________________
ભુવનાગર નામના નગરમાં અનેક ગુણોથી યુક્ત એવા આચાર્ય ભગવંત પોતાના શિષ્યો સહિત પધાર્યા. તેમનો વાસવ' નામે એક શિષ્ય મહાત્માઓની નિંદા કરનારો અને અત્યંત દુર્વિનિત હતો. એટલે ગુરુએ એને વિનયી થવાની શિખામણ આપી. વિનયગુણનું મહત્ત્વ સમજાવ્યું કે કેવી રીતે વિનય એ સર્વ પ્રકારના કલ્યાણનું ભાજન છે. પરંતુ ગુરુનો આ ઉપદેશ આ વાસવ મુનિને ક્રોધનું કારણ બન્યો. એ બધા મુનિઓ પ્રત્યે દ્વેષભાવ કરવા લાગ્યો એ એટલી હદ સુધી કે મુનિઓને મારી નાખવા એમના પાણીના ઘડામાં તાલપુટ વિષ નાખી પોતે ભાગી ગયો. મુનિઓ જ્યારે પાણીનો ઉપભોગ કરવા ગયા ત્યારે શાસનદેવીએ તેમને અટકાવ્યા અને બધા મુનિઓ બચી ગયા. હવે આ વાસવ મુનિ જંગલમાં ભટકતા સુધા, તૃષ્ણા, શીત, ઉષ્ણ વેદનાથી પીડાતા રૌદ્રધ્યાનથી મરી સાતમી નરકે ઉત્પન્ન થયા. નરકના મહાદુઃખોને ભોગવી, ઘણા ભવો સંસારમાં ભટકીને અજ્ઞાન તપથી અકામ નિર્જરા કરી ઘણા કર્મોને ઓછા કર્યા, ખપાવ્યા અને હવે ધનદ રાજાને ત્યાં ભુવનતિલક નામના પુત્ર તરીકે ઉત્પન્ન થયો છે. ઋષિઘાતના પરિણામથી જે કુકર્મ બાંધેલું તે ભોગવતા બાકી રહેલ કર્મ હમણા ઉદયમાં આવ્યું છે અને તેથી આ દુઃખ પામ્યો છે.' રાજકુમારના પૂર્વભવનો આ વૃત્તાંત સાંભળી સામંતોએ કેવળી ભગવંતને આ દુઃખથી નિવારણનો ઉપાય પૂછડ્યો. જ્ઞાની ભગવંતે કહ્યું, 'હવે એનું કર્મ ક્ષીણ થઈ ગયું છે એટલે કુમાર હવે નિરોગી થઈ જશે.' આ સાંભળી મંત્રીઓ કુમાર પાસે ગયા. પોતાના પૂર્વભવનો વૃત્તાંત સાંભળી કુમાર કેવળી ભગવંત પાસે જઈ વંદન કરી, પોતે કરેલા પાપ કર્મોથી મુક્ત થવાનો ઉપાય બતાવવાની વિનંતી કરી અને કેવળી ભગવંતના ઉપદેશ પ્રમાણે લગ્ન કરવા નિકળેલા કુમારે ત્યાં જ જિનદીક્ષા સ્વીકારી. યશોમતીએ જ્યારે આ વૃત્તાંત જાણ્યો ત્યારે તે અત્યંત ખેદ પામી. પરંતુ મન મક્કમ કરી ચિત્તને વૈરાગ્ય માર્ગ વાળી એણે પણ ગુરુ પાસે જઈ દીક્ષા ગ્રહણ કરી.
હવે ભુવનતિલક મુનિ દુર્વિનિતપણાથી પૂર્વજન્મમાં ઉપાર્જન કરેલા પોતાના પાપોનું સ્મરણ કરી તેનો નાશ કરવા માટે અરિહંત, સિદ્ધ, ચૈત્ય, આચાર્ય... આદિ
હું ઊગ્યો મુક્તિનો અરુણોદય... સમ્યગુદર્શન
૫૭