________________
પ્રદેશો એક સરખા હોય છે. ભગવતી સૂત્ર) ધર્મમાં, શ્રુતધર્મમાં અને ચારિત્ર ધર્મમાં જે શ્રદ્ધા રાખે છે તે “ધર્મરૂચિ' કહેવાય છે.
અહીં મેતાર્ય મુનિનું દૃષ્ટાંત છે. સોનીને ત્યાં ગોચરીએ પધારેલા મુનિની નજર સમક્ષ ક્રૌંચ પક્ષી સોનીના સોનાના જવલા ચણી ગયું. મુનિ માટે આહાર લેવા ગયેલો સોની બહાર આવ્યો ત્યારે જવલા ન જોતા મુનિ પર શંકા કરી. મુનિને પૂછે છે પરંતુ જો સત્ય બોલે તો સોની પક્ષીને મારી એના પેટમાંથી જવલા કાઢી લેશે એટલે મુનિ મૌન રહ્યા. ચારિત્રધર્મની પાલના અર્થે, સોનીએ મુનિના મસ્તક પર વાધર (ચામડાની) વીંટાળી તો પણ મુનિએ સમતા અને ક્ષમાભાવ ધારણ કર્યો, મરણાંત ઉપસર્ગમાં પણ ડગ્યા નહિ. આવી રીતે ધર્મમાં, ચારિત્રધર્મમાં મેતાર્ય મુનિએ જે શ્રદ્ધા રાખી તે ધર્મરૂચિ કહેવાય છે.
અંતમાં જીવાદિ તત્ત્વોનો અભ્યાસ કરવો, તત્ત્વજ્ઞ પુરુષોનું સેવન કરવું તથા કુમાર્ગીઓથી દૂર રહેવું એ સમ્યકત્વ અર્થાત્ શ્રદ્ધા-રૂચિનું લક્ષણ છે. આ બહિરંગ લક્ષણ છે. આ લક્ષણ રૂચિરૂ૫, રાગાત્મક હોવાથી બહિરંગ લક્ષણ છે. જ્યારે બીજું લક્ષણ અંતરંગ હોય છે જે પદાર્થની સાથે જ રહે છે. મિથ્યાત્વ મોહનીય કર્મનો ક્ષયોપશમ ભાવ એ જ સમ્યકત્વનું અંતરંગ લક્ષણ છે.
ઊગ્યો મુક્તિનો અરુણોદય... સમ્યગદર્શન
૧૨૯