________________
જેથી શ્રદ્ધા વિચલિત થઈ જાય. ચારિત્ર મોહનીયના ઉદયથી ક્યારે ભય હોય તો તેને વસ્તુસ્વરૂપ વિચારી આત્મબલથી દૂર કરે છે. સાત ભય નીચે પ્રમાણે છે – ૧) આલોક ભય - હું આ ધર્મકાર્ય કરીશ તો લોક નિંદા ક૨શે માટે નહિ કરું એવો ભય સમ્યક્ત્વ પ્રાપ્ત થયેલ જીવને હોતો નથી. શાસ્ત્રની આજ્ઞા પ્રમાણે ક૨વાના કાર્યને લોકના ભયથી છોડતા નથી.
૨) ૫૨લોક ભય - સમ્યગ્દર્શન પ્રાપ્ત કરેલ આત્મા શારીરિક કષ્ટથી ગભરાતા નથી તેમજ વિષય સુખના લોલુપી હોતા નથી. પોતાના કર્યોદય ૫૨ સંતોષ રાખીને પરલોકની ચિંતાથી ભયભીત થતા નથી.
-
૩) વેદના ભય – એ નિયમિત આહાર, વિહાર, નિદ્રા લે છે જેથી સ્વાસ્થ્ય કુશલ રહે, છતાં જો રોગ આવી જશે તો હું શું કરીશ ? એમ ભયાતુર થતા નથી. જો અસાતા વેદનીય કર્મના ઉદયથી રોગ આવે તો કર્મની નિર્જરા જ થશે એમ સમજીને ભયરહિત રહે છે.
-
૪) અરક્ષા ભય – જો એ ક્યારે એકલા હોય કે કોઈ નિર્જન સ્થળે એકલા જવું પડે તો એવો ભય નથી ક૨તા કે મારા પ્રાણોની રક્ષા અહીં કેમ થશે ? આત્માના અમરત્વ ૫૨ દૃઢ વિશ્વાસ રાખે છે અને અરિહંતાદિ પાંચ પરમેષ્ઠિનું શરણ લે છે.
૫) અગુપ્ત ભય - પોતાની સંપત્તિ ચોરાઈ જવાનો ભય રાખતા નથી. પોતાની સંપત્તિના રક્ષણનો પૂર્ણ યત્ન કરીને નિશ્ચિન્ત રહે છે અને ભવિષ્યનો વિચાર કર્મ ૫૨ છોડી દે છે. તે જાણે છે કે અસાતા વેદનીયનો ઉદય આવશે તો લક્ષ્મી જતી રહેવામાં વાર લાગશે નહિ.
૬) મરણ ભય - સમ્યગ્દર્શન પ્રાપ્ત થયેલાને મરણનો ભય હોતો નથી. હું અજ૨ અમર આત્મા છું એવી દૃઢ શ્રદ્ધા તેને હોય છે.
૭) અકસ્માત ભય - પોતાની શક્તિ અનુસાર પોતાના ઉપયોગના સાધનોને સંભાળીને કાર્ય કરે છે. પ્રયત્ન કરવા છતાં કંઈ બની જાય તો તેને કર્મનો ઉદય માને છે, અકસ્માતનો વિચાર કરી ભયભીત થતા નથી.
ઊગ્યો મુક્તિનો અરુણોદય... સમ્યગ્દર્શન
૧૩૧