________________
વ્યસનો સેવ્યા હશે કે જેના ફળરૂપે આ તીવ્રતમ વેદના મને ભોગવવી પડે છે. આ પ્રમાણે વિચાર કરતા પૂર્વે કરેલા પાપોનો પશ્ચાતાપ થાય છે, તેની આલોચના કરે છે, ફળ સ્વરૂપે સમ્યક્ત્વની પ્રાપ્તિ થઈ શકે છે. સમ્યગ્દર્શન પ્રાપ્ત કરેલા નારકીના જીવો સમભાવે દુઃખો ભોગવીને કર્મોની નિર્જરા કરે છે જ્યારે બીજા અજ્ઞાની, મિથ્યાત્વ સહિતના નારકો દુઃખ ભોગવતા આર્ગ-રૌદ્ર ધ્યાન કરી વળી નવા અશુભ કર્મો બાંધીને સંસારની વૃદ્ધિ કરે છે. તિર્યંચ ગતિના સંજ્ઞી પંચેન્દ્રિય જીવો કેવી રીતે સમ્યગ્દર્શન પામે?
મેઘકુમારના પૂર્વના હાથીના ભવનો દૃષ્ટાંત લેતા અન્ય પ્રાણીઓ પ્રત્યે કરૂણાભાવ રાખવાથી સમ્યક્ત્વ પામી શકે છે કે નંદ મણીયારના દેડકાના ભવનું દૃષ્ટાંત લેતા જાતિસ્મરણ જ્ઞાનથી સમ્યગ્દર્શન પ્રાપ્ત કરી શકે.
દેવલોકમાં નવ ગ્રેવેયક સુધી સમકિતી અને મિથ્યાત્વી બંને પ્રકારના દેવો હોય છે. જ્યારે પાંચે અનુત્તર વિમાનવાસી દેવો નિયમથી સમ્યકત્વ પ્રાપ્ત કરેલા જ હોય છે.
સમ્યગદર્શન પ્રાપ્ત થયા પછી ચાલ્યું ગયું ન હોય તો પરભવમાં પણ જ્ઞાનની જેમ સાથે આવે છે. ક્ષાયિક સમ્યક્ત્વ એક વાર આવ્યા પછી જતું નથી. મોક્ષમાં પણ સાથે જ જાય. લાયોપથમિક સમ્યકત્વની ઉત્કૃષ્ટ સ્થિતિ ૬૬ સાગરોપમ હોય છે. જ્યારે ચારિત્ર અને તપ એક ભવ પૂરતા જ હોય છે. પરભવમાં સાથે આવતા નથી. સમ્યગ્દર્શન પ્રાપ્તિ પછી એ ચાલ્યું જાય તો પણ જીવ દર્શનમોહનીયની ઉત્કૃષ્ટ સ્થિતિ ૭૦ ક્રોડાકોડી સાગરોપમ છે જે કદાપિ બાંધતો નથી. વધારેમાં વધારે એક ક્રોડાક્રોડી સાગરોપમનું ઉત્કૃષ્ટ કર્મબંધન કરી શકે છે.
બીજું, જો સમ્યગ્દર્શનની પ્રાપ્તિ પહેલા આયુષ્યનો બંધ ન પડ્યો હોય તો સમ્યકત્વની હાજરીમાં નીચેની સાત ગતિમાં આયુષ્યનો બંધ ન પડે -
૧) નરક ૨) ભવનપતિ ૩) તિર્યંચ ૪) વાણવ્યંતર દેવ ૪) જ્યોતિષી દેવ ૫) સ્ત્રી વેદ ૬) નપુંસક વેદ
૧૪૦
નારકી, તિર્યંચ ને દેવગતિના જીવોને સમ્યકત્વની પ્રાપ્તિ કેવી રીતે થાય? )