________________
છ પ્રકારની ભાવના
ભાવના એટલે વિચારણા. સમ્યગદર્શનની અમૂલ્યતા, જરૂરિયાત અને ઉપયોગિતા વિશે વિચાર કરવો તે ભાવના છે. પ્રાપ્ત થયેલું સમ્યક્ત્વ વધારે ને વધારે સ્થિર થાય તે માટે આ છે ભાવનાઓ ભાવવી જોઈએ જે સમ્યકત્વને દઢ કરનારી છે. ૧) ધર્મનું મૂળ - સમ્યક્ત્વ એ ધર્મનું મૂળ છે. સમ્યકત્વ એ પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાવ્રત સ્વરૂપી શ્રાવકધર્મ અને ત્યાગધર્મરૂપ ચારિત્રધર્મના મૂલ સમાન છે. અર્થાત્ સમ્યકત્વને ધર્મનું મૂળ ગણવું એ પ્રથમ ભાવના છે. જેમ મૂળ વિનાનું વૃક્ષ પ્રચંડ પવનના ઝપાટાથી પડી જાય છે તેમ ધર્મ-વૃક્ષ પણ સમ્યક્ત્વ રૂપ મજબૂત મૂળ વિના મિથ્યાત્વરૂપે પવન ફૂંકાતા સ્થિર રહી શકતું નથી. ૨) ધર્મનું દ્વાર - સમ્યકત્વ એ ધર્મનું દ્વાર છે એ બીજી ભાવના છે. જેમ કોઈ પણ નગરમાં પ્રવેશ કરવા માટે દરવાજા હોય છે, કારણ દ્વાર વિના નગરમાં મનુષ્યોનું ગમનાગમન શક્ય નથી તેમ ધર્મરૂપી નગરમાં પ્રવેશ કરવા માટે સમ્યકૃત્વ એ દ્વાર સમાન છે. સમ્યકત્વ વિના નવ પૂર્વનું જ્ઞાન પણ અજ્ઞાન જ ગણાય, દેશવિરતિ કે સર્વવિરતિ પણ અવિરતિ જ ગણાય. માટે સમ્યકત્વ એ ધર્મનગરનું દ્વાર છે. ૩) ધર્મની પીઠ - સમ્યકત્વ એ ધર્મની પીઠ છે અર્થાત્ પાયો છે. જેમ કોઈ પણ પ્રાસાદ તે હવેલીનો પાયો ઊંડો કે દઢ ન હોય તો તે ડગમગી જાય તેમ આ સમ્યકત્વ પણ ધર્મરૂપી પ્રાસાદ કે હવેલી ચણવા માટે પાયાસ્વરૂપ છે. સમ્યકત્વરૂપ પીઠ વિના એ નિશ્ચળ રહી ન શકે. ૪) ધર્મનો આધાર -સમ્યગ્દર્શન ધર્મના આધારરૂપ છે. જેમ આ જગત પૃથ્વીરૂપ આધાર વિના રહી શકતું નથી તેમ ધર્મરૂપ જગત્ પણ સમ્યકત્વરૂપ
K ઊગ્યો મુક્તિનો અરુણોદય... સમ્યગદર્શન
૧૧૭