________________
ત્યારે શંખે નવકાર મંત્રના પ્રભાવથી એ પુત્રના શરીરમાંથી ભૂતરૂપ અંધકારને દૂર કર્યો. પલ્લીપતિ શંખ ઉપર ઘણોજ ખુશ થયો અને એના કહેવાનુસાર એણે બાકીના દસે જણને બંધનમાંથી મુક્ત કર્યા. ત્યારપછી શંખે પલ્લી પતિને નિરપરાધી જીવોની હિંસા ન કરવાનો' ઉપદેશ આપ્યો અને ત્યાંથી શંખ પોતાના ઘરે પિતા પાસે ગયો. ત્યારબાદ શ્રેષ્ઠીપુત્ર શંખ જૈનશાસનની ઉન્નતિ કરતો, સર્વ લોકોને ધર્મ પમાડતો, લોકોને હિંસાથી અટકાવી કરૂણા રસને પોષતો, આયુષ્ય પૂર્ણ કરી દેવલોકમાં દેવ થયો. દેવલોકનું આયુષ્ય થોડું બાકી રહ્યું ત્યારે તે દેવે પૃથ્વી પર વિચરતા કોઈ કેવલજ્ઞાની ગુરુને પૂછ્યું કે આવતા ભવમાં એને બોધિબીજની પ્રાપ્તિ કેવી રીતે થશે? ગુરુએ કહ્યું, ‘તું હસ્તિનાપુર નગરમાં સુરનર રાજાનો પુત્ર જય નામે રાજા થઈશ. અને આ ત્રણે તારા મિત્રો ત્યાં પણ મિત્ર થશે. અને ચિત્રને જોઈ તને બોધિબીજ થશે.' આવું સાંભળી તે દેવે જ સુરનર રાજાને સ્વપ્નમાં આદેશ કર્યો અને આવું પૂર્વભવના વૃત્તાંતવાળું ચિત્ર બનાવરાવ્યું. તે શંખનો જીવ હું જય નામનો રાજા થયો છું અને આ ત્રણે મારા મિત્રો થયા છે. ચિત્રના દર્શનથી જાતિસ્મરણજ્ઞાન થવાથી અમને સર્વને મૂછ આવી. જયરાજાનું આ ચારિત્ર સાંભળી ઘણા લોકોના મનમાં કરૂણાના ભાવ ઉત્પન્ન થયા. આ પ્રમાણે જયરાજાની જેમ હૃદયમાં કરૂણાના, અનુકંપાના ભાવ એ સમ્યકત્વનું ચોથું લક્ષણ છે. ૫) આસ્તિકતા - જિનેશ્વર પરમાત્માના વચન ઉપર નિઃશંકપણે, સંપૂર્ણ શ્રદ્ધા તે આસ્તિકતા નામનું પાંચમું લક્ષણ છે. જીવ, અજીવ, પૂર્વભવ-પરભવ-પુણ્ય, પાપ આદિ પરોક્ષ તત્ત્વો જેનું સ્વરૂપ શ્રી વીતરાગ પરમાત્માએ જેમ વર્ણવ્યું છે એના ઉપર સંપૂર્ણ શ્રદ્ધા કરવી. કારણ શ્રી વીતરાગ પરમાત્મા રાગ, દ્વેષ અને અજ્ઞાન રહિત હોવાથી અર્થાત્ સર્વજ્ઞ હોવાથી અસત્ય બોલવાનું કોઈ પ્રયોજન નથી. તેઓનું વચન પૂર્વાપર અવિરૂદ્ધ છે. એટલે એમના વચન પર પૂર્ણપણે જે શ્રદ્ધા તે આસ્તિકતા. આ લક્ષણ પર પધશેખર રાજાની કથા આ પ્રમાણે છે –
પૃથ્વીપુર નામના નગરમાં જૈન ધર્મ પ્રત્યે અત્યંત અનુરાગવાળો પદ્મશેખર નામે રાજા હતો. એણે વિનયંધર સૂરિ આચાર્ય પાસે જવાદિ નવતત્ત્વોના પરમાર્થ
K ઊગ્યો મુક્તિનો અરુણોદય... સમ્યગદર્શન
૧૦૩