________________
ચતુર્વિધ સંઘની પ્રશંસા કરવાથી જીવને સમ્યકત્વ અર્થાત્ બોધિલાભની પ્રાપ્તિ થાય છે. ૪) અવર્ણવાદનો ત્યાગ - જિનશાસનની અપકીર્તિ થાય તેવા કાર્યથી રક્ષા કરવી. ૫) આશાતનાનો પરિહાર (ત્યાગ) – અરિહંત પરમાત્મા આદિનો જઘન્યથી ૧૦, મધ્યમથી ચાલીસ અને ઉત્કૃષ્ટથી ચોર્યાસી આશાતનાનો ત્યાગ કરવો.
આવી રીતે દસે પદનો આ પાંચ પ્રકારે વિનય કરવાથી આત્મામાં ધર્મરૂપી વૃક્ષ ઊગે છે. વિનયના આ દસ પદ પર ભુવનતિલક મુનિની કથા આ પ્રમાણે છે –
કુસુમપુર નામના નગરમાં ધનદ નામનો રાજા અને પદ્માવતી રાણી હતા. તેઓને ‘ભુવનતિલક' નામે પરમવિનયવાળો પુત્ર હતો. તે પુત્રમાં બીજા અનેક ગુણો હતા તે છતાં તેનામાં વિનય ગુણ અતિ અદ્ભુત હતો. એક વખત ધનદ રાજાના રાજ્યસભામાં રત્નસ્થલ નગરના અમરચંદ રાજાને ત્યાંથી દૂત આવ્યો. એણે રાજાને અમરચંદ્ર રાજાની પુત્રી યશોમતી સાથે રાજકુમાર ભુવનતિલકનું પાણિગ્રહણ કરવાની વિનંતી કરી. રાજાએ સંમતિ આપી. એટલે શુભ દિવસે રાજકુમાર ભુવનતિલકે મંત્રી અને સામંતો સાથે વિવાહ અર્થે રત્નસ્થલ નગરી તરફ પ્રયાણ કર્યું. માર્ગ પસાર કરતા સિદ્ધપુર નગરની બહાર આવ્યા ત્યાં અચાનક રથમાં રાજકુમાર મુર્શિત થયા. મંત્રીઓએ ઘણા ઉપાયો કર્યા પરંતુ કુમારને સારું ન થયું પરંતુ એને શરીરમાં વેદના વધવા લાગી.
આ સમયે ત્યાં એક કેવળી ભગવંત આવીને સમોસર્યા. દેવોએ રચેલા સુવર્ણપત્રના કમળમાં બેસીને મુનિ ભગવંત દેશના આપવા લાગ્યા. મંત્રી અને સામંતો પણ દેશના સાંભળવા ગયા. દેશનાના અંતે સામંતોના અગ્રણીએ રાજકુમાર ભુવનતિલકને આવેલા દુઃખનું કારણ અને તે દુઃખથી મુક્ત થવાનો ઉપાય પૂક્યો. ત્યારે જ્ઞાની ભગવંતે એના પૂર્વભવનો વૃત્તાંત કહ્યો. “ઘાતકીખંડના ભરતક્ષેત્રમાં
પ૬
સમ્યગદર્શનના ૬૭ (ભેદો) બોલો )