________________
પરંતુ એ વાત પોતાની સાથેના વિરોને જણાવી નહીં. એકવાર બપોરે સાધુઓ ભિક્ષા માટે ગયા હતા અને ગુરુ સ્પંડિલભૂમિએ ગયા હતા ત્યારે ઉપાશ્રયમાં એકલા રહેલા વજમુનિએ સાધુઓની ઉપધિને મંડલાકાર ગોઠવી, શિષ્યની મધ્યમાં જેમ આચાર્ય બેસે તેમ ઉપધિઓની મધ્યમાં બેસીને મેઘ જેવી ગંભીર ધ્વનિથી સુંદર વાચના આપવા લાગ્યા. કાર્ય પતાવીને પાછા આવેલા ગુરુએ દેશના આપતા વજસ્વામીને જોયા. વજસ્વામીનું અપૂર્વ શ્રુતજ્ઞાન અને એમની વાચનાશક્તિ જોઈ બીજા સાધુઓને એની જાણ થાય એમ વિચારી ગુરુએ પોતે વિહાર કરવાનું જાહેર કર્યું. અને હવેથી વજસ્વામી સાધુઓને વાચના આપશે એમ કહી પોતે વિહાર કર્યો. ગુરુની આજ્ઞાથી વજસ્વામીએ એવી સુંદર વાચના આપી કે સર્વ સાધુઓ ઘણો સંતોષ પામ્યા. મંદબુદ્ધિવાળા સાધુ પણ અલ્પકાળમાં એમનું અધ્યયન પૂર્ણ કરી શક્યા. ત્યાર પછી વજસ્વામીએ દસ પૂર્વધારી એવો શ્રી ભદ્રગુપ્તસૂરિ પાસેથી દસ પૂર્વનું જ્ઞાન મેળવ્યું. આવી રીતે વજસ્વામી પ્રવચનિક પ્રભાવક કહેવાયા.
વજસ્વામીના ગુણોની પ્રશંસા સાધ્વીશ્રી પાસેથી સાંભળતા કુસુમપુર નગરના ધન શ્રેષ્ઠીની પુત્રી રૂક્મિણીએ વજસ્વામી સાથે જ વિવાહ કરવાની પ્રતિજ્ઞા કરી. વજસ્વામી વિહાર કરતા જ્યારે કુસુમપુર આવ્યા ત્યારે ધનશ્રેષ્ઠીએ પોતાની પુત્રી રૂક્મિણી સાથે લગ્નની વાત કરી. ત્યારે સંસારથી તદ્દન નિઃસ્પૃહ એવા વજસ્વામીએ તીવ્ર વૈરાગ્યભરી દેશના આપી, વિષયભોગોના વિમુખતાને સમજાવીને છેલ્લે કહ્યું, “જો આ કન્યા મારા પ્રત્યે અનુરાગ ધરાવતી હોય તો મેં ગ્રહણ કરેલ સર્વવિરતિને એ પણ અંગીકાર કરે અને આત્મકલ્યાણ સાધે. એમની દેશનાથી પ્રતિબોધ પામેલી રૂક્મિણીએ પ્રવજ્યા ગ્રહણ કરી. આવી રીતે વજસ્વામી ધર્મકથી પ્રભાવક પણ કહેવાયા.
ધર્મકથી પ્રભાવક માટે નંદિષેણ મુનિનું પણ દૃષ્ટાંત આપેલું છે. તે શ્રેણિક રાજાના પુત્ર હતા. મહાવીર સ્વામીની વાણીથી વૈરાગ્ય પામી દીક્ષા ગ્રહણ કરી. પરંતુ તીવ્ર નિકાચિત એવ મોહનીય કર્મ ઉદયમાં આવતા દીક્ષાથી પતિત થયા. છતાં દરરોજ ધર્મકથા દ્વારા દસ જણને પ્રતિબોધ આપી શ્રી મહાવીરસ્વામી પાસે
૭૪
સમ્યગદર્શનના ૬૭ (ભેદો) બોલો )