________________
૧૪
શ્રદ્ધાની દુર્લભતા
શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં આ સંસારચક્રના પરિભ્રમણમાં
જીવને નીચેના ચાર ઉત્તમ અંગોની પ્રાપ્તિ દુર્લભ કહી છે – ૧) મનુષ્યત્વ ૨) શ્રુતિ અર્થાત્ ધર્મશાસ્ત્રોનું શ્રવણ ૩) શ્રદ્ધા ૪) ચારિત્ર/સંયમ.
એમાં પણ આગળની ગાથામાં શ્રદ્ધાને પરમ દુર્લભ કહી છે - ‘સન્તા પરમ વુાહા' અર્થાત્ સમ્યગ્દર્શનનું કા૨ણ એવી શ્રદ્ધા પામવી તે અત્યંત દુર્લભ છે. તેનું કારણ સમજાવ્યું છે -
જુદા જુદા પ્રકારના કર્મો કરીને જીવો કર્મ પ્રમાણે જુદી જુદી યોનિ, જુદા જુદા ગોત્ર અને જુદી જુદી જાતિઓમાં ઉત્પન્ન થઈને સમગ્ર લોકને સ્પર્શે છે. અર્થાત્ સમગ્ર લોકમાં સર્વ પ્રદેશે જન્મ મરણ કરે છે. આ લોકમાં એવી કોઈ યોનિ નથી, એવું કોઈ સ્થાન નથી કે એવું કોઈ કુળ નથી જ્યાં આ જીવનું જન્મમરણ ન થયું હોય. મનુષ્ય ભવ પામતા પહેલા આ જીવે પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ ને વનસ્પતિ એમ પાંચ એકેંદ્રિયથી લઈ પંચેન્દ્રિય સુધી અનંતા ભવ કર્યા છે ત્યારે આ મનુષ્ય ભવ પ્રાપ્ત થયો છે. આવી રીતે ‘‘મનુષ્ય ભવ’’ને પ્રથમ દુર્લભતા કહી છે. મનુષ્ય શ૨ી૨ને પામીને પણ - આર્યક્ષેત્ર, ઉત્તમ કુળ, દીર્ઘ આયુષ્ય, પાંચે ઈન્દ્રિયોની પરિપૂર્ણતા, નિરોગી શરીર, સદ્ગુરુનો સમાગમ, શાસ્ત્રશ્રવણ, શુદ્ધ શ્રદ્ધા અને ધર્મની સ્પર્શના આ દસ