________________
અજર અવિનાશી. ચૈતન્યમય ધ્રુવ તત્ત્વ છે આ શ્રદ્ધા તેને હોતી નથી, સમજણ હોતી નથી. આ “અજ્ઞાન મિથ્યાત્વ'ના લીધે સંસારચક્રના ભવભામણમાંથી તેની મુક્તિ કદાપિ થતી નથી.
૧) આભિગ્રાહિક ૨) અનાભિગ્રહિક ૩) અભિનિવેશિક ૪) સાંશયિક ૫) અનાભોગ એમ મિથ્યાત્વના પાંચ પ્રકારો શાસ્ત્રમાં વર્ણવેલા છે.
મિથ્યાત્વના બે ભેદ - વિપર્યાસાત્મક મિથ્યાત્વ અને અનધિગમાત્મક મિથ્યાત્વ. આ બે ભેદમાં આ પાંચેય પ્રકારોનો સમાવેશ થાય છે અને આ પાંચેય પ્રકારોમાં મિથ્યાષ્ટિ એવા બધા જીવોનાં મિથ્યાત્વનો સમાવેશ થાય છે. જીવ ભવ્ય હોય, દુર્ભવ્ય હોય, એકેંદ્રિય હોય, વિકલેન્દ્રિય હોય કે પંચેન્દ્રિય હોય. પંચેન્દ્રિયમાં પણ નારક હોય, દેવ હોય, મનુષ્ય હોય કે તિર્યંચ હોય, સર્વ જીવોના મિથ્યાત્વનો સમાવેશ આ પાંચ પ્રકારમાં થઈ જાય છે. ૧) આભિગ્રહિક મિથ્યાત્વ - તત્ત્વની પરીક્ષા કર્યા વગર જ પોતે પકડેલા રૂઢ મતને દઢતાપૂર્વક વળગી રહેવું અને સત્યનો વિરોધ કરવો એ “આભિગ્રહિક મિથ્યાત્વ છે. અજ્ઞાનની સાથે આગ્રહનો યોગ હોય. તે તત્ત્વ જાણતો નથી અને ખોટી માન્યતા ધરાવે છે છતાં પણ તેની માન્યતા ખોટી છે એવું સમજવા તૈયાર નથી, પોતે જે કાંઈ માને છે તે સાચું જ છે એવા દુરાગ્રહો હોય છે. ધર્મપરીક્ષા ગ્રંથમાં તેના છ વિકલ્પો કહ્યા છે - (૧) આત્માનું અસ્તિત્વ નથી (૨) નિત્યત્વ નથી (૩) આત્મા પોતાના કર્મનો કર્તા નથી (૪) આત્મા પોતાના કર્મનો ભોક્તા પણ નથી (૫) આત્માનો મોક્ષ થતો નથી (૬) મોક્ષનો કોઈ ઉપાય નથી. ૨) અનાભિગ્રહિક મિથ્યાત્વ - બધા ધર્મો અને બધા દર્શનો સરખા માનવા, ગુણ-દોષની પરીક્ષા કર્યા વગર બધા દેવને, બધા ગુરુને પગે લાગવું. સાચા-ખોટાને પરખવાની વિવેકબુદ્ધિ હોતી નથી. અહીં આભિગ્રહિક મિથ્યાત્વ જેવું અજ્ઞાન હોય છે પણ દુરાગ્રહ નથી તેથી સર્વ ધર્મને સરખા માને છે.
૧૪
મિથ્યાત્વ છે