SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ બોલને પ્રાપ્ત કરવા શાસ્ત્રકારોએ દુર્લભ કહ્યા છે. પૂર્વ પુણ્યના યોગે ધર્મશ્રવણનો યોગ થાય પણ તેમાં શ્રદ્ધા થવી એ પરમ દુર્લભ કહ્યું છે. જિનેશ્વર પરમાત્માએ પ્રરૂપેલો જ્ઞાન-દર્શન-ચારિત્ર આ રત્નત્રયરૂપ મોક્ષમાર્ગને સાંભળવા છતાં જીવોની એમાં શ્રદ્ધા થતી નથી. કોને શ્રદ્ધા થાય – જ્ઞાનીઓએ કહ્યું છે કે – ભવ્ય, સંવેગી અર્થાત્ મોક્ષાભિલાષી' જીવને જ શ્રદ્ધા - રૂચી થાય. અભવી જીવમાં મોક્ષમાં જવાની યોગ્યતા ન હોવાથી કદાપિ વીતરાગ પરમાત્માના માર્ગની તેમને શ્રદ્ધા ન થાય. જીવને જ્યારે માર્ગની સંપૂર્ણ શ્રદ્ધા થાય અને સમ્યગુદર્શનની પ્રાપ્તિ થાય તો એ તદ્ભવે કે પરંપરાએ અર્ધપુદ્ગલ પરાવર્ત કાળમાં મોક્ષ પ્રાપ્તિ કરે છે. આ ‘શ્રદ્ધા'માં મોક્ષ પમાડવાનું સામર્થ્ય હોવા છતાં એ થવી પરમ દુર્લભ છે. કારણ ભવી જીવ મનુષ્ય ભવ પ્રાપ્ત કર્યા પછી જ્યારે ૬૯ ક્રોડાક્રોડી સાગરોપમથી વધારે સ્થિતિવાળા કર્મોનો ક્ષય થાય અને જીવ ચરમાવર્તમાં પ્રવેશે છે ત્યારે જ તેને આ શ્રદ્ધા અર્થાત્ સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થાય છે. ઊગ્યો મુક્તિનો અરુણોદય... સમ્યગદર્શન ૧૫૫
SR No.034345
Book TitleUgyo Muktino Arunoday Samyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRashmi Bheda
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2016
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy