________________
જેમ જેમ જિનેશ્વર અને સદ્ગુરુની ભાવપૂર્વક ભક્તિ થાય છે તેમ તેમ સમ્યક્ત્વની નિર્મળતા વધતી જાય છે, પાંચ અતિચારને વર્લ્ડવાથી જેનું સમ્યક્ત્વ શુદ્ધ થયેલું છે, તે જીવ ભવોભવ અધિક અધિક સુખને પ્રાપ્ત કરે છે. અને તે જિનેન્દ્ર પદ, ચક્રવર્તિપદ, ઈંદ્રપદ, મોટું રાજ્યપદ અને છેવટે શિવપદ પણ પ્રાપ્ત કરી શકે છે.
-
સમ્યગ્દર્શનનો મહિમા વર્ણવતા પૂર્યાચાર્ય લખે છે – ધર્મરૂપ કલ્પવૃક્ષનું સમ્યક્ત્વ એ મૂળ છે. દાન પ્રમુખ ચાર તેની મુખ્ય શાખાઓ છે, નિયમ અને વ્રત વિગેરે તેની પ્રશાખાઓ છે, વિવિધ સંપત્તિઓ તેના પુષ્પ છે અને મોક્ષ એ તેનું ફળ છે, પરંતુ સમ્યક્ત્વરૂપ મૂળ જેનાં હૃદયમાં ઉલ્લાસાયમાન છે તેને જ એ ધર્મકલ્પવૃક્ષ સંપૂર્ણ ફળદાયક થાય છે.
-
આ ધર્મવૃક્ષના જે ચાર ભેદ છે - જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ. મોક્ષમાર્ગ એ ચારેયના સંયોગથી થાય છે. ચારેયની ઉત્કૃષ્ટતા મહત્ત્વની છે. એમ છતાં આ ચારેયમાં સમ્યગ્દર્શનનું મહત્ત્વ અત્યંત અધિક છે. સમ્યગ્દર્શન પ્રાપ્ત કર્યા વિના જો નવપૂર્વથી પણ અધિક જ્ઞાન પ્રાપ્ત કર્યું હોય, ઉત્તમ ચારિત્રનું પણ પાલન કર્યું હોય, ઉગ્ર તપસ્યા વડે દેહ કૃશ થયો હોય તો પણ એનું ફળ અકામ નિર્જરા અને શુભ બંધ હોય છે. સમ્યગ્દર્શનના અભાવમાં તે ચારિત્ર અને તપ સ્વર્ગના સુખ અપાવી પાછા ભવભ્રમણમાં જ લાવી મૂકે છે. જ્ઞાન ધર્મશાસ્ત્રોનું હોય, શ્રી જિનેશ્વર પરમાત્માએ અર્થથી પ્રરૂપેલા અને શ્રી ગણધર ભગવંતોએ સૂત્રથી ગૂંથેલા આગમશાસ્ત્રોનું જ્ઞાન હોય, તો પણ એ જ્ઞાનને ધરનારો આત્મા જો સમ્યક્ત્વને પામેલો ન હોય, તો એ આત્માનું એ શાસ્ત્રજ્ઞાન પણ સભ્યજ્ઞાન રૂપે એ આત્માને પરિણમતું નથી. એથી એ આત્માનું શાસ્ત્રજ્ઞાન, તે પણ અજ્ઞાન અથવા મિથ્યા જ્ઞાનની કોટિનું ગણાય છે. એ જ રીતે ચારિત્ર પણ શ્રી જિનેશ્વર પરમાત્માએ બતાવેલા ચારિત્રના આચારોના આચરણરૂપ હોય, તો પણ એ ચારિત્રાચારોનું પાલન કરનારો આત્મા જો સમ્યક્ત્વને પામેલો ન હોય તો એ ચારિત્રાચારોનું પાલન સમ્યક્ ચારિત્ર કોટિનું ગણાતું નથી. પણ કાયકષ્ટાદિની ઉપમાને યોગ્ય ગણાય છે.
સમ્યક્ત્વનું મહાત્મ્ય
૧૪૬