________________
પ્રકારના વિનયનો તમે વિચાર કરો તથા ત્રણ પ્રકારની શુદ્ધિ, પાંચ પ્રકારના દૂષણો અને આઠ પ્રકારના પ્રભાવક પુરુષો જાણવા.
આઠ પ્રકારના પ્રભાવક, પાંચ પ્રકારના ભૂષણ, પાંચ પ્રકારના લક્ષણો જાણવા જેવા છે. છ પ્રકારની જયણા, છ પ્રકારના આગાર અને છ પ્રકારની ભાવના મનમાં ભાવો તથા સમ્યક્ત્વના છ સ્થાનો છે એમ સમ્યકત્વગુણના કુલ ૬૭ બોલો મહત્ત્વના છે, તેમનો તાત્ત્વિક રીતે વિચાર કરતા આ આત્મા ભવસમુદ્રનો પાર પામે છે. સમ્યકત્વ સપ્તતિકા'માં કહ્યું છે,
चउसद्दहणतिलिङ्गं दसविणयतिसुद्धिपञ्चगयदोसं । __ अट्ठपभावणभूसण - लक्खणपञ्चविहसंजुत्तं ।।५।। छव्विहजयणागारं, छ भावणाभावियञ्च छट्ठाणं ।
इय सत्तसट्ठिलक्खण - भेयविसुद्धं च सम्मत्तं ।।६।। વિશુદ્ધ તત્ત્વશ્રદ્ધાનરૂપ સમ્યગ્દર્શનના આ ૬૭ બોલો બતાવ્યા છે. જે ઘણા જ મહત્ત્વના છે. આ ૬૭ બોલોનું તાત્ત્વિક રીતે ચિંતન કરતા કરતા આત્મા આ ભવસાગરથી પાર ઉતરી શકે છે. આ બોલો વિસ્તારથી સમજીએ - ચાર પ્રકારની શ્રદ્ધા - વીતરાગ પરમાત્મા ઉપર, તેમના આજ્ઞા અનુસાર ચાલનારા ધર્મગુરુઓ ઉપર અને વીતરાગે પ્રરૂપેલા ધર્મ ઉપર પરમ રૂચિ અને શ્રદ્ધા, તેના જ ભેદ છે – અ) પરમાર્થ સંસ્તવ - જીવ, અજીવ, પુણ્ય, પાપ, આસવ, સંવર, નિર્જરા, બંધ, મોક્ષ આદિ પદાર્થોને જાણી તેમનો અભ્યાસ કરવો. વારંવાર શ્રવણ, ચિંતન, પયાલોચન કરવું અને યથાર્થ જ્ઞાનપૂર્વક તેના પર અચલ શ્રદ્ધા કરવી. કં નિહિં પન્નત્ત, તમેવ સä નિસં - જિનેશ્વર પરમાત્માએ જે કહ્યું છે તે જ સત્ય છે એવી દઢ શ્રદ્ધા.
આના ઉપર જિનદાસ શ્રાવકનું દૃષ્ટાંત આપેલું છે તે નીચે પ્રમાણે છે –
આ જંબુદ્વીપમાં ભરતક્ષેત્રમાં મથુરા નગરીમાં જિનશાસન ઉપર પરમ શ્રદ્ધાવાળો ( ઊગ્યો મુક્તિનો અરુણોદય... સમ્યગદર્શન
૪૧