________________
સ્થિતિને અંતરકરણ કહેવાય છે. અંતરકરણ એટલે મિથ્યાત્વના કર્મદલિક વિનાની સ્થિતિ. આ મિથ્યાત્વમોહનીયના દલિકોના ઉદયથી રહિત એવા અંતર્મુહૂર્તની પ્રાપ્તિ એ જ ઔપથમિક સમ્યકત્વ છે. ઓપશમિક સમ્યકત્વના પરિણામવાળા એ અંતર્મુહૂર્તને અંતરકરણ કહેવાય છે. આ રીતે અનાદિ મિથ્યાદૃષ્ટિ એવો જીવ પહેલી વાર જે સમ્યકત્વને પ્રાપ્ત કરે છે તે ઔપશમિક સમ્યગુદર્શનને પ્રાપ્ત કરે છે. એ પછી જ ક્ષાયોપથમિક સમ્યગુદર્શન પ્રાપ્ત કરી શકે છે. આ સંબંધમાં એક શાસ્ત્રીય મત એવો પણ છે કે અનાદિ મિથ્યાદૃષ્ટિ જીવ પથમિક સમ્યકત્વને પામ્યા વિના પણ સીધો જ ક્ષાયોપથમિક સમ્યગદર્શન પામી શકે છે.
આ અંતરકરણના અંતર્મુહૂર્તમાં જીવને મિથ્યાત્વ મોહનીયના દલિકોનો પ્રદેશથી કે વિપાકથી ઉદય ન હોય. માત્ર સત્તામાં જ મિથ્યાત્વ મોહનીયના દલિકો હોય. સત્તામાં રહેલા મિથ્યાત્વ મોહનીયના દલિકોના સફાઈનું કામ જીવ એ રીતે શુદ્ધિકરણ કરતા એ દલિકોના ત્રણ પુંજ બને છે. કેટલાક દલિકો શુદ્ધ થાય છે, કેટલાક અર્વશુદ્ધ થાય છે અને કેટલાક અશુદ્ધ જ રહે છે. - જે દલિકો શુદ્ધ થાય છે તે દલિકોના સમૂહને શુદ્ધ પુંજ અર્થાત્ સમ્યક્ત્વ મોહનીયનો પુંજ કહેવાય છે. - જે દલિકો અશુદ્ધ અથવા શુદ્ધા શુદ્ધ બને છે તે દલિકોના પુંજને મિશ્ર મોહનીયનો પુંજ કહેવાય છે. - બાકી રહેલા અશુદ્ધ દલિકોના સમૂહને મિથ્યાત્વ મોહનીયનો પુંજ કહેવાય છે.
આ ત્રણે પુંજોમાંથી શુદ્ધ પુંજ રૂપ સમ્યકત્વ મોહનીયનો જે ઉદય, તેની અસરવાળો જે પરિણામ, એ જ ક્ષાયોપથમિક સભ્યત્વરૂપ આત્મપરિણામ છે. સાયિક સમ્યકત્વ - જે જીવ ઔપથમિક સમ્યકત્વ પામીને અગર તો ઔપથમિક સમ્યકત્વ પ્રાપ્ત કર્યા વિના પણ ક્ષાયોપથમિક સમ્યગદર્શન પ્રાપ્ત કરે છે, તે જીવ જો ક્ષાયોપથમિક સમ્યકત્વના પરિણામમાં બરાબર સુદઢ રહી શકે, તેને પ્રથમ સંહનન આદિ સામગ્રી મળી હોય અને જો ક્ષપક શ્રેણિ માંડવા જોગ
૩૬
સમ્યગદર્શનના પ્રકારો »