________________
સમ્યકત્વના છ પ્રકારના સ્થાનો
જ્યાં સમ્યક્ત્વ સ્થિર થાય છે તેને સ્થાનક કહેવાય છે. તે સ્થાનકના છ પ્રકાર છે. ૧) આત્મા છે ૨) આત્મા નિત્ય છે ૩) આત્મા કર્મનો કર્તા છે ૪) આત્મા કર્મનો ભોક્તા છે ૫) મોક્ષ છે ૬) મોક્ષનો ઉપાય છે. ૧) આત્મા છે - આત્મા એક સ્વતંત્ર દ્રવ્ય છે જેનું લક્ષણ ચૈતન્ય છે. જે આત્મદ્રવ્ય સિવાય બીજે ક્યાંય ઉપલબ્ધ નથી. પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને આકાશ આ પાંચ ભૂત સર્વત્ર હોવા છતાં પાંચ ભૂતોના સમૂહથી તેમાં ચેતના પ્રગટ થતી નથી. (ચૈતન્ય એ પાંચ ભૂતોનો ધર્મ નથી તેમજ તે ભૂતોનું કાર્ય પણ નથી) જેમ રેતીના કણમાં તેલ નથી તો તેમનો સમૂહ થવા છતાં તેમાં તેલ ઉત્પન્ન થતું નથી તેમ પૃથ્વી વગેરે પાંચ ભૂતોમાં ચેતના ન હોવાથી તેમના સમૂહમાં પણ ચેતના પ્રગટતી નથી. જેમાં ચેતના છે એ જ આત્મા છે, જીવ છે. ૨) આત્મા નિત્ય છે - તે જીવ ઉત્પત્તિ વિનાશ રહિત હોવાથી નિત્ય છે. તેને કોઈ ઉત્પન્ન કરતું નથી કે સર્વથા તેનો નાશ પણ થતો નથી. જૈન દર્શન પ્રમાણે આત્મદ્રવ્ય અનાદિ, અનંત છે. દ્રવ્યસ્વરૂપે નિત્ય છે, પર્યાયરૂપે અનિત્ય છે. જીવે એક ભવમાં જે પુણ્ય પાપ કર્યું હોય તેનું ફળ સુખ દુઃખરૂપે બીજા ભવમાં રહેલ જીવને ભોગવવું પડે છે. કારણ એક ભવમાં જીવે જે કર્મો કર્યા તે ભવના નાશ સાથે અર્થાતુ મૃત્યુ સાથે તે કર્મો નાશ થતા નથી કારણ આત્મદ્રવ્ય નિત્ય છે. આ આત્માની દેવ-મનુષ્ય-તિર્યંચ-નારકી જે જે અવસ્થાઓ છે તે પર્યાયો છે, તે પર્યાયો અનિત્ય છે પરંતુ દ્રવ્યથી પોતાના ગુણોમાં રહેનારો આત્મા અવિચલ અને અખંડિત સ્વરૂપવાળો છે. ૩) આત્મા કર્મનો કર્તા છે - જીવ મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગરૂપ નિમિત્તથી કર્મબંધન કરે છે. મિથ્યાત્વ એટલે સમાં અસત્ની ભાંતિ, અસમાં સત્ની ભ્રાંતિ, નિત્યમાં અનિત્યની ભાંતિ, અનિત્યમાં નિત્યની ભાંતિ ઈત્યાદિ
હું ઊગ્યો મુક્તિનો અરુણોદય... સમ્યગુદર્શન
૧૧૯