________________
પરિણામ પ્રાપ્ત થાય તો તે જીવ ક્ષપક શ્રેણિ માંડીને શ્રાયિક સમ્યગુદર્શન મેળવી શકે છે. તેના માટે ક્ષપક શ્રેણિ અવશ્ય માંડવી પડે છે. ક્ષાયિક સમ્યગુદર્શન પ્રાપ્ત કરેલો જીવ અવશ્ય મોક્ષ પ્રાપ્તિ કરે છે.
આવી રીતે સમ્યગદર્શનના પથમિક, ક્ષાયોપથમિક અને ક્ષાયિક એમ ત્રણ પ્રકાર થયા. ૪) સાસ્વાદન સમ્યકત્વ ચોથો પ્રકાર છે. ઓપશમિક સમ્યકત્વ અને લાયોપથમિક સભ્યત્વ ઘણી વાર આવે અને ઘણી વાર જાય એવું બને છે. સમ્યગદર્શનથી પતિત થયેલા પણ મિથ્યાત્વને નહિ પામેલા જીવનું જે સમ્યકત્વ તે સાસ્વાદન સમ્યકત્વ. જેમ કોઈ ક્ષીરનું ભોજન કર્યા પછી વમન કરતી વખતે તેનો કિંચિત સ્વાદ અનુભવે તેના જેવી આ સ્થિતિ છે. ૫) વેદક સમ્યકત્વ - સૂાયિક સમ્યકત્વ પ્રગટ થયા પહેલા સમ્યકત્વ મોહનીયના જે ચરમ દલો વેદાય છે તેને વેદક સમ્યકત્વ કહેવાય છે.
એવી જ રીતે સમ્યકત્વના રોચક, કારક અને દીપક સમ્યકત્વ એમ પણ ત્રણ પ્રકારના ભેદ છે. રોચક સમ્યક્ત્વ - શ્રી વીતરાગ પરમાત્માના વચન ઉપર રૂચિ રાખે, ધર્મ કરવાના મનોરથ કરે પરંતુ અંતરાય કર્મના લીધે તે મનોરથ પૂરા પાડી શકે નહિ, અનુષ્ઠાનો કરી શકે નહિ, તો પણ ધર્મની શુદ્ધ સહણા, પ્રરૂપણા કરે. આ સમ્યગદર્શન અવિરત સમકિતી જીવને હોય છે. ઉદા. શ્રેણિક રાજા. કારક સમ્યકત્વ - યથાર્થ તત્ત્વશ્રદ્ધાન પ્રમાણે શાસ્ત્રવિહિત યોગ્ય આચરણ કરે. આ ક્રિયા સમ્યગ્દર્શનનું કારણ બનવાથી વ્યવહારનયથી કાર્ય-કારણનો અભેદ છે એટલે સમ્યગૃત્વરૂપ કહેવાય છે. દીપક સમ્યકત્વ - દીપક બીજા ઉપર પ્રકાશ નાખે પણ પોતાની નીચે તો અંધારું જ રહે તેમ પોતે મિથ્યાદૃષ્ટિ હોવા છતાં અન્ય ભવ્ય જીવોને ઉપદેશાદિ દ્વારા યથાર્થ માર્ગ તરફ રૂચિવંત કરે, અન્ય જીવો ઉપર તત્ત્વનો યથાર્થ પ્રકાશ પાડે તે દીપક
ઊગ્યો મુક્તિનો અરુણોદય... સમ્યગદર્શન
૩૭