________________
છે. આત્માને જાણવો એ સમ્યગુજ્ઞાન છે, તેના પર શ્રદ્ધા કરવી, એ જ પ્રાપ્ત કરવા યોગ્ય છે એવો દઢ નિશ્ચય કરવો એ સમ્યગ્દર્શન છે અને તે પ્રમાણે આચરણ કરવું, સ્વરૂપમાં સ્થિરતા કરવી એ સમ્યગુચારિત્ર છે. જીવને અનાદિ કાળના લાગેલા કર્મોના બંધનોનો ક્ષય કરવા માટે આ રત્નત્રયની સાધના એ જ પરમ ઉપાય છે. શ્રાવક અને સાધુના વ્રતો, પ્રાયશ્ચિત, વિનય, વિવેક, સ્વાધ્યાય, ધ્યાન ઈત્યાદિ કર્મક્ષયરૂપ મુક્તિના ઉપાયો છે. મિથ્યાત્વ, અવિરતિ, કષાય, પ્રમાદ અને યોગ એ વિભાવ સ્વભાવ છે. તેમાં પરિણમવાથી કર્મબંધ થાય છે અને તેનાથી વિરમવાથી કર્મ આવતા અટકે છે અને સ્વરૂપમાં સ્થિરતા કરવાથી કર્મોનો ક્ષય થઈ આત્માનો શુદ્ધ સ્વભાવ પ્રગટ થાય છે. સંપૂર્ણ શુદ્ધ આત્મસ્વરૂપનું પ્રગટ થવું એ જ મોક્ષ છે જે આવી રીતે સાધ્ય થઈ શકે છે.
આ પ્રમાણે છ સ્થાનક પર શ્રદ્ધા કરવી એ જ સમ્યકત્વપ્રાપ્તિનું મૂળ કારણ છે, જેના દર્શનનો સાર છે. શુદ્ધ આત્મસ્વરૂપને પામ્યા છે એવા જ્ઞાની પુરુષોએ આ છ પદને સમ્યક્રદર્શનના સર્વોત્કૃષ્ટ સ્થાનક કહ્યા છે.
આ ૬૭ બોલો એ આત્મામાં ઉત્પન્ન થયેલ સમ્યકત્વની નિશાની છે.જેમ કોઈ ઘરમાં લાગેલ આગ ન દેખાય પરંતુ ધુમાડો દેખીને ત્યાં આગ લાગી છે એમ જાણી શકાય છે તેમ કોઈ જીવને પ્રાપ્ત થયેલું સમ્યગદર્શન દેખાય નહિ, પરંતુ આ ૬૭ બોલો એના અંદર પ્રકટ થયેલ સમ્યક્દર્શનને જણાવે છે. આ બોલો સમ્યકત્વના પ્રતીક છે. એવી જ રીતે આ ૬૭ વ્યવહારો છે જેનું પાલન કરવાથી સમ્યકત્વ પ્રાપ્ત થયું ન હોય તો પ્રાપ્ત થાય છે, પ્રાપ્ત થઈ ગયું હોય તો ટકે છે, નિર્મળ થાય છે અને સ્થિર થાય છે.
ઊગ્યો મુક્તિનો અરુણોદય... સમ્યગદર્શન
૧૨૧