________________
અવિરત સમ્યગુદૃષ્ટિ પણ ચોથા ગુણસ્થાનમાં એવા કર્મોનો બંધ કરતા નથી કે જેથી નરકમાં જઈ શકે કે એકેંદ્રિયથી તિર્યંચ થાય. દેવ હોય તો ઉત્તમ મનુષ્ય થવાનો અને મનુષ્ય હોય તો ઉત્તમ દેવ થવાના જ કર્મ બાંધે છે. એક ચંડાલ પણ સમ્યક્ત્વના પ્રભાવથી મરીને ઉત્તમ દેવ થાય છે.
સમ્યગદર્શનની પ્રાપ્તિ પછી જ જીવની ભવની ગણત્રી શરૂ થાય છે. ત્યાં સુધીનું સંસારચક્રનું અનંતકાળનું પરિભ્રમણ જ્ઞાનીની દૃષ્ટિએ નિરંથક છે. ઉદા. જેમ કે ચરમ તીર્થકર મહાવીર સ્વામીના ૨૭ ભવની ગણત્રી નયસારના ભવથી ચાલુ થાય છે જ્યાં તેમને સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થઈ હતી.
ઊગ્યો મુક્તિનો અરુણોદય... સમ્યગદર્શન
૧૪૧