________________
૧૫
ઉપસંહાર
સમ્યગ્દર્શન એ આત્માનો નિજ સ્વભાવનો ગુણ છે. જ્યારે જીવાત્માને પોતાના જ સ્વરૂપ વિષેનું અજ્ઞાન અને ભ્રમ ટળે છે ત્યારે સમ્યગદર્શન પ્રગટ થાય છે, અને આત્મા પોતાના જ શુદ્ધ સ્વરૂપનો જ્ઞાયક બને છે, અર્થાત્ આત્મામાં વિભાવ દશાનું અજ્ઞાન ટળી જઈને પોતાના જ સ્વભાવનું સમ્યગુજ્ઞાન પ્રગટે છે. સમ્યક્ત્વના પ્રગટવાથી રત્નત્રય પ્રગટે છે. જ્ઞાન સમ્યગૂજ્ઞાન થાય છે અને સ્વરૂપાચરણચારિત્ર અનંતાનુબંધી કષાયના ઉપશમથી પ્રગટ થાય છે. સમ્યકત્વના પ્રગટવાના સમયે સ્વાનુભવદશા થાય છે. તે સમયે અપૂર્વ અતીન્દ્રિય આનંદનો લાભ થાય છે અને ઈન્દ્રિય સુખ તુચ્છ છે એવી દઢ પ્રતીતિ થાય છે. તે પોતાના આત્માને પૂર્ણ બ્રહ્મ, પરમાત્મારૂપ વીતરાગી, જ્ઞાતા, દષ્ટા અનુભવે છે, આત્માને આત્મદ્રવ્યરૂપ સિદ્ધિસમ જ જાણે છે. તે વ્યવહારમાં યથાયોગ્ય ધર્મ, અર્થ, કામ અને મોક્ષ પુરુષાર્થ કરે છે તથાપિ એમ જાણે છે કે આ સર્વ વ્યવહાર આત્માનો સ્વભાવ નથી. હેયમાં ઉપાદેયબુદ્ધિ અને ઉપાદેયમાં હેયબુદ્ધિ કરાવનાર જે મિથ્યાત્વ, એનો તેવા પ્રકારનો અભાવ થવાથી આ ગુણ પ્રગટ થાય છે. આત્મહિતની નાશક જેટલી સામગ્રી એના ઉપર અરૂચિ અને આત્મહિતને ઉપકારક છે સામગ્રી એના ઉપર રૂચિ એ સમ્યગદર્શન છે. આ ગુણનો સ્વામી