________________
જીવનિકાયના રક્ષક, પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ આ અષ્ટપ્રવચન માતાના પાલક એ સાધુ છે. g) આચાર્ય - જે દર્શન, જ્ઞાન, ચારિત્ર, તપ, વીર્ય આ પાંચ આચારોનું સ્વયં પાલન કરે અને બીજા સાધુઓ પાસે પાલન કરાવે, ચતુર્વિધ સંઘના નાયક છે, ૩૬ ગુણોથી યુક્ત છે એ ‘આચાર્ય' છે. h) ઉપાધ્યાય - જેમને ૧૧ અંગ અને ૧૪ પૂર્વનું જ્ઞાન છે અને બીજા સાધુઓને ભણાવે છે એવા ૨૫ ગુણોંથી યુક્ત મુનિ તે ઉપાધ્યાય' છે. 1) પ્રવચન - સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા એમ ચતુર્વિધ સંઘ તે પ્રવચન કહેવાય છે. j) દર્શન - જિનેશ્વર પરમાત્મા પ્રત્યે અનન્ય શ્રદ્ધા, ભક્તિ, સુદેવ-સુગુ-સુધર્મની રૂચિ, શ્રદ્ધા એ સમ્યગુદર્શન છે તે દર્શન ક્ષાયિક, લાયોપમિક અને ઓપશમિક એમ ત્રણ પ્રકારના છે.
આ દસ પદો જૈન શાસનના આરાધ્ય પદો છે. એમનો વિનય કરવો એ સમ્યત્વનું અંગ છે. સમ્યગુદૃષ્ટિ આત્માઓ આ દસ પદોનો પાંચ પ્રકારે વિનય કરે છે. તે વિનયથી પ્રાપ્ત થયેલું સમ્યક્ત્વ દીપી ઉઠે છે અને સમ્યક્ત્વ અપ્રાપ્ત હોય તો પ્રાપ્ત થાય છે. તે વિનય કરવાના પાંચ પ્રકારો આ પ્રમાણે છે –
ભક્તિ, બહુમાન, ગુણસ્તુતિ, અવર્ણવાદનો ત્યાગ, આશાતનાનો પરિહાર. ૧) ભક્તિ - આદરયુક્ત વ્યવહાર એ ભક્તિ છે. ગુરુ આવે ત્યારે ગુરુની સન્મુખ જવું, આસન આપવું, નમસ્કાર કરવો, તેમની સેવા કરવી વગેરે. ૨) બહુમાન - મનથી અત્યંત પ્રીતિ. ગુરુ ભગવંતના દર્શન માત્રથી જ પરમ આનંદ થાય, ઉલ્લાસ આવે, પૂજ્યભાવ પ્રગટે. ૩) ગુણસ્તુતિ - અરિહંત પરમાત્માની ગુણસ્તુતિ કરવાથી, તેમણે પ્રરૂપેલા ધર્મની પ્રશંસા કરવાથી, આચાર્ય અને ઉપાધ્યાય ભગવંતની પ્રશંસા કરવાથી,
ઊગ્યો મુક્તિનો અરુણોદય... સમ્યગદર્શન
૫૫