SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્યગ્દર્શન પ્રાપ્તિ માટેની આવશ્યક અનુકુળતાઓ જીવ અને કર્મનો સંયોગ અનાદિકાળનો છે. જીવની દરેક પ્રવૃત્તિ કર્મપ્રેરિત હોય છે. જેનાથી અનાદિકાળથી તેનું સંસાર પરિભ્રમણ ચાલુ છે. આ સંસાર પરિભ્રમણનો કાળ જ્યારે મર્યાદિત થાય છે ત્યારે આ કર્મોનો નાશ કરવા તેને આંતરબાહ્ય સાનુકૂળ સંયોગો પ્રાપ્ત થાય છે. જેથી એ કર્મોનો નાશ કરવાનો પુરુષાર્થ કરી સમ્યગદર્શનરૂપ વિશુદ્ધિ પ્રાપ્ત કરી શકે. આ અંતરબાહ્ય સાનુકૂળતાઓ નીચે મુજબ છે – - જીવાત્મા પર્યાપ્ત જોઈએ, અર્થાત્ છ એ પર્યાપ્તિથી મુક્ત જોઈએ. આ પર્યાપ્તિ શું છે? એકેન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીના બધા જ જીવો પોતપોતાની યોગ્યતા મુજબ પોતાના શરીર, ઈદ્રિય, શ્વાસોચ્છવાસ, ભાષા અને મનનું નિર્માણ કરે છે. આ પાંચેનું નિર્માણ પુદ્ગલોથી થાય છે. અનુક્રમે તે તે પુદ્ગલ ગ્રહણ કરે છે. આ કાર્ય કરવાની આત્માની શક્તિ તે પર્યાપ્ત છે. આ પર્યાપ્તિ છ પ્રકારની છે – આહાર પર્યાપ્તિ, શરીર પર્યાપ્તિ, ઈદ્રિય પર્યાપ્તિ, શ્વાસોચ્છવાસ પર્યાપ્તિ, ભાષા પર્યાપ્તિ અને મન પર્યાપ્તિ. - પાંચે ઈદ્રિયોની પરિપૂર્ણતા જોઈએ. - પંચેન્દ્રિયમાં સંક્ષીપણું અર્થાત્ મન જોઈએ.
SR No.034345
Book TitleUgyo Muktino Arunoday Samyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRashmi Bheda
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2016
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy