________________
મિથ્યાત્વ છે. વિવિધ પ્રકારની ઈચ્છાઓ, વાસનાઓ, વિષય ભોગપભોગની લાગણીઓનો નિરોધ ન કરવો, વિભાવ દશામાં જતી વૃત્તિઓને ન અટકાવવી એ અવિરતિ છે. ક્રોધ, માન, માયા, લોભ એ ચાર કષાય છે. મન, વચન અને કાયાની પ્રવૃત્તિને યોગ કહેવામાં આવે છે.
આ ચારે નિમિત્તોથી શુભાશુભ કર્મોનો બંધ થાય છે. એનાથી થનારા વૈભાવિક પરિણામો જીવને કર્મબંધન કરાવે છે, જે ચૈતન્યગુણવાળા જીવને જ હોય છે. જેનાથી જીવ વિવિધ પ્રકારના સુખ દુઃખનો અનુભવ કરે છે. તેથી તે જ કમનો કર્તા છે. નિશ્ચયનયથી આત્મા પોતાના ગુણોનો કર્તા છે, વ્યવહારનયથી કર્મોનો કર્તા છે. ૪) આત્મા કર્મનો ભોક્તા છે – અજ્ઞાન દશામાં રહી પોતે કરેલા કર્મનો પોતે જ ભોક્તા છે. પોતાના કરેલા શુભાશુભ કર્મ પોતે જ ભોગવે છે. કારણ કે કર્મ કરે તે જ ફળ ભોગવે એ ન્યાય માર્ગ છે. ચોરી કરે બીજા અને શિક્ષા પામે બીજા એવું સંભવતું નથી. અર્થાતુ જો એક કરે અને અન્ય ભોગવે એમ કહીએ તો અતિવ્યાપ્તિ આવે. એટલે આ આત્મા પોતાના પુણ્યના અને પાપના ઉદયજન્ય ફળસ્વરૂપ સુખદુઃખનો વ્યવહારનયથી ભોક્તા છે અને નિશ્ચયનય દૃષ્ટિએ નિજગુણોનો ભોક્તા છે. ૫) મોક્ષ છે - જૈન દર્શન પ્રમાણે સર્વ કર્મોના ક્ષયરૂપ મુક્તિ છે. રાગ, દ્વેષ, મોહ, જન્મ,જરા, મરણ, રોગ આદિ વ્યાધિરૂપ શરીરના દુઃખો તેમજ આધિરૂપ મનના દુઃખોના ક્ષયરૂપ અવસ્થાવિશેષ તે મોક્ષ છે જે અચલ અને અનંત, અવિનાશી સુખના વાસવાળું પરમપદ છે, જેને નિર્વાણ અથવા મોક્ષ કહેવાય છે. ૬) મોક્ષનો ઉપાય છે - મોક્ષ છે તો તેને મેળવવાના ઉપાય પણ છે. રત્નત્રય અર્થાત્ સમ્યગ્દર્શન, સમ્યગુજ્ઞાન અને સમ્યગુચારિત્રની આરાધના એ જ મોક્ષનો ઉપાય છે. સમ્યગ્ગદર્શન એટલે આત્માની શ્રદ્ધા, આત્મા છે એવી દઢતા. નવ તત્ત્વોનું શ્રદ્ધાન હોવું. જેણે આત્માનો નિશ્ચય કર્યો, આત્માની શ્રદ્ધા કરી એ જ સમ્યગદર્શન
૧૨)
સમ્યગદર્શનના ૬૭ (ભેદો) બોલો )