________________
નિહિંવેદ્યા અર્થત્ જે જિનેશ્વર પરમાત્મા દ્વારા પ્રરૂપિત છે તે જ સત્ય છે, તે જ નિઃશંક છે. આ પ્રકારના સમ્યગદર્શન એ દ્રવ્ય સમ્યગદર્શન છે. ભાવ સમ્યકત્વ - વસ્તુતત્ત્વને જાણવાના ઉપાયરૂપ નય-નિક્ષેપ-પ્રમાણ વગેરેથી જીવ-અજીવ આદિ તત્ત્વોને વિશુદ્ધરૂપે જાણવા એ ભાવ સમ્યકત્વ અર્થાત્ ભાવ સમ્યગ્દર્શન છે.
એવી જ રીતે સમ્યત્વના નિશ્ચય સમ્યકત્વ અને વ્યવહાર સમ્યકત્વ એમ બે ભેદ છે. નિશ્ચય સમ્યકત્વ - જ્ઞાન-દર્શન-ચારિત્રમય આત્માનો જે શુદ્ધ પરિણામ એ નિશ્ચય સમ્યકત્વ છે. દેવ, ગુરુ, આત્મા, ધર્મ - તેમાં નિઃશંક શ્રદ્ધા અર્થાત્ શુદ્ધાત્મ તત્ત્વશ્રદ્ધાને નિશ્ચય સમ્યકત્વ કહેવાય છે.
निच्छयओ सम्मत्तं नाणाइमयप्पसुद्ध परिणामो।
इअर पुण तुह समए, भणिसम्मत्त हेऊहिं ।। અર્થ : જ્ઞાન-દર્શન-ચારિત્રમય આત્માનો જે શુભ પરિણામ છે, તેને જ નિશ્ચય સમ્યકત્વ કહેવાય છે. અર્થાત્ રત્નત્રયના શુભ ઉપયોગમાં વર્તતા જીવને નિશ્ચય સમ્યકત્વ હોય છે. વ્યવહાર સમ્યકત્વ - નવ તત્ત્વની શ્રદ્ધા કે તત્વાર્થ શ્રદ્ધાનું એ સુદેવ' કહેતા અરિહંત દેવ, સુગુરુ' કહેતા અરિહંત પરમાત્માની આજ્ઞા પ્રમાણે વિચરતા પંચમહાવ્રતધારી સાધુ-સાધ્વી અને સુધર્મ' કહેતા સર્વજ્ઞ અરિહંત પરમાત્માએ પ્રરૂપેલો ધર્મ એની શ્રદ્ધા તે વ્યવહાર સમ્યગદર્શન છે.
ઊગ્યો મુક્તિનો અરુણોદય... સમ્યગદર્શન
૩૯