________________
આધાર વિના ટકી શકતું નથી. સમ્યકત્વ એ સમતા અને સંયમરૂપ ધર્મના આધારરૂપ છે એમ ચોથી ભાવના ભાવવાની છે. ૫) ધર્મનું ભાજન - સમ્યગુદર્શન એ ધર્મનું ભાન છે અર્થાત્ પાત્ર સમાન છે. જેમ ક્ષીર આદિ રસને ધારણ કરવા માટે પાત્રની જરૂર પડે છે તેમ શ્રુત અને શીલરૂપ ધર્મના રસને ધારણ કરવા સમ્યકત્વરૂપ ભાજન જોઈએ. સમ્યગ્દર્શન વિના સમ્યગુધર્મ ન જ રહે. ૬) ધર્મનું નિધાન - સમ્યગ્દર્શન એ ધર્મનું નિધાન છે. જેમ ઉત્તમ નિધાન વિના મહામૂલ્યવાળા હીરા-માણેક આદિ રત્નો મળી શકે નહિ તેમ સમ્યક્ત્વરૂપ નિધાન વિના અમૂલ્ય એવા ચારિત્ર ધર્મરૂપ રત્નની પ્રાપ્તિ ન થાય. અથવા જેમ તીજોરી વિના રત્નો સુરક્ષિત રહેતા નથી તેમ સમ્યકત્વરૂપ તીજોરી વિના આત્માના મૂળ અને ઉત્તર ગુણોરૂપ રત્નો રાગ-દ્વેષ આદિ કષાયરૂપ ચોરોથી સુરક્ષિત રહેતા નથી. આ પ્રમાણે સમ્યત્વનું ધર્મના નિધાન રૂપ વિચારવું એ છકી ભાવના છે.
આવી રીતે આ છ પ્રકારની ભાવના ભાવવાથી સમ્યકત્વ પ્રત્યે બહુમાન, તેની અમૂલ્યતા, અવશ્ય ઉપયોગિતા વિચારવાથી સમ્યક્ત્વ દૃઢ થાય છે, તત્ત્વરૂચિ પ્રગટે છે. જીવ અણુવ્રત-મહાવ્રત સ્વીકારી આત્મધર્મની આરાધના કરે છે, મુક્તિ તરફ પ્રયાણ કરે છે.
૧૧૮
સમ્યગદર્શનના ૬૭ (ભેદો) બોલો )