________________
સમ્યગુદર્શન છે. કારણમાં ઉપચાર સિદ્ધાંત મુજબ આને ઉપચારથી સમ્યગુદર્શન કહેવાય છે. ઉદા. અંગારમદકાચાર્ય. સમ્યકત્વના બીજા બે પ્રકારના ભેદ - દ્રવ્ય સમ્યકત્વ અને ભાવ સમ્યકત્વ. નવતત્ત્વ પ્રકરણમાં દ્રવ્ય સમ્યકત્વ અને ભાવ સમ્યકત્વ સમજાવતા કહ્યું છે -
जीवाइ नव पयत्थे, जो जाणइ तस्स होइ सम्मत्तं।
भावेण सद्दहंतो, अयाणमाणे वि सम्मत्तं ।।५१।। અર્થ : જે જીવ-અજીવ વગેરે નવતત્ત્વોને જાણીને તેમાં શ્રદ્ધા વ્યક્ત કરે છે કે શ્રદ્ધા ધરાવે છે તેને ભાવ સમ્યકત્વ કહેવાય છે.
જે જીવ જીવાદિ નવતત્ત્વોને જાણતો નથી, પણ ભાવથી શ્રદ્ધા કરે છે તેને દ્રવ્ય સમ્યકત્વ તરીકે ઓળખવામાં આવે છે.
કવિ ઋષભદાસ એમના સમ્યકત્વના ચોપાઈમાં આજ વાત રજૂ કરતા કહે છે –
વળી સમક્તિના દોય પ્રકાર, દ્રવ્ય સમક્તિનો અર્થ સૂસાર; અરિહંત વચન ઉપર રૂચિ ઘણી, એક વાત દ્રવ્ય સમક્તિ તણી.. ૨૯૧ બીજો ભેદ કહું નર એહ, સડસઠિ બોલ નર જાણિ જેહ;
ભાવિ સાંભલિનિ આદરિ, દોય પ્રકારિ સમક્તિના શરિ. ૨૯૨ અર્થ : સમ્યકત્વના બે પ્રકાર છે. અરિહંત ભગવંતના વચનો પર સંપૂર્ણ રૂચિ હોય તે દ્રવ્ય સમ્યકત્વ કહેવાય છે. અને જે મનુષ્ય સમ્યકત્વના સડસઠ બોલ જાણે છે તેનું ભાવપૂર્વક શ્રવણ કરી તેનું આચરણ કરે છે તે ભાવ સમ્યકત્વ છે. સમ્યકત્વના બંને પ્રકાર શ્રેષ્ઠ છે. દ્રવ્ય સમ્યકત્વ - શ્રી જિનેશ્વર પરમાત્મા કથિત તત્ત્વોમાં જીવની રૂચિ, સંપૂર્ણ શ્રદ્ધા તે દ્રવ્ય સમ્યકત્વ છે. ભગવતી સૂત્રમાં કહ્યું છે - તમેવ સંāvસંબં
૩૮
સમ્યગ્દર્શનના પ્રકારો છે