________________
પ્રાણનો પણ ઘાત કરવા પ્રયત્ન કરેલો છે.' આ પ્રમાણે કહી રાજાએ તે મંત્રીને પદભ્રષ્ટ કરી તેના સ્થાને બીજા મંત્રીને સ્થાપ્યો. મંત્રીને પોતાના નિયમનો ભંગ થયાનું સમજાતા એણે પ્રાયશ્ચિત કરી પુનઃ સમ્યક્ત્વવ્રતને ધારણ કર્યું. તેથી રાજા તેને ફરી પાછો મંત્રીપદે સ્થાપે છે.
થોડા સમય પછી વિજય નગરમાં ગુણરત્નાકરસૂરિ પધાર્યા ત્યારે નલરાજાએ તેમની ધર્મદેશના સાંભળી વૈરાગ્ય પામી પ્રવજ્યા ગ્રહણ કરી. ઉત્તમ આરાધના કરી સર્વાર્થસિદ્ધ વિમાનમાં ગયા. મંત્રી પણ રાજા સાથે દીક્ષા લઈ આરાધના કરી સૌધર્મ દેવલોકમાં ગયો અને પાંચમા ભવે મોક્ષે જશે.
જેમ મંત્રી તિલકે પરિવ્રાજકને દાનાદિ આપીને તેમજ તેના ગુણોની સ્તવના કરીને તેની સાથે આલાપ સંલાપ કરીને સમ્યગ્દર્શનની વિરાધના કરી, તેવી વિરાધના મોક્ષમાર્ગના ઇચ્છુક બીજા જીવોએ કરવી નહિ એવો આ કથાનો સાર છે.
આ પ્રમાણે સમ્યગ્દષ્ટિ જીવોએ આ છ પ્રકારની જયણા પાળવી જોઈએ જેનાથી સમ્યક્ત્વ ઝળકે છે.
૧૧૪
સમ્યગ્દર્શનના ૬૭ (ભેદો) બોલો