________________
સુધી ઉપસર્ગ શાંત ન થાય ત્યાં સુધી કાયોત્સર્ગ કર્યો. સુદર્શનના ત્યાગ-તપ અને એની શ્રદ્ધા જોઈ અર્જુનમાળીના શરીરમાંનો યક્ષ એને હણવા અસમર્થ થયો અને પોતાનું મુલ્ગર લઈ અર્જુનમાળીના શરીરમાંથી ભાગી ગયો અને યક્ષથી મુક્ત થયેલો અર્જુનમાળી ભૂમિ પર પડ્યો. થોડી વારે ચૈતન્ય પ્રાપ્ત થતા તેણે સુદર્શનને જોયા. સુદર્શને પણ ઉપસર્ગ નષ્ટ થયો છે જાણી કાયોત્સર્ગ પાળ્યો અને દેશના સાંભળવા જવા તૈયાર થતા અર્જુન માળી પણ એમની સાથે આવ્યો. બંનેએ અત્યંત ભાવપૂર્વક દેશના સાંભળી, વૈરાગી બનેલા અર્જુન માળીએ ભગવાન પાસે જઘન્યથી પણ છ8 તપના અભિગ્રહપૂર્વક દીક્ષાને ગ્રહણ કરી. ક્રોધિત લોકોના પરિષહને સહન કરતા છ માસ પસાર કર્યા. અંતે બે માસની સંલેખના કરી સિદ્ધ પદને પ્રાપ્ત કર્યું. સુદર્શન શ્રેષ્ઠીએ પરમાત્મા પાસેથી તત્ત્વ સાંભળવાની શુશ્રુષામાં યક્ષઅધિષ્ઠિત એવા અર્જુન માળીના ઉપસર્ગને પણ ન ગણકાર્યો અને લાંબા કાળ સુધી ધર્મારાધન કરીને જિનશાસનની પ્રભાવના કરી, આવી તીવ્ર શુશ્રુષા એ સમ્યક્ત્વનું પ્રથમ લિંગ છે. ૨) ધર્મરાગ - આત્મધર્મ સાંભળ્યા પછી તે જ પ્રમાણે ઈચ્છા થાય, અહીં ઉદાહરણ આપતા કહ્યું છે કે જેને કકડીને ભૂખ લાગી છે અર્થાત્ પૂરેપૂરો ક્ષુધાતુર થયો હોય એવો બ્રાહ્મણ વિકટ વન પાર કરીને આવે અને એને મનોહર ઘેબર ખાવા મળે તો જે તીવ્ર ઈચ્છાથી એ ઘેબર આરોગે તેવી તીવ્ર ઈચ્છાથી જે ધર્મને ઈચ્છે તે ધર્મરાગ નામનું સમ્યકત્વનું બીજું લિંગ છે. આના માટે એક બ્રાહ્મણપુત્રનું દૃષ્ટાંત આપેલું છે.
ઉજ્જૈની નગરીમાં ધર્મપરાયણ એવો દેવગુપ્ત નામે બ્રાહ્મણ અને એની પત્ની નંદા રહેતા હતા. તેઓને એક પુત્ર થયો. પરંતુ પૂર્વે કરેલા પાપના ઉદયથી તેની કાયા હંમેશા રોગથી ઘેરાયેલી રહેતી. ઘણા ઔષધો કરાવવા છતાં તેના રોગ મટ્યા નહિ. બાલ્યાવસ્થાથી જ રોગી રહેવાથી તેને સૌ “રોગદ્વિજ' કહીને બોલાવતા. એક વખત કોઈ મુનિ તેમને ઘેર ગોચરી માટે પધાર્યા. પુત્ર સહિત માતપિતાએ મુનિને પ્રણામ કરીને રોગને શમાવવાનો ઉપાય બતાવવાની વિનંતિ કરી. મુનિ ગોચરી
પ0
સમ્યગદર્શનના ૬૭ (ભેદો) બોલો )