________________
છ પ્રકારના સમ્યકત્વના આગાર/અભિયોગ
મરજી વિરૂદ્ધ, ઈચ્છા ન હોવા છતાં જે કાર્ય કરવું પડે તે “અભિયોગ' કહેવાય છે. સમ્યક્ત્વ પ્રાપ્ત થયેલા ઉત્તમ પુરુષો ધર્મથી કદી ચલિત થતા નથી તો પણ જે કાર્ય કરવાનો પ્રતિષેધ કરવામાં આવ્યો છે તે જ કાર્ય રાજાદિના આગ્રહના કારણથી અથવા બીજા કોઈ એવા કારણસર ઇચ્છા ન હોવા છતાં કરવું પડે છે તેવા અભિયોગના પ્રસંગને ‘અપવાદ' અથવા “આગાર' ગણવામાં આવે છે જેનાથી સ્વધર્મનો, વતનો ભંગ થતો નથી. આવા અભિયોગના છ પ્રકાર બતાવેલા છે –
૧) રાજાભિયોગ ૨) ગણાભિયોગ ૩) બલાભિયોગ ૪) દેવાભિયોગ ૫) ગુરુઅભિયોગ ૬) વૃત્તિદુર્લભ ૧) રાજાભિયોગ- રાજાની આજ્ઞાથી, રાજાના દબાણથી મિથ્યાદષ્ટિ દેવ, ગુરુને નમન, વંદન કરવું પડે તો તે “રાજાભિયોગ' કહેવાય છે. ૨) ગણાભિયોગ - ગણ એટલે સ્વજન લોકોનો સમુદાય જનસમૂહના દબાણના કારણે અથવા તે સમુદાયના રક્ષણ કે બચાવ માટે પોતાની ઇચ્છા ન હોવા છતાં કરાતું અનુચિત આચરણ એ “ગણાભિયોગ' કહેવાય છે. ૩) બલાભિયોગ-ચોર, લુંટારા, લશ્કર, બળવાન શત્રુ જેવા બળવાન પુરુષોની પરવશતાથી અન્ય દેવ, ગુરુ, ધર્માદિને નમસ્કાર કરવા પડે તે બલાભિયોગ' કહેવાય છે. ૪) દેવાભિયોગ - કુળદેવ, ક્ષેત્રપાલ અથવા કોપાયમાન થયેલ અન્ય કોઈ દેવદેવી આદિને પરવશતાથી નમન, વંદન કરવા પડે તે દેવાભિયોગ' કહેવાય છે. ૫) ગુરુઅભિયોગ-માતા, પિતાદિ પૂજ્ય વર્ગ તેનો કોઈ વધ, બંધાદિ કરતું હોય તેવા પ્રસંગે જે કાર્યનો નિષેધ કરેલો હોય તે કરીને પણ ગુરુવર્ગનો બચાવ
ઊગ્યો મુક્તિનો અરુણોદય... સમ્યગદર્શન
૧૧૫