________________
કરવો અથવા માતાપિતાદિ વડીલજનો મિથ્યાદષ્ટિ હોઈ તેમના દબાણથી અન્ય દેવાદિને નમન કરવું પડે તો તે ગુરુઅભિયોગ” કહેવાય છે. ૬) વૃત્તિદુર્લભ - વૃત્તિ એટલે નિર્વાહ કરવો. ભયંકર વનમાં જઈ ચડ્યા હોઈએ કે ત્યાં નીતિપૂર્વક જીવન નિર્વાહ ન થઈ શકે અથવા દુ:સાધ્ય રોગચાળો થવાથી કે દુકાળ પડવાથી જીવનનિર્વાહ માટે મિથ્યાત્વનું સેવન કરીને દેહનો નિર્વાહ કરવો એ વૃત્તિદુર્લભ અભિયોગ છે.
સમ્યકત્વવ્રતવાળા સત્ત્વશાળી જીવો પ્રાણાન્ત પણ ધર્મથી ચલિત થતા નથી પરંતુ અલ્પસત્ત્વવાળા આવા કષ્ટો આવી પડતા તેમના સમ્યકત્વથી, આત્મસ્વભાવથી ચલિત ન થાય તેના બચાવ માટે આ છ આગારો છે. અર્થાત તેમને શરૂઆતમાં આટલી છૂટ આપેલી છે. આ છ આગારો સેવવા છતાં એમને સમ્યકત્વનો ભંગ થતો નથી, માત્ર તેમાં અતિચાર-દોષ લાગે છે. જે દોષની ગઈ અને આલોચના કરીને શુદ્ધ થવાય છે.
૧૧૬
સમ્યગદર્શનના ૬૭ (ભેદો) બોલો )