________________
માટે હાનિકારક છે. આ બંનેનો જ્યારે ક્ષય થાય ત્યારે સાચો ઉદાસીનભાવ આવે છે. આવા ઉદાસીનભાવને પામવા માટે જગતને એના સ્વરૂપમાં જાણવા માટે તત્ત્વવેદન આવશ્યક છે.
દુઃખાન્તકાર - સમ્યગદર્શન સાથે દુઃખનો નાશ અને સુખનો આરંભ થાય છે. જ્યારે રાગદ્વેષરૂપી ગ્રંથિનો ભેદ થાય છે ત્યારે સમ્યગદર્શન પ્રાપ્ત થાય છે.આ ગ્રંથિભેદ પૂર્વે જીવને કર્મજન્ય એવું સંસારનું દુઃખ હોય છે. જે ગ્રંથિભેદ પછી રહેતું નથી. એથી સમ્યગદર્શનને દુઃખાત્તકાર પણ કહેવાય છે. સમ્યગદર્શન પ્રાપ્ત થયેલાને સંસારનું દુઃખ, દુઃખ લાગતું નથી. સમ્યગદર્શનનો સ્વામી જો ઉત્કટ પરિણામી થાય તો એ ભવમાં પણ ક્ષપક શ્રેણી પ્રાપ્ત કરી કેવળજ્ઞાન પામી મોક્ષગામી બની જાય છે અને એ ભવમાં નહીં તો નિકટના જ ભવે એ મોક્ષરૂપી લક્ષ્મીને પ્રાપ્ત કરી શકે છે. એટલે જ સમ્યગદર્શન એ દુઃખનો અંત કરનાર અને સુખનો આરંભ કરનાર છે.
આવા સમ્યગ્ગદર્શનની પ્રાપ્તિ, રક્ષણ અને સંવર્ધનમાં હંમેશા પ્રયત્નશીલ રહેવું જોઈએ અને ચારિત્ર વૃદ્ધિનો પ્રયત્ન કરવો જોઈએ. કારણ સમ્યકત્વયુક્ત ચારિત્ર જ મૂલ્યવાન અને કાર્યસાધક હોય છે. જેવી રીતે મોહનીય કર્મનો ક્ષય થયા પછી બાકીના ત્રણે કર્મોનો ક્ષય થવો અત્યંત સરળ થઈ જાય છે અને અઘાતી કર્મોનો ક્ષય પણ સરળતાથી થાય છે. સમ્યગદર્શન પ્રાપ્ત થતા જ્ઞાન પણ સમ્યગુ થઈ જાય છે. આવી રીતે સમ્યગ્દર્શન, સમ્યગુજ્ઞાન અને સમ્યગુચારિત્ર આ રત્નત્રય વડે જ મોક્ષપ્રાપ્તિ થાય છે. એટલે જ આ સમ્યગ્દર્શનનું મહત્ત્વ બતાવતા એક આચાર્ય લખ્યું છે –
असमसुखनिधानं, धाम संविग्नतायाः
भवसुखविमुखत्वो, द्दीपने सद्विवेकः। नरनरकपशुत्वो - च्छेदहेतुर्नराणाम्
शिवसुखतरु बीजं, शुद्ध सम्यकत्व लाभः ।।
૧૫૮
ઉપસંહાર