SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્યગુદર્શનનું પ્રથમ સોપાન છે. પછી જૈન દર્શનમાં બતાવેલ જીવાદિ તત્ત્વોનો અભ્યાસ કરવો તે અભ્યાસથી તત્ત્વશ્રદ્ધાની પ્રાપ્તિ થાય છે પછી સ્વ-પરનું ભિન્નપણું જેથી ભાસે એવું ચિંતન કરવું કારણ એના જ અભ્યાસથી ભેદવિજ્ઞાન થાય છે. અને સ્વના, પોતાના સ્વરૂપનાં ચિંતવનથી, એના અભ્યાસથી આત્માનુભવની ઝાંખી થાય છે. અને દર્શનમોહ મંદ મંદતર થતો જાય છે. આ સમ્યગદર્શનનું બીજું સોપાન છે. આત્મા જ્ઞાતા - દષ્ટા સ્વભાવી છે. કોઈ પણ શેય પદાર્થને જોઈને એના પ્રત્યે ગમો કે અણગમો થાય છે તેનું કારણ રાગ-દ્વેષ છે. ગમો-અણગમો નવા રાગદ્વેષનું નિર્માણ કરે છે. જ્ઞાયકભાવ અને રાગાદિભાવ બંને એક પર્યાયમાં વર્તતા હોવાથી એકમેક લાગે છે. પરંતુ જ્ઞાયકભાવ એ આત્માનો સ્વભાવ છે અને રાગાદિ ભાવ તે વિકાર છે. બંનેના લક્ષણ જૂદા છે. જેને સમ્યગુ જ્ઞાન વડે જૂદા જાણી શકાય છે. હું જ્ઞાન સ્વભાવી છું, રાગ એ મારો સ્વભાવ નથી પણ રાગને હું કેવળ જાણનાર છું. એમ જ્ઞાન અને રાગને ભિન્ન જાણીને, અર્થાત્ મોહનો અભાવ કરીને સમ્યગૂ જ્ઞાનરૂપી પ્રજ્ઞાછીણીથી ભેદવિજ્ઞાન થાય છે. તત્ત્વાર્થ શ્રદ્ધાનનું પ્રયોજન એ છે કે સાધક તત્ત્વોને ઓળખે તો વસ્તુના યથાર્થ સ્વરૂપનું શ્રદ્ધાન કરી મોક્ષમાર્ગમાં પ્રવર્તે. એના માટે સ્વ-પરનું ભિન્નતાનું શ્રદ્ધાન થતા, પરદ્રવ્યોમાં રાગાદિ ન કરવાનું અને સ્વરૂપનું શ્રદ્ધાન કરવાનું બને છે. એટલે સ્વપરના ભિન્ન શ્રદ્ધાનનું પ્રયોજન તો તત્ત્વાર્થ શ્રદ્ધાનનું પ્રયોજન સિદ્ધ કરવાનું છે. આ ભેદવિજ્ઞાન છે. ૨૬ નવ તત્ત્વ
SR No.034345
Book TitleUgyo Muktino Arunoday Samyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRashmi Bheda
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2016
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy