________________
આશીર્વચન
કદમ્બગિરિ
૨૩-૨-૧૬
શ્રી રશ્મિબેન,
ધર્મલાભ. કુશળ હશો.
તમે મોકલેલ “સમ્યગ્દર્શન' વિશેનું તમારું લખાણ મળ્યું છે. જોઈ ગયો છું. તમે બહુ જ મુદ્દાસર અને જૈન શાસ્ત્રોને પૂર્ણપણે અનુસરીને વિષય ચર્યો છે. સરળ તેમજ સુઘડ રીતે તમે સમ્યકત્વ વિષે રજુઆત કરી છે. ભાષા પ્રાંજલ તથા શૈલી રોચક છે. અભિનંદન.
- આચાર્ય શીલચંદ્રસૂરીશ્વરજી