________________
કરી તેમના દ્વારા પણ બે જ રાશિ છે એમ સિદ્ધ કર્યું. અપમાનિત થયેલા રોહગુપ્તને ગુરુએ ગચ્છમાંથી કાઢી મૂક્યો તેથી આવા ભ્રષ્ટસમ્યક્ત્વવાળાનો પરિચય અથવા એની કુદેશનાનું શ્રવણ પણ જીવના સમ્યક્ત્વને મલિન અથવા અસ્થિર કરે છે; સન્માર્ગથી ભ્રષ્ટ થવાની શક્યતા હોય છે તેથી તેવાઓનો પરિચય ત્યજી દેવો એ ત્રીજી સહણા (શ્રદ્ધા) છે.
ડ) કુદર્શન વર્જન - જેને સમ્યગ્દર્શન પ્રાપ્ત થયું નથી અર્થાત્ જે મિથ્યાદૅષ્ટિ છે, તેમ જ જે ૫રદર્શની છે, અન્યધર્મી છે તેવા જીવોનો પરિચય છોડી દેવો, તેવા આત્માઓ પાસે ધર્મશ્રવણ કરવું નહિ તે કુદર્શન પરિહાર આ ચોથા પ્રકારની શ્રદ્ધા છે. કા૨ણ જ્યાં સુધી આત્માને ઓળખી, આત્માને લક્ષ્યમાં રાખી વિશુદ્ધ થવા માટે ક્રિયા કરાતી નથી, આત્મદૃષ્ટિ ખીલવ્યા સિવાય કેવળ ક્રિયાકાંડનો જ આગ્રહ રખાય છે એ મિથ્યાત્વ છે. આવા મિથ્યાત્વીની સોબત ક૨તા જે કાંઈ અંશે આત્મદૃષ્ટિ સન્મુખ થયા હોઈએ એ પણ નાશ થવાની શક્યતા હોય છે. જેમ કે ગંગા નદીનું પાણી મધુર હોવા છતાં સમુદ્રના ખારા પાણીમાં પ્રવેશતા ખારાપણાને જ પામે છે તેમ મિથ્યાત્વીઓની સોબતથી જીવ એનામાં પ્રગટ થયેલા પવિત્ર ગુણો ખોઈ શકે છે. શાસ્ત્રમાં ૧૮૦ ક્રિયાવાદી, ૮૪ અક્રિયાવાદી, ૬૭ અજ્ઞાનવાદી અને ૩૨ વિનયવાદી એમ કુલ ૩૬૩ મિથ્યાદર્શનીના મતો બતાવેલ છે.
આ ચાર શ્રદ્ધામાં પહેલી બે શ્રદ્ધા તત્ત્વનું જ્ઞાન કરવાનો અભ્યાસ ક૨વો અને તત્ત્વના જાણકા૨ ગુરુની સેવા કરવી, તે જો જીવને સમ્યગ્દર્શન ન થયું હોય તો તે થવાના નિમિત્તો છે, જો સમ્યગ્દૅષ્ટિ પ્રાપ્ત થઈ હોય તો તેને પોષણ આપનાર ઉત્તમ સહાયક છે. પછી જે બે શ્રદ્ધા છે - સમ્યક્ત્વથી પતિત થયેલાની સોબત ન ક૨વી અને મિથ્યાત્વી, અન્ય પરદર્શની આત્માઓનો પરિચય ત્યજવો તે. આ પ્રાપ્ત થયેલ સમ્યગ્દર્શનનો બચાવ ક૨ના૨ છે. ઉત્પન્ન થયેલા ગુણોનું રક્ષણ ક૨ના૨ છે. એટલે આ ચારે પ્રકારની શ્રદ્ધા વિશેષ ઉપયોગી છે. એનાથી પ્રાપ્ત થયેલ સમ્યક્ત્વ ટકી રહે છે. તેમાં અતિચારાદિ દોષો લાગતા નથી.
ઊગ્યો મુક્તિનો અરુણોદય... સમ્યગ્દર્શન
૪૭