SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ રાજા સમ્યક્ પ્રકારે જાણીને ગ્રહણ કર્યો. તેના રાજ્યમાં, જેમ સારથી વૃષભનું દમન કરીને માર્ગે લાવે તેમ રાજા પણ જે જીવો જૈનધર્મને ન માને કે જૈનધર્મ અને જૈનધર્મીનું બહુમાન ન કરે તેને દમન અને શિક્ષા દ્વારા માર્ગ પર લાવે છે. જૈનધર્મગુરુના ગુણોંનું વર્ણન ભક્તિભાવથી લોકો સમક્ષ કરે છે કે જૈન ગુરુ અલ્પ પણ પ્રમાદ કર્યા વિના જીવદયાનું પાલન કરે છે. તેમના જ્ઞાનથી સરસ્વતીની કૃપાથી તેઓ નાસ્તિકોને વાદમાં જીતે છે. સર્વ જીવો પ્રત્યે કરૂણાશીલ હોય છે. સર્વથા પરિગ્રહનો તેમજ પંચેંદ્રિયના વિષયો અને કામવાસનાનો સર્વથા ત્યાગ કરેલો હોય છે. રાગ-દ્વેષથી મુક્ત થઈ સંસારભાવોથી વિરક્ત હોય છે. ઉપશમ રસથી ભરપૂર એવું અનુકંપા યુક્ત એમનું હૃદય હોય છે. આવા પ્રકારે જૈનધર્મગુરુઓના ગુણો લોકો સમક્ષ ભક્તિભાવથી વર્ણવે છે તેમજ મનુષ્ય ભવ, શ્રેષ્ઠ ધર્મ અને ચારિત્રસંપન્ન ગુરુ' આ બધું આ સંસારમાં પ્રાપ્ત થવું અત્યાંત દુર્લભ છે અને આવા ગુણસંપન્ન ગુરુનો જે સંગ કરે છે અને તેમના વચનરૂપી અમૃતનું જે પાન કરે છે તે મનુષ્ય ધન્ય છે. આવી રીતે રાજા લોકોને સમજાવી જૈન ધર્મમાં સ્થિર કરે છે. લોકો રાજાની આ વાતો માને છે પરંતુ વિજય નામનો એક શ્રેષ્ઠીપુત્ર રાજાની વાતો સાથે સહમત થતો નથી. તે રાજાને કહે છે, ‘ધર્મગુરુઓનું તમે જે જે વર્ણન ક૨ો છો તે સર્વે તૃણતુલ્ય છે. કારણ પવનથી લહેરાતી ધજા જેવું ચંચળ ચિત્ત સ્થિર કેવી રીતે રહી શકે ? તેમજ પોતપોતાના વિષયમાં આસક્ત એવી પાંચે ઈદ્રિયો કાબુમાં કેવી રીતે રહી શકે ? આ જગતમાં દુઃખી માણસો અહીં પીડા અનુભવે તેના કરતા મારવા સારા કા૨ણ કે મરી જવાથી એમના કર્મો પૂર્ણ થઈ જવાથી તેઓ સદ્ગતિમાં જ જશે. વળી જીવો અપ્રમાદથી મોક્ષસુખને પામે છે. આવી મોક્ષની વાતો તો ઝેર હરનારા સર્પના મસ્તકના મણિને લેવાના ઉપદેશ તુલ્ય છે.’ શ્રેષ્ઠીપુત્રની આવી વાતો ભદ્રિક જનોને પતિત કરે છે, તેથી તેને પ્રતિબોધવા માટે રાજા પોતાના યક્ષ નામના સેવકને કહે છે કે કોઈ પણ રીતે આ શ્રેષ્ઠીપુત્ર વિજય સાથે મૈત્રી કરીને રાજાના અલંકારો તેના અલંકાર રાખવાની પેટીમાં એના અલંકારો સાથે મિશ્ર કરી દેવા. રાજાની આજ્ઞા પ્રમાણે એ સેવકે એ કાર્ય પાર પાડ્યું. ૧૦૪ સમ્યગ્દર્શનના ૬૭ (ભેદો) બોલો
SR No.034345
Book TitleUgyo Muktino Arunoday Samyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRashmi Bheda
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2016
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy