________________
સમકિત છે : તે કચરાથી કંઈક ડહોળાયેલા જળ જેવું કલુષિત હોય છે. તે અસંખ્યાતવાર આવે છે અને જાય છે. તેનો કાળ જઘન્યથી અંતર્મુહૂર્ત છે અને ઉત્કૃષ્ટથી અધિક છાસઠ સાગરોપમ છે. ૩) ક્ષાયિક સમ્યકત્વ - પાણીથી બુઝાયેલા અગ્નિની જેમ આત્માને વળગેલા મિથ્યાત્વના તમામ દલિકોનો અર્થાત્ મિથ્યાત્વ મોહનીયાદિ દર્શન સપ્તકનો સંપૂર્ણપણે નાશ કરવાથી જે નિર્મળ શ્રદ્ધાળુણ પ્રગટ થાય છે તે સાયિક સમ્યગ્દર્શન છે. જે શુદ્ધ પાણીના પૂર જેવું હોય છે. એક ભવમાં અને સંસારચક્રમાં એક જ વાર પ્રાપ્ત થાય છે. પ્રાપ્ત થયા પછી ક્યારેય જતું નથી. તેનો કાળ આદિઅનંત છે.
મિથ્યાત્વ મોહનીયનો ઉપશમ થાય તો જ સમ્યગ્દર્શનરૂપ આત્મવિશુદ્ધિ પ્રાપ્ત થાય છે. તે ઉપશમ કરવાની પ્રક્રિયાના મુખ્ય ત્રણ ચરણ છે -
૧. યથાપ્રવૃત્તિકરણ ૨. અપૂર્વકરણ ૩. અનિવૃત્તિકરણ
‘કરણ' એટલે પ્રતિ સમયે ઉત્તરોત્તર અનંત અનંત ગુણ વધતા આત્મપરિણામ. વિશુદ્ધિનો ક્રમ અને વિશુદ્ધિના પ્રમાણની અપેક્ષાએ ત્રણ પ્રકાર બતાવ્યા છે. ૧. યથાપ્રવૃત્તિકરણ - સમ્યગદર્શન પ્રાપ્ત કરવા પહેલું શુદ્ધ યથાપ્રવૃત્તિકરણ જોઈએ. શુદ્ધ યથાપ્રવૃત્તિકરણ એ અપૂર્વકરણને લાવનારો પરિણામ છે. અને અપૂર્વકરણ આવતા ગ્રંથી (રાગ-દ્વેષનો તીવ્ર પરિણામ) ભેદાય છે. એ પછી આત્મામાં અનિવૃત્તિકરણ નામનો પરિણામ પેદા થાય છે જે પરિણામ સમ્યકત્વને પ્રગટ કર્યા વિના રહેતો નથી.
પ્રથમ આ શુદ્ધ યથાપ્રવૃત્તિકરણ કેવી રીતે આવે? તો આ સંસારચક્રમાં અનંત પુદ્ગલપરાવર્તી સુધી અનંત દુઃખ સહન કર્યા બાદ જીવના તથાભવ્યત્વનો પરિપાક
' ઊગ્યો મુક્તિનો અરુણોદય... સમ્યગુદર્શન
૩૩