથે જવાની ના પાડવા છતાં રાજકુમાર તે કાપાલિક સાથે જવા તૈયાર થયો. ચારે મિત્રો કાપાલિક સાથે વિંધ્યાચલ પર્વતની ગુફામાં યક્ષના મંદિરે ગયા. ત્યાં પહોંચી કાપાલિકે ચાર બકરા ખરીદીને ચારે મિત્રોને
K ઊગ્યો મુક્તિનો અરુણોદય... સમ્યગુદર્શન
૧૦૧