________________
૧૦
સમ્યદર્શનના આઠ અંગ છે
અગ એટલે કે ‘લક્ષણ' અર્થાત્ વિશિષ્ટ ગુણો જે સમ્યગુ દૃષ્ટિમાં પ્રગટે, જેનાથી સમ્યગુદૃષ્ટિની ઓળખાણ થાય, તે અંગ. શ્રી પન્નવણા (પ્રજ્ઞાપના) સૂત્રના પહેલા પદમાં આને “આચાર' કહ્યા છે. જેમ શરીરના આઠ અંગ હોય છે. મસ્તક, પેટ, પીઠ, બે હાથ, બે પગ, એક કમર. જો તેને જુદા જુદા કરી દેવામાં આવે તો શરીર રહે નહિ. તેવી રીતે સમ્યગૂ દૃષ્ટિ પ્રાપ્ત થયેલાને આઠ અંગ હોય છે. જો તે ન હોય તો તે સમ્યગ્દષ્ટિ ન હોય. ઉત્તરાધ્યાય સૂત્રના અકવીસમા અધ્યયનમાં કહ્યું છે - निस्संकिय निक्कंखिय,
निव्वितिगिच्छा अमूढदिट्ठी य। उवबूह थिरीकरणे वच्छल्ल पभावणे अट्ठ।।२८.३१।।
અર્થ : નિઃશંકતા, નિષ્કાંક્ષા, નિર્વિચિકિત્સા, અમૂઢ દૃષ્ટિ, ઉપગૂહન, સ્થિરકિરણ, વાત્સલ્ય અને પ્રભાવના - આ આઠ સમક્તિના અંગ છે. ૧) નિઃશંકતા - જે તત્ત્વની શ્રદ્ધા કરીને સમ્યગુદર્શન પ્રાપ્ત થયું છે તે તત્ત્વ પર ક્યારેય શંકા કરતા નથી. જે જાણવા જોગ વાતો સમજમાં ન આવે અને જિનાગમથી જાણવામાં આવે છે. તેના પર અશ્રદ્ધાન કરતા નથી પણ જ્ઞાની પાસે જઈ સમજવાનો પ્રયત્ન કરે છે. તેમજ સાત પ્રકારના ભય એવી રીતે નથી હોતા