________________
નાના પાતરાને પાણીમાં તરવા મૂક્યો અને મારી નાવ તરે, મોરી નાવ તરે” એમ કહી રમતે ચડ્યા. પાછા વળતા એમના સાથેના સાધુઓએ પ્રભુ પાસે પહોંચી અઈમુત્તા અણગારની રમતની વાત કરી અને એમના માટે સહેજ હલકો ભાવ દર્શાવ્યો. અનંતજ્ઞાની પ્રભુએ કહ્યું, ‘તમે અઈમુત્તા અણગાર માટે મનમાં હલકો ભાવ ન લાવો, એ તો ચરમશરીરી છે. અને અઈમુત્તામુનિને સમજાવ્યું, ત્યાગીથી સચેત પાણીને ન અડાય. અપકાય જીવોની વિરાધના થાય, તમે દોષ કર્યો છે માટે પ્રાયશ્ચિત લો.' બાળમુનિએ પોતે કરેલ ભૂલ માટે પશ્ચાતાપ કરી ભાવપૂર્વક ઈરિયાવહીના કાઉસગ્ગ દ્વારા ઘણા કર્મોની નિર્જરા કરી. આ રીતે ભાવથી ક્રિયા કરતા આત્મબોધ પામી સંયમમાં સ્થિર થઈ, ઘણા વર્ષો સુધી સંયમનું પાલન કરી અંતે ઘાતી-અઘાતી કર્મોનો ક્ષય કરીને સિદ્ધ, બુદ્ધ અને મુક્ત થયા. ૯) સંક્ષેપરૂચિ - શાસ્ત્ર ગ્રંથોમાં પૂરી નિપુણતા નથી, અન્ય દર્શનોનું પણ જ્ઞાન નથી પરંતુ મિથ્યામતને ગ્રહણ કર્યો નથી, કુદર્શન પર શ્રદ્ધા રાખતો નથી તે સંક્ષેપરૂચિ છે.
અહીં માસતુષ મુનિનું દષ્ટાંત છે. સરળ સ્વભાવી માસતુષ મુનિનો જ્ઞાનનો ક્ષયોપશમ અલ્પ હતો. ગુરુએ યાદ કરવા આપેલા બે સૂત્રો “મા રુષ” અને “મા તુષ' (અર્થાત્ કોઈ પર રોષ ન કરવો અને કોઈ પર રાગ ન કરવો) એ ખૂબ મહેનત કરવા છતાં યાદ રહેતા નથી. રોજ ગોખતા મૂળસૂત્રોને બદલે માસતુષ માસતુષ' એમ બોલવા લાગ્યા. તેમને એ સૂત્રો યાદ ન રહ્યા પરંતુ તેના ભાવ અંતરમાં સ્થિરતા પામતા ગયા અને ઊંડુ અવગાહન કરતાકરતા ક્ષેપક શ્રેણિએ ચડી, મોહનીય કર્મનો સંપૂર્ણ ક્ષય કરી કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું. આમ શાસ્ત્રનું બહુ જ્ઞાન ન હોવા છતાં તત્ત્વની દઢ શ્રદ્ધા થઈ એ સંક્ષેપરૂચિ કહેવાય છે. ૧૦) ધર્મરૂચિ - જે જિન પ્રરૂપિત અસ્તિકાય ધર્મ (ધર્મ, અધર્મ આદિ છ દ્રવ્યોમાં કાળ સિવાયના પાંચે દ્રવ્યો અસ્તિકાય અર્થાત્ પ્રદેશોના સમૂહરૂપ હોવાથી ધર્માસ્તિકાય - અધર્માસ્તિકાય કહેવાય છે. તેમાં ધર્મ, અધર્મ, લોકાકાશ અને જીવ (એક જીવના જ આત્મપ્રદેશો)ના અસંખ્યાત પ્રદેશો છે. અને તે ચારેના અસંખ્યાત
૧૨૮
સમ્યગદર્શનની દસ રૂચિ છે