________________
હોવાથી કર્મરૂપ રજથી લિપ્ત થતા નથી, પરંતુ જેમ કાદવમાં પડેલું લોઢું કટાઈ જાય છે, તેમ અજ્ઞાની જીવ કર્મોની મધ્ય પડેલા સર્વ પદ્રવ્યોમાં રાગભાવ કરતા હોવાથી કર્મરૂપી રજથી લિપ્ત થઈ જાય છે. સમ્યગ્દષ્ટિ અંતરંગમાં એવા વૈરાગી હોય છે કે કર્મનું ફળ ભોગવતા છતાં પણ કર્મની નિર્જરા કરે છે તથા કાં તો તેમને બંધ થતો નથી અને કષાયને અનુસાર કદાચિત બંધ થાય છે તો તે બગાડ કરવાવાળો સંસારમાં ભ્રમણ કરાવવાવાળો થતો નથી.
सम्मदिट्ठी जीवा णिस्संका होति णिब्भया तेण । सत्तभयविप्पमुक्का जा ता दु णिस्संका ।। २२८।।
::
સાત
અર્થ : સમ્યગ્દષ્ટિ જીવ શંકા રહિત હોય છે તેથી તે નિર્ભય હોય છે, પ્રકારના ભયથી રહિત હોય છે. તેમને આત્મામાં દઢ વિશ્વાસ હોય છે. તેમને મરણનો અને રોગાદિકનો ભય હોતો નથી.
શ્રી સામંતભદ્રાચાર્ય રત્નકરેડ શ્રાવકાચા૨માં કહે છે -
सम्यग्दर्शनसम्पन्नमपि मातङ्गदेहजम् ।
देवा देवं विदुर्भस्मगूढाङ्गरान्तरौजसम् ।।२८।।
અર્થ : સમ્યગ્દર્શન સહિત એક ચાંડાલને પણ ગણધ૨દેવોએ માનનીય દેવતુલ્ય કહ્યો છે. જેમ રાખમાં ઢંકાએલી અગ્નિની ચિનગારી હોય તેમ આત્મા તેમનો પવિત્ર થઈ ગયો છે કિંતુ શરીરરૂપી ભસ્મમાં છુપાયેલો છે.
શ્રી શુભચંદ્ર જ્ઞાનાર્ણવમાં કહે છે -
૧૫૨
अतुलसुखनिधानं सर्वकल्याणबीजं
जननजलधि - पोतं भव्यसत्त्वैकपात्रम् ।
दुरिततरुकुठारं पुण्यतीर्थं प्रधानं
पिबत जितविपक्षं दर्शनाख्यं सुधाम्बुम ।। ६.५९।।
અર્થ : આચાર્ય કહે છે કે હે ભવ્ય જીવો, તમે સમ્યગ્દર્શનરૂપી અમૃતને પીવો,
સમ્યક્ત્વનું મહાત્મ્ય