________________
એ અતીન્દ્રિય સહજ સુખનો ભંડાર છે, સર્વ કલ્યાણનું બીજ છે. સંસાર સમુદ્રને પાર પામવાનું જહાજ છે, ભવ્ય જીવો જ તેને પામી શકે છે, તે પાપરૂપી વૃક્ષને કાપવાને કુહાડી સમાન છે, પવિત્ર તીર્થોમાં એ જ પ્રધાન છે અને મિથ્યાત્વનો એ જયવંત શત્રુ છે.
અર્વાચીન કાળમાં કાનજી સ્વામી લખે છે –
એક સેકંડ માત્રનું સમ્યગ્દર્શન અનંત જન્મ મરણનો નાશ કરનાર છે. એક માત્ર સમ્યગદર્શન સિવાય જીવ અનંત કાળમાં બધું કરી ચૂક્યો છે, પણ સમ્યગદર્શન કદી પણ એક સેકંડ માત્ર પણ પ્રગટ કર્યું નથી. જો એક સેકંડ માત્ર પણ પ્રગટ કરે તો તેની મુક્તિ થયા વિના રહે નહિ. સમ્યગદર્શન એ જ માનવજીવનનું મહા કર્તવ્ય છે.
ઊગ્યો મુક્તિનો અરુણોદય... સમ્યગદર્શન
૧૫૩