________________
એમને દીક્ષા ગ્રહણ કરાવવાની પ્રતિજ્ઞા કરી. એક દિવસ ૯ જણ પ્રતિબોધ પામ્યા. પરંતુ દસમો કોઈ વ્યક્તિ પ્રતિબોધ ન પામતા પોતાની પ્રતિજ્ઞા પ્રમાણે છેવટે પોતે દીક્ષા લીધી. પોતે મોહકર્મના ઉદયના કારણે દીક્ષાથી પતિત થયા છતાં પ્રતિદિન દસ વ્યક્તિઓને સંસાર ત્યાગવા માટે પ્રતિબોધિત કરતા હતા. એટલે નંદિષેણ મુનિ ધર્મકથી પ્રભાવક કહેવાયા.
c) વાદી પ્રભાવક - આત્મવિશુદ્ધિ દ્વારા ઉત્પન્ન થયેલી બુદ્ધિની તીક્ષ્ણતા વડે તથા સત્ય જ્ઞાનના અનુભવ વડે જેઓ વિદ્વાન પુરુષોની સામે અત્યંત કુશલપણે વસ્તુતત્ત્વનું યથાર્થ નિરુપણ કરે છે તેમજ પ્રમાણ પૂર્વક સત્યનું મંડન તથા અસત્યનું ખંડન કરી પ્રતિવાદીઓને જીતે છે તેવા વાકલામાં પ્રવીણ પુરુષ એ ‘વાદી પ્રભાવક’ કહેવાય. આના માટે શ્રી મલ્લવાદિસૂરિજીનું દૃષ્ટાંત આપ્યું છે.
ભરતક્ષેત્રમાં ભરૂચ નગરીમાં જૈનશાસનના વિદ્વાન આચાર્ય શ્રી જિનાનંદસૂરિજી અને બૌદ્ધવિદ્વાન શ્રી વૃદ્ધાનંદ આ બે વચ્ચે રાજ્યસભામાં વાદ ગોઠવાયો. શરત એમ થઈ કે જે જીતે તેજ ભરૂચમાં રહી શકે, હારે તે ભરૂચ છોડી જાય. ભાગ્યયોગે શ્રી જિનાનંદસૂરિ વાતમાં હારી ગયા તેથી સંઘ સહિત આચાર્ય વલ્લભીપુર ગયા. આચાર્યને આ પ્રસંગથી મનમાં ઘણો ખેદ થયો હતો. વલ્લભીપુરમાં આચાર્યશ્રીના નાની બહેન દુર્લભદેવી રહેતા હતા. એમને અજિતયશ, યક્ષ અને મલ્લ નામના ત્રણ પુત્રો હતા. આ ત્રણે પુત્રો સાથે દુર્લભદેવીએ પ્રવજ્યા ગ્રહણ કરી. સાધ્વીજી ઘણા બુદ્ધિશાળી હતા. દીક્ષા ગ્રહણ કરીને વિદ્યાભ્યાસ કરતા તેઓ શાસ્ત્રોના પારગામી બન્યા. તેથી સંઘની સંમતિથી આચાર્ય ભગવંતે જ્ઞાનભંડારનાં કાર્યની જવાબદારી તેમને સોંપી.
દુર્લભદેવીના ત્રણે પુત્રોએ પણ ગુરુ પાસેથી શાસ્ત્રઅભ્યાસ કરી એમાં પારગામી બન્યા. આચાર્ય ભગવંતે તેમને પૂર્વગત નયચક્રવાલ નામના પ્રમાણગ્રંથને છોડીને સર્વશાસ્ત્રોનો અભ્યાસ કરાવ્યો. ‘નયચક્ર’ ગ્રંથ દેવાધિષ્ઠિત હોવાથી શાસ્ત્રોક્ત વિધિ વિના ભણવાથી મહા અનર્થ થઈ શકે છે તેથી ગુરુ ભગવંતે એ ગ્રંથ કોઈને ન આપવાની ભલામણ દુર્લભદેવીને કરી અને પોતે વિહાર કર્યો.
ન
ઊગ્યો મુક્તિનો અરુણોદય... સમ્યગ્દર્શન
૭૫