________________
૧૩
સમ્યકત્વનું મહાભ્ય
આ કાળને વિશે મોક્ષ છે એમ બીજા માર્ગમાં કહેવામાં આવે છે. જેના માર્ગમાં આ કાળને વિષે અમુક ક્ષેત્રમાં તેમ થવું જો કે કહેવામાં આવતું નથી. છતાં તે જ ક્ષેત્રમાં આ કાળને વિષે સમ્યક્ત્વ થઈ શકે છે એમ કહેવામાં આવ્યું છે, જેથી મોક્ષમાર્ગની પ્રતીતી થાય છે. આનું નામ “બોધબીજ' છે. અહીં આત્માના અનુભવની શરૂઆત થાય છે.
આ કાળને વિષે મોક્ષ છે એમ બીજા માર્ગમાં કહેવામાં આવે છે. જેના દર્શન પ્રમાણે મોક્ષ એટલે આત્માનું અત્યંત શુદ્ધપણું તે, અજ્ઞાનથી છૂટી જવું તે, સર્વ કર્મથી મુક્ત થવું તે મોક્ષ. સંસારી આત્મા જ્યારે સર્વ કર્મોનો ક્ષય કરે અને શુદ્ધ નિરંજન, નિરાકાર આત્મા બને ત્યારે તેને મોક્ષ પ્રાપ્ત થયો એમ કહેવાય છે. મોક્ષ થતા જન્મ-મરણ આદિ દુઃખોનો વિચ્છેદ થાય છે. જેમ બીજ બળી જવાથી તેમાંથી અંકુરની ઉત્પત્તિ થતી નથી, તેમ કર્મરૂપ બીજ બળી જવાથી જન્માદિરૂપ અંકુરની ઉત્પત્તિ થતી નથી. જૈન ધર્મમાં આ કાળને વિષે અમુક ક્ષેત્રમાં તેમ થવું જોકે કહેવામાં આવતું નથી, છતાં તે જ ક્ષેત્રમાં આ કાળને વિષે સમ્યકત્વ થઈ શકે છે એમ કહેવામાં આવ્યું છે જે મોક્ષના પાયારૂપ છે, જ્યાં મોક્ષમાર્ગની, મોક્ષની પ્રતીતિ થાય છે. આનું નામ જ બોધબીજ છે. અહીં આત્માના અનુભવની શરૂઆત