________________
રાજા હોય કે ચક્રવર્તી હોય તે રાજ્ય આદિનો ઉપભોગ કરવા છતાં ક્યારે પણ રાજ્ય આદિને ઉપાદેય કોટિનો માનતો નથી. આ ગુણની ઉત્કટ દશામાં રમતો આત્મા તો બંધના કારણોથી પણ નિર્જરા સાધી શકે છે, સંસારનો સાચો દષ્ટા બની રહે છે. ભોક્તા છતાં દૃષ્ટા બની રહેવું એ સમ્યગ્દર્શનના જ પ્રતાપે શક્ય બને છે. પુણ્યનો ભોગવટો કે પાપનો ભોગવટો બંનેય આ ગુણથી નિર્જરાના કારણ બની શકે છે. સમ્યગદર્શનની અનુપમતા અનુભવથી જ પામી શકાય છે.
સમ્યગુદર્શનને જેમ દર્શન' કહેવાય છે, તેમ મુક્તિબીજ” પણ કહેવાય છે, ‘તત્ત્વસાધન” અથવા તત્ત્વવેદન' પણ કહેવાય છે. દુઃખાન્તકૃત” પણ કહેવાય છે અને સુખારંભ' પણ કહેવાય છે. આત્માના યથાવસ્થિત સ્વરૂપને સમજવામાં અતિ ઉપયોગી હોવાથી એને માટે ‘દર્શન’ એ ખરેખર સાર્થક શબ્દ છે. કારણ સમ્યગુદર્શનની સહાય વિના જીવાદિ તત્ત્વોની સાચી સમજ શક્ય નથી. જીવાદિ તત્ત્વોની યથાવસ્થિત સ્વરૂપની શ્રદ્ધા માટે દર્શન જ સહાયક છે એવી જ રીતે સકલ કર્મોની નિવૃત્તિ રૂપ જે મુક્તિ એ સમ્યગ્દર્શનનું ફળ છે અને એ ફળનું સમ્યગ્ગદર્શન બીજ છે. એ જ કારણે સમ્યગ્દર્શનને મુક્તિનું બીજ પણ કહેવાય છે. પર પદાર્થોમાં રમણ કરતો એવો આત્મા જ્યારે સમ્યગદર્શન પ્રાપ્ત કરે છે ત્યારે તેની ઈચ્છા કેવળ મુક્તિ પ્રાપ્ત કરવાની જ હોય છે. અન્ય ઈચ્છાઓમાં રમણતા હોતી જ નથી. એ સાચો પરિણામદર્શી બને છે, એથી સંસારના સુખને પણ તે દુઃખરૂપ અને દુ:ખના કારણો માને છે. સુખ માટે તો તે મોક્ષની જ ઈચ્છા કરે છે અને તે જ્ઞાન અને ચારિત્રને પ્રાપ્ત કરી પરિણામે ફલરૂપ મુક્તિને પામનારો બને છે. એ કારણે સમ્યગ્ગદર્શનને મુક્તિનું બીજ કહેવાય છે. મુક્તિરૂપ ફલનું જનક હોઈ મુક્તિનું આદ્ય કારણ ગણાય છે.
તત્ત્વવેદન - સમ્યગ્દર્શનના પ્રભાવે તીર્થંકર પરમાત્માએ પ્રરૂપેલા તત્ત્વોનું આત્માને વેદન એટલે કે શ્રદ્ધાનું થાય છે એટલે સમ્યગદર્શનને ‘તત્ત્વવેદન' પણ કહેવાય છે. સાચું તત્ત્વવેદન જીવને સંસારથી ઉદાસીન બનાવે છે. અનુકુલ સામગ્રીમાં થતી આસક્તિ અને પ્રતિકુળ સામગ્રીમાં થતો ઉગ એ બેઉ આત્મા
K ઊગ્યો મુક્તિનો અરુણોદય... સમ્યગદર્શન
૧૫૭